હોમ પેજ / આરોગ્ય / આયુષ / યોગ / પેટની પેઇનફુલ બીમારી પેપ્ટીક અલ્સરને યોગથી ભગાડો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પેટની પેઇનફુલ બીમારી પેપ્ટીક અલ્સરને યોગથી ભગાડો

પેટની પેઇનફુલ બીમારી પેપ્ટીક અલ્સરને યોગથી ભગાડો

પેપ્ટીક અલ્સર એટલે પેટ કે આંતરડાના અગ્રમાં કે ગ્રહણીમાં થયેલું વ્રણ કે ગૂમડું. પેપ્ટિક એટલે પાચનને લગતું અને અલ્સર એટલે ગાંઠ જેવું ગૂમડું. અલ્સર બે પ્રકારના હોય છે.
 • ગેસ્ટ્રીક અલ્સર અને
 • ડ્યુડેનલ અલ્સર. ગેસ્ટ્રીક અલ્સર આમાસયની દીવાલ પર થાય છે. જ્યારે ડ્યુડેનલ અલ્સર આમાસયની સાથે આંતરડાના ઉપરના ભાગમાં થાય છે.

ગેસ્ટ્રીક અલ્સર

ગેસ્ટ્રીક અલ્સરનાં લક્ષણો : તેની અસરને કારણે છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો થાય છે. આ દુ:ખાવો જમ્યા પછી તરત જ થાય છે. ઉપરાંત પેટના ઉપરના ભાગને દબાવવાથી પણ દુ:ખાવો થાય છે. ક્યારેક- ક્યારેક લોહીની ઉલટી થાય છે. દર્દીનું વજન ઘટવા લાગે છે.

ડ્યુડેનલ અલ્સર

ડ્યુડેનલ અલ્સરના લક્ષણો : ખાલી પેટમાં દુ:ખાવો થાય છે, જે ક્યારેક જમ્યા પછી બંધ થઈ જતો હોય છે. આ ઉપરાંત વારંવાર ભુખ લાગવી, વજન વધવું, સવાર-સવારમાં પેટના ભાગમાં દુ:ખાવો થવો, દૂધ પીવાથી દુખાવો ઓછો થવો વગેરે પણ તેનાં લક્ષણો છે.

અલ્સરનો યૌગિક ઉપાય :

જયારે ઘા ભરાઈ ગયો હોય અને દુખાવો ઓછો થાય ત્યારે જ નીચે મુજબનાં આસન કરવાં જોઈએ.

આસન

 • પવનમુક્તાસન ભાગ-૧ (સુક્ષ્મ ક્રિયા)
 • પવનમુકતાસન ભાગ-ર
 • ઉત્તાનપાદાસન
 • ચક્રપાદાસન
 • પાદસંચાલન
 • સુપ્ત પવનમુક્તાસન
 • સુપ્ત ઉદ્રાકર્ષણ
 • સવ ઉદ્રાકર્ષણ
 • નૌકાસન
 • ઉષ્ટ્રાસન
 • મારજારી આસન
 • સુપ્ત વજ્રાસન
 • શશાંકાસન
 • શશાંક ભુજંગાસન

 

પ્રાણાયામઃ નાડીશોધન, શીતલી અને શીતકારી, ઉજ્જૈય, ભ્રામરી

ષટિ્ક્રયા : કુજલ ક્રિયા બિલકુલ ન કરવી

ભોજન : જ્યારે તકલીફ વધારે હોય ત્યારે કેવળ ફળ અને દૂધ લેવા જોઈએ. થોડા દિવસો પછી બાફેલી શાકભાજી, ખીચડી, છાશ, વરીયાળીનું પાણી, ઠંડુ દૂધ લેવું જોઈએ.

મસાલેદાર ભોજન, શરાબ, સીગરેટ નહીં લેવા જોઈએ. સાત્વિક ભોજન અને યૌગિક જીવનશૈલીનું પાલન કરવું જોઈએ. સુપ્ત પવનમુક્તાસન : પીઠ પર સૂઈ જવું, બંને પગને સાથે રાખવા બંને હાથ કમરની બાજુમા, હથેળી જમીનની તરફ, લાંબો શ્વાસ લેવો, શ્વાસ છોડતા છોડતા, જમણા પગ ને સીધા ઉપર ઉઠાવવો, અને ઘૂંટણથી વાળવો. હાથની આંગળીને ફસાવી અને ઘૂંટણથી થોડી નીચે રાખવી, શ્વાસ ભરવો અને શ્વાસ રોકીને માથાને પીઠને ઉઠાવવી અને નાક ને જમણા પગના ઘૂંટણમા અડાડવાનો પ્રયાસ કરવો ૐ ની માનસિક ગણતરી સુધી રોકવું અને પછી શ્વાસ છોડતા છોડતા પાછા આવી જવું. આવી રીતે જમણી બાજુથી પાંચ ચક્ર પુરા કરવા અને આવી રીતે ડાબી બાજુથી પાંચ ચક્ર પૂરાં કરવાં.

સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ - info@nirvikalpyogaacademy.com

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top