વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પોટેશિયમનો પાવરસોર્સ મૂળા

પોટેશિયમનો પાવરસોર્સ મૂળા

શિયાળો આવતાં જ માર્કેટમાં મૂળા ઠલવાવા લાગે છે. અંગ્રેજીમાં ‘રેડિશ’ તરીકે ઓળખાતા મૂળાની ઘણી વેરાઈટીઝ છે, પણ આપણે ત્યાં મોટે ભાગે સફેદ મૂળા જ જોવા મળે છે. મૂળા એ પોટેશિયમ, વિટામિન – સી અને ફાઈબરનો પાવર સોર્સ છે. તે આપણા લિવર અને સ્ટમકને ડિટોક્સીફાઈ કરે છે અને લિવરમાંથી વધારાના બિલિરૂબિનને બહાર કાઢે છે. એટલે જ કમળાની સારવારમાં મૂળા ખાવાની ભલામણ કરવામાં આવે છે. તે લોહીને પણ શુદ્ધ કરે છે. તેમાં રહેલ સલ્ફરના ઊંચા પ્રમાણને કારણે તે હાઈપોથાઈરોડિઝમને કંટ્રોલ કરે છે.
મૂળામાં રહેલ ફાઈબર પાચનક્રિયામાં મદદરૂપ બને છે અને કબજિયાતને દૂર કરે છે. તેમાં રહેલ વિટામિન – સી, ફોલિક એસિડ અને ફ્લેવેનોઈડ્ઝ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલ પોટેશિયમ હાઈ બ્લડપ્રેશરને નીચું લાવે છે અને હાર્ટ ડિસીઝ થવાનું જોખમ ઓછું કરે છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવાં શરીરને ઉપયોગી એવાં અનેક તત્ત્વો રહેલાં છે.
મૂળાનો શાક તરીકે, કે પછી સલાડ, રાઈતું એમ વિવિધ વાનગીઓમાં ઉપયોગ થઈ શકે છે. દહીં કે રાઈતાં સાથે ‘મૂલી કે પરાઠે’ એ શિયાળાનો ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ છે.

સ્ત્રોત: નવગુજરાત સમય

3.33333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top