વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.
યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી. તેમણે પોતાના ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ પગથિયાંઓનું વર્ણન કર્યુ છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે. આસનો એ અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું છે. આમ યોગાસનો એ સંપૂર્ણ યોગ નથી. યોગ તો એક સુવ્યવસ્થિત જીવન જીવવાની જીવનશૈલી છે અને તેનો ઉદેશ મનુષ્યની અમર્યાદિત શક્તિ અને ચેતનાનો વિકાસ સાધવા માટેનું વિજ્ઞાન છે. યોગના અભ્યાસથી ધીરે ધીરે વ્યક્તિની ચેતનાનો વિકાસ થાય છે, જે અંતે આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે.
યોગનો ઉદ્દેશ:
યોગ દ્વારા મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે ઈન્દ્રિયો પર સંયમ આપે છે. આપણી દરેક સમસ્યાના મૂળમાં છે વિચાર. વિચારોમાંથી લાગણીઓ ઉદભવે છે, જેમાંની મોટાભાગની નકારાત્મક લાગણીઓ હોય છે જેવી કે ડર, ચિંતા, હતાશા, નફરત, ઈર્ષ્યા વગેરે. આ લાગણીઓ દુ:ખ આપે છે. યોગનો ઉદ્દેશ ચિત્તને આ નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરી પોઝિટીવ દિશામાં લઈ જવાનો છે, યોગના સાચા અભ્યાસથી વ્યક્તિ શારીરિક-માનસિક તંદુરસ્તી મેળવે છે અને આત્મિક અનુભવ દ્વારા પરમ શાંતિનો અનુભવ કરે છે. યોગની અલગ અલગ ક્રિયાઓમાં એવી તાકાત છે જેથી અમુક બિમારીઓ થતી નથી અથવા થઈ હોય તો તે દૂર થાય છે. આમ યોગ એ બિમારીઓ સામે એક કવચનું કામ કરે છે.
યોગાસનો:
‘આસનો' શબ્દ મૂળ સંસ્કૃત ધાતુ ‘આસ' પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે ‘બેસવું'. ‘આસન' શબ્દને બે રીતે સમજી શકાય. એક છે ‘જેના થકી વ્યક્તિ બેસે છે' અને બીજો અર્થ છે ‘જેના ઉપર વ્યક્તિ બેસે છે'..
પહેલો અર્થ શરીરની અથવા મનની સ્થિતિનો નિર્દેશ કરે છે. જેમ કે સુખાસન - આ આસનમાં બેસવાથી મન સુખનો અનુભવ કરે છે તેથી તેનું નામ ‘સુખાસન' રાખવામાં આવ્યું. કેટલાંક આસનોના નામ તેમાં શરીરની જે સ્થિતિ કે પોશ્ચર રચાય છે તેને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે. જેમકે પદ્માસન. આ આસનમાં શરીરની રચના કે આકાર કમળ (પદ્મ) જેવો થતો હોવાથી તેનું નામ પદ્માસન પડ્યું. વળી, આ આસનમાં મનની સ્થિતિ પણ સહસ્ત્રદળ કમળ જેવી થાય છે..
મહર્ષિ પતંજલિએ કહ્યું છે, ‘સ્થિર સુખમ આસનમ' એટલે કે આસન એ એક એવી સ્થિતિ છે, જેમાં મનને સતત સુખ અથવા કમ્ફર્ટની લાગણી અનુભવાય છે અને એ સ્થિતિમાં શરીરને સ્થિર રાખવાનું હોય છે..
આજે આપણે એક સરસ, સરળ આસન શીખીએ, જે ધ્યાન માટેનું આસન છે..
સુખાસન
રીત:
- સૌપ્રથમ ફ્લોર ઉપર જાડી આરામદાયક શેતરંજી પાથરો..
- પગ શરીરની સામે રહે તે રીતે રાખી શેતરંજી પર બેસો..
- ડાબા પગને જમણા હાથ વડે પકડી જમણા સાથળ નીચે દબાવો.
- તે જ રીતે જમણા પગને ડાબા સાથળ નીચે દબાવો.
- તમારી ગરદન, મસ્તક અને કરોડરજ્જુને આરામદાયક સ્થિતિમાં ટટ્ટાર રાખો..
- હાથને ઘૂંટણો પર અથવા ખોળામાં રાખો અને આંખો બંધ કરી દો. હાથ અને પીઠ ટટ્ટાર રાખો પણ શરીરમાં ક્યાંય તણાવ ન અનુભવાય તેનું ધ્યાન રાખો..
નોંધ: સુખાસનમાં બેસી તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, શ્વાસ લેતી વખતે એવો અનુભવ કરો કે પ્રત્યેક શ્વાસ સાથે ઘણી બધી પોઝિટીવ એનર્જી, આરોગ્ય, સુખશાંતિ તમારા શરીરમાં દાખલ થઈ રહ્યા છે અને પ્રત્યેક ઉચ્છવાસ સાથે ગુસ્સો, તણાવ, હતાશા, ટેન્શન બહાર નીકળી રહ્યાં છે..
કલ્પના કરો કે તમે સાત સફેદ અશ્વોના રથ પર બેઠા છો અને રથ તમારા શ્વાસ દ્વારા તમારા હ્રદયમાં, સમગ્ર શરીરમાં ઉતરી રહ્યો છે. તમારા શ્વાસની તમારા શરીરની અંદર ચાલતી યાત્રાને મહેસૂસ કરો અને શરીર, મન અને શ્વાસના જોડાણને અનુભવો. ધીમે ધીમે તમારા શ્વાસ ઊંડા અને નિયમિત થશે અને તે સાથે તમારા વિચારો પણ ઓછા થશે. તમને એક અપૂર્વ વિચારો પણ ઓછા થશે. તમને એક અપૂર્વ શાંતિનો સુખનો અનુભવ થશે. તમારું સમગ્ર શરીર અપૂર્વ આનંદથી નાચતું હોય, ઝૂમતું હોય તેવું લાગશે..
શરૂઆતમાં આ સુખનો અનુભવ ન થાય તો ચિંતા ન કરો. દરરોજ સુખાસનની ધીરજપૂર્વક પ્રેકટિસ કરો. અંતે તમને તેનો અનુભવ થશે. હેપી યોગ ડે!.
- રિલેક્સ થવા માટે આ અત્યંત એક્સલન્ટ આસન છે. અનાહત ચક્રમાં સ્ટોર થયેલ ટેન્શન દૂર કરવામાં મદદ કરે છે. .
- સ્પાઇન, ગરદન અને ખભાની સ્ટિફનેસ દૂર કરે છે..
- ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર અને સેક્સ્યુઅલ માલફંક્શનમાં સાજા થવામાં મદદ કરે છે..
- બોડી-માઇન્ડના કો-ઓર્ડીનેશનને સુધારે છે. .
- સાથળ અને કાફ સ્નાયુઓને મજબૂત કરે છે..
- પાચનમાં મદદ કરે છે અને સાથળના સ્નાયુઓને મજબૂત કરે છે..
- કમર (લોઅર બેક)ને મજબૂત કરે છે..
- પીઠના ઊંડાણમાં સ્નાયુઓને વારાફરતી સંકોચન-પ્રસરણ કરાવે છે..
- આખી સ્પાઇનને આગળથી સ્ટેડી પુલ મળે છે, દરેક મણકો અને એના લિગામેન્ટને ફાયદો થાય છે..
- આ આસન એ ડિસ્પેપ્સિયામાં વધારે ઉપયોગી છે..
- જેમને ઘણો તણાવ અને વ્યગ્રતા રહેતા હોય તેમને માટે આ ઇન્સ્ટંટ રિલિવર છે. 3 મિનિટ માટે ધારણ કરી રાખવું..
- સાથળ, ઢીંચણ, પગના સ્નાયુઓ અને સ્પાઇનને મજબૂત બનાવવામાં મદદ કરે છે..
- માથા તરફ લોહી જતું હોવાથી સ્પાઇન, ખભા અને ગરદનનું તમામ ટેન્શન દૂર થાય છે..
- ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચન દૂર કરવામાં મદદકર્તા તરીકે સારું આસન છે. .
- પીઠના સ્નાયુઓ સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે અને પેટની વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે..
- આ આસન જેમને ડાયાબિટીસ, કબજિયાત, અપચો અને નર્વ્ઝની નબળાઈની તકલીફ થતી હોય છે તેમને માટે અત્યંત ફાયદાકારક છે. .
- જેમને લંબર સ્પોન્ડિલાઇટિસ અને મસલ પુલની તકલીફ છે તેમણે આ આસનની પ્રેક્ટિસ કરવી જોઈએ..
strot :helth, navgujarat smay