વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મધના મીઠા મીઠા ગુણ

મધના મીઠા મીઠા ગુણ

 • સંતરાની છાલોનું ચૂર્ણ બનાવીને તેમાં બે ચમચી મધ મેળવીને તૈયાર કરેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચા નીખરી ઉઠે છે અને કાતિવાન બને છે.
 • કબજિયાતમાં ટમેટું અથવા સંતરાના રસમાં એક ચમચી મધ નાખીને સેવન કરવાથી લાભ થાય છે.
 • શુષ્‍ક ત્‍વચા પર મધ, મલાઈ તેમજ બેસન મેળવીને તૈયાર કરાયેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચાની શુષ્‍કતા દૂર થાય છે અનેલાવણ્‍યમય ત્‍વચા બને છે.
 • એક ગ્‍લાસ દૂધમાં ખાંડ નાખ્‍યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીરનું દૂબળાપણું દૂર થાય છે અને શરીર સુડોળ, રુષ્‍ટપુષ્‍ટ અને બળવાન બને છે.
 • મધના નિત્‍ય સેવનથી નિર્બળ આંતરડાને બળ મળે છે.
 • ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં મેળવીને ચાટવાથી કફ દૂર થાય છે તથા આંતરડામાં થયેલા વિજાતીય દ્રવ્‍યોને દૂર કરીને તેના કીડા નષ્‍ટ થાય છે. તેને પાણીમાં ભેળવીને એનિમા લેવાથી લાભ થાય છે.
 • હ્નદયની ધમનીઓ માટે મધ ખૂબજ શકિતવર્ધક છે. સૂતી વખતે મધ અને લીંબુનો રસ મેળવીને એક ગ્‍લાસ પાણીમાં પીવાથી કમજોર હ્રદયમાં શકિતનો સંચાર થાય છે.
 • પેટના નાના મોટા ઘાવ અને પ્રારંભિક સ્થિતિનું અલ્‍સર મધને દૂધ કે ચા સાથે લેવાથી ઠીક થઈ શકે છે.
 • સૂકી શરદીમાં મધ અને લીંબુના રસનું સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.
 • મધથી માંસપેશીઓ બળવાન બને છે.
 • હાઈ બી.પી.માં મધનું સેવન લસણ સાથે કરવાથી લાભ થાય છે.
 • આદુનો રસ અને મધ સમાન માત્રામાં લઈને ચાટવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે હેડકીઓ બંધ થાય છે.‍

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

3.06451612903
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top