વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડીટોક્સિફિકેશન માટે ABC જ્યૂસ

ડીટોક્સિફિકેશન માટે ABC જ્યૂસ વિશેની માહિતી આપવામાં આવી છે

તાજેતરમાં, આપણે બધા ‘ડીટોક્સિફિકેશન' શબ્દના સંપર્કમાં આવ્યા છીએ. હેલ્થ પેશનેટ્સમાં ડીટોક્સિફિકેશનની પ્રક્રિયા ખૂબ જ પોપ્યુલર થઈ છે. ABC -જ્યૂસ જે મિરેકલ જ્યૂસ તરીકે પણ ઓળખાય છે અને તે એક પરફેક્ટ પસંદગી છે કારણ કે આ જ્યૂસમાં સફરજન, બીટરૂટ અને ગાજર એમ ત્રણ સૌથી મહત્વપૂર્ણ ઘટકોને કારણે તેના તંદુરસ્તી માટેના ઘણા બધા લાભો છે. આ ક્લાસિક ફળો શરીર અને મનની તંદુરસ્તી માટે વર્ષોથી પ્રસિદ્ધ છે. તેને ડિટોક્સ જ્યૂસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની પાસે તમામ ચાર અંગો કે જે યકૃત, કિડની, આંતરડાં અને ચામડીમાંથી ઝેરી પદાર્થો ફ્લશ આઉટ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ જ્યૂસમાંનાં સૌથી મહત્વપૂર્ણ ઘટકો સફરજન, બીટરૂટ અને ગાજર યકૃત, કિડની, આંતરડાં અને ચામડીમાંથી ઝેરી પદાર્થો ફ્લશ આઉટ કરવાની ક્ષમતા ધરાવે છે.

મિરેકલ જ્યૂસના ત્રણ મહત્ત્વનાં તત્ત્વોઃ

એપલ:

એપલ એ વિટામિન A, B1, B2, B6, C, અને K, ફોલેટ, નાઇસીન, ઝીંક, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સહિત ન્યુટ્રિઅન્ટ્સમાં સુપર રીચ છે. તેમાં વિટામિન C ઊંચી માત્રામાં છે જે તમારી રોગપ્રતિકારક અને નર્વઝ સિસ્ટમના નિર્માણમાં સહાય કરે છે. એન્ટીઑકિસડન્ટ્સની હાજરીને કારણે, સફરજન ફ્રી રેડિકલ્સથી કોષોનું રક્ષણ કરવામાં મદદ કરે છે.

બીટરૂટ:

બીટરૂટ તમારા હૃદય માટે ખૂબ જ સારું છે અને વિટામીન A, C, B-complex, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર સહિતના ન્યુટ્રિઅન્ટ્સથી સમૃદ્ધ છે. બીટરૂટ એ બીટાલાઈન આપે છે જે એક એન્ટિ-ઇન્ફ્લેમેટરી પદાર્થ છે, જે આપણા લિવરનું રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-એજિંગ ગુણધર્મો ધરાવે છે તેવા સોલ્યુબલ રેસા છે જે આપણા શરીરમાં એકઠી થયેલ ચરબી સામે લડવા અને તે રીતે વધારાનું વજન ઓછું કરવામાં મદદ કરે છે.

ગાજર:

ગાજરમાં વિટામિન્સ જેવા કે વિટામિન A, B1, B2, B3, B6, C, E અને K અને ન્યુટ્રિઅન્ટ્સ જેવાં કે નાઇસીન, ફોલેટ અને પેન્થોફેનિક એસિડ અને ખનિજો જેવાં કે ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ વગેરેનો સમાવેશ થાય છે. વિટામિન A શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને લિવરમાંથી બાઇલ અને ચરબી ઘટાડે છે.

ABC જ્યૂસને “મિરેકલ” જ્યૂસ તરીકે ઓળખવાનાં કારણો

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છેઃ .

ABC જ્યૂસ વિટામિન્સ અને ખનિજોનું હેલ્ધી કોકટેલ છે જેની શરીરને થયેલ નુકસાન રિપેર કરવા અને ગ્રોથ માટે જરૂરી છે.

એજિંગ પ્રક્રિયામાં ડીલે કરે છેઃ .

વિટામીન A, B-complex, C, E અને K તમારી ઉંમર તે કરતાં નાના દેખાવામાં મદદ કરે છે. ડાયેટરી ફાઇબર અને ખનિજો શરીરનાં બેઝિક કાર્યોને સુધારવામાં મદદ કરે છે અને શરીરને રિજુવેનેટ કરે છે.

સ્કિન હેલ્ધી બનાવે છેઃ.

ABC જ્યૂસના નિયમિત વપરાશમાં સ્કિન કોમ્પ્લેક્શનને સુધારવા માટે મદદ મળે છે. ABC જ્યૂસ ઝેરી તત્ત્વો અને રસાયણોને બહાર કાઢે છે જે ખીલ, બ્લેકહેડ્સ, અને બ્લેમીશેઝ થવાનું કારણ છે. આ જ્યૂસ સ્કિનને હેલ્ધી ગ્લો અને નેચરલ દેખાવ આપે છે.

દ્રષ્ટિમાં મદદ કરે છે અને આંખના સ્નાયુઓ મજબૂત કરે છેઃ.

એક ગ્લાસ આ અસાધારણ જ્યૂસ પીવાથી શરીરને વિટામિન A આપશે, જે દ્રષ્ટિને વધારવા માટે જરૂરી છે. ABC મિરેકલ જ્યૂસ થાકેલી આંખોને સૂધ અને રિલેક્સ કરે છે.

મગજની શક્તિ બૂસ્ટ્ અને મેમરી શાર્પ કરે છેઃ .

ન્યુટ્રિઅન્ટ્સથી સમૃદ્ધ આ જ્યૂસ નર્વઝ કનેક્શન્સને ફાસ્ટર રિસ્પોન્સ માટે વધારવામાં સક્ષમ છે. તે વ્યક્તિના ધ્યાનના સ્પાન, મેમરી અને એકાગ્રતાના લેવલમાં પણ સુધારો કરે છે.

સ્પોર્ટ્સમેન માટે શ્રેષ્ઠઃ

ABC જ્યૂસ એ સ્પોર્ટ્સ પ્લેયર માટે એક ગ્રેટ એડિશન છે. તે શરીરમાં ઓક્સિજન વધારીને શરીરના એનર્જી લેવલને વધારે છે.

નાનકડી પરંતુ ખૂબ હેલ્ધી એવી એબીસી જ્યૂસ રેસિપીઃ

મિક્સરમાં એપલ, બીટરૂટ અને ગાજર લો. તમારી પસંદગી મુજબ પાણી અથવા નાળિયેર પાણી ઉમેરો અને જ્યૂસ તૈયાર કરો. આયર્નના શ્રેષ્ઠ એબ્સોર્પ્શન માટે લીંબુના ટીપાં ઉમેરો પરંતુ મીઠું ટાળવું.
તમે જોઈ શકો છો કે આ અસામાન્ય મિરેકલ જ્યૂસમાં ઘણા અદ્ભુત લાભો છે. કારણ કે તેમાં તમામ ચીજો કુદરતી છે અને તેમાં કોઈ અન્ય ઘટકો નથી, તેનાથી કોઈ ખરાબ આડઅસરો થવાનું કારણ નથી. જો કે કોઈ પણ ચીજ વધુ પડતી સારી નહીં. તેથી, બહુ રાહ જોયા વિના આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ્યૂસને તમારા રોજિંદા ખોરાકનો ભાગ બનાવો

સ્ત્રોત: સોનલ શાહ, ફેમિના

2.83870967742
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top