অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગનો અર્થ અને તેના ફાયદા

યોગ શું છે ?

 

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.
'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે - ઓશો.
પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો. 

જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે. 

યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે - જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે. 

આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી. 

શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે. 

આ આઠ અંગો છે -

  1. યમ
  2. નિયમ
  3. આસન
  4. પ્રાણાયમ
  5. પ્રત્યાહાર
  6. ધારણા
  7. ધ્યાન
  8. સમાધિ.
ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન.


તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે. 

જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી. 

યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે. 

દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો. 

યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો. 

તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે. 

તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે - બે દુ ચાર ની જેમ. 

યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક 'યોગ'ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે. 

યોગ શુ છે, તે અમે તમને વિગતવાર બતાવીશુ 'યોગ આયામમાં'.

યોગના ફાયદા

સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે.

યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.

બાલાસન - આ આસનને કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે અને પેટની ચરબી ઘટે છે. આ આસનને કરવા માટે ઘૂંટણના બળે જમીન પર બેસી જાવ અને શરીરનો બધો ભાગ એડિયો પર નાખો.  ઊંડા શ્વાસ લઈને આગળની તરફ નમો. તમારી છાતી જાંઘને અડવી જોઈએ અને તમારા માથા દ્વારા જમીનને ટચ કરવાનો પ્રયાસ કરો. થોડી જ સેકંડ સુધી આ અવસ્થામાં રહો અને પરત સામાન્ય અવસ્થામાં આવી જાવ.

 

 

 

 

ભુજંગાસન - આ આસન શરીરની વધુ પડતી ચરબી ઓછી કરે છે અને તમારા શરીરને લચીલુ બનાવે છે. ભુજંગને અંગ્રેજીમાં કોબરા કહે છે અને આ જોવામાં ફન ફેલાવતા સાંપ જેવા આકારનું આસન છે. તેથી આ આસનનું નામ ભુંજગાસન રાખવામાં આવ્યુ છે. આ માટે પેટના બળ પર જમીન પર સૂઈ જાવ. હવે બંને હાથના મદદથી શરીરને કમરથી ઉપરની તરફ ઉઠાવો. પણ કોણી વળેલી હોવી જોઈએ. હાથ ખુલા અને જમીન પર ફેલાયેલા હોય.  હવે શરીરના બાકી ભાગને હલાવ્યા વગર ચેહરાને એકદમ ઉપરની તરફ કરો. થોડા સમય માટે આ સ્થિતિમાં રહો.

ઉત્તરાસન - આ આસનનો અભ્યાસ ઉભા રહીને કરવામાં આવે છે. આ આસનથી માથુ, કમર અને પગ તેમજ કરોડરજ્જુના હાડકાની કસરત થાય છે.  ઉભા રહીને યોગનો અભ્યાસ કર્યા પછી આ મુદ્રાનો અભ્યાસ કરવો વિશેષ ફાયદાકારી હો છે.  તેને કરવા માટે સીધા ઉભા થઈ જાવ. શ્વાસ લેતા હાથને માથાની ઉપર લઈ જાવ. શરીરને ઉપર ખેંચો. હિપ્સથી શરીરને આગળની તરફ નમાવો. હવે માથુ અને ગરદનને આરામની મુદ્રામાં જમીનની તરફ મુકો અને હિપ્સને ઉપરની તરફ ઉઠાવો. આ સ્થિતિ એક મિનિટ સુધી રાખો.

ત્રિકોણાસન -  શરીરની વધુ પડતી ચરબી ઘટાડવા માટે ત્રિકોણાસન કરો. આને કરવા માટે સીધા ઉભા થઈ જાવ.  બંને પગમાં એક મીટરનુ અંતર રાખો.  બંને બાજુઓને ખભાથી સીધા રાખો. કમરથી આગળ નમો. શ્વાસ બહાર કાઢો. હવે જમણા હાથથી ડાબા પગને સ્પર્શ કરો. ડાબા હાથને આકાશ તરફ રાખો. ખભા સીધા રાખો. ડાબા હાથની તરફ જુઓ. આ અવસ્થામાં બે-ત્રણ મિનિટ રહો.  હવે શરીરને સીધુ કરો અને શ્વાસ લેતા ઉભા થઈ જાવ.

પશ્ચિમોત્તાસન - પેટની ચરબી ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે આ આસન. કબજિયાત, અપચો, ગેસ,

ઓડકાર અને ડાયાબીટિઝમાં લાભકારી છે.  તેને કરવા માટે પગને સામે ફેલાવીને બેસી જાવ હવે હથેળીઓને ઘૂંટણ પર મુકીને શ્વાસ ભરતા હાથને ઉપરની તરફ લઈ જાવ અને કમરને સીધા કરી ઉપરની તરફ ખેંચો. શ્વાસ છોડતા આગળની તરફ નમો અને હાથ વડે પગનો અંગુઠો પકડીને માથાને ઘૂંટણ તરફ લગાવો. અહી ઘૂંટણ વળવા ન જોઈએ.  કોણીને જમીન પર ટચ કરવાનો પ્રયાસ કરો.  આંખો બંધ કરીને શ્વાસને સામાન્ય રાખતા થોડીવાર માટે રોકો. પછી શ્વાસ લેતા પરત આવી જાવ.

આળસુ લોકો માટે ફાયદાકારી એક્સરસાઈજ

શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવાની સલાહ અપાય છે. આ સલાહને ધ્યાનમાં રાખતા અમે બધા નિયમિત વ્યાયામની યોજના તો બનાવીએ છે , પણ   1-2 દિવસ વ્યાયામ કર્યા પછી આળસના કારણે આખી યોજના એમજ રહી જાય છે. દુખની વાત તો આ છે કે જો લાંબા સમય દુધી આળસી રહેવાય તો ઓછી ઉમરમાં જ દિલના રોગ થઈ શકે છે.

જો અમે તમને કહીએ કે કેટલીક એક્સરસાઈજ એવી છે જેને કરતા અમે આલસી હોવા સિવાય પણ સ્વસ્થ રહી શકે છે. જી હા , આ એક્સરસાઈજને કરો અને રહો આલસી અને સાથે ફિટ પણ બૉલ પર બેસીને- કોઈ ખુરશી પર બેસવાની જગ્યા મેડિસિન બૉલ પર બેસીને શરૂ કરો. કારણકે તમને બૉલ પર બેસતા પોતાને સંતુલિત કરવા માટે પ્રયાસ કરવા પડશે  , એનાથી આ એસ સારી કસરત થઈ શકે છે. ખુરશી પર બેસીને પગની એક્સરસાઈજ- ખુરશી પર આરામથી બેસીને એક-એક કરીને બન્ને પગને ઉપાડીને વ્યાયામ કરી શકો છો. આ રીતે ખુરશી પર બેસીને તમે સ્વસ્થ અને મજબૂત જાંઘ હાસલ કરી શકો છો.

દીવારથી લાગીને બેસવું- આ વ્યાયામને કરવા માટે દીવાલથી લાગીને ઉભા થઈ જાઓ અને ધીમે-ધીમી ઘૂંટણને વળીને નીચે જાઓ જ્યાં સુધી 90 ડિગ્રીના ખૂણા ન બની જાય. થોડી વાર આ જ પોજીશનમાં રહીને ફરી આ વ્યાયામ કરી શકો છો. બેડપર લગાવો પુશઅપ અને સિટઅપ- અમે અત્યારે પુશાપ કરાવ ઈચ્છે છે પણ બેડથી ઉઠતા નહી ઈચ્છતા. કોઈ વાત નહી , અમે બેડ પર પણ વ્યાયામ કરી શકો છો. કારણકે બેફ બહુ નરમ હોય છે , આથી પુશઅપ લગાવતા પોતાને સંતુલિત રાખવું ઘણુ સરળ થઈ જાય છે. ચાલતા-ચાલતા કરો ફોન પર વાત- દિવસભરની વયતત્વા વચ્ચે તમારા કોઈ પણ પસંદનું ગીત લગાવીને એ સમયે દોડ લગાવી જ શકો છો. 4-5 મિનિટ ની આ દોડ તમારા શરીર ને તો સ્વસ્થ રાખશે સાથે જ ગીત તમારા મૂડ પણ રીફ્રેશ કરી નાખશે

યોગા ફોર બ્યુટી ઓફ બોડી

નેચરલ બ્યુટી એંડ સોફ્ટ બોડી માટે યોગથી સારુ કશુ નથી. છોકરીઓ લચકદાર બદન બનાવી રાકહ્વા માટે યોગને અપનાવવુ જોઈએ. આ તમને સુંદર અને સેક્સી બનાવી શકે છે. આ ચેહરા પર ચમક બની રહેશે અને તમે કાયમ લાગશો. ફેસ શાઈન : ચેહરાનો રંગ કંઈ પણ હોય પરંતુ જો ચેહરા પર લાવણ્ય કે ચમક છે તો તમે બધાને તમારી તરફ આકર્ષિત કરવામાં સક્ષમ છો. ચેહરાની ચમકનો સંબંધ આપણા પેટ અને મોઢાની પવિત્રતાથી હોય છે. બંનેની શુદ્ધિ માટે ચાર ઉપાય છે. આ ચારેય કરવા જરૂરી છે, પરંતુ કોઈ યોગ શિક્ષક પાસેથી શીખીને.   પ્રથમ શંખ પ્રક્ષાલન 2. મોઢા સંબંધી સૂક્ષ્મ વ્યાયામ અને બ્રહ્મમુદ્રા 3. સર્વાગ આસન અને શીર્ષાસન અને 4. જલનેતિ તથા કપાલભ્રાંતિ પ્રાણયમ. ત્યારબાદ તમે ફક્ત પાંચ મિનિટનુ ધ્યાન કરો. બ્યુટી ઓફ બોડી : નમણી કાયા હોય તો આકર્ષણ વધુ વધી જાય છે. જેનાથી શરીર સ્વસ્થ અને સુંદર બન્યુ રહે છે. શરીરની સુંદરતા કે દમકનો સંબંધ આપણી રીઢ અને માંસ સાથે હોય છે. જો જરૂરી ચરબી છે તો માંસ અને કરોડરજ્જુને માટે ઘાતક છે. જો ચરબી બિલકુલ પણ નથી, તો પણ ઘાતક છે. તેથી બેલેંસ જરૂરી છે. બેલેંસ આવે હાડકાંના લચીલા અને મજબૂત હોવાથી. આ માટે પણ ચાર ઉપાય જાણો. સૂક્ષ્મ વ્યાયામ કરો, 2. છ આસન નિયમિત કરો - તાડાસન, ત્રિકોણાસન, પશ્ચિમોત્તનાસન, ઉષ્ટ્રાસન, ધનુરાસન અને નૌકાસન 3. પ્રાણાયમ 4. માલિશ. 

યોગા પેકેજ - તમે ઉપરોક્ટ આસનોમાં કુંજલ, સૂત્રનેતિ, જલનેતિ, દુગ્ધનેતિ, વસ્ત્ર ઘાઁતિ કર્મને પણ જોડી શકો છો. કપોલ શક્તિ વિકાસક, સર્વાગ પુષ્ટિ, સૂર્ય નમસ્કાર અને યોગ સ્નાન કરવુ પણ લાભપ્રદ છે.

પાવર યોગાના ફાયદા

પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાંક અન્ય આસનોને ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવર યોગા એક પ્રકારનો યોગ જ છે જેમાં તમારે માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય આપવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને સારો એવો પરસેવો પણ છુટે છે

પાવર યોગા કરવાથી થતાં લાભ -

  • કેલરી બળે છે.
  • શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે.
  • બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે
  • પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.
  • તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

શું પાવર યોગા અન્ય કાર્ડિયો અને તાકાત વધારનારી કસરતો કરતા વધુ સારા છે ?

જ્યાં 1 કલાક પાવર યોગા કરવાથી શરીરની 200 કેલરી બર્ન થાય છે ત્યાં જ બીજી કસરતો, જેવી કે એરોબિક્સ, સ્વિમિંગ અને જોગિંગથી 1 કલાકમાં 300થી 400 સુધીની કેલરીબર્ન થઇ જાય છે. પણ પાવર યોગા તમારા શરીરને સારી રીતે ટોન કરે છે, એ પણ શરીરના કોઇપણ હિસ્સા પર વગર કોઇ ભાર આપે. માટે આ યોગ વૃદ્ધો માટે બહુ સારો ગણાય છે કારણ કે તેનો સ્નાયુઓ કે હાકડા પર કોઇ ખરાબ પ્રભાવ નથી પડતો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણવાર પાવર યોગા અચૂક કરો. આનાથી શરીરની કેલરી બાળવાની ક્ષમતા વધે છે જેનાથી સરળતાથી સ્થૂળતા ઓછી કરીને શરીરને આકર્ષક આકાર આપી શકાય છેય જો કમર દર્દ હોય તો પણ આ યોગ કરવાથી કરોડરજ્જુને તાકાત મળે છે. પાવર યોગમાં સખત અને સતત ક્રિયાઓ કરવાની હોય છે. એમાં એક જ ક્રિયાને ઝડપથી લગાતાર વારંવાર કરવામાં આવે છે. બધુ જોર શારીરિક શક્તિ અને લચક ઉપર હોય છે. લગાતાર ક્રિયાઓ કરવાથી પસીનો વધુ નિકળે છે. આથી વજન પણ ઝડપથી ઘટે છે. પાવર યોગા ઝડપથી ફાયદો મેળવવા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ પાવર યોગા જ્યાં સુધી કરવામાં આવે ત્યાં સુધી જ તેના ફાયદા મળે છે. આ યોગ બંધ કર્યા પછી શરીરમાં શિથિલતા આવી શકે છે. આ કારણે જ પાવર યોગ કોઈ યોગના નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈને જ કરવા જોઈએ.

યોગા મેડિટેશન કરો સ્વસ્થ જીવન જીવો

જો સ્વસ્થ જીવન ઇચ્છતા હોવ તો યોગા અને મેડિટેશન રેગ્યુલર ફોલો કરો. જીવનને સ્વસ્થ રાખવાનો આ માર્ગ એવરગ્રીન છે અને વધુ ને વધુ લોકો આની તરફ વળી રહ્યાં છે. નિષ્ણાતોનું માનવું છે કે મહિના સુધી દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવાથી તમારા સ્વસ્થ્યમાં મોટો સુધારો જોઇ શકશો.
આજે ચોતરફ તણાવ વધી રહ્યો છે. આવામાં શાંતિ મેળવવા માટે લોકો મેડિટેશન એટલે કે ધ્યાન તરફ વળી રહ્યાં છે. વાસ્તવમાં હવે લોકો શારીરિક અને માનસિક સમસ્યાનું નિરાકરણ યોગમાં શોધવા લાગ્યા છે. જો તમે પણ આમાંના જ એક હોવ તો રિફ્રેશ યોગાનો ઓપ્શન તમને મદદ કરશે.
રિફ્રેશ યોગા : કેટલાંક લોકોનું કહેવું છે કે રોજના ભાગમભાગવાળા જીવનમાં શ્વાસ લેવાનો પણ સમય નથી તો યોગ કે મેડિટેશનનો સમય ક્યાંથી કાઢવો. આવી ફરિયાદ કરનારા લોકો માટે રિફ્રેશ યોગા ફાયદાકારક સાબિત થશે. જણાવી દઇએ કે રિફ્રેશ યોગા પ્રાણાયમનો ભાગ છે, પણ જો તમે તે કરશો તો ધીમે ધીમે તમે રાહત મેળવી શકશો. જો તમે થાકેલા રહો છો તો થોડા જ દિવસોમાં હેલ્ધી ફીલ કરવા લાગશો. ફ્રેશ થવાનો આ સૌથી સરળ પ્રકાર છે અને ખાસ વાત એ છે કે આ યોગા બસ, ટ્રેન, પ્લેન ગમે ત્યાં કરી શકાય છે.આંખ, જીભ, કમર, ગળું અને હાથ-પગના કાંડાને દાબે-જમણે અને ઉપર-નીચે કરતા ગોળ-ગોળ ફેળવો.

  • હાથની મુઠ્ઠી ખોલો અને બંધ કરો. આ રીતે પગની આંગળીઓ પણ ખોલો અને બંધ કરો.
  • આખું મોઢું ખોલીને બંધ કરો. કાન મરોડો.
  • ખુલ્લા મને શરીરને સ્ટ્રેચ કરો.
  • જો તણાવમાં છો તો પેટની અંદરની હવા પૂરી રીતે બહાર કાઢી દો અને નવેસરથી તેમાં હવા પ્રવેશવા દો.
  • આવું પાંચ-છ વખત કરો. હસવાનો મોકો મળે ત્યારે ખુલ્લા મને હસો.
યોગ ટોનિક : આઠ કલાક ઉંઘ્યા બાદ જો તમે ટેન્શન ફ્રી નથી રહી શકતા કે પછી એકદમ રિલેક્સ્ડ ફીલ નથી કરતા તો યોગ ટોનિક અપનાવો. યોગ ટોનિકમાં તમે સૌથી પહેલા યોગા સંગીતને તમારા જીવનનો હિસ્સો બનાવો. યોગા સંગીત એટલે એનું સંગીત જે મનને શાંતિ પૂરી પાડે છે. આ સંગીતમાં સંપૂર્ણપણે સમાઇ જાવ. લગભગ 10 મિનિટ સુધી આ સંગીતની છત્રછાયામાં રહેવાથી તમે રિફ્રેશ થઇ જશો. ધ્યાન રાખો આ સંગીત ધીમા અવાજે વગાડવું. હાસ્ય યોગા : નિષ્ણાતોનું માનવું છે કે ખુશ અને પ્રસન્ન રહેવું એ લાંબી ઉંમરનો રાઝ છે. માટે સવારે, બપોરે અને સાંજે ત્રણ વખત જોરજોરથી હસો. જેટલું બની શકે તેટલા જોરથી હસો. ધ્યાન રહે કે તમારું આ હાસ્ય અંદરથી ઉત્પન્ન થવું જોઇએ. એવું નહીં કે માત્ર તમારા હોઠ જ ખુલેલા દેખાય. એક સમયે 1થી 2 મિનિટ સુધી હસો. આ ક્રિયાને બેથી ત્રણવાર રીપીટ કરો. ખુલીને હસશો તો તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને તમે સ્વસ્થ રહેશો. ઓમનું ઉચ્ચારણ : તમે ધીમા અવાજે ઓમનું ઉચ્ચારણ પણ કરી શકો છો. શ્વાસ રોકીને જેટલા સમય સુધી આવું કરી શકો ત્યાંસુધી કરો. આ રીતે તમારું મન અંદરથી શાંતિ અનુભવશે. તો વળી તમારા મગજના કોશોને પણ આરામ મળશે. જ્યારે આનું ઉચ્ચારણ કરો ત્યારે પેટને બને તેટલી વાર સુધી અંદર ખેંચેલું રાખો.

યોગ - આંખોની રોશની વધારવા માટે ઉપયોગી છે યોગ

આંખો આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે માટે આપણી એ જવાબદારી બને છે કે તેનું પૂરતું ધ્યાન રાખીએ. ઉંમરની સાથે આપણી આંખોની આસપાસના સ્નાયુઓ પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે અને કઠોર થઇ જાય છે. આંખોની રોશનીને વધારવા માટે તમારે નિયમિતરૂપે યોગ કરવા જોઇએ. યોગથી નિકટદ્રષ્ટિ દોષ(માયોપિયા) અને દૂરદ્રષ્ટિ દોષ(હાઇપરમેટ્રોપિયા)ને સુધારી શકાય છે.
પ્રાણાયમ - ઘણાં લોકો જેઓ કમ્પ્યુટર પર સતત 8-10 કલાક કામે કરે છે તેમની આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતું નથી. આંખોમાં નબળાઇ આવવાને લીધે સ્મૃતિ દોષ અને ચિડિયાપણાની સમસ્યા થવી એ બહુ સામાન્ય સમસ્યા છે. જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
સવાસન - આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરને સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઇ જવા દો. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઇ જાશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધશે.
સર્વાંગાસન - પીઠના બળે સીધા ઊંઘી જાઓ. પગને ભેગા કરો, હાથને બંને તરફ સમાંતર હથેળીઓ જમીન પર રાખો. શ્વાસ અંદર ભરતા આવશ્યકતા અનુસાર હાથની મદદથી પગને ધીમે-ધીમે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતમાં 90 ડિગ્રી સુધી ઉઠાવો. 90 ડિગ્રી સુધી પગને ન ઉઠાવી શકો તો 120 ડિગ્રી પર પગ લઇ જઇને હાથને ઉઠાવી કમરની પાછળ ટેકવો. પાછા ફરતી વખતે પગને સીધા રાખતા પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી દૂર કરી સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન પર દબાણ સર્જતા જે ક્રમમાં ઉપર ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીમે-ધીમે પહેલા પીઠ અને પછી પગને ભૂમિ પર સીધા કરો.
આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.

યોગ દ્વારા મસ્ત રહેવાની ટિપ્સ

બદલતી જીવનશૈલીમાં પેટમાં ગેસ બનવુ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. મેડીસીનથી રાહત મળી જાય છે પણ તેનાથી અનેક સમસ્યાઓ પણ ઉભી થાય છે. જો નિયમિત યોગ કરીએ તો તેનાથી કાયમ માટે છુટકારો મળી શકે છે. ગેસ બનવાનુ કારણ - ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ. પ્રોટીન અને સ્ટાર્ચયુક્ત પદાર્થોની અધિકતા. શારીરિક શ્રમની ઉણપ. રાત્રે મોડે ભોજન કરવુ અને સૂઈ જવુ. સલાદ અને રેસેદાર ફળ શાકભાજીઓની ઉણપ. મળ-મૂત્ર. અપાન વાયુના વેગોને રોકવુ. ખાવામાં વધુ મીઠુ. ચટપટા અને તીખા મરચા-મસાલાનો ઉપયોગ. પેટ સંબંધી રોગ - કબજીયાત, ઝાડા, આંતરડામાં સોજો, કોલાઈટિસ, પિત્તાશયની પથરી વગેરે રોગોને કારણે પણ ગેસ બને છે.

લાભદાયક યૌગિક ક્રિયા

  • આસન : પવન મુક્સાસન, વજ્રાસન, શશાંકાસન, નૌકાસન, ભુજંગાસન, સુપ્ત વર્જાસન, મત્સ્યાસન, મયુરાસન, કટિ ચક્રાસન.
  • બંધ : ઉડ્ડિયાન બંધ. અગ્રિસા ક્રિયા.
  • મુદ્રા - યોગ મુદ્રા, અપાન મુદ્રા, અશ્વિની મુદ્રા.
  • પ્રાણાયમ : ભ્રસિકા, કપાલભ્રાંતિ, અનુલોમ-વિલોમ.
  • ષડકર્મ : કુંજલ, લઘુ શંખ પ્રક્ષાલન, બસ્તિ ક્રિયા, ભોજન ઉપરાંત દસ મિનિટ વજ્રાસનમાં બેસવુ. ખોરાક
  • સવારે ખાલી પેટ 600 એમએલ પાણી લીંબુ સાથે લો. નાસ્તામાં થુલી.. ખિચડી કે મગની દાળના સુપનો ઉપયોગ કરો. દલિયા કે ખિચડીમાં લીલા શાકભાજી નાખો કે અંકુરિત અન્ન ચાવી ચાવીને ખાવ.
  • બપોરના ભોજનમાં જાડા લોટની રોટલી.. છાલટાવાળી દાળ, લીલી શાકભાજી અને સલાદ લો. જમવાના બે કલાક પછી 250 એમએલ છાશ સંચળ કે સેકેલા જીરા સાથે લો.
  • રાતનુ જમવાનુ 9 વાગ્યાની આસપાસ લો. રોટલી લીલી શાકભાજી લો.

ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી છે યોગ

યોગ કરવાથી ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું થઇ જાય છે અને માતાઓને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સાથે વધુ જોડાણ હોવાનો અનુભવ થાય છે. મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા અભ્યાસમાં જાણ્યું કે ગર્ભવતી મહિલાઓ જો યોગ કરે તો તેમનામાં ડિપ્રેશન ઓછું કરી શકાય છે અને માતા બાળક વચ્ચેનું જોડાણ પણ વધે છે.
નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભાકાળ દરમિયાન મહિલાઓમાં ઉત્પન્ન થનારા હોર્મોન મહિલાઓને નિરુત્સાહિત કરી દે છે જેના કારણે માતા બનવા જઇ રહેલી પાંચમાંથી એક મહિલા ગંભીર ડિપ્રેશનનો શિકાર બની જાય છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે ગર્ભવતી મહિલાઓમાં મનોવૈજ્ઞાનિક જોખમ વધુ હોય છે અને જે મહિલા 10 અઠવાડિયા સુધી મનથી યોગ કરે છે તેમનામાં ડિપ્રેશનના લક્ષણોમાં મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળે છે.
યોગ કરવાથી માતા બનવા જઇ રહેલી મહિલા ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સાથે જોડાણ અનુભવે છે. મનોરોગ ચિકિત્સાના સહાયક પ્રોફેસર અને હ્યુમન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં સહાયક સંશોધન નિષ્ણાત મારિયા મુઝિકના નેતૃત્વમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અમારા સંશોધનમાં મામલુ પડ્યું છે કે ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણોને દવાના માધ્યમ દ્વારા ઉપચાર કરવાની સરખામણીએ યોગથી પ્રભાવી રૂપે ઓછા કરી શકાય છે.

સ્ત્રોત :વેબદુનિયા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate