વેઇટ લોસ પ્રોગ્રામ એ શરીરનું વજન ઘટાડવાના લક્ષ્યાંકનો કંપલીટ મલ્ટિ-ફેસેટેડ પ્લાન છે. આ તબક્કે, તે સમજવું અગત્યનું છે કે વેઇટ લોસ સામાન્ય રીતે ગેરસમજ કરાવતો શબ્દ છે. માનવ શરીરમાં વિવિધ કેટેગરીના જેમ કે ફેટ, લીન સ્નાયુઓ અને પાણી જેવા ઘણા બધા કંપોનન્ટ્સનો સમાવેશ થાય છે.
આ કંપોનન્ટ્સમાંના કોઈપણના ઘટાડાને કારણે વજનમાં ઘટાડો થઇ શકે છે. જો કે, શરીરમાંથી અનિચ્છનીય ફેટનો ઘટાડો થાય તો તે તંદુરસ્ત લોસ છે, જ્યારે શરીરમાં લીન સ્નાયુ અને પાણી જાળવવા જરૂરી છે. તેથી આવા કોઈ પણ પ્રકારના પ્રોગ્રામમાં શરીરની રચનાની સમજ હોવી તે અત્યંત મહત્વનું છે. આ પેરામીટર્સનું નિયમિત ટ્રેકિંગ કરાવતો કાર્યક્રમ ગોલ હાંસલ કરવામાં મદદ કરે છે.
વેઇટ લોસ કાર્યક્રમમાં ચાર મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે, જેવાં કે શારીરિક કસરત, આહાર, આરામ તેમ જ છેલ્લે પ્રેરણા. આવા પ્રોગ્રામની સફળતા માટે આ ચાર ઘટકો પૈકી દરેક એકસરખાં મહત્ત્વનાં છે. વધુમાં, આ પ્રોગ્રામને અસરકારક બનાવવા માટે એ મહત્વનું છે કે માત્ર ટૂંકા ગાળાના ઉકેલ પૂરા પાડવાના બદલે જીવનશૈલીમાં પરિવર્તન લાવવું.
એવી સંખ્યાબંધ પ્રોડક્ટ્સ અને દવાઓ ઉપલબ્ધ છે જે આકર્ષક કામચલાઉ પરિણામો પૂરાં પાડે છે પરંતુ એની ઘણી જ હાનિકારક આડઅસરો પણ છે, આથી તે વધુ ટકાઉ પરિણામો આપી શકતા નથી. આમ પણ દરેક વ્યક્તિ યુનિક છે અને શરીરનાં અલગ અલગ પ્રકારના પેરામીટર્સ ધરાવે છે અને તેમના વિવિધ લક્ષ્યો હોય છે. તેથી તે સમજવું અગત્યનું છે કે દરેક માટે કામ લાગે એવો એક માત્ર સારો ઉકેલ ન હોઈ શકે. જેમાં તમામ પેરામીટર્સને ધ્યાનમાં લેવાય છે અને સંબંધિત વ્યક્તિ માટે તૈયાર અથવા કસ્ટમાઇઝ કરવામાં આવે છે તે એક સારો કાર્યક્રમ છે.
વેઇટ લોસ કાર્યક્રમનો પ્રથમ ભાગ શારીરિક વ્યાયામ છે. તાકાત અથવા રેઝિસ્ટન્સ તાલીમ સાથે કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટીનું સરસ મિશ્રણ નિર્ણાયક છે. તે એક સામાન્ય મિથ છે કે જોગિંગ, દોડવું અને લાંબા કલાકો સુધી ચાલવાથી વજનમાં સારો એવો ઘટાડો થશે. આ કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટીઝ વધુ પડતી કરવામાં આવે તો સ્નાયુઓમાં ગંભીર નુકસાન પણ થઈ શકે છે. સ્નાયુઓનો આ લોસ ઇચ્છનીય નથી.
એક સારું વર્કઆઉટ રૅઝિમમાં સામાન્ય રીતે અઠવાડિયાના ઓછામાં ઓછા 3 થી 4 વખત કાર્ડિયો પ્રવૃત્તિઓ સાથે સ્ટ્રેન્ગ્થની તાલીમનો સમાવેશ થાય છે. આનાથી લીન સ્નાયુઓને જાળવી રાખીને પણ ફેટ લોસ થઈ શકવાની ખાતરી આપે છે. બીજું અગત્યનું કંપોનન્ટ છે આહાર. સારા ન્યુટ્રિશન કાર્યક્રમનું એસેન્સ છે સંતુલન- પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્રોત અને લો ફેટ હોવી તેમ જ તમામ જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ પૂરતાં પ્રમાણમાં હોવા તે બેલેન્સ છે. કમભાગ્યે, ઘણા બધા લોકો ક્રેશ ડાયેટિંગ કરતા થઈ જાય છે. આનાથી પ્રોગ્રામના રિઝલ્ટ્સ અટકી જઈને હેલ્થ પ્રોબ્લેમ્સ તરફ દોરી જાય છે કેમ કે આહાર તો શરીર માટેનું ઇંધણ છે અને સંતુલિત ખોરાક વિના તકલીફોનો સામનો કરવો પડે છે.
વજન ઘટાડાના કાર્યક્રમનો ત્રીજો ઘટક આરામ(રેસ્ટ) છે. એની વારંવાર અવગણના કરવામાં આવે છે અને લોકો એ રિઅલાઇઝ કર્યા વિના પોતાને વધુ પડતા ખેંચ્યે રાખે છે. આરામનો સમય એ એવો સમય છે જ્યારે આપણા સ્નાયુઓ વર્કઆઉટના થાકમાંથી ફરી સ્વસ્થતા મેળવી લે છે અને હકીકતમાં એ એવો તબક્કો છે કે જ્યારે આપણું શરીર સારું કામ કરે છે!
છેલ્લે, પ્રેરણા એક ઘટક છે જે વેઇટ લોસ (વજનઘટાડાના) કાર્યક્રમનું નિર્માણ કરે છે. પ્રારંભિક તબક્કામાં જ્યારે પરિણામ દેખાય છે ત્યારે સંખ્યાબંધ લોકો સેલ્ફમોટિવેટેડ રહે છે. જ્યારે પ્રોગ્રામ એક ઊંચાઇએ પહોંચે ત્યારે જોકે, ઘણા તબક્કાઓનો સામનો કરવામાં આવે છે અને પરિણામો નિયમિત ધોરણે પ્રાપ્ત થતા નથી.
લોકો પાસે તેમના મોટિવેશન લેવલ્સ ઊંચા રાખવા માટેની પોતપોતાની રીતો છે, જેમ કે ભાગીદારો સાથે કામ કરવું અથવા એક્સાઇટિંગ સેલ્ફરિવાર્ડિંગ સિસ્ટમ્સ ઊભી કરવી. મુશ્કેલ તબક્કા દરમિયાન મોટિવેશન જાળવવામાં કાઉન્સેલર સાથેનાં સત્રો બીજાઓને ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે કાર્યક્રમ યોગ્ય દિશામાં ચલાવવામાં આવે છે અને જરૂરી લક્ષ્યો તરફ આગળ વધે છે. આ રીતે એક સારો વેઇટ લોસ કાર્યક્રમ, આ ચાર નિર્ણાયક ઘટકો વચ્ચે સંતુલન રાખે છે, અને તે આદેશ આપે છે કે પ્રત્યેક ઘટકને કાળજીપૂર્વક સંભાળવામાં આવે છે અને તેમાંના કોઈની પણ ઉપેક્ષા નથી થઈ.
સ્ત્રોત: સોનલ શાહ, ફેમિના, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020