હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આપણે આપણી મહત્તાને સ્વીકારતા નથી કાં તો અનુભવતા નથી.

ઘરગથ્થુ ઉપચારો વિશેની માહિતી

  • દા.ત. " તમને વાગ્યુ છે, અરે રસોડા માં હળદર છે ને, જાઓ લગાડી દેજો. જોયુ, ઘરગથ્થુ ઉપચાર થી કેવી મફત માં સારવાર કરી ને.. અરે હળદર આયુર્વેદ ની જ દવા છે. અને આવી જ આપણી આસપાસ ની વસ્તુ થી જ ઘણા રોગો માં સારવાર થઇ શકે છે." - ક્યાંક સાંભળેલુ હશે અથવા તો ક્યાંક તમે જ બોલ્યા હશો .. ખરૂ કે નહી...
  • હવે જ્યાં સુધી એ હળદર ને  હરીદ્રા રૂપ ઔષધિ નો દરજ્જો ના આપો ત્યાં સુધી કદાચ આયુર્વેદ એ ડોશી શાસ્ત્ર અને ઘરગથ્થુ ઉપચારો ના વિશેષણ માંથી બહાર નહી આવી શકે.આજે કેટલાક દેશી શૂરા અને કેટલાક "આરયુવેદ" ના નરવીરો "આરયુવેદ" નો જોરશોર થી પ્રચાર અને પ્રસાર કરવા નીકળી પડ્યા છે, એમાં બાબા-બાપુ અને ભાઇઓ બધા આવી જાય.
  • તેઓ ઘેર ઘેર જઇને કહે છે કે ગળો નો રસ લો એટલે તાવ મટી જશે - આમળા નો મુરબ્બો ખાઓ તો ગરમી નીકળી જશે - ભાઇ મારા તુ આઠમા મા ચાર ટ્રાય મારીને નીકળ્યો છો, પછી નિશાળ જોઇ નથી. તો પછી આ કામ બી. એ. એમ. એસ. થયેલા ને કરવા દે ને. પણ ના એ ભાઇ પાછા ટીમ લઇને ગામડામાં જશે અને ત્યાં સીમ અને વગડા ની વનસ્પતિ ની વાતો કરશે - આ ગોખરૂ તો પથરી ની ઉત્તમ દવા છે, અમારા દાદા એ કેટલાય ને તેના ઉકાળા પાઇને પથરીઓ કાઢી નાખી છે. અને ઓલી શઁખાવલી તો બુદ્ધિ ની ઉત્તમ દવા છે, રોજ પીવી જ જોઇએ (ભાઇ, તે પીધી હોત તો તારે આઠમા મા ચાર ટ્રાય ના થાત - ખેર નસીબ સૌના અને સદનસીબ શંખાવલી ના) . . . . .
  • પછી લોકો પણ આમની વાતો જરૂરથી માનીને ઔષધિઓ નો કચ્ચરઘાણ કાઢીને તેમનો ઉપયોગ શરૂ કરી દે છે, અને થોડા વખત પછી પરિણામ મળશે તો જય હો બાપુની અને નહી મળે તો આયુર્વેદ ને ગાળો કાઢશે કે આ દેશી દવાથી તો કંઇ ના થયુ ...
  • તકલીફ એ જ છે કે આયુર્વેદ ની ખરેખર સમજણ હજી નથી આવી, કહેવાતા વૈદમહારાજો અને પૂજ્ય બાપુઓ અને વહાલા ભાઇશ્રીઓએ આયુર્વેદ નુ સાવેય એલોપેથીકરણ કર્યુ છે, તાવ આવે તો ગળો ને શરદી મા સીતોપલાદિ.. પણ, ના ... આયુર્વેદ આવુ નથી... એક જ રોગ માટે અનેક દવાઓ છે, જે અલગ અલગ પ્રકૃતિ ના માણસ માટે બની છે, અને એક જ દવા જુદા જુદા રોગ માં વપરાય છે, જે નક્કી કરવુ એ જ વૈદ્ય નુ કામ છે...

જાણો ... વિચારો ... આયુર્વેદ ના સિદ્ધાંતો ને અનુસરો ...

લેખક પરિચય :

વૈદ્ય અજય પીઠીયા

એમ.ડી. (પંચકર્મ), પીજીડીવાયએન

તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ - ૨, ગુજરાત સરકાર.

જૂનાગઢ

સંપર્ક : મો. - ૯૭૧૪૦૬૬૭૭૯,

મેઇલ આઇડી - vd.ajay1984@gmail.com

ફેસબૂક પેજ   https://www.facebook.com/pranamayurveda/

2.91176470588
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top