অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધ્યાન શા માટે જરૂરી છે

તમારી જાતને પૂછો કે શા માટે ધ્યાન કરવું જોઈએ? જે લોકો ધ્યાન નથી કરતા તેમણે ઓછામાં ઓછું ધ્યાનના ફાયદા અને તેના કારણો વિષે જાણવું જોઈએ. ઘણી વાર ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે અને ક્યારેક તો આપણે આપણી જાતને આ પડકાર આપીએ છીએ કે હું જો તંદુરસ્ત છું અને સુખી છું તો મારે શા માટે ધ્યાન કરવું જોઈએ ? ધ્યાન ખરેખર શું કરી શકે ?

ધ્યાનનો ઈતિહાસ

  • બે શબ્દો છે-મેડીટેશન/ધ્યાન અને કોન્ટેમ્પ્લેશન/ચિંતન. આ બંને જુદા શબ્દો છે. ધ્યાન એ શાસ્ત્રમાંથી આવેલ છે જયારે એ ધ્યાનની નજીકનું છે.
  • સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’ ચીનમાં જઈ ‘ચાન’ બન્યો અને એ જાપાન ગયો તો  ‘ઝેન’ બન્યો.
  • ધ્યાન અને એકાગ્રતા પણ બે જુદા શબ્દ છે. ધ્યાન એ એકાગ્રતાનું એક સ્વરૂપ છે. એકાગ્રતા એ તમામ જ્ઞાનનો સ્રોત છે. જયારે એકાગ્રતા પૂર્ણરૂપે પ્રગટે ત્યારે આપણે ઘણો લાભ લઇ શકીએ. જેમ કે સૂર્યનાં કિરણો કોઈ લેન્સમાંથી પસાર થાય તો એ કાગળ બાળી શકે કેમ કે એનાથી સૂર્યની તમામ ઊર્જા કાગળ પર કેન્દ્રિત થઇ હોય છે એથી એમ થાય છે.
    તમારી જાતને પૂછો કે શા માટે ધ્યાન કરવું જોઈએ/ જે લોકો ધ્યાન નથી કરતા તેમણે ઓછામાં ઓછું ધ્યાનના ફાયદા અને તેના કારણો વિષે જાણવું જોઈએ. ઘણી વાર ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે અને ક્યારેક તો આપણે આપણી જાતને આ પડકાર આપીએ છીએ કે હું જો તંદુરસ્ત છું અને સુખી છું તો મારે શા માટે ધ્યાન કરવું જોઈએ?  ધ્યાન ખરેખર શું કરી શકે?

મન અને ધ્યાન

  • આપણું મન એ આખા દિવસમાં કેટલીક વસ્તુઓ પર કેન્દ્રિત થયેલ હોય છે તો ક્યારેક એ ભટકી પણ જાય છે ત્યારે કોઈ બાબતે કેન્દ્રિત હોતું નથી. જયારે મન કોઈ એક બાબત પર એકાગ્ર કરવાનું શીખતા હોઈએ ત્યારે તેમ કરવું એ મોટો પડકાર બને છે. આપણને ધ્યાન કરવું મુશ્કેલ અને પડકારજનક લાગે છે કેમ કે એક જ જગ્યાએ બેસવું અને મનને સ્થિર રાખવું એ સહેલું નથી. એટલે ધ્યાન એ એકાગ્રતાનું એક સ્વરૂપ છે, પણ એકાગ્રતા કોઈ પણ વિષય પર થઇ શકે છે, જેમ કે કોઈ વિદ્યાર્થી પોતે ભણતા હોય તે પુસ્તકને એકાગ્ર થઇ વાંચે છે, કલાકાર ચિત્રકામ પર એકાગ્ર થઇ શકે છે, વિજ્ઞાની પ્રયોગો પર એકાગ્ર થઇ શકે છે અને જો એકાગ્રતા યોગ્ય રીતની હશે તો અભ્યાસના ગમે તે સાધનથી પણ મળેલું જ્ઞાન મજબૂત હશે. જો એકાગ્રતા ભક્તિની હશે કે અધ્યાત્મની, તો એ વિશિષ્ટ પ્રકારને ધ્યાન કહે છે.
  • જેમ એકાગ્રતા બધું જ્ઞાન આપે છે, તેમ ધ્યાન પણ જ્ઞાન આપે છે પણ એ ઊંડું સટલ પ્રકારનું જ્ઞાન હશે. જયારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણા ઇષ્ટદેવનું ધ્યાન કરીએ છીએ એટલે આપણને એમના વિષે અગાધ જ્ઞાન મળે છે. ધ્યાન ઊંડું જ્ઞાન આપે છે, એ પુસ્તકોમાં નથી મળતું. સામાન્ય રીતે જયારે ચિત્ત એકાગ્ર કરીએ ત્યારે આપણે આપણા મગજનો ઉપયોગ કરીએ છીએ, સેરીબ્રલ તંત્ર સક્રિય થાય છે, પણ ધ્યાનમાં મગજને બાજુએ રાખી એ સીધું આત્મા પાસે જાય છે.
  • જે જ્ઞાન જપ અને ધ્યાન દ્વારા મળે છે તે આપણા અંતરના અજ્ઞાનનું ઊંડું પડળ દૂર કરે છે. એ એવું જ્ઞાન છે જે આપણામાં ઊંડે ઊતરીને આપણને સર્વોત્કૃષ્ટતામાં લઇ જાય છે. એને ક્યારેક ઈશ્વરીય જ્ઞાન કહે છે અથવા જાતની ખરી ઓળખ કહે છે.
  • એટલે ધ્યાન પ્રારંભમાં તો આપણી બહારની બાબતોની જાણકારી છે, પણ ધ્યાનનું જ્ઞાન ઊંડું ઉતરતું જાય તેમ આપણે નામ, સ્વરૂપ, તમામ નાદની પાર જઈએ છીએ અને આપણી આસપાસની વસ્તુઓ એકસમાન બની જાય છે, ત્યારે સ્વની અનુભૂતિ થાય છે.

ધ્યાનની પદ્ધતિઓ

  1. અનુકૂળ મુદ્રામાં બેસવું.
  2. જો તમને કોઈ ઈજા થઇ હોય તો ખુરશી કે તમારી પથારીમાં માથું, ડોક, અને સ્પાઈન સીધી લાઈનમાં રાખીને બેસો.
  3. આંખો બંધ કરો અને થોડી વાર તમારા સામાન્ય અને કુદરતી શ્વાસ પર એકાગ્ર થાવ.
  4. તમે કાં તો પછી ભગવાનનું નામ લઈને કે મંત્રજાપથી કે શ્વાસ પર ધ્યાન આપીને ધ્યાન કરી શકો છો.
  5. શરૂઆતમાં તમને ઘણા વિચાર આવશે. એવું થાય ત્યારે શ્વાસ પર ધ્યાન આપવાની કોશિશ કરવી.
  6. ધ્યાન પતે એટલે શવાસનમાં આરામ કરવો.

આપણે શા માટે હંમેશાં ધ્યાન કરવું જોઈએ?

સીધો જવાબ એ છે કે જરૂર નથી, પણ જો આપણે ધ્યાન કરીએ તો જાણ થશે ને કે ધ્યાન આપણે માટે શું કરે છે. જયારે ઘણા બધા લોકો પૂછે છે કે ધ્યાન શા માટે કરવું જોઈએ, તો મને લાગે છે કે કેમ કોઈ પૂછતું નથી કે આપણે ખાઈએ છીએ કેમ? આપણે શા માટે નિદ્રા લેવી જોઈએ ? કે પછી શ્વાસ કેમ લેવો જોઈએ ? કેમ કે જવાબ સાવ સરળ છે કે જો શ્વાસ ન લઈએ તો મરી જવાય. જો ખાઈશું નહિ તો અશક્તિ આવશે, કુપોષિત બનીશું, અને જો થોડુંક પણ નહિ ખાઈએ તો મરીશું અને જયારે જાણીએ છીએ કે ભોજન અને શ્વસન આપણે માટે શું છે, તો આપણે કોઈ સવાલ કરતા નથી. તો જયારે આપણે પૂછીએ છીએ કે મારે શા માટે ધ્યાન કરવું જોઈએ કેમ કે ઘણી વાર એ સ્પષ્ટ હોતું નથી કે ધ્યાન શું કામ લાગે છે. પણ આપણે જાણીએ છીએ કે જો આપણે ધ્યાન ના કરીએ તો પણ કંઈ મરવાના નથી અને મોટા ભાગના લોકોનું ધ્યાન વગર પણ સારું ચાલે છે.

મેં જોયું છે કે જયારે લોકો ધ્યાન કરવાનું શરુ કરે છે ત્યારે કેટલાય પ્રશ્નો અને શંકા અગાઉ કરતા વધારે સામે આવે છે.

એટલે કેટલીક વાર તમે મૂંઝાવ છો કે ધ્યાનથી મને પરમ શાંતિ અને સુખ મળવું જોઈએ, પણ એવું થતું નથી અને જે પ્રકારના પ્રશ્નો અને શંકાઓ અગાઉ નહોતા સતાવતા તે અચાનક ઊભા થાય છે. આનું કારણ સીધું છે, જેમ કે જો તમારી પાસે પાણી છે, એમાં ઘણો કચરો છે અને તમે માત્ર પાણી રહે એમ ઈચ્છો તો કચરો નીચે બેસશે અને ચોખ્ખું પાણી ઉપર રહેશે. આપણું મન પણ એવું જ છે. એમાં ઘણો કચરો હોય છે, કેટલાય વણઉકલ્યા પ્રશ્નો, વણઉકલી શંકાઓ હોય છે અને જેમ એ વણઉક્લ્યા છે એથી એમના જવાબો સ્પષ્ટ નથી. જયારે આ બધી મનના પાછલા હિસ્સામાં ધકેલીશું તો એ નીચે, મનના તળિયે બેસે છે, અને જેમ પાણી ચોખ્ખું થાય છે તેમ મન ઉપરના ભાગે ચોખ્ખુ થાય છે અને આપણી મોટા ભાગની જિંદગી આપણે મનના એ ઉપલા સ્તર પર રહીએ છીએ અને બધું ઠીકઠાક ચાલે છે એવું લાગે છે, કોઈ સંઘર્ષ નથી એવું લાગે છે કેમ કે મેં મારું અસ્તિત્વ મર્યાદિત કર્યું છે, જેમ આપણે ઘરનો કચરો એક ખૂણે જમા કરીએ છીએ અને બાકીનું ઘર સ્વચ્છ રહે છે, આપણે તે કચરો જોવા માંગતા નથી માટે એને બહાર ફેંકી દઈ કે સંતાડીને ખુશ થઈએ છીએ કે મારું ઘર ચોખ્ખું થઇ ગયું.

જે લોકો ધ્યાન કરતા નથી તેમની સાથે એવું જ થાય છે. મનના એક ખૂણે બધો કચરો ભેગો થયા કરે અને આપણે ત્યાં જોઈએ નહિ અને આયુષ્ય વહેતું જાય છે, પણ ધ્યાન તમને કહે છે કે જાવ, તમારું ઘર જુઓ, તમે તેને અવગણી ન શકો, કેમ કે એવું લાગે છે કે બધો કચરો હોવો એ કદાચ નુકસાનકારક નથી, પણ તમારા રહેઠાણના વિસ્તારના પ્રકારને આધારે, જો કોઈ રૂમમાં તમે ઘણા વખતથી ગયા નથી, કેટલાય સમયથી તમે જાણતા નથી કે ત્યાં શું છે. ક્યારેક તો આપણે એ કચરો સાફ કરવાનો થાય છે, એમ ધ્યાન પણ મનનો કચરો સાફ કરવાની પ્રક્રિયા શરુ કરે છે. અને એની શરૂઆત કંઈ બહુ સારો અનુભવ કરાવે એવું નથી કેમ કે, તમે તમારા આયુષ્યના તમામ નકામા કચરા સાથે પનારો પાડો છો. અને જેમ પ્યાલામાં ઉપરનું પાણી ચોખ્ખું છે , પણ જયારે આપણે પ્યાલાને સ્પર્શીએ ત્યારે, તત્ત્વો હાલી જાય છે, એવું જ જયારે ધ્યાન કરીએ ત્યારે થાય છે. તમામ કચરો ઉપર આવે છે અને ધ્યાનનું એક સરસ પાસું એ છે કે એક વાર તમે શરુ કર્યું કે તમે કચરો કાઢી શકશો. અને તે પછી તમને જીવનમાં શાંતિ, સુખ, પ્રેમ અને તૃપ્તિનો અનુભવ થશે

સ્ત્રોત : યોગ ફોર યુ, પૂર્વી શાહ, નવગુરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate