હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / ફળો અને શાકભાજીના જ્યૂસ આપે છે સુંદર, દમકતી ત્વચા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફળો અને શાકભાજીના જ્યૂસ આપે છે સુંદર, દમકતી ત્વચા

ફળો અને શાકભાજીના જ્યૂસ આપે છે સુંદર, દમકતી ત્વચા વિશેની માહિતી આપવામાં આવી છે

ક્રિસમસ છે એટલે પાર્ટી તો ખરી જ!! એટલે ચહેરો ચમકાવવો રહ્યો અને પાર્ટીઓ દરમિયાન રેડિયન્ટ સ્કિન હોવી જ જોઈએ, ખરું ને !! શિયાળો એટલે વિવિધ વાનગીઓની લિજ્જત માણવાની મઝા. બજાર તમામ પ્રકારના કંદમૂળ, શાકભાજીઓ, લીલી ભાજીઓ અને ફળોથી ઊભરાય છે. પૂરતું પોષણયુક્ત ભોજન બનાવવા માટે ઘણા પદાર્થોની જરૂર પડે છે, કેમ કે કોઈ એક નેચરલ ફૂડ બધું ન આપી શકે. કેટલાંક શાકભાજી એવાં એલિમેન્ટ્સ પૂરાં પાડે છે જે બીજામાં નથી હોતાં. શાકભાજી પસંદ કરવા પર આધાર રાખે છે કે શરીરને રોગોથી રક્ષણ આપવા કેટલાં અને ક્યાં એન્ટિઓક્સિડન્ટસ અને ફીટોકેમિકલ્સ (પ્લાન્ટના કેમિકલ્સ) પૂરાં પડે છે.

ફળો અને શાકભાજીઓ માણસને કુદરતે આપેલી ભેટ છે. તેના ભરપૂર લાભો હોવાથી દિવસમાં 2-3 વાર ફળો અને શાકભાજી ખાવાથી આરોગ્યના ઘણા ફાયદા થાય છે. આપણા શરીરને જરૂરી રોજિંદા વિટામીનો, મિનરલ્સ અને ફાઇબરનો ઘણો મોટો ભાગ તે પૂરો પાડે છે.  ફળ અને શાકભાજીની દરેક દુકાનમાં વિવિધ પ્રકારના ફળો ઘણા પ્રમાણમાં મળી રહે છે જેમ કે ઓરેન્જ, સ્ટ્રોબરી, જામફળ, સીતાફળ, મેથી, પાલક, ગાજર, બીટ વગેરે.

સૂપ કે જ્યુસ પીવાથી સ્કિન પર ગ્લો આવશેઃ

ગાજરનો સૂપ/જ્યુસઃ

 1. વિટામીન Aનો ભરપૂર સૉર્સ છે, જે રોજના ભોજનમાં લઇ શકાય છે.
 2. વિટામીન A હાડકાંની અને દાંતની વૃદ્ધિને પ્રમોટ કરે છે અને આઇસાઇટને સ્ટ્રેગ્ન્ધન કરે છે.
 3. એમાં અન્ય વિટામીન્સ ખાસ કરીને B કોમ્પ્લેક્સ ઘણું હોય છે એટલે એનો રેંક ઊંચો જાય છે. એમાં મિનરલ્સ પણ એટલાં બધાં આવેલ છે જેમાં કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, સલ્ફર અને આયર્નનો સમાવેશ થાય છે.
 4. ગાજરનો જ્યુસ પીવાથી એની ક્લિન્ઝિંગ અસરને લીધે લિવર માટે બહુ જ ફાયદાકારક છે.

બીટરૂટ સૂપ/જ્યુસઃ

 1. ઠંડો, ન્યુટ્રીશિયસ અને બાઇલ કંટ્રોલર છે. એ બ્લડ ક્વોલિટી સુધારે છે અને શરીરને હેલ્ધી બનાવે છે.
 2. બીટનું બીટાઇન તત્ત્વ પેટ અને આંતરડાંને સાફ કરવામાં મદદ કરે છે.
 3. બીટરૂટ જ્યુસમાં વિટામીન- C,  ફોલિક એસિડ અને પોટેશિયમ તથા સિલિકા ભરપૂર પ્રમાણમાં છે જે વધુ પડતું મીઠું ખાવા સામે ઉપયોગી એન્ટિડોટ છે અને બ્લડપ્રેશર નીચું લાવવામાં ફાળો આપે છે. સિલિકા કેલ્શિયમના અપટેકમાં મદદ કરે છે.

ઓરેન્જ જ્યુસઃ

 1. ઓરેન્જ જ્યુસ વિટામીન Cની ઊંચી ટકાવારી માટે જાણીતો છે, જે ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
 2. પોટેશિયમનું ઊંચું પ્રમાણ જે શરીર માટે જરૂરી ન્યુટ્રીઅન્ટ છે તે ઓરેન્જ જ્યુસમાં મળી આવે છે.
 3. અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઓરેન્જ જ્યુસ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરીને હાર્ટ ડિસીઝનું રિસ્ક ઓછું કરવામાં મદદ કરે છે.
 4. ઓરેન્જ જ્યુસમાં ફોલેટ હોય છે જે નવા સેલ્સના રિપ્રોડક્શનમાં મોટી ભૂમિકા ભજવે છે અને એનાથી હિલીંગ પ્રોસેસમાં મદદ કરી શકે છે.

દૂધીનો સૂપ/જ્યુસઃ

 1. તે હાઇપર ટેન્શન માટે અસરકારક ઉપાય છે અને રોજ પીવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં નોંધપાત્ર અસર કરે છે.
 2. દૂધીનો જ્યુસ એ ડાયેરિયા, ડાયાબિટીસ અને તળેલા કે ફેટી ફૂડ્સ વધુ પડતાં ખાવાને લીધે વધુ પડતી તરસ લાગતી હોય ત્યારે વેલ્યુએબલ દવા છે.
 3. દૂધીનો જ્યુસ વજન ઘટાડવામાં મદદ કરે છે.

દાડમનો જ્યુસઃ

 1. દાડમના જ્યુસમાં વિટામીન C અને વિટામીન E ની ટકાવારી ઊંચા પ્રમાણની છે. આ બંને વિટામીનો શરીરમાં હોવા જરૂરી છે અને ઇમ્યુનસિસ્ટમને બૂસ્ટ કરવા માટે અત્યંત મદદરૂપ થાય છે. એ ફોલિક એસિડનો પણ રિચ સૉર્સ છે.
 2. દાડમનો જ્યુસ ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ્સ પણ ધરાવે છે જે આરોગ્યની વિવિધ તકલીફો થતી રોકે છે (એક ગ્લાસ દાડમ જ્યુસ 1 કપ ગ્રીન ટી કરતાં ત્રણ ગણા વધુ એન્ટિઓક્સિડન્ટ્સ ધરાવે છે.)
 3. એ બ્લડ લિપિડનું ઓક્સિડેશન થતા રોકે છે એથી હાર્ટ ડિસિઝ, હાર્ટ એટેક્સ અને સ્ટ્રોકથી બચાવે છે.

ટોમેટો સૂપ/જ્યુસઃ

 1. એ લાયકોપેનનો સારો સૉર્સ છે, જે એનાં કેન્સર પ્રિવેન્ટિંગ ગુણધર્મો માટે જાણીતું છે. વધારામાં એ બ્લડ સર્ક્યુલેશનને સ્ટિમ્યુલેટ કરે છે અને બ્લડ પ્રેશર નીચું લાવવામાં મદદ કરે છે.
 2. ટોમેટો જ્યુસમાં પોટેશિયમ આવેલું છે જે ન્યુટ્રીશન માટે જરૂરી મિનરલ મેક્રોન્યુટ્રીઅન્ટ છે.
 3. ટોમેટો જ્યુસ ઇમ્યુનમાં વધારો કરતા ગુણધર્મ માટે જાણીતા વિટામીન Cથી સમૃદ્ધ હોય છે.

સ્કિન એ શરીરનું દર્પણ કહેવાય છે. ચામડીનું આઉટર લેયર બાદ કરતાં અન્ય કોઈ અંગ આટલી હદે અંદરની હેલ્થ રિફ્લેક્ટ નથી કરતું. એટલે અનિયમિત લાઇફસ્ટાઇલ, ઊંઘનો અભાવ અને કસરત ન કરવી, ઓછું પાણી પીવું વગેરેથી સ્કિન ડલ દેખાય છે.

મંત્રઃ

સારી તંદુરસ્તી અને ફિઝિકલ ફિટનેસ એ ગ્લોઇંગ સ્કિન માટે કીરોલ છે.

સોનલ શાહ(stay healthy)

3.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top