એવું કહેવાય છે કે જે રોજ એક સફરજન ખાઈ લે તેને ડોક્ટર પાસે જવું પડતું નથી. પણ સ્ત્રીઓ માટે સફરજનનું સેવન બહુ ફાયદાકારક હોય છે. સફરજનમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. સાથે જ તેમાંથી ફાઈબર પણ મળી રહે છે. જે શરીરને ઊર્જાવાન રાખે છે તો સ્ત્રીઓ રોજ સફરજન ખાઈ શકે છે.
કેળામાં ભરપૂર એનર્જી હોય છે. કેળાનું સેવન તમારા શરીરને એટલી બધી એનર્જી આપે છે કે તમે આખો દિવસ કંઈપણ ખાધા વિના રહી શકો છો. એમાંય જો કેળાનું સેવન કાળા મરીનો પાઉડર ભભરાવીને કરવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. તો સ્ત્રીઓએ રોજ કેળું તો ખાવું જ જોઈએ.
છે. જેમાં ભરપૂર માત્રામાં એનર્જી હોય છે. સાથે જ તેમાં વિટામિન એ અને બી પણ હોય છે. જે સ્ત્રીઓને એનર્જી પૂરી પાડે છે.
પાલકમાં વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ તત્વો શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આમ પણ પાલકનું સેવન બહુ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. જેથી પ્રત્યેક સ્ત્રી જો પાલક કે તેના સૂપનું સેવન કરે તો તેમને ભરપૂર એનર્જી મળી રહેશે.
શરીરમાં જરૂરી માત્રામાં ગ્લૂકોઝની પૂર્તિ કાર્બોહાઈડ્રેટ જ કરી શકે છે અને શરીરને ઊર્જાવાન રાખવા માટે ગ્લૂકોઝનું યોગ્ય પ્રમાણ અત્યંત જરૂરી છે. જેથી સ્ત્રીઓએ ઊર્જાસભર રહેવા માટે રોજ બટાકા કે સફેદ લોટનું સેવન કરવું જોઈએ.
જે સ્ત્રીઓમાં ઊર્જાની ઉણપ રહેતી હોય તેમણે રોજ બ્રાઉન રાઈસનું સેવન કરવું જોઈએ. કારણ કે સફેદ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ સ્વાસ્થ્ય શરીરને ભરપૂર એનર્જી તો પૂરી પાડે જ છે સાથે જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ફાયદાકારક હોય છે.
મધ તો અનેક રીતે ઉપયોગી એક શ્રેષ્ઠ ઔષધી છે. મધમાં કુદરતી મીઠાશ હોય છે જે શરીરને ઊર્જાસભર રાખે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા પણ વધતી નથી. જેથી સ્ત્રીઓ એનર્જી માટે મધનું સેવન કરી શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020