অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગ વિજ્ઞાન અને આરોગ્ય

|| अथ योगानुशासनम् ||

યોગદર્શનની શરૂઆત ભગવાન પતંજલિએ આ સૂત્રથી કરી છે. જેનો શાબ્દિક અર્થ ‘યોગ સંબંધિત શાસ્ત્ર પ્રસ્તુત થાય છે’ એવો થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણા જીવનમાં યોગ પ્રસ્તુત થાય એવી મહર્ષિ પતંજલિને પણ આશા હોય. ચાલો આપણે આ સુત્રના અનુષ્ઠાન સાથે આપણા જીવનમાં યોગને પ્રગટ કરીએ.

યોગ અંગે આજકાલ આટલી બધી સાર્વત્રિક જાગૃતિ જોઇને આનંદ થાય છે. કદાચ એટલે જ આ લખાય છે, અને એટલે જ કદાચ વંચાય છે. મહર્ષિ પતંજલિ આપણી આવી રૂચી કે જાગૃતિ જો જુએ તો એમને તો હૈયે હરખ ના સમાય. પણ એમનો કે આપણો (કે ફક્ત આનંદ !!) શાશ્વત બનાવવો હોય તો...?

યોગનો અર્થ :

યોગ શબ્દ સંસ્કૃત ભાષાના “ युज “ ધાતુ પરથી બનેલો છે; જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગથાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, “દરેક વ્યક્તિદિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે.” યોગ આપણામાં છૂપાયેલી દિવ્યતાને પ્રગટ કરે છે.

મહર્ષિ પતંજલીએ તેમના યોગસુત્ર નામના ગ્રંથમાં પ્રથમ પ્રકરણના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા આપ્રમાણે આપી છે. “योग: व्हित्तवृत्ति निरोध:।” એટલે આપણા ચિત્તમાં સતત જન્મની નિરંકુશ વૃત્તિઓનેયોગાભ્યાસ દ્વારા રોકવી તેનું નામ જ યોગ છે. મહર્ષિ પતંજલીના મતે યોગ એ મનોવિજ્ઞાન પણ છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબુદ કરી, વ્યક્તિત્વના વિકાસમાંઉપયોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે.

योगेन चितस्य पदेन वाचां मलं शरीरस्य वैदकेन

याडपाकरोएवं प्रवरं मुनिनां पतंजलिं पांजलिमानतो अस्मि

વૈદિક સંહિતાઓમાં સંન્યાસ અને સંન્યાસીઓના સંદર્ભો છે જ્યારે સંયમ દાખવવા જરૂરી તપ નો સંદર્ભ  (900થી 500 ઇ. સ. પૂર્વે), વેદો પરની પ્રાચીન ભાષ્યોમાં જોવા મળે છે.સિંધુ ખીણની સંસ્કૃતિ (ઇ. સ. પૂર્વે 3300થી ઇ. સ. પૂર્વે 1700)ના કેટલાંક કેન્દ્રો પરથી કેટલાંક સિક્કા મળી આવ્યાં છે. તેમાં પાકિસ્તાનમાં સ્થિતિ કેન્દ્રો પરથી મળી આવેલા સિક્કા કે મુદ્રામાં સામાન્ય યોગ મુદ્રામાં કે ધ્યાનાવસ્થામાં હોય તેવી આકૃતિઓ અંકિત થયેલી છે, જે ધાર્મિક શાખાનું એક સ્વરૂપ દર્શાવે છે અને યોગના પૂર્વચિહ્નો હોવાનું સૂચવે છે તેવું પુરાતત્વવિદ ગ્રેગોરી પોસ્સેહલએ જણાવ્યું છે.સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્રો પરથ પ્રાપ્ત થયેલી મુદ્રાઓ અને પાછળથી અસ્તિત્વમાં આવેલા યોગના સ્વરૂપ અને ધ્યાન ધારણ કરવાની પદ્ધતિઓ વચ્ચે કેટલાંક પ્રકારનો સંબંધ હોવાનું અનુમાન અનેક વિદ્વાનો કરે છે.

ધ્યાનમાં ચૈતન્યની સર્વોચ્ચ સ્થિતિનો અનુભવ કરવા માટે પદ્ધતિઓ શ્રમનિક પરંપરાઓ દ્વારા વિકસાવવામાં આવી છે અને તે ઉપનિષદિકપરંપરામાં પણ જોવા મળે છે.

બુદ્ધ સંપ્રદાયના ઉદય પહેલાં વૈદિક ગ્રંથોમાં ધ્યાન માટેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી ત્યારે બુદ્ધે બે શિક્ષકોને ધ્યાનના લક્ષ્યો પ્રત્યે કહેલા વાક્યોના આધારે વાયન તર્ક કરે છે કે નિર્ગુણ ધ્યાન પદ્ધતિ બ્રાહ્મણ પરંપરામાંથી નીકળી એટલે ઉપનિષદોની સૃષ્ટિ પ્રત્યે કહેવામાં આવેલા કથનો અને ધ્યાનના લક્ષ્યો પ્રત્યે કહેલા કથનોમાં સમાનતા છે. તે જણાવે છે કે આ શક્ય છે અને અશક્ય પણ છે.[ઉપનિષદોમાં બ્રહ્માંડ સંબંધિત વિધાનોના વૈશ્વિક કથનોમાં કોઈ ધ્યાની રીતિની સંભાવના પ્રત્યે તર્ક આપતાં તેઓ દલીલ કરે છે કે નાસદીય સૂક્ત કોઈ ધ્યાનની પદ્ધતિ તરફ ઋણવેદ સમયકાળની પહેલાં પણ ઇશારો કરે છે.બૌદ્ધ ગ્રંથો કદાચ સૌથી પ્રાચીન ગ્રંથો છે જેમાં ધ્યાન ધારણ કરવાની વિવિધ પદ્ધતિઓનું વર્ણન છે. તેઓ જણાવે છે કે આ ધ્યાન પદ્ધતિઓ અને આસનો બુદ્ધના જન્મ પહેલાં અસ્તિત્વમાં હતી અને સાથેસાથે સૌપ્રથમ તેનો વિકાસ બુદ્ધ સંપ્રદાયની અંદર થયો હતો.હિંદુ ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્યમાં "યોગ" શબ્દ સૌપ્રથમ કથા ઉપનિષદમાં જોવા મળે છે, જ્યાં તેનો ઉપયોગ ઇન્દ્રિયોને નિયંત્રણમાં લેવા અને સર્વોચ્ચ અવસ્થા મેળવવા માનસિક કાર્યમાંથી નિવૃત્તિ માટે કરવામાં આવ્યો છે. યોગની વિભાવના સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ ગ્રંથો મધ્યકાલીન ઉપનિષદ(સીએ. 400 બીસીઈ), ભગવદ્ ગીતા સહિત મહાભારત(સીએ. ૨૦૦)

પતંજલિના યોગસૂત્રો

ભારતીય ફિલસૂફીમાં વૈદિક તત્વજ્ઞાનના છ પરંપરાગત દર્શન છે, તેમાંના એક દર્શનનું નામ યોગ છે. યોગ દર્શન પ્રણાલીનો સાંખ્ય દર્શન સાથે નજીકનો સંબંધ છે.ઋષિ પતંજલિ દ્વારા વ્યાખ્યાયિત યોગ અભ્યાસમાં સાંખ્ય મનોવિજ્ઞાન અને તત્વમીંમાસાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ તે સાંખ્ય દર્શનની સરખામણીમાં વધુ આસ્તિક છે. આ બાબત પ્રમાણિક છે, કારણ કે સંખ્યાની વાસ્તવિકતાના પચીસ તત્વો સાથે દૈવી સત્તાને જોડવામાં આવી છે. યોગ અને સાંખ્ય વચ્ચે એટલી બધી સમાનતા છે કે મેક્સમૂલરને કહેવું પડ્યું છે કે "આ બંને દર્શન એટલા પ્રસિદ્ધ હતાં કે એકબીજા વચ્ચેનો ફરક સમજવા માટે એકને ઇશ્વર સાથે અને બીજાને ઇશ્વર વિના માનવામાં આવે છે...."યોગ અને સાંખ્ય વચ્ચેનો ઊંડાણપૂર્વકનો સંબંધ હેઇનરિચ ઝિમ્મર સમજાવે છે કેઃ

આ બંને દર્શનને ભારતમાં જોડિયા ગણવામાં આવે છે, જે એક જ વિષયના બે પાસાં છે.  અહીં સાંખ્યમાં મનુષ્ય સ્વભાવના મૂળભૂત સિદ્ધાંતનું પ્રદર્શન, તેના તત્વોનું વિસ્તૃત વિવરણ અને વ્યાખ્યા, બંધનની સ્થિતિમાં તેનો સહયોગ કરવાની પદ્ધતિઓ, બંધનમાંથી મુક્તિ મેળવતી વખતની સ્થિતિનું વિશ્લેષણ કે મુક્તિની વ્યાખ્યા કરવામાં આવે છે જ્યારે યોગ ખાસ કરીને પ્રક્રિયાની ગતિશીલતામાંથી મુક્તિ અને તે માટેની વ્યવહારીક પદ્ધતિઓની રૂપરેખા આપે છે અથવા કૈવલ્ય નો માર્ગ સૂચવે છે.


પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે. પંતજલિના યોગસૂત્રો  રાજયોગ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં "યોગ" શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છેઃ

ત્રણ સંસ્કૃત શબ્દોના અર્થ પર આ સંક્ષિપ્ત પણ અસરકારક વ્યાખ્યા ટકી છે. આઈ કે તૈમ્ની તેનો અનુવાદ કરે છે કે "યોગ મનના સંશોધનો  નું નિયંત્રણ   છે ."યોગની શરૂઆતની વ્યાખ્યામાં જ આ શબ્દ  નો ઉપયોગ બુદ્ધ સંપ્રદાયની ટેકનિકલ શબ્દાવલી અને વિભાવનાઓ યોગ સૂત્રોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેનું એક ઉદાહરણ છે. આ ભૂમિકા સૂચવે છે કે પતંજલિ બુદ્ધ સંપ્રદાયના વિચારોથી પરિચિત હતા અને તેને તેમણે તેની વ્યવસ્થામાં વણી લીધા હતા. સ્વામી વિવેકાનંદએ સૂત્રને સમજાવતાં કહ્યું છે કે "યોગ ચિત્તને જુદી જુદી વૃત્તિઓમાં લઈ જતાં નિયંત્રણમાં રાખે છે."

પતંજલિનું લખાણ "અષ્ટાંગ યોગ" એક પદ્ધતિનો આધાર બની ગયું. આ આઠ અંગ બીજા પુસ્તકના 29માસૂત્રમાંથી લેવામાં આવ્યાં છે અને અત્યારે શીખવવામાં આવતા વિવિધ દરેક રાજયોગની મુખ્ય લાક્ષણિકતા છે. આ આઠ અંગ નીચે પ્રમાણે છેઃ

1.     પ્રથમ છે યમ(પાંચ "નિગ્રહ")- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

2.     નિયમ (પાંચ "વ્રત"- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન.

3.     આસન- તેનો અર્થ "બેસવું" એવો થાય છે અને પતંજલિના સૂત્રોમાં તેનો અર્થ ધ્યાન માટે બેઠક ધારણ કરવી.પ્રાણાયામ ("પ્રાણ પર કાબૂ")- પ્રાણ , શ્વાસનો આયામ એટલે તેને અટકાવવો કે નિયંત્રણમાં લેવો. તેનો એક અર્થ જીવનના બળને નિયંત્રણમાં લેવો એવો પણ થાય છે.

1.     પ્રત્યાહાર ("પાછું ખેંચવું")- વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી.

2.     ધારણા ("એકાગ્રતા")- એક જ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું.

3.     ધ્યાન ("ચિંતન")- એકધારું ચિંતન

4.     સમાધિ ("મુક્તિ")- ધ્યાનને ચૈતન્યમાં જોડવું.

આ શાખાના વિચારમાં સર્વોચ્ચ પ્રાપ્તિ વિશ્વની અનુભવેલી વિવિધતાને ભ્રમ સ્વરૂપે પ્રકટ નથી કરતી. આ દુનિયા વાસ્તવિક છે. આ ઉપરાંત સર્વોચ્ચ પ્રાપ્તિ એવી ઘટના છે જેમાં અનેકમાંથી એક વ્યક્તિત્વ સ્વયંપોતાને શોધે છે, કોઈ એક વૈશ્વિક આત્મ નથી જેની વહેંચણી દરેક વ્યક્તિઓ સાથે કરી શકાય છે

યોગનું લક્ષ્ય

યોગના હેતુ વિવિધ પ્રકારના હોય છે. લોકો સ્વાસ્થ્ય સુધારવાથી લઈને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ સાધના કરતાં હોય છે.[૯૨] જૈન સંપ્રદાય અને અદ્વૈત વેદાંતની અદ્વૈત વિદ્યાશાખાઓ અને શૈવ સંપ્રદાયનીઅંદર યોગનો હેતુ મોક્ષ પ્રાપ્તિનો હોય છે, જે તમામ લૌકિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓમાંથી અને જન્મ અને મૃત્યુ (સંસાર)ના ચક્રમાંથી મુક્તિ આપે છે અને તે સ્થિતિમાં સર્વોપરી બ્રહ્મ સાથે ઓળખની અનુભૂતિ થાય છે. મહાભારતમાં યોગનો હેતુ વિવિધ પ્રકારે વર્ણવવામાં આવ્યો છે, જેમ કે બ્રહ્મના જગતમાં પ્રવેશ, બ્રહ્મન, કે બ્રહ્મ કે આત્મન કે જે સર્વવ્યાપી છે તેનો ઇન્દ્રિયબોધ થવો.[૯૩] વૈષ્ણવ સંપ્રદાયનીભક્તિ વિદ્યાશાખા માટે યોગ વિદ્યાનો મૂળભૂત હેતુ ભક્તિ કે સ્વયં ભગવાન ની સેવા કરવાનો છે, જ્યાં લક્ષ્ય ભગવાન વિષ્ણુ સાથે અખંડ સંબંધનો આનંદ માણવાનું છે

પ્રાણાયામ

 • ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ
 • ઊંડા શ્વાસોશ્વાસ:

માત્ર એક મિનિટની ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી વધેલું બ્લડપ્રેશર ઘટે છે અને ઘટાડાની અસર આશરે ત્રીસેક મિનિટ સુધી ચાલુ રહે છે! જો નિયમિત પેટથી ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ટેવ પાડી શકાય તો ઘણા બધા રોગોમાંથી બચી શકાય.

જે લોકોમાં (ઊંડા શ્વાસોશ્વાસથી કે અન્ય કસરતો કરીને) ફેફસાંની ક્ષમતા (વાઇટલ કેપેસિટી) વધારે હોય છે એ લોકોને હાર્ટ એટેક આવવાની શકયતા અન્ય લોકો કરતાં ઘણી ઓછી હોય છે. વળી, હ્રદયરોગને કારણે થતા દુ:ખાવા ઉર્ફે એન્જાઇનાનું દર્દ પણ ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ઘટી શકે છે એવું સાબિત થયુ છે. આમ, હ્રદયરોગને અટકાવવામાં અને એનો દુ:ખાવો થાય તો એને ઘટાડવામાં ઊંડા શ્વાસોશ્વાસ મદદરૂપ થાય છે.

ગુસ્સો કે હતાશાની પરિસ્થિતિ ઉદભવે ત્યારે એકાદ મિનિટ ટટ્ટાર બેસીને ઊંડા શ્વાસ લેવાથી ગુસ્સા-નિરાશાની લાગણીઓ ઓગળી જાય છે. ઊંડા શ્વાસોશ્વાસ તમારી માનસિક ક્ષમતા વધારે છે અને ચિંતા - ટેન્શન ઘટાડે છે!! તમારા મનને વધુ તેજ કરવાની; ઝડપથી ઊંઘવામાં મદદરૂપ થવાની; ગુસ્સાને ઓગાળી નાંખવાની; ચિંતાને ભગાડી મૂકવાની; હ્રદયરોગથી શરીરને બચાવવાની વગેરે અનેક શરીરને ઉપયોગી પ્રવૃતિ કરવાની ક્ષમતા આ ઊંડા શ્વાસોશ્વાસ લેવાની પદ્ધતિમાં રહેલી છે. માત્ર જરૂર છે એ અંગે સામાન્ય જાણકારી મેળવીને એને અમલમાં મૂકવાની.

શ્વાસોશ્વાસ લેવાની સૌથી કુદરતી અને તંદુરસ્ત પદ્ધતિ ઊંડા સહજ શ્વાસોશ્વાસની છે, જેમાં દરેક શ્વાસ લેતી વખતે પેટ બહાર તરફ આવે અને ઉચ્છ્વાસ કાઢતી વખતે પેટ અંદર તરફ સંકોચાય. નાનું બાળક શાં(ંતથી ઊંઘતુ હોય ત્યારે એનો શ્વાસોશ્વાસ આવો કુદરતી જ હોય છે. આપણા પેટ અને છાતી વચ્ચે ખાસ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવા માટે જ મોટા સ્નાયુઓ ઉદરપટલમાં આવેલા હોય છે. જયારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે આ ઉદરપટલના સ્નાયુઓ પેટના અવયવોને નીચે તરફ ધકકો મારે છે, જેને કારણે પેટની આગળની દિવાલ સહેજ આગળ આવે છે (પેટ ફુલે છે.) અને ઉચ્છ્વાસ વખતે ઉદરપટલના સ્નાયુઓ ઢીલા પડે છે અને ઉદરપટલ ઉપર તરફ ધકેલાય છે.

તમે ઊંડા શ્વાસ, ઉદરપટલ અને પેટના હલન ચલન સાથે લો છો એની ચોકસાઇ કરવા માટે સૌથી સરળ રસ્તો છે - પેટ પર હળવેકથી એક હાથ મૂકવાનો. પેટ પર એક હાથ રાખી મૂકીને પછી ઊંડો શ્વાસ ધીમે ધીમે લો. તમારો પેટ પરનો હાથ આગળ તરફ ધકેલાશે, હવે હળવેથી શ્વાસ છોડો હાથ અને પેટ અંદર તરફ ધકેલાશે. શરત એટલી જ કે શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી ગતિએ થવી જોઇએ. તમને શ્વાસોશ્વાસની આ પ્રક્રિયાથી થાક ન લાગવો જોઇએ - આરામ અને શાંતિનો અનુભવ થવો જોઇએ. શ્વાસ લેવાની પ્રક્રિયા એકદમ લયબદ્ધ સરળ રહેવી જોઇએ. શકય હોય તો શ્વાસ લેવાનો અને કાઢવાનો સમય પણ લગભગ સરખો જ રાખવો. ઊંડો શ્વાસ લેનાર વ્યક્તિનું પેટ સૌથી પહેલાં બહાર આવે પછી પાંસળીઓનો ભાગ ફૂલે તો સાચી રીતે શ્વાસ લીધો છે એવું કહી શકાય.

દુર્ભાગ્યે, આમ સાચી રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ આજનો માણસ કરી નથી શકતો. જયારે માણસ ઉતાવળ, ચિંતા, ટેન્શનમાં હોય છે ત્યારે એનો શ્વાસોશ્વાસ એકદમ છીછરો થઇ જાય છે. પેટને બદલે માત્ર છાતીથી જ માણસ શ્વાસ લે છે અને પછી કાયમી ટેવ જ છાતીથી છીછરા શ્વાસ લેવાની પડી જાય છે. આને પરિણામે ફેફસાંની ક્ષમતા (વાઇટલ કેપેસિટી) માં ઘટાડો થાય છે, અને ટેન્શનમાં વધારો.

જયારે પણ તમે ગુસ્સામાં આવો, ચિંતા કે ભયની લાગણી થાય, માનસિક તાણ અનુભવો કે ખૂબ ઝડપથી કોઇ કામ કરવું પડે એમ હોય ત્યારે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનો સૌથી સરળ અને અસરકારક રસ્તો ઊંડા શ્વાસોશ્વાસ લેવાનો છે. રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠતાંની સાથે ઊંડા શ્વાસોશ્વાસ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. રાત્રે ઊંઘ લાવવામાં અને સવારે પૂર્ણ-જાગૃતિ લાવવામાં ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા મદદરૂપ થાય ે.

સામાન્ય રીતે માત્ર એકાદ-બે મિનિટ સુધી ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ચિંતા, ટેન્શન, ગુસ્સો, હતાશા, કંટાળો વગેરે દૂર થાય છે. ઊંડા શ્વાસોશ્વાસની ટેવ ન હોય એટલે અને ઘીમે ઘીમે લેવાને બદલે ખૂબ ઝડપથી લેવાવા લાગે તો કયારેક અમુક લોકોને સહેજ ચકકર આવવાનો અનુભવ થાય છે. આવું થાય કે તરત જ ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ કરી રૂટીન શ્વાસ લેતા હો એ પ્રમાણે લેવા લાગવો જેથી ચકકર કે અન્ય તકલીફ થઇ હોય તો આપોઆપ જતી રહેશે. દિવસમાં જયારે જયારે યાદ આવે ત્યારે આ પ્રમાણે શ્વાસ લેવાથી ફાયદો થાય છે. ધીમે ધીમે તમને ઊંડા અને ધીમા શ્વાસ, પેટના હલનચલન સાથે લેવાની ટેવ જ પડી જશે જે તમને લાંબા ગાળાનો ફાયદો કરી શકે.

આજથી જ આ બહુ સીધી સાદી ટેકનીકનો અમલ શરૂ કરીને તમે તમારી અનેક માનસિક-શારીરિક સમસ્યાઓ ભગાડી શકો છો અથવા હળવી બનાવી શકો છો. તમારા અતિવ્યસ્ત ટાઇમટેબલમાંથી માત્ર એક મિનિટનો સમય કાઢીને ઊંડા શ્વાસોશ્વાસની પ્રેકિટસ શરૂ કરી દો અને તમે જાતે જ એના ફાયદા અનુભવો. ઓફીસે ખુરશીમાં બેઠાં બેઠાં, બસ કે કારમાં જતાં જતાં; ઘેર બેઠાં બેઠાં કે ઉભાં ઉભાં ગમે ત્યાં તમે આ ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા અમલમાં મૂકી શકો છો.

પ્રાણાયામનું વિજ્ઞાન:

પ્રાણાયામ એટલે પ્રાણ(શ્વાસ)નું નિયમન કરવાની પ્રક્રિયા. શ્વાસોશ્વાસ એ મન તથા શરીરને જોડતી કડી છે એવું માનવામાં આવે છે. જયારે તમારા શરીરમાં કોઇ ફેરફાર થાય ત્યારે શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે - દા.ત. શારીરિક કસરત કરવાથી શ્વાસોશ્વાસ ઝડપી બને છે. જયારે તમારા મનમાં ફેરફાર થાય ત્યારે પણ શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે - દા.ત. જયારે તમે ચિંતામાં હો છો ત્યારે તમારો શ્વાસોશ્વાસ ઝડપી અને છીછરો થઇ જાય છે.

શ્વાસોશ્વાસ તમારી જાણ બહાર સતત ચાલતી પ્રક્રિયા છે અને તે છતાં તમે એની ઉપર કાબૂ રાખી શકો છો - વધારી કે ઘટાડી શકો છો. ટૂંકમાં, શ્વાસોશ્વાસ પર અનિચ્છાવર્તિ અને ઇચ્છાવર્તિ - બંને પ્રકારના ચેતાતંત્ર અસરો કરે છે. એથી વિરુદ્ધ - શ્વાસોશ્વાસ તમારા મન અને શરીર બંને ઉપર સારી કે ખરાબ અસરો કરી શકે છે. દા.ત. ઊંડા - ધીમા શ્વાસોશ્વાસ માનસિક શાંતિ આપે છે અને શરીરની ક્ષમતામાં વધારો કરે છે.

શ્વાસ એ સક્રિય પ્રક્રિયા છે જયારે ઉચ્છ્વાસ એ આપોઆપ થતી પ્રક્રિયા છે છાતીમાં બંને બાજુએ આવેલાં ફેફસાંને પૂરતા પ્રમાણમાં ફુલાવવા માટે એની ઉપર, નીચે અને આસપાસ જુદા જુદા સ્નાયુઓ કામ કરતા હોય છે.

અધો-શ્વાસ:

શ્વાસ લેવા માટે સૌથી અગત્યના સ્નાયુઓ પેટ અને છાતી વચ્ચે આવેલા ઉદરપટલ ઉર્ફે ડાયાફ્રામના સ્નાયુઓ છે. પેટ અને છાતીના અવયવોને એકબીજાથી જુદા પાડતા આ પડદા (ડાયાફ્રામ) ના સ્નાયુઓ જયારે સંકોચાય છે, ત્યારે પેટના અવયવોને નીચે તરફ ધક્ક્ો લાગે છે પરિણામે પેટની આગળની દિવાલ સહેજ બહાર આવે છે. નાના બાળકોમાં ઉદરપટલનો ઉપયોગ શ્વાસ લેવા માટે સૌથી વધુ પ્રમાણમાં થતો હોવાથી શાંતિથી સૂતેલ બાળકનું દરેક શ્વાસ સાથે પેટ ઉપર ઉઠતું અને ઉચ્છ્વાસ સાથે નીચે જતું જણાય છે. અંગ્રેજીમાં ડાયાફ્રાગ્મેટીક બ્રીધીંગ અથવા એબ્ડોમીનલ બ્રીધીંગ તરીકે; સંસ્કૃતમાં અધો-શ્વાસ તરીકે અને સાદી ગુજરાતીમાં 'પેટની શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા તરીકે ઓળખાય છે.

 

પેટથી શ્વાસોશ્વાસ લેવાનું ફાયદાકારક છે અને તણાવમુક્તિ માટે આ ખૂબ જ અગત્યની ટેકનીક છે. દુર્ભાગ્યે ખૂબ ઓછા લોકો આ સાદી સીધી પેટથી શ્વાસ લેવાની ટેકનીક જાણે છે અને ઉપયોગ કરે છે. તમે પેટથી શ્વાસ લો છો કે છાતીથી એ જાણવા માટે સ્થિર, ટટ્ટાર બેસી ડાબો હાથ પેટ ઉપર અને જમણો હાથ છાતી પર રાખો. દરેક શ્વાસ લેવાથી ડાબો હાથ આગળ આવે તો પેટથી શ્વાસ લો છો અને જમણો ઉપર આવે તો છાતીથી શ્વાસ લો છો એવું નક્ક્ી થાય. સૂતાં સૂતાં આ પ્રમાણેનું ચેકીંગ વધુ સારી રીતે થઇ શકે છે.

મધ્ય-શ્વાસ:

છાતીમાં બે પાંસળીની વચ્ચે શ્વાસ લેવા માટેના સ્નાયુઓ આવેલા હોય છે જે સંકોચાવાથી પાંસળીઓ બહારની તરફ ખસે છે અને ફેફસાંને ફુલાવાની જગ્યા થાય છે. છાતીથી લીધેલ શ્વાસ સામાન્ય રીતે છીછરો અને ઝડપી હોય છે. માણસ ટેન્શનમાં હોય ત્યારે આ પ્રકારે શ્વાસ લેતો હોય છે. વળી, છાતીથી શ્વાસ લેવાથી ફેફસાંના નીચેના ભાગમાં ઓછી હવા પહોંચે છે. ફેફસાંના નીચેના ભાગમાં જ સૌથી વધુ લોહી પહોંચે છે જયાં પૂરતી હવા ન મળવાથી લોહી શુધ્ધ થઇ શકતું નથી. પેટથી શ્વાસ લેવાથી ફેફસાંનો નીચેનો ભાગ બરાબર ખૂલે છે અને લોહીનું શુ(ધ્ધકરણ સારી રીતે થાય છે.

આદ્ય-શ્વાસ:

છેલ્લે, ગળાના સ્નાયુઓ પાંસળીના માળખાને ઉપર તરફ ખેંચીને શ્વાસ ભરવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને જયારે શ્વાસમાં રૂંધામણ થતી હોય ત્યારે આ સ્નાયુઓ કાર્યરત થઇને વધારાનો શ્વાસ ભરી આપે છે. ટટ્ટાર બેસીને હાંસડીને ઉપર તરફ તથા ખભાને પાછળ તરફ ખેંચવાથી ફેફસાંનો સૌથી ઉપરનો ભાગ ફૂલે છે અને હવાથી ભરાઇ જાય છે. અંગ્રેજીમાં આને કલેવીકયુલર બ્રીધીંગ અને સંસ્કૃતમાં આદ્ય શ્વાસ કહેવામાં આવે છે.

જયારે પેટ, છાતી અને ગળાના સ્નાયુઓ વારાફરતી ઉપયોગમાં લઇને ફેફસાંનો દરેકે દરેક ખૂણો હવાથી ભરી દેવામાં આવે ત્યારે એને પૂર્ણ શ્વાસ કહેવાય છે. ટટ્ટાર બેસીને ધીમે ધીમે (ઝાટકા વગર) પહેલાં પેટથી શ્વાસ ભરવો, પછી પેટ ફુલેલું રાખીને જ છાતી ફુલાવવી અને છેલ્લે ગળા હાંસડી અને ખભાની આસપાસના સ્નાયુઓ સંકોચી ત્યાંનો ફેફસાંનો ભાગ ફુલાવવો. કોઇ પણ જાતના જોર કે ઝાટકા વગર સહજપણે આ પ્રક્રિયામાં ફેફસું નીચેથી ઉપર સુધી ક્રમબદ્વ ફુલતું અનુભવાશે.

પ્રાણાયામની પદ્ધતિ:

 • સુખ પ્રાણાયામ
 • સુખાસન, પદ્માસન કે વજાં ટટ્ટાર બેસો
 • શરીરના બધા સ્નાયુઓને ઢીલા મૂકી દો
 • ચહેરા પર કોઇ તણાવ ન રાખો, હસતું મોઢું રાખો
 • પૂરક: બંને નસકોરાં વડે ઊંડો શ્વાસ શકય એટલી ધીમી ઝડપે ભરો. પહેલાં પેટ (અને ઉદરપટલનાં) પછી છાતી અને ગળાના સ્નાયુઓ શ્વાસ લેવા માટે વાપરો.
 • કુંભક: ઊંડો શ્વાસ ભર્યા પછી સહજ રીતે (કોઇપણ જાતના પ્રયત્ન વગર) જેટલો સમય શ્વાસ ભરાયેલો રહે એટલો સમય રાખો. જરા પણ સમય ન રહે તો પણ કોઇ વાંધો નથી. ધીમે ધીમે આપોઆપ આ સ્થિતિ આવશે.
 • રેચક: પછી ધીમે ધીમે શ્વાસ છોડો. ઉચ્છ્વાસનો કુલ સમય શ્વાસ ભરવાના કુલ સમય કરતાં બમણો હોય તો સારું.
 • કુંભક: શ્વાસ છોડયા પછી સહજ રીતે (કોઇ પણ જાતના પ્રયત્ન વગર) જેટલો સમય શ્વાસ લીધા વગરનો રહે એ સમયને માણો..... આવી સ્થિતિ ન આવે તો એને માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી. ધીમે ધીમે આપોઆપ આવી સ્થિતિ આવશે.
 • ટૂકમાં, કહીએ તો ધીમે ધીમે ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા સુખ પ્રાણાયામ છે, અને અભ્યાસથી દિવસના દરેક સમયે સમયે આ પ્રક્રિયા ચાલુ હોવી જોઇએ. ઊભાં ઊભાં કે ખુરશી પર બેઠાં બેઠાં પણ આ પ્રાણાયામ થઇ શકે છે.

નાડીશુધ્ધ પ્રાણાયામ

 • સુખાસન, પદ્માસન, સિદ્ધાસનમાં કે ખુરશી પર ટટ્ટાર બેસો.
 • જમણા હાથની પ્રથમ બે આંગળી વાળેલી રાખો, બાકીની આંગળી અને અંગૂઠો સીધો રાખો - આને નાસિકામુદ્રા કહેવાય છે.
 • નાસિકામુદ્રામાં જમણા હાથને નાક પર રાખીને જમણુ નસકોરું બંધ કરો અને ડાબા નસકોરા વડે શ્વાસને ધીમે ધીમે અંદર ખેંચો.
 • થોડો વખત શ્વાસ છાતીમાં સહજપણે રહે એમ રાખો
 • હવે જમણા હાથની ત્રીજી આંગળી વડે ડાબું નસકોરું દબાવો અને જમણા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો.
 • થોડો સમય સહજપણે થોભો.
 • જમણા નસકોરા વડે શ્વાસ અંદર લો.
 • થોડો સમય થોભો
 • ડાબા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો.
 • આ એક ચક્ર પૂરું થયું આવાં પાંચથી દશ ચક્ર નિયમિતપણે પૂરાં કરવાં જોઇએ.

ભસ્ત્રિકા પ્રાણાયામ

 • સુખાસન, પદ્માસન, વજા્રસનમાં કે ખુરશીમાં ટટ્ટાર બેસો.
 • ચહેરા અને શરીરના સ્નાયુઓ ઢીલા મૂકી દો, હસતું મોં રાખો.
 • ધમણની જેમ ઝાટકાભેર પેટના સ્નાયુઓનું સંકોચન કરીને ઝડપથી ઉચ્છ્વાસને બહાર કાઢો (જે થોડો અવાજ કરશે).
 • આ રીતે દશેક (દશથી વીસ) ઝાટકા પછી અટકી જવું. ત્યારે શ્વાસોશ્વાસ પણ થોડા સમય માટે અટકી જાય છે (કુંભક). ધીમે ધીમે અનુભવથી કુંભકનો સમય વધતો જાય છે. અહીં આ પ્રાણાયામનુ એક ચક્ર પૂરું થાય.
 • આ રીતે ત્રણ ચક્ર ભસ્ત્રિકા પ્રાણાયામનાં કરવાં જોઇએ આ પ્રાણાયામથી ચેતનાનો સંચાર થતો અનુભવાય છે.
 • જો આમાંથી કોઇ પણ પ્રાણાયામ વખતે ચકકર આવે; બેચેની લાગે કે શરીરને માફક ન આવે તો તરત જ અટકી જઇને, સામાન્ય શ્વાસોશ્વાસ લેવાનું શરૂ કરી દેવું જોઇએ. કોઇ નિષ્ણાતની હાજરીમાં જ પ્રાણાયામ શીખવા જોઇએ. હાઇબ્લડપ્રેશર અને હ્રદયરોગના દર્દીઓએ પ્રયત્નપૂર્વક કુંભક કરવાની બિલકુલ કોશિશ ન કરવી. એનાથી લાભ કરતાં નુકસાન વધારે થશે. ભારે કસરત કર્યા પછી તરત પ્રાણાયામ ન કરવા. હળવાશ અને સહજતાથી ધીમે ધીમે યોગાસન, પ્રાણાયામ, ધારણા-ધ્યાન વગેરે કરવું જરૂરી છે. 'ન હઠાત્ ન બલાત્ સિદ્ધાંત હંમેશા યાદ રાખવો (હઠથી કે બળથી યોગ કરવો નહીં). આ પ્રાણાયામ યોગ્ય માર્ગદર્શકની હાજરીમાં જ શીખવા જોઇએ.

યોગરસાયનમાં એક શ્લોક છે...

सर्वेषां तु पदार्थानां अभ्यास: कारणम् परम् |

अनभ्यासेन मर्त्यस्य प्राप्तो योगो अपि नश्यते ||

એટલે કે જાણવા યોગ્ય દરેક પદ, શાસ્ત્ર, ક્રિયા, વિજ્ઞાન વગેરેમાં અભ્યાસ શ્રેષ્ઠ કારણ બની શકે. અનાભ્યાસથી પ્રાપ્ત થયેલ યોગનો પણ નાશ થાય છે.

હઠયોગ પ્રદીપિકા પણ કઈંક આવું જ કહે છે....

अभ्यासात् सिद्धिम् आप्नोति सर्वयोगेषु अतन्द्रित: ||

એટલે કે આળસનો ત્યાગ અને અભ્યાસ જ યોગમાં સિદ્ધિદાયક છે.

આ શ્લોકો અહિયાં ટપકે છે એનું કારણ ખાલી એટલું કે અભ્યાસ વગર કશું જ શક્ય થઇ શકે નહિ. અંગ્રેજીમાં પણ કહેવત છે ને , ‘Practice makes a man perfect .’

આપણે બધાં મોટા ઉપાડે યોગ દિનની ઉજવણીમાં તો જોડાયા છીએ પણ આપણો આ યોગ જળવાયેલો રહે તો જ કશુંક મળ્યું કહેવાય. ફક્ત ‘આરંભે શૂરા’ હોવું પૂર્ણ નથી અને વાજબી પણ નથી. આ જળવાયેલા યોગમાં જ ભગવાન પતંજલિ વધુ ખુશ થાય, આપણે ખુશ થઈએ અને બધાં ખુશ થાય.

સંસ્કૃત ભાષામાં ‘युज् सन्धाने’ ધાતુ પરથી યોગ શબ્દ આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ ‘જોડવું’, ‘જોડાવું’, to connect એવો થાય. આ અર્થ આપણને કઈંક સૂચવે છે. Connection ખરું, પણ કોનું ? બધાં ખૂબ અઘરી-અઘરી વાતો કરે ! આત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ. એલા ભાઈ ! અહિયાં આત્માની પણ નથી ખબર અને પરમાત્માની પણ નથી ખબર. તો પછી એ બંનેના મિલનની કે યોગની ક્યાંથી ખબર પડે ?? પણ કઈંક તાળો તો મળવો જોઈએ ને ! (નહીતર આ યોગ દિનની ઉજવણી ફોગટ જાય, દેખાડો બની રહે, ખરું ને !!!)

આપણે બધાં પોતપોતાના કામમાં રચ્યાપચ્યા છીએ. એવું ધારીએ છીએ કે બધાને પોતાનું કામ ગમે છે (સુખદ આશ્ચર્ય !!!). જેમ કે કોઈ ને ગીત ગાવું ગમે છે, કોઈ ને લખવું ગમે છે, કોઈને વાંચવું ગમે છે, કોઈને ભણાવવું ગમે છે, કોઈને ભણવું ગમે છે (સુખદ આશ્ચર્ય !!!), કોઈને સંગીત વગાડવું ગમે છે વગેરે વગેરે....હવે ગમવું ન-ગમવું એ પ્રત્યેક વ્યક્તિ કે જીવના મન ઉપર આધાર રાખે છે. એટલે જ વ્યક્તિ-વ્યક્તિ જીવ-જીવ અલગ પડે છે. એ જ જીવનો મન સાથે જોડાયેલો અહંકાર છે. (અહંકારના અર્થમાં અહિયાં ‘હું મોટો’ ને ‘મારાથી જ આ થાય’ ને એવા બધાં ફાંકા લેવાના નથી.) અહંકાર એટલે જે જીવની સૃષ્ટિમાં ઓળખ છતી કરે એ તત્વ. અહંકાર એટલે ‘હું છું’ એવી દરેક જીવની લાગણી. અને મન આ લાગણી વડે જ વ્યક્ત થયા કરે છે. ટૂંકમાં, મન અને અહંકાર વચ્ચેનો યોગ પ્રબળ છે.

ફરીથી મૂળ વાત પર આવીએ. એક વ્યક્તિને સંગીત વગાડવું ખુબ ગમે છે. હવે, વિચારો આ સંગીતકાર સંગીત વગાડતો વગાડતો એમાં જ ગરકાવ થઇ જાય ત્યારે શું થાય છે ? (આવું થવા માટે કુશળતા અનેઅભ્યાસથી સંગીતકારની સાધના જળવાયેલી કે continuous હોવી જોઈએ. તો જ એને સંગીત વગાડવુંગમશે.) સંગીતમાં ગરકાવ થયેલા આ માણસને બોલાવવાની try કરજો. લગભગ જવાબ નહિ મળે. એ એની આસપાસની સૃષ્ટિથી કદાચ disconnected થયો છે. પોતે સૃષ્ટિ સમક્ષ પ્રગટ થાય એવી લાગણી ક્યાંક જતી રહી છે-અહંકાર ઓગળી ગયો છે. એટલે જ તો આપણે બોલાવીએ છીએ એનો જવાબ આપવાનું એ ચૂકી જાય છે.અરે, આ બધું શું છે ? Connection માંથી Disconnection ક્યાંથી આવ્યું ? પણ ખરેખર આ સંગીતજ્ઞ સૃષ્ટિથી અળગો પડ્યો છે (સૃષ્ટિથી અળગું પડવાની કોશિશ નથી કરી) અને કદાચ એટલે જ અંદર ક્યાંક જોડાયો છે. અહંકાર અને મનની અહિયાં આત્મા સાથે સાંકળ બંધાતી જણાય છે. અને એટલે જ  અજબગજબનુ, અદ્ભુત, કદી ના સાંભળ્યું હોય એવું સંગીત (આત્મામાંથી આવતું) આપણે સાંભળીએ છીએ. મિત્રો, ભગવાન કૃષ્ણએ અર્જુનને યુદ્ધ વખતે આ જ વાત શ્લોકમાં સમજાવી છે. (આટલું બધુંવિસ્તારથી સમજાવાનો ટાઇમ ક્યાં હતો?).

योगेन चितस्य पदेन वाचां मलं शरीरस्य वैदकेन

याडपाकरोएवं प्रवरं मुनिनां पतंजलिं पांजलिमानतो अस्मि

યોગાભ્યાસના લાભો :

યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી તેને દુનિયાભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO)એ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે.

 1. યોગનો દરરોજ અભ્યાસ કરવાથી બુદ્ધિનો સાહજિક વિકાસ થાય છે.
 2. વિદ્યાભ્યાસની સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીર સ્વચ્છ અને સ્વસ્થ બને છે. યોગ એ આંતરિક અનુભૂતિનો વિષય છે.
 3. યોગાભ્યાસ દ્વારા યમ-નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, શિસ્ત, સાધના, સેવા, સાદગી, સંકલ્પશક્તિ વગેરે ગુણોનો વિકાસ થાય છે.
 4. પ્રાણાયામથી પ્રાણ બળવાન બને છે.
 5. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર અતિ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર છે. આસનો કરવાથી કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
 6. જ્ઞાનપ્રાપ્તિ માટે વિદ્યાર્થીએ ચંચળ મનને શાંત અને એકાગ્ર બનાવવું પડે. મનની એકાગ્રતા માટે રોજ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભુતિ પણ થાય છે.
 7. આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળની સમજણ વિનાની દોડને કારણે શારીરિક બિમારીઓ અને માનસિક યાતનાઓ વધી છે. આ બધી વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ યોગ છે.

યોગ અંગેના સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજો :

 • યોગ સામાન્ય લોકો માટે નહિ, પરંતુ સાધુસંતો માટે જ છે.
 • યોગ એ અલૌકિક વિષય છે.
 • યોગ એટલે માત્ર આસન અને પ્રાણાયમ.
 • યોગ એટલે એક પ્રકારની કસરત.
 • યોગ એટલે કેવળ ચિકિત્સા-પદ્ધતિ.
 • યોગ એ ધાર્મિક-સાંપ્રદાયિક વિષય છે.
 • યોગ એ વાચન-પ્રવચનનો વિષય છે.
 • યોગ સુંદરતા માટે છે.
 • યોગ એક ચમત્કાર છે.

तस्मात् योगाय युज्यस्व योग: कर्मसु कौशलम् || (श्रीमद्भगवद्गीता /५०)

કુશળતાઉત્તમ કર્મ-ઉત્તમ સંગીતસૃષ્ટિને લાભ- સંગીત સાંભળવાનો

અહંકાર-મન-આત્માનો યોગ


આપણી પ્રકૃતિ (કે વિકૃતિ ??) મુજબ આ સંગીતકારને આપણે કોઈ સળી કરીને ઉભો તો કરશું જ. ત્યારે એ કઈંક response આપશે. સૃષ્ટિમાં પાછો ફરશે. પોતાનું અસ્તિત્વ બતાવશે. ત્યારે જો એને એનું જ recording સંભળાવશો તો એ અચરજ પામશે કે આવું સંગીત એણે પ્રગટ કર્યું ?? (જો અહંકારનો નાશ થયો હોય તો જ આ શક્ય બને. નહીતર એમ થાય કે ‘આ મેં વગાડ્યું’. તો એ સંગીત મન કે બુદ્ધિમાંથી નીકળેલું હોય, આત્મામાંથી નહિ.) હા, આ અચરજ પામેલો સંગીતકાર આત્માને અડી ફરી આપણી વચ્ચે આવી ગયો. પણ આ જે યોગ થયો એ કાયમી કે શાશ્વત નો’તો. મહર્ષિ પતંજલિએ આને જ ધ્યાન કીધું છે. જે યોગનું ૭ મું અંગ છે.

तत्र प्रत्यय एकतानता ध्यानम् | (योगदर्शन /)

ધ્યાન એ મન-આત્માના યોગનું સાધન કે નિશાની છે. જયારે આવું થાય ત્યારે આત્માની આપણને ખબર પડે. પણ આત્મા-પરમાત્માના યોગ ની વાત તો હજુ બાકી જ છે. આ તો ખાલી અહંકાર-મન-આત્માનો યોગ થયો. જે યોગ: કર્મસુ કૌશલમ કે તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાનમ થી સિદ્ધ થતો હોય એવું લાગે છે.
શાસ્ત્રના શરણે જતા ખબર પડે કે સમાધિ એ ધ્યાન પછીની અવસ્થા છે. એમાં અહંકારની સાથે સાથે મન પણ ગળી જાય છે અને આત્મા જ બાકી વધે જે પરમાત્મામાં લીન થઇ જાય. ટીપું સાગરમાં ભળીજાય. સમાધિસ્થ જીવ સૃષ્ટિમાં તેની ઓળખ છતી કરવાની ક્ષમતા એટલે કે અહંકાર અને એને વ્યક્ત કરવાની વૃત્તિઓ એટલે કે મનને ગુમાવી દે છે. મન કે ચિત્ત વ્યક્ત નથી, પ્રગટ નથી. ચિત્ત હંમેશા વૃત્તિઓ કે લાગણીઓથી વ્યક્ત થાય છે(ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, હર્ષ, ઉત્સાહ વગેરે વગેરે). આ લાગણીઓ અહી અટકી પડે છે, નિરોધ પામે છે. એટલે ચિત્ત નથી.(ખાસ નોંધ: વૃત્તિઓનો નિરોધ થયો છે, વૃત્તિઓનો નિરોધકર્યો નથી.) આ જ પતંજલિ ભગવાને આપેલ યોગ ની વ્યાખ્યા છે. જેમાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાયછે(કરવાનો નથી) એવી સ્થિતિને યોગ કહે છે.
योग: चित्तवृत्तिनिरोध: || (योगदर्शन /)

આ જ આત્મા ને પરમાત્માનો યોગ. ઉદાહરણ આપીએ તો મહાવીર સ્વામી સમાધિસ્થ હતા ત્યારે એમને કાંટાની અનુભૂતિ થઇ ન હતી(આપણા જેવાઓએ કાંટાથી જગાડવાની try તો કરી’તી !!!).એમનો કોઈ response નો’તો. એમના અહંકાર અને મન આત્મામાં તેમ જ આત્મા પરમાત્મામાં લીન હતો.

આ બધાનો યોગ દિન સાથે કશો યોગ છે ખરો ??? કરવો હોય તો ખરો ને નો કરવો હોય તો નહિ. (પ્રશ્નસાથે જવાબ પણ અટપટો છે, નહિ !!!). મહર્ષિ પતંજલિએ યોગનાં આઠ અંગો વર્ણવ્યા છે. ૧.યમ ૨.નિયમ ૩.આસન ૪.પ્રાણાયામ ૫.પ્રત્યાહાર ૬.ધારણા ૭.ધ્યાન ૮.સમાધિ. અત્યાર સુધી જે વાત થઇ એ ધ્યાન અને સમાધિની વાત હતી. આગળના ૬ અંગો એના (ધ્યાન અને સમાધિના) માટે સાધન કે કારણરૂપ છે. અહિયાં દરેક અંગ ક્રમમાં તેનાથી આગળના અંગની પ્રાપ્તિ કે સિદ્ધિ માટે સાધનરૂપ છે. દરેક અંગ એકબીજા વગર અધૂરા છે. આસન-પ્રાણાયામ સાથેનો અને બાકીના છ યોગાંગો વગરનો યોગ અધૂરો છે. યમનિયમ વગર આસન-પ્રાણાયામ સિદ્ધ જ ના થાય. યમનિયમ વગર આસન અને પ્રાણાયામ ફક્ત physical અને breathing exercises છે. એમાં અહંકાર પ્રબળ બનશે ઓગળશે નહિ અને કદાચ ભગવાન પતંજલિએ શીખવાડેલા યોગથી તદ્દન વિરુદ્ધ દિશામાં પ્રયાણ શરુ થશે.(૫ યમ – સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ....૫ નિયમ- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણીધાન)

યોગનો આઠેય અંગના રૂપમાં સ્વીકાર કરવો અનિવાર્ય હોવો જોઈએ. આસન-પ્રાણાયામ અગત્યના છે પણ ખાલી આસન-પ્રાણાયામ જ અગત્યના નથી. આસન-પ્રાણાયામને મહત્વ આપવાની સાથે અપને યમ-નિયમ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ કે સંપૂર્ણ યોગને આપણે અન્યાય તો નથી કરતા ને...?? કોઈ પણ શાસ્ત્ર-વિદ્યા-વિજ્ઞાન-પદાર્થનો સર્વાંગીણ સ્વીકાર અને અભ્યાસ જ થવો જોઈએ. અધૂરું જ્ઞાન વિનાશ નોતરે છે. Half Knowledge is always Dangerous.

ધ્યાન અને સમાધિ માટે આરોગ્ય (શારીરિક અને માનસિક) એક જરૂરિયાત માત્ર હોઈ શકે. જેની પ્રાપ્તિ આગળના ૬ અંગોથી સારી રીતે થાય છે. આરોગ્ય એ યોગની ગૌણ ફલશ્રુતિ હોઈ શકે. પરંતુ ત્યાં જ અટકી જવું એ મોટામાં મોટી મૂર્ખાઈ છે. આ મૂર્ખાઈ યોગશાસ્ત્ર-યોગવિદ્યા-આપણા અહંકાર-મન-આત્મા-પરમાત્માને અજાણતા જ અન્યાય કરી રહી છે.

યોગનો સંપૂર્ણ સ્વીકાર કરી કુશળતા અને સિદ્ધિ વડે જાતને શુદ્ધ કરી પરમાત્મા સાથે reconnect થવું એ આપણે જન્મ્યા ત્યારની જીવાત્મક સંભાવના છે. પ્રત્યેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે. (દરેક બીજની બીજાત્મક સંભાવના છે કે વૃક્ષ થાય અને સૃષ્ટિને લાભાન્વિત કરે. પણ બીજ ઉગવા માટે કેવી જમીન-ખાતર-પાણી-પ્રકાશ વગેરેમાં રહેવું એ એના પોતાના ઉપર છે. – ઓશો )
સર્વેને યોગ દિનની શુભકામનાઓ. ફક્ત આરોગ્ય જ નહિ, પણ બ્રહ્માંડમાં વ્યાપ્ત, એકબીજામાં વ્યાપ્ત અને આપણા પોતાનામાં વ્યાપ્ત એક જ શાશ્વત તત્વ-શક્તિ સાથે આપણા બધાનો યોગ થાય અને જળવાય એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

“કરો યોગ-રહો નિરોગ”

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate