હોમ પેજ / આરોગ્ય / આયુષ / યોગ / વોકિંગ મેડિટેશન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વોકિંગ મેડિટેશન

વોકિંગ મેડિટેશન વિશેની માહિતી આપવામાં આવી છે

ધ્યાન એટલે શું?

લોકો ગમે તે કહે પણ ધ્યાન શીખવવું મુશ્કેલ છે. જો કોઈ વ્યક્તિ તમને કહે કે તે તમને ધ્યાન શીખવશે તો એનો અર્થ એ થાય કે એ સાચો નથી. ધ્યાન શીખવી શકાતું નથી. ઘણા લોકો બેસે છે, થોડી વાર માટે આંખો બંધ કરે છે અને વિચારે છે કે તેમણે ધ્યાન કર્યું. કદાચ તેમ હોઈ પણ શકે પણ મારો અનુભવ કહે છે કે એ કેવળ બાહ્ય રીતે થાય છે અને સમસ્યાઓ અંગે ગંભીર ચિંતન કર્યા કરે છે, તે કંઈ ધ્યાન નથી.

ધ્યાન થાય છે એની મેળે. તમે બેસીને ધ્યાનનું આયોજન ક્યારેય ન કરી શકો. ધ્યાન એટલે જરૂર નથી કે આંખો બંધ કરીને એકાદ શાંત જગ્યાએ બેસવું. એવું પણ શક્ય છે કે તમે રોજેરોજની ફરજ બજાવતા હોવ ત્યારે ધ્યાનની સ્થિતિમાં હોવ. કોઈ પણ વ્યક્તિ સાવ સામાન્ય પ્રવૃત્તિઓ કરતી હોય અને છતાં સમાંતર રીતે આનંદની ટોચ પર હોય. એ લોન કાપી શકે, કાર ડ્રાઈવ કરી શકે, નીતિવિષયક નિર્ણયો લે, વાસણો સાફ કરે, સેક્સ કરે, બેબીને ફીડ કરે, ચાલે, કંઈ જોતી હોય અને એ જ સમયે ધ્યાનની સ્થિતિમાં પણ હોય.

અને જો તમે નિયમિત પ્રેક્ટિસ કરતા હોવ તો, કદાચ બીજું કોઈ નહીં, સિવાય કે પોતે એ જ સ્થિતિમાં હોય, તમારી વાણી, વર્તન, પ્રવૃત્તિ, વિચારો જેમાં આ ધ્યાન પ્રતિબિંબિત થતું હોય તે રિઅલાઇઝ કરી શકે. ધ્યાન માટે વિવિધ પાથ છે જેમાં બાહ્ય જગતની પ્રવૃત્તિઓ (જેમ કે કર્મયોગ) સમાયેલી છે, જ્યારે બીજામાં ઇન્ટ્રોસ્પેક્શન સમાયેલ છે અને કામચલાઉપણે બાહ્ય પ્રવૃત્તિઓ છોડી દે છે.

હરતાંફરતાં કે ચાલતાં/ વૉકિંગ મેડિટેશન કરવાની રીત:

  • તમારા વૉકિંગ ધ્યાન માટે શાંત, તાજી હવાવાળી, વૃક્ષોસભર, પક્ષીઓ પુષ્કળ હોય એવી જગ્યા પસંદ કરો .
  • અનુકૂળ વસ્ત્રો પહેરો જેથી મુક્તપણે અને યોગ્ય રીતે શ્વાસ લઈ શકાય.
  • તમારે રોજ ચાલતા હોય તેમ નોર્મલી ચાલવાનું શરૂ કરવાનું.
  • જ્યારે ચાલો ત્યારે જો શક્ય હોય તો ફોન સાયલન્ટ રાખવો.
  • ચાલવાનું શરૂ કરો અને જ્યારે ચાલતાં હોવ ત્યારે લાગે કે સામે કોઈ નથી તો આંખો બંધ કરવી અને ચાલવાનું ચાલુ રાખો. દરમિયાનમાં આંખો ખોલીને જોઈ શકો છો. પણ શક્ય હોય ત્યાં સુધી આંખો બંધ રાખીને ચાલો.
  • આંખો બંધ કરો ત્યારે કોઈ જાતનો ભય ન રાખવો, માત્ર તમારું આખું અસ્તિત્વ પ્રકૃતિમાતાને શરણે ધરી દો, સ્મિત કરતા રહો અને ચાલો. પક્ષીઓનો કલરવ સાંભળવા પ્રયાસ કરો. હું આવા વખતે એમની ભાષા સમજવા પ્રયાસ કરું છું. તમે પણ તેમ કરી શકો, નહીંતર મધુર રવ માણો. આનાથી એટલું ધ્યાન થાય છે અને શાંતિ અનુભવાય છે.
  • દરમિયાન એવું લાગે કે બધું ઓકે છે તો આંખો ખોલીને ચાલો અને પાથનું નિરીક્ષણ કરો.
  • શક્ય તેટલી વધારે વાર ચાલો અને થાક લાગે તો એક જગ્યાએ બેસી જવાનું અને વૉકિંગ મેડિટેશન કર્યા પછી કેવું લાગે છે તે ફીલ કરો.

ટીચર્સ ટિપ્સઃ

આંખો બંધ રાખીને વૉકિંગ મેડિટેશન કરવું એ ભગવાન બુદ્ધ દ્વારા વપરાશમાં લેવાતી ટેકનિક હતી. એ અત્યંત સુંદર અને રિલેક્સિંગ વૉકિંગ અનુભવ છે. જો આંખો બંધ રાખીને વૉકિંગ મેડિટેશન કરશો તો અત્યંત રિલેક્સ લાગશે. હું ચાલું ત્યારે એમ લાગે છે કે જાણે હું પ્રકૃતિ સાથે ડીપલી કનેક્ટ છું. હું મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. પક્ષીઓને સાંભળું છું અને ક્યારેક એમ પણ બને છે કે જાણે પક્ષીઓ મને જાણતાં હોય અને મને કોઈ મેસેજ આપે છે એવું હું અનુભવું છું. થોડા દિવસ તો હું પણ મારી જાતને પૂછતી હોઉં છું કે વધુ આધ્યાત્મિકતા મેળવવા મારે શું કરવું જોઈએ? મારી જિંદગીનો હેતુ શો છે? કેવી રીતે હું માનવતાની વધુ સારી રીતે સેવા કરી શકું? તમે પણ આ જ રીતે કરી શકો છો અને કુદરત સાથે કનેક્ટ થઈ શકો છો.

સ્ત્રોત : પૂર્વી શાહ. યોગા ફોર  યુ,ફેમિના

3.05454545455
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top