অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગ

યોગ

યોગની વ્યાખ્યા – (ડેફીનીશન ઓફ યોગા)

યોગ એ માનસિક અને નૈતિક મૂલ્યો સંબંધી શિક્ષણ છે. વ્યકિતની છૂપી શકિતઓને સંતુલિતપણે સુધારવાની અથવા વિકસાવવાની એક પધ્ધતિ છે તે પોતાની જાતને સંપૂર્ણપણે જાણવાના સાધન પૂરાં પાડે છે. સંસ્કૃત શબ્દ યોગનો શબ્દશઃ અર્થ ‘યોક’ થાય છે. આથી યોગને વ્યકિતની આત્માના સર્વવ્યાપી ભગવાનની પરમાત્મા સાથેના જોડાણના એક સાધન તરીકે પરિભાષિત કરવામાં આવે છે. મહર્ષિ પતંજલિ અનુસાર મનની ચંચળતાઓને શાંત પાડવા માટે છે.

યોગ એ એક સર્વાક અભ્યાસનું શિક્ષણ છે(યોગ અ યુનિવર્સલ પ્રકટીસ ડીસીપ્લીન)

યોગ એ સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા,વંશ, જ્ઞાતિ,ઉછેર,લિંગ,વય અને શારીરિક સ્થિતિથી પર એવો અભ્યાસ અને લાગુ કરવાની લાક્ષણિકતાઓવાળો સર્વાંગ અભ્યાસ છે. ન તો કોઈ પુસ્તકો વાંચીને અથવા ન તો કોઇ તપસ્વીનો પોષાક ધારણ કરીને કોઇ સફળ કે સિધ્ધ યોગી બની શકે છે. યોગનો પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર ન તો કોઇ યૌગિક તકનીકોનો અનુભવ કરી શકે છે કે ન તો કોઇ તેની રહસ્યમય છૂપી શકિતઓને અહેસાસ કરી શકે છે. કેવળ નિયમિત સાધના કરવાથી તે શરીર અને મનના ઉધ્ધાર કરવાની રીત સર્જે છે. મનના અભ્યાસ અને સમગ્ર ચેતનાની શુધ્ધિ દ્વારા ચેતનાની ઉચ્ચતમ સ્થિતિનો અનુભવ કરવા માટે અભ્યાસુની તે માટેની તીવ્ર ઝંખના હોવી જરૂરી છે.

યોગ એક વિકાસશીલ પ્રક્રિયા તરીકે - (યોગા એસ સોલ થેરાપી )

યોગના તમામ માર્ગો જેવાં કે જાપ, કર્મ, ભકિત વગેરેમાં વ્યકિતને સાજા કરવાની અને તેને દર્દભરી સ્થિતિમાંથી બહાર લાવવાની શકિત છે. તેમ છતાં, આ માટે જે તે વ્યકિતને ખાસ કરીને સિધ્ધ નિષ્ણાંત કે વિશેષજ્ઞના માર્ગદર્શનની જરૂર પડે છે કે જેણે આ માર્ગે ચાલીને ઉચ્ચતમ ધ્યેયને સિદ્ધ કર્યું હોય. આ માટે પોતાની લાયકાતો કે કુશળતાઓને ધ્યાનમાં રાખીને વ્યકિતએ પૂરતી લાયકાતવાળા પરામર્શતા અથવા સિધ્ધહસ્ત યોગીનો સંપર્ક કરીને વ્યકિતએ ખૂબ સાવચેતીપૂર્વક ઉપર જણાવ્યા મુજબના માર્ગેમાંથી કોઇ વિશેષ માર્ગની પસંદગી કરવી જોઇએ.

યોગના પ્રકારો – (ટાઇપ્સ ઓફ યોગા )

જાપ યોગ

કોઇ દૈવી નામ અથવા મંત્રનું વારંવાર રટણ કરીને અથવા તેને યાદ કરીને મનને એકાગ્ર કરવું જેમ કે ૐ,રામ,અલ્લાહ, ગોડ, વાહે ગુરુ વગેરે

કર્મ યોગ

કોઈપણ જાતના ફળની આશા કે ઈચ્છા રાખ્યા વગર બધાં કર્મો કરવાનું શીખવે છે. આ સાધનામાં યોગી દૈવી કર્મ માનીને તેમની ફરજો બજાવે છે, પૂરા દિલથી તે સમર્પણ કરે છે પરંતુ તમામ ઈચ્છાઓથી તેઓ દૂર રહે છે.

જ્ઞાન યોગ

આ આપણને પોતાની જાત અને આત્માના ભેદ વિશે તેમજ સંતોના સાન્નિધ્ય,ધ્યાનનો અભ્યાસ તેમજ ધર્મગ્રંથોના અભ્યાસ દ્વારા એક આધ્યાત્મિક અસ્તિત્વનું જ્ઞાન મેળવવાનું શીખવે છે.

ભકિત યોગ

દૈવી ઈચ્છાઓને સંપૂર્ણપણે સ્વાર્પણ થવા પર ભાર મૂકીને તીવ્ર સમર્પણ થવાની પધ્ધતિ એટલે ભકિત યોગ. ભકિતયોગના સાચા અનુયાયીઓ ઘમંડમુકત હોય છે અને તે નમ્ર રહે છે તેમજ દુનિયાના બેવડાં ધોરણો કે રૂપોથી તે દૂર રહે છે.

રાજયોગ

રાજયોગને અષ્ટાંગ યોગ તરીકે જાણવામાં આવે છે. આમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે.

કુંડલિની

કુંડલિની યોગ એ તાંત્રિક પરંપરાનો એક ભાગ છે. સૃષ્ટિની રચનાના પ્રારંભથી જ તાંત્રિક અને યોગીઓને અહેસાસ થઇ ગયો હતો કે આ શરીરમાંના સાત ચક્રોમાંના પહેલા ચક્ર- મૂલાધાર ચક્રમાં સ્થિતિમાન સંભાવ્ય શકિત રહેલી છે. કુંડલિનીની બેઠક કરોડરજજુના તળિયે આવેલી ગ્રંથિમાં છે.પુરુષોના શરીરમાં પેશાબ અને મળના અંગોના વચ્ચે આવેલા પેરેનિયમમાં આવેલી હોય છે. જયારે સ્ત્રીઓના શરીરમાં તે ગર્ભાશયના મૂળમાં એટલે કે ગર્ભાશયના મુખમાં આવેલી હોય છે. જે લોકોએ આવી અલૌકિક શકિતને જગાવી છે તેમને ઋષિઓ, પ્રેફેટસ, યોગીઓ, સિધ્ધો કે સમય, પરંપરા અને સંસ્કૃતિ અનુસાર તેને અલગ-અલગ નામે બોલાવવામાં આવે છે. કુંડલિની જગાવવા માટે તમારે પોતાની જાતને શતક્રિયા, આસન, પ્રાણાયામ, બંધ, મુદ્રા અને ધ્યાન જેવી યોગિક તકનીકો માટે તૈયારી કરવી પડે. કુંડલિની જાગવાથી મગજમાં સુપ્ત વિસ્ફોટ થાય છે અથવા શરીર અને મનમાંના સુપ્ત વિસ્તારો ફૂલોની જેમ ખીલવા માંડે છે.

નાડી

યોગિક ગ્રંથના વર્ણન અનુસાર નાડીઓ એ શકિતનો પ્રવાહ છે. જેની ક્લ્પના આપણે માનસિક સ્તરે કરી શકીએ કે નાડીઓ અલગ-અલગ પ્રકારની હોય છે- તેજ, રંગ, અવાજ અને જુદી જુદી લાક્ષણિકતાવાળી હોય છે. નાડીઓનું સમગ્ર જાળું એટલું વિશાળ છે કે જુદા જુદા યોગિક ગ્રંથો પ્રમાણે પણ નાડીઓની સંખ્યા અલગ-અલગ બતાવે છે. ગોરક્ષા શતક અથવા ગોરક્ષા સંહિતા અને હઠયોગ પ્રદીપિકાના સંદર્ભે નાડીઓની સંખ્યા ૭૨૦૦૦ ની હોય છે અને નાભિની મધ્યમાં આવેલા મણિપુર ચક્રમાંથી ઉદભવે છે. આ હજારોની સંખ્યાની નાડીઓમાંથી સુષુમ્ણા નાડીને ખૂબ મહત્વની માનવામાં આવે છે. શિવ સ્વરોદયા દસ નાડીઓને મુખ્ય ગણાવે છે કે જે શરીરની અંદર અને બહારના દ્વારો સાથે જોડાયેલી છે. આમાંની ઇડા, પિંગળા અને સુષુમ્ણા અતિ મહત્વની છે. તેઓ ઊંચા વૌલ્ટના વાયરો જેવી છે જે તેની ગૌણ નાડીઓને શકિતનું વહન કરે છે અથવા કરોડરજજુ સ્થિત ચક્રોમાં શક્તિનું વહન કરે છે

ભારતમાં નેશનલ યોગા માટે સ્તર સંસ્થા


મોરારજી દેસાઇ નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ યોગા, નવી દિલ્હી

  • મોરારજી દેસાઇ નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ યોગા (એમડીએન આઇ વાય) એ સોસાયટી રજિસ્ટ્રેશન એકટ ૧૮૬૦ અંતર્ગત નોંધાવેલી એક સ્વાયત્ત સંસ્થા છે અને તેને પૂરેપૂરું ફંડ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંલયના આયુષ વિભાગ તરફથી પૂરું પાડવામાં આવે છે. આ ઈન્સટીટયૂટ ભારતની રાજધાનીના લ્યૂટયેન્સ પ્રાંતમાં આવેલા સુંદર વિસ્તારની મધ્યમાંઆવેલી છે એટલે કે ૬૮, અશોકા રોડ , ન્યૂ દિલ્હીમાં.
  • આ ઈન્સટીટયૂટ ભારતની રાજધાનીના લ્યૂટયેન્સ પ્રાંતમાં આવેલા સુંદર વિસ્તારની મધ્યમાં આવેલી છે એટલે કે ૬૮, અશોકા રોડ , ન્યૂ દિલ્હીમાં.
  • આરોગ્ય વિજ્ઞાન તરીકે અતિશય જરૂરી યોગ્યતા કે વિશેષતા ધરાવતા યોગ ખાસ કરીને તણાવ સંબંધિત મનોભાવનાત્મક અને હોમિયોપેથિકના સંશોધન માટેની કેન્દ્રિય પરિષદે વિશ્વાયતન યોગાશ્રમ સંલગ્ન પાંચ પથારીની યોગ સંશોધન હોસ્પિટલની ૧૯૭૦માં મંજૂરી આપી હતી. ક્ષેત્રીય વિસ્તારોમાં કરેલા સંશોધનોમાં પ્રકટ કરાયેલા યૌગિક અભ્યાસોના બીમારીઓના અટકાવ, સ્વાસ્થ્ય ઉત્તેજન અને રોગનિવારક જેવા મહત્વના અને અસરકારક પાસાંઓનો અહેસાસ થતાં ૧ જાન્યુઆરી,૧૯૭૬માં સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ ઓફ યોગાની સ્થાપના કરવામાં આવી અને યોગા રિસર્ચ હોસ્પિટલના કર્મચારીઓને તેમાં સમાવવામાં આવ્યાં.
  • આ સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ ઓફ યોગા (સી.આર.આઇ.વાય.) ની મુખ્ય પ્રવૃત્તિઓ છે સામાન્ય જનતાને વિના મૂલ્યે યોગની તાલીમો આપવી ને યોગના વિવિધ અભ્યાસોનું વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવું.સન્ ૧૯૯૮ સુધી સી.આર.આઈ.વાય.એ યોગિક સંશોધન અને તાલીમના આયોજન, ઉત્તેજન અને સંકલન માટેની સંસ્થા રહી.
  • દેશભરમાં યોગના મહત્વની જરૂરિયાત જણાતાં યોગ માટેની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેને મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ યોગા (એન.ડી.એન.આઈ.વાય ) નામ આપવામાં આવ્યું. જેમાં સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ ઓફ યોગાને ભેળવી દેવામાં આવ્યું.
  • આની વધુ વિગતવાર મહિતી માટે વેબસાઇટ મુલાકાત લો. Morarji Desai National Institute of Yoga (MDNIY)

સંબંધિત સ્ત્રોતો: આયુષ વિભાગના પ્રકાશનો - (પબ્લિકેશન ફોર આયુષ ડિપાર્ટમેન્ટ)

 

  • યોગા અને નેચરોપેથી આધારિત ર૧ બીમારીઓની સારવાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate