વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અજમાવી જુઓ

અજમાવી જુઓ

 • હેડકી રોકવા થોડીવાર શ્વાસ રોકો.
 • તુલસીના પાન મોંમા રાખી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થશે.
 • સામાન્ય ઉલટી શાંત કરવા એક કપ ટામેટાનો રસ, સાકર, એલચી, લવિંગ તથા મરીનો ભૂકોએ ભેળવી પીવું. ઉલટી તેમજ પેટની ગરબડ દૂર થશે.
 • સ્તનપાન કરાવતી માતાને જો ગાજર માફક આવતી હોય તો તેનો રસ નિયમિત પીવાથી દૂધ વધુ આવશે.
 • એક ચમચી તુલસીનો રસ પીવાથી ઊલટી બંધ થાય છે.
 • ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે.
 • કાંદાના રસમાં ખડા સાકર ભેળવી પીવાથી હરસ પર રાહત થાય છે.
 • વાયુ, વિકાર તથા ગેસ તેમ જ કૃમિની રાહત પામવાફૂદીનાના રસમાં થોડું કાળું સંચળ ભેળવી પીવો.
 • સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીર પર લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત રહે છે.
 • પ્રસૂતાને મખણાનો હલવો ખવડાવાથી શક્તિ વધે છે.
 • દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે.
 • ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકે છે.
 • પંખા અને લોખંડની બારીઓ કે ગ્રીલ પર જાળા ન જામે તે માટે તેને કેરોસિનથી સાફ કરવા.
 • નોનસ્ટિક વાસણોને વિનિગરથી રગડવાથી વાસણ આસાનીથી સાફ થઈ જશે.
 • ફર્નિચર પરના ડાઘ સાફ કરવા માટે સિગરેટની રાખમાં વિનિગર ભેળવી ફર્નિચર સાફ કરવું.
 • પોતુ મારતી વખતે પાણીમાં થોડીક ગળી ભેળવવાથી લાદી ચમકી ઉઠશે.
 • વાળમાં લગાડાવાની ડાઈના રસાયણનાં ડાઘા કપડા પર એક કાંદો કાપીને થોડીવાર મૂકી રાખો અને આ પછી સાબુથી ધોઈ નાખો.
 • કપડાં પર લાગેલા ચાના ડાઘા દૂર કરવા એક કપ ગરમ પાનીમાં એક ચમચો બોરેક્સ પાઉડર ભેળવીને એ પાણીથી એ સ્થાન ધોઈ કાઢો.
 • ડ્રેસિંગ ટેબલ પરની હેર પિંસ, સોય, યુપીન કે ટાંચણીઓ એક સ્થાને રાખવા માટે લોહચુંબકનો ઉપયોગ કરો.
 • મધની શુદ્ધતા ચકાસવા માટે મધનાં ટીપાંને પાણી પર નાખો. શુદ્ધ મધ ગોળો બની તરશે જ્યારે અશુદ્ધ મધ પાણીમાં ઓગળી જશે.
 • મરચાની ભૂકીમાં જીવાત ન પડે ત માટે મીઠાની પોટલી મૂકો.
 • વાળ તૈલી હોય તો પાણી અને લીંબુના રસને ભેળવી વાળ પર છાંટો અને સૂકાઈ ગયે વાળ ઓળો.
 • માથાનો દુઃખાવાથી બચવા માટે લસણની એક કળી ચાવીને ખાવી અને તેની ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પીઓ.
 • ફ્રુટ સલાડ બનાવતી વકહ્તે કેળા, સફરજન, સંતરા તેમ જ પપૈયા જેવા ફળો પર વાટેલી રાઈનો લેપ લગાડો. તેથી તે કાળા નહીં પડે.
 • ચાંદીના વાસણો પર ટૂથપેસ્ટ ઘસી સૂકાવા દો ત્યાર બાદ તેને સૂકા કપડાથી લૂછવાથી ચાંદી ચમકી ઉઠશે.
 • રંગીન કપડાં બોળતી વખતે તેમાં મીઠું અથવા એક ચમચો વિનિગર નાખવાથી કપડાં રંગ ઉડશે નહીં.
 • લીંબુને મીઠાની બરણીમાં રાખવાથી લીંબુ બગડશે નહીં.
 • ભજિયા બનાવતી વખતે ચણાનાં લોટમાં ચોખાનો લોટ અથવા કૉર્ન ફ્લૉર ઉમેરવાથી ભજિયા ક્રીસ્પી બનશે.
 • ઈડલી બનાવવાના આથામાં એક ચમચી મેથીનો ભૂક્કો ઉમેરવાથી ઈડલી મુલાયમ તેમજ નરમ બનશે.
 • સુકાયેલા કારેલાની છાલ અનાજ સાથે રાખવાથી અનાજમાં જીવાત નહીં પડે.
 • આમળા વિટામિન ‘સી’ની ગરજ સારે છે.
 • ટ્યૂબમાંથી કલર કાઢ્યા પછીટ્યૂબના મુખ પર થોડું મીણ લગાડવાથી બાકીનો કલર બહાર નહીં આવે.
  • બચેલી ચાની સુકી કે ભીની ન હોય એ પત્તીથી ચિકણા વાસણ ઘસવાથી ચિકાશ દૂર થશે.
 • શિયાળામાં કોપરેલ શીશીમાં જામી ન જાય તે માટે કોપરેલની શીશીમાં કેસ્ટર ઑઈલનાં થોડા ટીપા નાખવા.
 • દૂધને ગરમ કરતી વખતે તેમાં એલચી દાણા નાખવા દૂધ બગડતું નથી.
 • બિસ્કિટ બનાવતી વખતે મેંદાને કુણતી વખતે તલનાં તેલથી મસળવો. જેથી બિસ્કિટ કરકરા થશે.
 • કાચા ટામેટાને કાંદા સાથે રાખવાથી જલ્દી પાકી જશે.
 • શેકેલા પૌંઆનો ચેવડો બનાવવા પૌંઆમાં મીઠું,મરચુ અને હળદર અને તેલ નાખી શેકવા તો પૌંઆ સરળતાથી શેકાઈ જશે.
 • ચોખાના લોટની ચકરી બનાવતી વખતે તેમાં મલાઈ કાંતો બટર નાખવાથીચકરી કરકરી બનશે.
 • પનીર બનાવ્યા બાદ બચેલા પાણીથી લોટ બાંધવાથી તેનાં પોષક તત્વો જળવાઈ રહેશે.
 • ઈંડુ જમીન પર ફૂટે તો તેની પર મીઠું ભભરાવી દેવાથી લાદી બરાબર સાફ થઈ જશે. મીઠું ઈંડુ ચૂસી નાખશે.
 • પંખા – ટ્યુબલાઈટ પર થતી ચીકાશ દૂર કરવા કેરોસીનથી લૂછવા.
 • દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધ ફાડતી વખતે લીંબુની જગ્યાએ દહીં ભેળવવું.
 • ઘરેણા પરના ઘણા અણીદાર દાણા કપડા પરના દોરા ભરાઈ જાય છે. આ દાણાની અણી પર ક્લિયર નેઈલ પૉલિશ લગાડવાથી તેમાં કપડાના દોરા ભરાશે નહીં.
 • ડિટર્જંટ પાઉડર અને ચપટી હળદર પાણીમાં નાખી ઉકાળી તેમાં ફક્ત 5 મિનિટ સોનાનાં આભૂષન મૂકી રાખી બ્રશથી ઘસી સાફ કરવાથી ઘરેણા નવા જેવા ચકચકિત થઈ જશે.
 • સિલ્કની સાડીને ચમકદાર બનાવવા સાડી ધોયા બાદ તેના છેલ્લા પાણીમાં એક ચમચી ગ્લિસરીન નાખવું.
 • ઘી બનાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન નાખવાથી ઘી લાંબ સમય સુધી સુગંધિત રહે છે.
 • ચોખાને રાંધતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી ભાત સફેદ અને ફૂલેલા બનશે.
 • ફળને ફ્રિજમાં રાખવા કરતાં બહાર રાખવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.
 • બચેલી રોટલીને તળી સેવ મમરામાં મિક્સ કરી ખાવાથી ભેળનાં મિક્સરની ગરજ સારશે.
 • નાળિયેરની કાચલીને ફ્રિઝરમાં રાખવાથી બગડતું નથી.
 • મોંઢામાંથી કાંદાને દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ અને ગુલાબજળનાં મિશ્રણથી કોગળા કરવા.
 • કાંદા કાપ્યાં પછી હાથમાં મીઠું રગડવાથી હાથમાંથી કાંદાની વાસ જતી રહેશે.
 • બટાટાનાં સૂપમાં થોડું આદુ ઉમેરવાથી સૂપ સ્વાદિષ્ટ બનશે.
 • બટાટાને કાપી મીઠાવાળા પાણીમાં રાખવાથી તેનાં વિટામિન જળવાઈ રહેશે.
 • વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.
 • એલચી ખાવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.
 • બોરિક પાઉડરમાં થોડી સાકર અને પાણી ઉમેરી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતાં હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.
 • અરીસા અને બારીના કાચ ચમકાવવા ધોવાના પાણીમાં થોડો અમોનિયા ઉમેરી દો.
 • આઈસ ટ્રેમાંથી બરફના ટુકડા ન નીકળતા હોય તો આઈસને ટ્રેને ગરમ કપડાંમાં લપેટી દો અથવા એના તળિયાને પાણીમાં ડુબાડી દો.
 • ગરમ પાણીમાં કેરોસીન નાખી કાચ સાફ કરવાથી કાચ સાફ અને ચમકદાર બનશે.
 • મગની દાળનાં વડાને પોચા બનાવવા માટે તેમાં ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરો.
 • કાતર અને છરીની ધાર કઢાવતાં પહેલાં એના પર મીઠું ઘસો એનાથી ધાર તેજ થશે.
 • ઘઉંમાં મેથીની ભાજીનાં સૂકા પાંદડા નાખવાથી ઘઉં બગડશે નહીં.
 • લીંબુ, મોસંબી, પાકી કેરી જેવાં ફળોનો રસ કાઢતાં પહેલાં એને થોડીવાર પાણીમાં રાખવાથી વધારે રસ નીકળશે.
 • મૂળાના શાકને વઘાર્યા બાદ મસાલો નાખવાથી શાકનો રંગ નીખરી ઉઠશે.
 • કમળામાં રાહત મેળવવા શેરડીને આખી રાત ખુલ્લી મૂકી તેનો તાજો રસ પીવો.
 • જૂના થયેલા દાઢીના બ્રશને સાબુના પાણીમાં બોળી રાખી વૉશબસીન સાફ કરવાથી વૉશબસીન ચકચકીત થઈ જશે.
 • ફુદાંઓનો ત્રાસ દૂર કરવા ટ્યુબલાઈટની આસપાસ ડુંગળીની બાંધો.
 • ચણાની દાળ રાંધતી વખતે એમાં દૂધીની છાલ નાખવાથી દાળનો સ્વાદ અને સુગંધ વધી જશે.

સ્ત્રોત : ગૌતમ રાણપરિયા

3.03225806452
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top