હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / નવાં વર્ષમાં હેપી અને હેલ્ધી રહેવાના સરળ ઉપાયો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નવાં વર્ષમાં હેપી અને હેલ્ધી રહેવાના સરળ ઉપાયો

નવાં વર્ષમાં હેપી અને હેલ્ધી રહેવાના સરળ ઉપાયો વિશેની માહિતી આપવામાં આવી છે

ફરી એક વાર નવું વર્ષ નવા ગોલ સાથે શરૂ થઈ રહ્યું છે. એટલે આવો, આપણે નવા હેલ્ધી રેઝોલ્યૂશન્સ સાથે 2019ને વેલકમ કરીએ જેથી નવા વર્ષમાં બોડી અને માઇન્ડ વધુ તંદુરસ્ત થાય.

હેલ્ધી બ્રેકફાસ્ટ

બ્રેકફાસ્ટ ખાવ! દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો. સારો બ્રેકફાસ્ટ આપણને આપણા દિવસની યોગ્ય શરૂઆત કરવામાં મદદ કરે છે અને મેટાબોલિક રેટ વધારે છે.

જુદી જુદી ફૂડ પ્રોડક્ટ સિલેક્ટ કરો:

આપણા શરીરને સારી તંદુરસ્તી માટે 40 ન્યુટ્રીઅન્ટ્સ જરૂરી છે. કોઈ એક વાનગી કે  ફૂડગૃપ તમને બધાં ન્યુટ્રીઅન્ટ્સ પૂરાં પાડી શકે નહીં. તેથી આપણે  આપણા શરીર માટે જરૂરી તમામ બાબતો મળે તેવી ફૂડ વેરાયટીઝ લેવી જોઈએ.

વિવિધ રંગના શાકભાજીઓ અને ફળોનો ઉપયોગ કરો:

જ્યારે પણ ખરીદી કરીએ તો શોપિંગ કાર્ટમાં વિવિધ રંગના શાકભાજીઓ અને ફળો લો. કીચન ટેબલ પર ફ્રૂટ બાઉલ કે કાઉન્ટરથી બે જમણ વચ્ચે ચાવવા માટે મદદ કરે છે. જમવામાં કે જમ્યા પછી એકાદ પીસ ખાવાનો રાખો.

ઓમેગા રિચ ફૂડ લોઃ

શિયાળામાં સ્કિન ઝડપથી ડ્રાય થતી હોય છે. એટલે સ્કિનને બહારથી અને અંદરથી નરિશમેન્ટની જરૂર પડે છે. બાહ્ય કાળજી માટે આપણે સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીએ છીએ અને અંદરથી પોષણ માટે સારા સૉર્સથી ફૂડ લઈએ જે સ્કિન ટેક્ચરને લ્યુબ્રિકેટ કરે. ઓમેગા રિચ ફૂડ નટ્સમાંથી મળે છે. મૂઠીભર ડ્રાય ફ્રૂટ્સ નાસ્તાની વચ્ચે  અથવા કસરત પછી રોજ (વેઇટ વોચર અને કોઇ ક્લિનિકલ દર્દીએ સાવધાની રાખવી) ખાઇ શકાય.

સ્નેક્સ પસંદ કરતી વખતે સાવચેતી રાખોઃ

આપણે શા માટે સ્નેક્સ ખાઇએ છીએ? એ સ્વાદિષ્ટ લાગે છે, સરળતાથી મળી રહે છે અને ગળ્યો-તીખો ચટકો પૂરો કરે છે. અને હા, ક્રંચી ફૂડ ફન છે. તેમ છતાં, કેટલાંક સ્નેક ફૂડ્સમાં હાઇ ફેટ્સ અને સોલ્ટ હોય છે. એટલે ન્યુટ્રીઅન્ટ ટેબલ જોઈને નક્કી કરો કે તમારા ફેવરીટ સ્નેક ફૂડમાં કેટલા ફેટ અને સોલ્ટ છે !

યોગ્ય ક્વોન્ટિટી પસંદ કરોઃ

કોઇ ફૂડ ગુડ કે બેડ હોતું નથી. અમેરિકન ડાયેટિક એસોસિએશન સજેસ્ટ કરે છે તેમ- ઓલ ફૂડ્સ કેન ફીટ-બધું ફાવી શકે- જ્યાં સુધી તમે એને થોડું થોડું ખાવ-મોડરેશનમાં લો. વધુ પડતું પ્રમાણ તો કોઈ પણ વસ્તુનું સારું નથી જ. જો ખાલી શાકભાજી ખાવ અને બીજું કંઈ નહીં, તો પણ પ્રોબ્લેમ થાય. કશુંક ફેટ-ફ્રી કે લો-ફેટ છે તો એનો અર્થ એ નથી કે તમારે ફાવે એટલું ખાવ. ઘણા લો-ફેટ કે નો-ફેટ ફૂડ્સ પણ કેલરીમાં હાઇ હોઈ શકે. એટલે ટૂંકમાં, બધું ખાવ પણ થોડું થોડું.

બોડી વેઇટ બેલેન્સ કરોઃ

ઓવરવેઇટને કારણે રોગોની વિશાળ શ્રેણીનું જોખમ ખૂલી જાય છે, જેમ કે હૃદયરોગો, ડાયાબિટીસ અને કેટલાંક કેન્સર્સ. વધુ પડતી બોડી ફેટ થવાનું કારણ ઉપયોગ થાય તે કરતાં વધુ પડતી કેલરી ખાવી.

પૂરતું પ્રવાહી લો:

પુખ્ત માણસોએ રોજના 2થી 2.5 લિટર પ્રવાહી ઓછામાં ઓછું લેવું જ જોઈએ. ઉનાળાની મોસમમાં અને ફિઝીકલી એક્ટિવ શરીરને વધારે પાણી જોઈએ. સાદું નળનું પાણી પ્રવાહીનો દેખીતો સારો સૉર્સ છે પણ વેરાયટી પ્લેઝન્ટ અને હેલ્ધી હોઈ શકે.

રોજ નાના ફેરફારો કરોઃ

તમારી જીવનશૈલીમાં એક સાથે ફેરફાર કરવા કરતાં ધીમે ધીમે ફેરફાર-ચેન્જિસ કરો. હેલ્ધી ઇટિંગના નવા રેઝોલ્યૂશનને ફુલફીલ કરવા માટે એક ટીપ લઈ એની પર થોડાં અઠવાડિયાં કામ કરો. જ્યારે એ ફેરફાર સાથે કંમ્ફર્ટ થાવ પછી બીજો ચેન્જ લો.

કામમાંથી થોડો બ્રેક લઈ ફેમિલી/ફ્રેન્ડ્સ સાથે પ્રવાસ કરોઃ

આ ઝડપથી દોડતા જગતમાં આપણે બધા સ્ટ્રેસફુલ લાઇફ જીવીએ છીએ. ચાહે તે કામ કરતા લોકો હોય કે હોમ મેકર, તમામને કોઈને કોઈ રોગ હોય છે. એટલે બધાં માટે એ બહુ જ જરૂરી છે કે નાનું કે મોટું

વેકેશન લઈ ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે સમય વિતાવો. એવું બને છે કે કામના લાંબા કલાકોને લઈને માતા-પિતા બાળકો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી શકતા નથી. એટલે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે નાનો બ્રેક લઇને વધુ ને વધુ સમય વિતાવો.

સ્ત્રોત: સોનલ શાહ(stay healthy)

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top