વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બ્રોકોલીના 10 આરોગ્યપ્રદ લાભો

બ્રોકોલીના 10 આરોગ્યપ્રદ લાભો

શિયાળો આવતાં જ માર્કેટમાં લીલીછમ બ્રોકોલી જોવા મળે છે. તેનો સમાવેશ સુપર ફૂડમાં થાય છે કારણ કે તે શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજન ભરપૂર માત્રામાં ધરાવે છે. આ ઉપરાંત પણ તેનામાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. બ્રોકોલી એ કેબેજ કુળની વનસ્પતિ છે અને ઠંડા હવામાનમાં ઉગે છે. આપણે ત્યાં એ થોડી મોંધી મળે છે પણ તેના આરોગ્યપ્રદ લાભોને જોતાં તે ખાવી હિતાવહ છે. તેને સલાડમાં, પાસ્તામાં કે સૂપમાં ઉમેરીને ખાઈ શકાય છે. તેનું શાક પણ બનાવી શકાય છે. જોકે, તેને જેટલી ઓછી રાંધવામાં આવે તેટલા વધુ તેના પોષક તત્ત્વો જળવાઈ રહે છે. તો આવો, જાણીએ તેના લાભ.

  1. કેન્સર સામે આપે લડત:  બ્રોકોલી શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજન ભરપુર માત્રામાં ધરાવે છે, જે બ્રેસ્ટ, સર્વાઈકલ અને પ્રોસ્ટેટ કેન્સરને ઉદભવતા અટકાવવામાં મદદ કરે છે.
  2. વધુ ખાવાની જરૂર નહીં: એક કપ બ્રોકોલીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું એક કપ રાઈસ કે કોર્નમાં હોય છે છતાં કેલરી તેનાથી માંડ અડધી હોય છે.
  3. રોગપ્રતિકારક શક્તિ વધારે: એક કપ બ્રોકોલીમાં ભરપુર બીટા-કેરોટીન, ઝિંક અને સેલેનિયમ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
  4. જન્મજાત ઉણપો સામે લડે: એક કપ બ્રોકોલીમાં ૯૪ એમસીજી ફોલિક એસિડ અને વિટામિન -બી હોય છે જે ગર્ભમાં યોગ્ય કોષવિભાજન માટે આવશ્યક હોય છે.
  5. ડાયાબિટીસને પડકારે: હાઈ ફાઈબર અને શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી બ્રોકોલીનો ઉપયોગ ભોજનમાં વધુ કરવાથી ઈન્સ્યુલિનનું પ્રમાણ નીચું રહે છે.
  6. હ્રદયરોગ સામે કારગત: બ્રોકોલીમાં કેરોટીનોઈડ લ્યુટિન, વિટામિન B - 6 અને ફોલેટ સામેલ હોય છે, જે એથ્રોસ્કેલરોસીસ, હ્વદયરોગ કે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
  7. હાડકાંને રાખે સ્વસ્થ: બ્રોકોલી કોઈપણ ડેરી ઉત્પાદન કરતાં વધુ કેલ્શિયમ અને વિટામિન-K ધરાવે છે જે હાડકાંની સ્વસ્થતા જાળવે છે અને ઓસ્ટિયોપોરોસીસનું જોખમ ઘટાડે છે.
  8. બ્લડપ્રેશરને કરે નિયમિત: બ્રોકોલીમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો આપણા શરીરમાં બ્લડપ્રેશરને નિયમિત બનાવે છે.
  9. શરદીમાં આપે રાહત: બ્રોકોલીમાં વિટામીન-C, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણધર્મ હોવાથી શરદીની તકલીફમાં રાહત મળી શકે છે.

10. પુરુષત્વ વધારે: બ્રોકોલી ફિમેલ હોર્મોન એસ્ટ્રોજન ઘટાડીને ટેસ્ટોસ્ટેરોનમાં વધારો કરે છે.

સ્ત્રોત : હેલ્થી લીવીંગ

2.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top