વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સિધ્ધ

આ વિષય સિદ્ધ સંબંધિત વિવિધ પાસાંઓ સાથે વહેવાર આવરી લે છે

સિધ્ધનું મૂળ /સ્ત્રોત - (ઓરિજીન ઓફ સિધ્ધ)

સિધ્ધ પધ્ધતિ કે પ્રણાલી એ ભારતની જૂનામાં જૂની ઔષધિય ઉપચાર પધ્ધતિઓમાંની એક પધ્ધતિ છે. સિધ્ધ શબ્દનો અર્થ છે સિધ્ધિ અને સિધ્ધાર્સ એટલે સંત મહાપુરુષો કે એવી વ્યકિતઓ કે જેમણે વૈદકીય અમુક સિધ્ધિઓ હાંસલ કરી હોય. એવું કહેવામાં આવે છે કે આ વૈદકીય ઉપચાર પધ્ધતિના વિકાસમાં ૧૮ સિધ્ધ પુરુષોએ મહત્વનું યોગદાન આપેલું છે. સિધ્ધ પધ્ધતિનું સાહિત્ય તામિળ ભાષામાં છે અને જેનો અભ્યાસ/ઉપયોગ બહોળા પાયે તામિળ ભાષા બોલાતા પ્રદેશો અને વિદેશોમાં કરવામાં આવે છે.સિધ્ધ પધ્ધતિ એ મોટાભાગે રોગ નિદાન અને તેના ઉપચાર બાબતની પધ્ધતિ છે.

સિધ્ધ પ્રણાલીનો ઇતિહાસ - (હિસ્ટ્રી ઓફ સિધ્ધા)

સૃષ્ટિના રચયિતા ભગવાને માનવજાતને વિશેષપણે ફાળવેલો સમશીતોષ્ણ અને ફળદ્રુપ વિસ્તાર એ પૂર્વનો પ્રદેશ જે ભારત છે. આ જ પ્રદેશથી માનવવંશની સંસ્કૃતિ અને કારકીર્દિનો પરંભ થયો . આથી જ ભારત માટે સલામતપણે એવું કથન ઉચ્ચારવામાં આવે છે કે ભારત એ પ્રથમ દેશ છે કે જયાંથી માનવ સંસ્કૃતિ અને સભ્યતા ઉદભવી, વિકસી અને તેનો ફેલાવો થયો. ભારતના ઈતિહાસ પ્રમાણે આર્યોના સ્થળાંતર પહેલાં ભારતના પ્રથમ વતની દ્રવિડો હતાં. જેમાંના તમિળ લોકો ખૂબ જાણીતા છે.તમિળો કેવળ સૌ પહેલાંના શહેરી સભ્યજનો જ નહોતાં પરંતુ તેઓએ તે પહેલાંના અન્ય લોકો કરતાં સભ્યતા, શહેરીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ભારતની ભાષાઓ બે મહાન વર્ગોમાં વિભાજિત છે સંસ્કૃત આધારિત ઉત્તરના પ્રદેશની અને સ્વતંત્ર દ્રવિડીયન ભાષાવાળા દક્ષિણી પ્રદેશોની.દવાઓ સંબંધી વિજ્ઞાન એ માનવજાતની સુખાકારી અને તેનું જીવન ટકાવી રાખવા માટે ખૂબ મહત્વનું છે. આથી માનવજાતથી તેનો પ્રારંભ થવો જોઇએ અને તે સભ્યતા અને સુસંસ્કૃતતા તરીકે વિકસવું જ જોઇએ. આથી આવી ઉપચાર પ્રણાલીઓનો ચોકકસ કયારથી પ્રારંભ થયો? તે શોધી કાઢવું અર્થહીન છે. તે સનાતન છે, તે માનવજાતથી શરૂથાય છે અને તેનાથી જ તે અંત પામે છે. દક્ષિણના પ્રદેશોમાં સિધ્ધ પ્રણાલી અને ઉત્તરીય પ્રદેશોમાં આયુર્વેદ ઉપચાર પ્રણાલી ખૂબ વિકસી અને  પ્રચલિત થઈ. આ પ્રણાલીઓના સ્થાપકો તરીકે કોઈએક વ્યકિતનું નામ લેવાને બદલે આપણાં પૂર્વજોએ આ પધ્ધતિઓના મૂળ રચયિતાનો શ્રેય ભગવાનને આપ્યો છે. પારંપરિક રીતે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે આ સિદ્ધ ઉપચાર પ્રણાલીનો ભેદ તેમની સહચરી પાર્વતી સમક્ષ ખુલ્લે મૂકયો અને તેમણે તે નંદીદેવને સુપ્રત કર્યો. આમ નંદીદેવ આવી સિદ્ધ પધ્ધતિના સિધ્ધાસ બની ગયા. આવા સિધ્ધ પુરુષો પ્રાચીન સમયના મહાન વૈજ્ઞાનિકો હતાં.

સિધ્ધની પાયાની વિષયવસ્તુઓ - (બેઝીક કોન્સેપ્ટ ઓફ સિધ્ધાસ)

આ ઉપચાર પધ્ધતિના પાયાના અને ઉપયોગમાં લઈ શકાય તેવાં સિધ્ધાંતો અને બોધ આર્યુવેદની આઈટ્રે કેમિકલ્સની વિશેષતાઓને મળતી આવે છે. આ પધ્ધતિ અનુસાર માનવ શરીરએ મૂળ કલાકારે એટલે કે ભગવાને બનાવેલી સમગ્ર વિશ્વની પ્રતિકૃતિરૂપ છે. આથી ખોરાક અને દવા એ તેના જીવનકાળના આરંભથી જ તેની સાથે જોડાયેલાં છે. આયુર્વેદની જેમ આ ઉપચાર પ્રણાલી પણ માને છે કે માનવ શરીર સહિતની સૃષ્ટિની તમામ ચીજવસ્તુઓ પૃથ્વી,પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવાં પાંચ તત્વોમાંથી બનેલી છે. દવાઓમાં આ પાંચ તત્વોનું પ્રમાણ માત્રા બદલાય છે અને તેના કારણે તે અલગ-અલગ બીમારી કે તકલીફોની સારવારમાં અસરકારક રીતે કામ કરે છે અને બીમારીઓના ઉપચારાત્મક સફળ પરિણામો આપે છે.

આયુર્વેદની જેમ સિધ્ધ પ્રણાલી પણ માને છે કે માનવ શરીર જીર્ણ જાતની પ્રકૃતિ, સાત પાયાના મજજાઓ, પેશીઓ કે ઘટકો તેમજ શરીરના નકામા પદાર્થો જેવાં કે મળ,મૂજી અને પરસેવાનું બનેલો એક મિશ્ર ગોળો છે.ખોરાકને માનવ શરીરના બંધારણ માટે પાયાનો ગણવામાં આવે છે જે શરીરની મુખ્ય જીણ ધાતુઓ,મજજાઓ અને નકામા પદાર્થોની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ જીણ ધાતુ કે પ્રકૃતિના સંતુલન આરોગ્ય પ્રદાન કરે છે અને તેનું અસંતુલન વ્યકિતને માંદગી કે બીમારી તરફ દોરી જાય છે. આ પધ્ધતિ પણ શારીરિક સંકટ કે બીમારીમાંથી મુકિત અપાવવાના વિષયવસ્તુ તરીકે કામ કરે છે. આ પધ્ધતિના પ્રણેતાઓ માને છે કે દવાઓ અને ધ્યાન દ્વારા સુસ્વાસ્થ્યની સિધ્ધિ હાંસલ કરી શકાય છે.

દવાઓની મૂળ સામગ્રી - (મટિરીયા મેડીકા)

આ પધ્ધતિ એ દવાઓની જાણકારીનો સમૃદ્ધ અને અનન્ય ખજાનો વિકસાવ્યો છે. જેમાં ધાતુઓ અને ખનિજ તત્વોના ઉપયોગની ખૂબ જ હિમાયત કરવામાં કે પ્રાધાન્યતા આપવામાં આવી છે. આ પધ્ધતિથી ખનિજ તત્વો, સાધન-સામગ્રી અને દવાઓના ક્ષેજીના જ્ઞાનની ગહનતા ,તેના દવાઓના વિસ્તૃત વર્ગીકરણમાં છતી થાય છે. જેનું સંક્ષિ઼તમાં વિવરણ નીચે આપેલું છે :
  • રપ જાતના વિવિધ બિનરાસાયણિક પદાર્થો પાણીમાં ભળી જાય તેવાં મિશ્રણો છે. જેને ઉપ્પુ કહેવામાં આવે છે. તે અલગ-અલગ જાતના ક્ષાર અને લવણો છે.
  • ૬૪ જાતની એવી ખનિજ દવાઓ છે જે પાણીમાં ઓગળતી નથી. તેને અગ્નિ પર મૂકતાં તેમાંથી સ્ત્રાવ નીકળે છે કે તેની વરાળ બને છે. તેમાંના ૩ર ખનિજો કુદરતી છે જયારે બાકીના બનાવટી છે.
  • સાત દવાઓ એવી છે જે પાણીમાં ઓગળતી નથી પરંતુ તેને ગરમ કરતાં તેમાંથી વરાળ નીકળે છે.
  • આ પ્રણાલીએ એવી ધાતુઓ અને ધાતુઓના મિશ્રણને વર્ગીકૃત કર્યાં છે કે જેને ગરમ કરતાં તે ઓગળે છે અને ઠંડી પાડતાં તે ઘટ્ટ કે નકકર બને છે. આમાં સોનું , ચાંદી,તાંબું, ટીન,સીસમ અને લોહનો સમાવેશ થાય છે.આને વિશિષ્ટ પ્રક્રિયાઓથી બાળીને ભસ્મ કરી નાખવામાં આવે છે અને તેનો દવાઓ બનાવવા માટેના ઉપયોગમાં લેવામાં આવે છે.
  • એવી દવાઓનું જૂથ કે જેને ગરમ કરતાં પહેલાં તે વરાળ સ્વરૂપે બહાર આવે છે,પછી તે ઘન સ્વરૂપે ઠરે છે. જેવી કે મરકયુરી (પારો) અને તેના વિવિધ સ્વરૂપો. જેવાં કે મરકયુરિક કલોરાઇડ અને મરકયુરીનો રેડ સલ્ફાઇડ વગેરે.
  • સલ્ફર કે જેને પાણીમાં ઓગાળી શકાતું નથી તેનું મરકયુરી સાથેનું મિશ્રણ સિધ્ધ પધ્ધતિની દવાઓની સામગ્રીમાં ઉપચારાત્મક ઉપયોગ અને સ્વાસ્થ્યને જાળવી રાખવામાં ખૂબ અગત્યનું સ્થાન છે.
  • ઉપરનું વર્ગીકરણ આ પધ્ધતિ એ સારવાર માટે વિકસિત કરેલા ખનિજ તત્વો સંબંધિત અભ્યાસ અને જ્ઞાનને છતી કરે છે. આ ઉપરાંત પ્રાણીજ તત્વોમાંથી પણ અમુક દવાઓ મેળવવામાં આવે છે. આ પધ્ધતિથી સામાન્ય બીમારીઓ અને માંદગીઓની સારવાર માટેની એક પુસ્તિકા પ્રકાશિત કરી છે.

સિધ્ધ પ્રણાલીનું રસાયણ શાસ્ત્ર - (કેમેસ્ટ્રી ઇન સિધ્ધા)

સિધ્ધ પ્રણાલી કે પધ્ધતિમાં રસાયણ શાસ્ત્રને દવા અને મધ્યયુગીન રસાયણ શાસ્ત્રના સહાયક વિજ્ઞાન તરીકે સારી રીતે વિકસાવેલું જોવા મળે છે. તે દવાઓ બનાવવામાં અને તેમજ પાયાની ધાતુઓનું સોનામાં રૂપાંતરણ કરવા માટે ખૂબ ઉપયોગી નીવડયું છે.તેઓનું છોડ અને ખનિજ તત્વો સંબંધિત જ્ઞાન ખૂબ સારું હતું અને તેઓ વિજ્ઞાનની લગભગ બધી જ શાખાઓથી સંપૂર્ણપણે પરીચિત હતાં. સિધ્ધના નિષ્ણાંતો પણ મધ્યયુગીન રસાયણશાસ્ત્રની પધ્ધતિઓ કે જે કેટલીક પ્રક્રિયાઓ જેવી કે બાળીને ભસ્મ કે ભૂકો બનાવવો,ઉદાત્તીકરણ- વસ્તુને ગરમ કરીને તેને વરાળમાં પરિવર્તિત કરવું અને તેને ઘન સ્વરૂપ આપવું,શોધન ક્રિયા-અર્ક કાઢવો, એકીકરણ, જોડાણને છૂટું પાડવું અથવા મિશ્રણ કરવું, ઠંડુ પાડીને ઘટ્ટ બનાવવું, આથો લાવવો, નિષ્કર્ષ કાઢવો એટલે કે સુવર્ણને શુધ્ધ કરવાનું કાર્ય કે પ્રક્રિયા, ગેસ ભેળવીને ઘન બનાવવાની પ્રક્રિયા ફીકસેશન એટલે કે હવામાં વરાળ બનીને જલદીથી ઊડી ન જાય તેવી સ્થિતિમાં લાવવું. એનો અર્થ એ કે તેને અગ્નિ સામેની પ્રતિકારક શકિતમાં લાવવું, શુધ્ધિકરણ, પ્રવાહીકરણ, અર્ક કાઢવો તેમજ ધાતુઓને બાળીને ભસ્મ કરવી વગેરે.

મધ્યયુગીન રસાયણ શાસ્ત્રમાં સોના અને ચાંદીમાંની કપ્લેશન પ્રક્રિયા એ એક જરૂરી પ્રક્રિયા છે. એમાં એવો દાવો કરવામાં આવે છે કે આ પ્રક્રિયાની શોધ આરબોએ કરી હતી જેની ઘણાં ઘણાં વર્ષે પૂવથી સિધ્ધાસને જાણ હતી.

તેઓ અષધિઓ બનાવવાની ઘણી બધી રીતોના જાણકાર હતાં અને આથી તેઓ રસાયણ તત્વોને ઉકાળવામાં, ઓગાળવામાં, દવાઓને ઘન પદાર્થ તળિયે બેસી જાય કે વરાળનું પ્રવાહીમાં રૂપાંતરણ તેમજ પ્રવાહીને જમાવીને ઘટ્ટ બનાવવું જેવી પ્રક્રિયાઓમાં વ્યસ્ત રહેતાં. તેઓની કેટલીક રહસ્યમય પધ્ધતિઓ ખાસ કરીને અમુક રસાયણો કે જેઓ અગ્નિનો પ્રતિકાર કરી નથી શકતા અને અગ્નિના સંસર્ગમાં આવતાં તે વરાળ બનીને તરત જ ઊડી જતાં હોય જેવાં કે મરકયુરી, સલ્ફર,ઓર્પિમેન્ટ, વર્મિલીઅન, આર્સેનીક વગેરેને સ્થિર કરી તેને મજબૂત બનાવવાની પ્રક્રિયા આજે પણ રહસ્યમય છે

સિધ્ધ પધ્ધતિની ખાસિયત કે મજબૂત પાસું - (સ્ટ્રેન્ગથ ઓફ સિધ્ધા)

તાત્કાલિક સારવાર માંગતા કેસો સિવાયની તમામ પ્રકારની બીમારીઓને મટાડવામાં સિધ્ધ પધ્ધતિ કે પ્રણાલી સક્ષમ છે. આ પધ્ધતિ સંધિવા તેમજ એલર્જીથી ફેલાતી ગડબડો ઉપરાંત બધાં જ પ્રકારના ચામડીના રોગો ખાસ કરીને લાલ ચાઠાવાળો ચર્મરોગ, જાતીય સંબંધથી ફેલાતી બીમારીઓ, મૂત્રમાર્ગને લાગેલો ચેપ, યકૃતને લગતી અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇન ટ્રેકને લગતી બીમારીઓ, સામાન્ય વિકલાંગતા, પોસ્ટપાર્ટમ, રકતઅલ્પતા, ઝાડા અને સામાન્ય તાવની અસરકારક સારવાર પૂરી પાડે છે

સિધ્ધ પધ્ધતિમાં નિદાન અને સારવાર - (ડાયગ્નોસીસ એન્ડ ટ્રીટમેન્ટ ઈન સિધ્ધા)

સિધ્ધ પ્રણાલીની બીમારીઓના નિદાન પધ્ધતિમાં બીમારી થવાના કારણોની ઓળખ, ધબકારા,પેશાબ, શરીરનો રંગ, જીભ વગેરેની તપાસ કરીને બીમારીઓના કારણોની ઓળખ કરે છે. આ પધ્ધતિમાં પેશાબની તપાસની વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં પેશાબના રંગ, ગંધ, ઘનતા, જથ્થો અને તેમાં તેલના ટીપાંનો પ્રસાર થવાની રીત વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આ પધ્ધતિ સર્વાંગી અભિગમ ધરાવે છે અને તેના નિદાનમાં વ્યકિતનો સંપૂર્ણ અભ્યાસ તેમજ બીમારીનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે.

દવા અને સારવારની સિધ્ધ પધ્ધતિમાં માંદી વ્યકિતની બીમારીની મેડિકલ સારવાર પર જ ભાર મૂકવામાં આવતો નથી પરંતુ તેની સાથે સાથે દર્દી,પર્યાવરણ,હવામાનની સ્થિતિ, ઉંર, લિંગ, વંશ, આદતો, માનસિક બંધારણ, ખોરાક, ભુખ, શારીરિક સ્થિતિ, મનોભાવનાત્મક બંધારણ વગેરે પર પણ ભાર મૂકવામાં આવે છે. આથી નિદાન અથવા સારવારમાં ઓછામાં આછી ભૂલ થાય છે.

સિધ્ધ પધ્ધતિમાં મહિલા આરોગ્યને લગતી તકલીફોની સારવાર પણ કરવામાં આવે છે. તેની પાસે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે કે જે આરોગ્યની તકલીફોને દૂર કરી સારું જીવન બક્ષે છે. દીકરીના જન્મના પહેલા દિવસથી જ મહિલા સ્વાસ્થ્ય સંભાળ રાખવાની શરૂઆત કરી દેવી જોઇએ. જન્મથી મહિના સુધી બાળકને સ્તનપાન કરાવવા બાબતે સિધ્ધ પધ્ધતિ દ્દઢપણે હિમાયત કરે છે. સિધ્ધ પધ્ધતિ દ્દઢપણે એ સિધ્ધાંતમાં માને છે કે ખોરાક જ ઔષધ છે અને સ્તનપાન કરાવતી માતાઓને તે લોહતત્વ, પ્રોટીન, રેષાવાળો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાવાની સલાહ આપે છે જેથી માતા અને બાળકને કુપોષણને કારણે થતી બીમારીઓથી બચાવી શકાય.૧૫ દિવસે એકવાર માતાઓને કૃમિનાશક સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે જેથી તેઓને લોહીની નબળાઈની પરિસ્થિતિનો સામનો કરવો ન પડે.

ચેપથી લાગેલી બીમારીઓ કે અન્ય બીમારીઓમાં દર્દીની વ્યકિતગત તપાસને આધારે વ્યકિતગત સારવાર આપવામાં આવે છે. જયારે છોકરીને માસિક આવવાની શરૂઆત થાય ત્યારે સિધ્ધ પધ્ધતિ પાસે તેની માટે વિવિધ ઔષધિઓ છે જેનાથી છોકરીનું પ્રજનન તંત્ર મજબૂત થાય છે અને એના કારણે તે ભવિષ્યમાં તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે . આ ઉપરાંત માસિક સ્ત્રાવ બંધ થવાના એટલે કે રજોનિવૃત્તિના સમયના લક્ષણોની ખાસ કરીને અંતઃસ્ત્રાવોના અસંતુલનની તે ખૂબ જ અસરકારક સારવાર આપે છે.

યકૃત, ચામડીના રોગો ખાસ કરીને ફોરીયાસીસ, સંધિવાને લગતી તકલીફો, કુપોષણ,પ્રોસ્ટેટ ગ્રંથિનું વધવું, લોહી દૂઝતા હરસ અને પેપ્ટીક અલ્સર જેવી લાંબા ગાળાની બીમારીઓની અસરકારક સારવાર પૂરી પાડે છે. સિધ્ધ પધ્ધતિની દવાઓમાં મરકયુરી,ચાંદી, આર્સેનીક, સીસું અને સલ્ફર હોય છે. જાતીય સંબંધથી ફેલાતા ચેપો સહિતના કેટલાંક ચેપોમાં તે અસરકારક નીવડે છે. સિધ્ધ પધ્ધતિના અભ્યાસીઓનો દાવો છે કે આ પધ્ધતિ એચ.આઇ. વી./ એઇડસ્ જેવી વ્યકિતને ખૂબ કમજોર બનાવતી બીમારીઓને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઇ છે. આ પધ્ધતિની અOષધિઓની વધુ ચોકસાઇભરી તપાસ માટેના સંશોધનોની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.

નેશનલ ઇસ્ટીટયૂટ ઓફ સિધ્ધ,ચેન્નાઇ

નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ચેન્નાઇ એ ભારત સરકારના આરોગ્ય અન પરિવાર કલ્યાણ મંલયના આયુષ વિભાગ દ્વારા નિયત એક સ્વાયત્ત સંસ્થા છે. તે ૧૪ .૭૮ એકર જમીન પર બાંધવામાં આવેલી સંસ્થા છે. આ ઇન્સ્ટીટયૂટની નોંધણી સોસાયટી એકટ અંતર્ગત કરવામાં આવી છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ માટે સિધ્ધ સારવાર પધ્ધતિનો અનુસ્નાતક કક્ષાનો કોર્સ ચલાવે છે. તબીબી સારવાર અને ઔષધો પૂરાં પાડે છે., આ પધ્ધતિના વિવિધ પાસાંઓ બાબતે સંશોધનો હાથ ધરે છે તેમજ આ વિજ્ઞાનને વિકસાવે છે, તેને ઉત્તેજન આપે છેઅને તેનો ફેલાવો કરે છે. આ માજી સિધ્ધ અષધિઓ એટલે કે તમામ પ્રકારના લોકો સુધી તમિળ દવાઓને પહોંચાડતી જ નથી પરંતુ સંશોધનોને પ્રોત્સાહિત કરતી એક આગળ પડતી સંસ્થા પણ છે. આ સંસ્થાની સ્થાપના ભારત સરકાર અને તમીલનાડુ સરકારના સંયુકત સાહસ તરીકે કરવામાં આવી. આના મૂડીરોકાણનો ખર્ચો ભારત સરકાર અને રાજય સરકારે ૬૦ : ૪૦ ના પ્રમાણમાં અને તેમાં થતા ખર્ચાઓ ૭૫:૨૫ ના પ્રમાણમાં વહેંચી દેવામાં આવ્યાં છે. તા.૩/૯/૨૦૦૫ ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ સંસ્થામાં દર વર્ષે ૪૬ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે અને તેઓ એમ.ડી. ( સિધ્ધ) ની ૬ શાખાઓ જેના નામ છે મારુથુવમ્ (જનરલ મેડીસીન), ગુનાપદમ્ (ફાર્માકોલોજી), સીરાપ્પુ મારુથુવમ્ ( સ્પેશીયલ મેડીસીન), કુઝાન્ડાઇ મારુથુવમ્ ( પીડીયાસ્ટ્રીકસ), નોઇનાડલ ( સિધ્ધ પેથોલોજી), અને નાન્જુ નૂલમ મારુથુવા નીથી નૂલમ ( ટોકસીકોલોજી અન મેડિકલ જુરીસપ્રુડન્સ) માં ગુણવત્તાત્મક શિક્ષણ મેળવે છે. તમિલનાડુની ડૉ. એન.જી.આર મેડિકલ યુનિવર્સિટી, ચેન્નઇએ સિધ્ધામાં પી.એચ.ડી.ની પદવી એનાયત કરવાની માન્યતા આ સંસ્થાને આપી છે.

સંબધિત સ્ત્રોત :આયુષ વિભાગના પ્રકાશનો -(પબ્લીકેશન્સ ઓફ આયુષ)

2.87179487179
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top