অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મસાજ

મસાજ એટલે શરિરમાં જકડાય (કડક) ગયેલા માંસપેશીને શાસ્ત્રીય કૌશલ્ય વડે પુર્વવત કરવો. આમાં માનવીનું કૌશલ્ય હોય છે જે તેઓના હાથ વડે ઈકસ પ્રેશ અથવા ફરતા પ્રેશના સહાયથી અથવા હાથ, પગની ઘૂંટણ, પગનું તળીયું, કોણીના હલનચલનના સહાયથી મસાજ કરવામાં આવે છે.

ફાયદા

આ તંત્ર શરીરના musculoskeletal, circulatory-lymphatetic, nervous વગેરે પ્રક્રિયા પર અસર કરે છે. મસાજમાં પ્રેશ આપવા માટે સ્પર્શ તત્ત્વનો ઉપયોગ થતો હોવાથી તેમાં નિશ્ચિત કેલ ડીગ્રીમાં પ્રેશ આપવામાં આવે છે. તે પ્રત્યેક વ્યક્તિના ગુણધર્મ પર અવલંબિત હોય છે.

 

મસાજનો ઉપયોગ શરીરના વિશિષ્ટ ભાગમાં આવેલા સ્નાયુઓના તાણને ( ટેન્શન) દુર કરવા (પુર્વવત) માટે થાય છે. તેમજ નાજુક પેશીઓના પ્રોબ્લેમ માટે પણ મસાજનો ઉપયોગ કરવામાં આવે છે.

કલાકૌશલ્ય

મસાજ કરતી વખતે વાપરવામાં આવતાં વિવિધ તંત્રો

મસાજ સમયે થાપથાપવાનું (effleurage)

મંદ, તાલબદ્ધ, હળવાં સ્ટ્રોકસ, સર્વ સામાન્ય રીતે રક્તપ્રવાહને હૃદયની દિશા આપે છે. ઉદા. કાંરડા પાસેથી ખબા તરફ. મસાજ ઉપચારક એ સંપૂર્ણ હાથના પંજાનો ઉપયોગ કરે છે. તેમાં ધીમે - ધીમે દબાણમાં વધારો કરતાં જાય છે. Effleurage આંગળીના ટેરવાં, હાથના પંજા/વેઢાવી હળવી રીતે પંપાળ વાનો (મસાજ) સમાવેશ થાય છે.

પેટ્રીસેજ (Petrissage)

સ્નાયુઓનો મર્દન, દાબવું અને એક જ દિશામાં સ્નાયુઓને ચોળવું મસાજ ઉપચારક સર્વ પેશીઓને કાબૂમાં રાખે છે અને એકાંતે સજ્જડ કરે છે, તથા ઢીલાં છોડે છે.

ઘર્ષણ (Friction)

એકધારૂ દાબ અથવા સ્નાયુની ચૌતરક ગોળાકાર (ત્વચાને બધારે ન ચોળતા) હલનચલન કરે છે, હમેંશા સાંધાની ચૌતરફ પ્રકારનો ઉપયોગ કરે છે.

પર્ક્યુસન (Percussion )

શરીરના મોટા ભાગ પર તાળી પાડવાની જેમ થાબડવું વિશેષ કરીને પીઠે પર આ તંત્રમા હળવી રીતે મુઠઠીથી થાબડવાનો સમાવેશ થાય છે.

કંપન (ઘ્રુજારી - Viberation)

કંપન નિર્માણ કરનારા યંત્રનો (વ્હાયબ્રેટ) આમાં સમાવેશ થાય છે.

સંકોચન મસાજ (Compression Message)

તાલબદ્ધ દાબ સ્નાયુ પર આપવું તથા પેશીમાંના રક્તપ્રવાહમાં વૃદ્ધિ કરી તેને નરમ/પોંચુ કરવું સામાન્ય રીતે વૉર્મ- અપ અથવા વિશિષ્ટ મસાજમાં વાપરવામાં આવે છે.

ક્રોસ - ફાયબર (Cross-Fiber)

મોટા સ્નાયુના જૂથમાં તાણ નિર્માણ કરવો અથવા મોટા (સ્નાયુ) કરવા માટે સામાન્ય રીતે આ તંત્રને વાપરવામાં આવે છે.

ટ્રિગર પૉઇન્ટ (Trigger point)/ટેન્ડર પૉઇન્ટ (Tender point) મસાજ

દુ:ખાવો સ્નાયુના બિંદુ પર તથા અંગૂઠાના સહાયથી દાબ આપવામાં આવે છે. જેને લીધે અતિશય વેદનશીલતા ઓછી થાય છે. સ્નાયુમાં ચમક ઓછો થાય. ઉપચાર ન કરેલા એવા બિંદુને લીધે સ્નાયુના હલનચલનમાં વેદના તથા સંકુચિત થાય છે.

નિશ્ચિત ઉદેશ્ય માટે વિશિષ્ટ તંત્રો

અતિ તીવ્ર સ્નાયુમાં ચમક અથવા દુ:ખાવના ભાગ અથવા અક્કડાઇ ગયેલો ભાગ, આવા ભાગ પર હળવાં હાથે મસાજ કરવું અથવા આંગળીના ટેંવા વડે દાબ આપવું. ડિપ ટિસ્યૂ મસાજ એ અક્ક્ડાઇ ગયેલી ગર્દન અથવા દુ:ખતા ખભા પર વાપરવામાં આવે છે.

ન્યુરોમસ્ક્યૂલ (Neuromuscular) મસાજ

સ્નાયુમાં વેદના ઉત્પન્ન કનારા બિંદુ પર એકઘારું આંગળિના ટેંરવાથી દબાણ આપવું જે આ તંત્રમાં સમાવિષ્ટ થયું છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate