વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની અગત્યતા

માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની અગત્યતા

માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ એટલે કે વિટામીન્સ અને મિનરલ્સ સંતુલિત અને તંદુરસ્ત ભોજનનો અત્યંત જરૂરી હિસ્સો છે. એ થોડા પ્રમાણમાં પણ જરૂરી છે અને એની ભોજનમાં હાજરી શરીરનાં સામાન્ય કાર્યો કરવામાં મદદ કરી રહ્યું છે. વિટામીન્સ એ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ છે જે શરીરમાં શોષાતા નથી (સિવાય કે વિટામીન ડી), ટ્રેસ એલિમેન્ટ્સ જેવાં કે ઝિંક, આયર્ન અને આયોડિન તેમ જ મિનરલ્સ જેવાં કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસ જે પ્રમાણમાં વધુ જથ્થામાં જરૂરી છે. વિટામીન્સ અને મિનરલ્સ સામાન્ય રીતે શરીરમાં થતા બાયોકેમિકલ રિએક્શન્સમાં કેટાલિસ્ટ્સ તરીકે કામ કરે છે અને સેલ્યુલર મેટાબોલિઝમમાં અગત્યનો ભાગ ભજવે છે. આ રીતે તે આ ઓપ્ટિમલી સ્થાન લેતાં રિએક્શન્સ સામે પૂરતી માત્રામાં જરૂરી બને છે. અગત્યનાં થોડાંક વિટામીન્સમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

વિટામીન

વિટામીન A

વિટામીન A સારી દૃષ્ટિ માટે, હેલ્ધી ઇમ્યુન સિસ્ટમ માટે જરૂરી છે. એના માટે બેસ્ટ સૉર્સ છે પપૈયા, કેરી જેવાં પીળા કલરનાં ફળો અને મકાઈ, શક્કરિયાં જેવાં શાકભાજી તથા લીલી ભાજી.

વિટામીન D

વિટામીન D કેલ્શિયમ અને ફોસ્ફોરસના શોષણમાં મદદ કરે છે. એ સેલ્સના ગ્રોથ અને બોન ડેવલપમેન્ટ મેઇન્ટેઇન કરવામાં મદદ કરે છે. એનો પ્રાઇમરી સૉર્સ છે દૂધ અને એની વિટામીન D સાથે ફોર્ટિફાઇડ કરેલ પ્રોડક્ટ્સ. સૂર્યપ્રકાશમાં સ્કિન પણ વિટામીન Dને સિન્થેસાઇઝ કરે છે.

વિટામીન E

વિટામીન E એન્ટિઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે. એ વિટામીન A અને C, રેડ બ્લડ સેલ, જરૂરી ફેટી એસિડ્સને તૂટવાથી પ્રોટેક્ટ કરે છે. એનો મેઇન સૉર્સ વેજિટેબલ ઓઇલ (સોયાબીન, કોર્ન, કોટનસીડ), ફળો અને શાકભાજીઓ, નટ્સ, તેલીબિયાં(સૂર્યમુખી) વગેરે છે.

વિટામીન K

આંતરડાંમાં બેક્ટેરિયા દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. એનો નોર્મલ બ્લડક્લોટિંગમાં જરૂરી રોલ છે અને લોહી, હાડકાં અને કીડનીઝ માટે પ્રોટીન ઉત્પન્ન કરવામાં મદદ મળે છે. એ મુખ્યત્વે પાલક જેવી લીલી ભાજીઓ, કોલીફ્લાવર, બ્રોકોલી અને કેટલાંક વેજિટેબલ ઓઇલ જેમ કે ઓલિવ ઓઇલ, સોયાબીન ઓઇલ વગેરેમાંથી મળી રહે છે. જ્યારે વોટર-સૉલ્યુબલ વિટામીન B અને C, શરીર બનાવી શકતું નથી અને એથી કુદરતી આહાર દ્વારા પૂરાં પાડવામાં આવે છે. આ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ, તેમના કેટાલિસ્ટ ફંકશન્સ સિવાય એન્ટિઓક્સિડન્ટ્સ તરીકે પણ કામ કરે છે જે મોટા ભાગના રોગો પાછળ જવાબદાર એવા નુકસાનકારક ફ્રી રેડિકલ્સને ન્યુટ્રલાઇઝ કરે છે. અગાઉ જણાવ્યંત તેમ જો વધુ પડતાં વપરાય (શરીરની જરૂરિયાત કરતાં વધારે) તો ફેટ-સૉલ્યુબલ વિટામીન્સ શરીરમાં લાંબો સમય સ્ટોર થાય છે તો પછી શરીરમાં ટોક્સિસિટીનું જોખમ બળવત્તર બને છે.

અગત્યનાં મિનરલ્સ

આયર્નઃ

હીમોગ્લોબિન માટે, ઓક્સિજનના લોહીના પ્રવાહમાં વહન માટે જરૂરી છે અને ગ્રીન લીફી વેજિટેબલ્સ/લીલી ભાજીઓમાં મળી આવે છે. લેમન જ્યુસ/ઓરેન્જ જ્યુસ વગેરે જેવાં વિટામીન C પ્રોડક્ટ્સ સાથે લેવાં વધુ હિતાવહ છે.

કેલ્શિયમઃ

હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે અને હૃદય તેમ જ પાચન તંત્ર માટે અગત્યનું છે. એ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સમાંથી, નટ્સ, લીમડાંનાં પાન, રાગી વગેરેમાંથી મળે છે. વિટામીન D.ની હાજરીમાં એબ્સૉર્બ કરવું બેસ્ટ છે.

સોડિયમ અને પોટેશિયમઃ

ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે કામ કરે છે. કોઈ પણ સ્વરૂપમાં એક્સરસાઇઝ કરતી વખતે એનર્જી પૂરી પાડનાર એટીપી મેકેનિઝમને રેગ્યુલેટ કરે છે.

અન્ય અગત્યનાં મિનરલ્સમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનિઝ, કોપર, આયોડિન, સેલેનિયમ અને મોલિબ્ડેનમ વગેરેનો સમાવેશ થાય છે. બોડી ફંકશનિંગમાં એક યા બીજી રીતે આમાંના દરેકનો સ્પેસિફિક રોલ છે.

શરીર માટે તમામ જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ કુદરતી આહાર દ્વારા પૂરા પડવાં જોઈએ. વિવિધ કારણોસર જો એવું શક્ય નથી બનતું, તો વિટામીન્સ અને મિનરલ્સ ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટના રૂપમાં પ્રાપ્ય છે, જે નામ પ્રમાણે ડાયેટને સપ્લીમેન્ટ કરે છે અને ડાયેટના કોઈ પણ રીતે રિપ્લેસમેન્ટ નથી(ફિઝીશિયન/ડાયેટિશિયનની દેખરેખમાં જ લેવું). આ માઇક્રોન્યુટ્રીઅન્ટ્સમાં કોઈ કેલરીફિક વેલ્યુ હોતી નથી. એ આપણે ખાઈએ છીએ તે ખોરાકમાં મળે છે અને ભોજનમાં આ જરૂરી તત્ત્વોની ગેરહાજરી સમય જતાં ડેફિસિયન્સી ડિસીઝમાં પલટાય છે.

સોનલ શાહ (stay healthy)

3.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top