অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તરબૂચના ફાયદા

તરબૂચના ફાયદા

ઉનાળામાં સૌથી વધુ જેની રાહ જોવામાં આવે છે તેવું આ ફળ તરબૂચ હવે હંમેશાં મળે છે. તમામ પ્રકારનાં ફળો અને શાકભાજીનો ઉપભોગ ઘણા લાંબા સમયથી કરવાથી જીવનશૈલી સાથે સંબંધિત આરોગ્યની તકલીફોનું જોખમ ઘટી જાય છે. ઘણા અભ્યાસો સૂચવે છે કે વિવિધ વનસ્પતિજન્ય આહાર-પ્લાન્ટ ફૂડ્સ-ના વધતા વપરાશથી મેદસ્વીતા અને એકંદર મૃત્યુદર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટે છે. .

આજે તરબૂચની વાત કરીએ. તરબૂચના વપરાશ માટે કેટલીય મિથ્સ છે. કોઈ ન્યુટ્રીશનિસ્ટ કહે છે કે તરબૂચ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને કેટલાક કહે છે કે તેનું હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે, તેથી તે વજનમાં વધારો કરશે. તો કોને માનીશું ? મારા માનવા મુજબ બંને યોગ્ય છે. તરબૂચ જો તમે વધુ પ્રમાણમાં ખાવ છો અને કોઈ જાતની કસરત ન કરો તો હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે બહુ ખાંડવાળું ફળ ગણાય જે વજનમાં વધારો કરે છે. એ સિવાય, આપણા પૈકી મોટાભાગના લોકો ડિનર પછી ટીવી સામે અથવા રાત્રે ટેરેસ પર બેસીને તરબૂચ ખાવાનું પસંદ કરે છે. એનાથી હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ તરીકે ચરબી બને છે. (ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ આહારમાં રહેલ કાર્બોહાઇડ્રેટ્સનું રેન્કિંગ છે જે બ્લડ ગ્લુકોઝ લેવલ્સને કેવી રીતે અસર કરે છે તેના મુજબ હોય છે.) પણ બીજી બાજુ એ વજન ઘટાડે છે અને અન્ય ઘણાં આરોગ્યદાયી પરિબળોને મદદ કરે છે. એટલે ચાલો જોઈએ કે એ માનવશરીરને કેવી રીતે મદદ કરે છે.

તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે.

  1. બળતરા ઘટાડે છે: તરબૂચ લાયકોપીન (એન્ટીઑકિસડન્ટો)નો સારો સ્રોત છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
  2. બેલેન્સનું ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ કરે છે: એવું કહેવામાં આવે છે કે તરબૂચની સ્લાઇસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટ્સના ખેલાડીઓને ગરમીને કારણે તેમના શરીરના ઇમબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે છે. તે સોડિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે.
  3. શરીર હાઈડ્રેટ રાખે: તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. તે એક કુદરતી સ્રોત છે, તે કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.
  4. સ્નાયુના દુખાવાનો ઘટાડો: તરબૂચમાં એમિનો એસિડ સરટ્યુલીન (લેક્ટિક એસીડ દૂર કરવાની પ્રક્રિયા જે કસરતની હાઇ ઇન્ટેનસ દરમિયાન બને છે) હોય છે જે સ્નાયુને દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે.
  5. ત્વચાના ટેક્સ્ચરમાં સુધારો: તરબૂચ કોલેજન સિન્થેસિસ માટે જરૂરી ન્યુટ્રીઅન્ટ એવા વિટામિન સીનો સારો સ્રોત છે. (કોલેજન ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે છે અને વાળને મજબૂત બનાવે છે).
  6. વજનમાં ઘટાડોઃ પાણીનું વધારે પ્રમાણ હોવાના કારણે, તડબૂચ તમને ઓછી કેલરીમાં પણ તૃપ્ત કરે છે. પાણી મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે અને ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે આખરે વજન ઘટાડે છે.
  7. હીટ સ્ટ્રોક થતો અટકાવે છે: તડબૂચ એ થોડા ફળોમાંથી એક છે જે ગરમી દૂર કરે અને તરસ મટાડે છે. તે હીટ એક્ઝોશનને પણ દૂર કરે છે, જેના માટે તડબૂચની છાલને ઉપયોગમાં લેવાય છે.

તરબૂચનું સલાડ

સામગ્રી:.

  • 200 ગ્રામ તરબૂચ.
  • 50 ગ્રામ કાકડીના ચોરસ ટુકડા.
  • 100 ગ્રામ લૉ-ફેટ પનીર.
  • 50 ગ્રામ લેટ્યૂસ.
  • 100 ગ્રામ ટામેટાંના ચોરસ ટુકડા.
  • 1 મૂઠી તાજાં ફુદીનાંના પાન.
  • સ્વાદ મુજબ ઓરેગોનો.
  • સ્વાદ પ્રમાણે મીઠું.
  • 1 ચમચી લીંબુનો રસ.

રીત: એક બાઉલમાં બધાં પદાર્થો મિક્સ કરીને ફ્રિઝમાં ઠંડા થવા મૂકો. ઠંડું વોટરમેલન સલાડ પીરસો.

યાદ રાખો, કોઈ પણ વસ્તુનો વધુ પડતો વપરાશ સારો નથી હોતો. એ જ રીતે તરબૂચનો વધુ પડતો વપરાશ હાઇપર કેલેમિયા, ગેસ્ટ્રિક સમસ્યા અથવા પેટ ફૂલવાની સમસ્યા જેવી આડઅસરો ઊભી કરે છે.

રેફરન્સ : સોનલ શાહ, ફેમિના, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate