অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધ્યાનઃ વિઝ્યુલાઇઝેશન માટેની પદ્ધતિ

ધ્યાનઃ વિઝ્યુલાઇઝેશન માટેની પદ્ધતિ

પરિચયઃ

ઘણી ક્રિયાયોગ અને ધ્યાનની પદ્ધતિઓમાં માનસિક વિઝ્યુઅલાઇઝેશનની જરૂર પડે છે, જે ઇચ્છા થાય ત્યારે માનસિક રીતે ઇમેજિસ ઊભી કરવાની શક્તિ છે. આ સ્કિલ વિના પદ્ધતિઓની અસર ઓછી થાય છે અને તેમનાં શ્રેષ્ઠતમ પરિણામ લાવવામાં નિષ્ફળ નીવડે છે.

ઘણી વાર ધ્યાનની પદ્ધતિઓ એવા લોકોને શીખવાય છે કે જેમની વિઝ્યુઅલાઇઝ કરવાની કેપેસિટી હોતી નથી. કેમ કે તેમની પાસે તેમની ધ્યાનપદ્ધતિમાંથી લાભ મેળવવા માટે આવશ્યક એવી પ્રારંભિક સ્કિલ હોતી નથી. દરેક જણ પાસે મરજી મુજબ ઇચ્છિત વસ્તુની ઇમેજ ઊભી કરવાની ક્ષમતા હોય છે પણ આપણામાં રહેલ ઘણી શક્તિઓની જેમ આ પણ સુષુપ્ત રહી જાય છે.

બહુ થોડા લોકો આ ઇનર વિઝ્યુઅલાઇઝેશનની શક્તિ વિકસાવી શકે છે. આપણામાંના મોટા ભાગના જીવન વિતાવે છે તે મોટે ભાગે બાહ્ય જગતમાં તદાકાર થઈને જીવે છે અને અંદરના વાતાવરણને અવગણે છે. જો થોડો સમય આપણે આંતરખોજમાં વીતાવશું તો આપણી મોટાભાગની વણસ્પર્શી રહી ગયેલ ક્ષમતાને, માનસિક વિઝ્યુઅલાઇઝેશન સહિતનાને વિકસાવી શકીશું.

રોજ થોડીક મિનિટો આંતરખોજ-ઇનર વિઝ્યુઅલાઇઝેશન- માટે કાઢવી મહત્ત્વનું છે. શરૂઆતમાં તો તમને પ્રક્ટિસ થોડી અઘરી લાગશે, પણ નક્કી કરી લો અને રોજ પ્રેક્ટિસ કરો. .

રિકૉલ બાય રિવિઝઅયુલાઇઝેશનઃ આ ટેકનિક પ્રારંભિક રીતે તો ભૂતકાળના બનાવો અને તેમને ફરી જોઈ શકવા રિક્રિએટ કરવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ ધરાવતી હતી. દરેક જણને ભૂતકાળની ઘટનાઓ યાદ રહે છે, ખરેખર તો એ વારંવાર મન પર પછડાતી રહે છે, ખાસ કરીને બહુ જ અણગમતી કે ગમતી ઘટનાઓ સતત યાદ રહે છે. ઉપરાંત, આપણે ભાગ્યે જ ભૂતકાળને ઇમેજિસ તરીકે રિલિવ કરીએ છીએ પણ સામાન્ય રીતે વિચારો અને લાગણીઓના રૂપમાં રિલિવ થાય છે. આ પ્રેક્ટિસ અતીતની વિશિષ્ટ ઘટનાઓની માનસિક ઇમેજિસ યાદ કરવા માટે સભાન પ્રયાસ માગી લે છે. અતીતના પ્રસંગો ટેલિવિઝનના સ્ક્રિનની માફક જોવા માટે પ્રયાસ થતો હોય છે.

.

સમય અને સ્થળઃ આ ટેકનિક મોટે ભાગે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે ઉપયોગમાં લઈ શકાય. તેમ છતાં, વાતાવરણ આંતરખોજ માટે એકદમ શાંત અને સહકાર આપે તેવું હોવું જોઈએ. એ એવો સમય હોવો જોઈએ કે જ્યારે તમે કોઈ કામમાં ગૂંથાયેલ ન હોવ. દા.ત. કાર ડ્રાઇવ કરતી વખતે આ પદ્ધતિનો ઉપયોગ ન થાય. દુન્યવી બાબતોથી મન ન રોકાયેલું હોય ત્યારે કોઈ પણ સ્થિતિમાં તમે આ પ્રેક્ટિસ કરી શકો.

રીત: તમે તમારી પોતાની ટેકનિક વિકસાવી શકો કેમ કે એમાં અનંત શક્યતાઓ છે. દરેક વખતે તમે આ પ્રેક્ટિસનો ઉપયોગ કરતી વખતે નવી સિચ્યુએશનને રિવિઝ્યુઅલાઇઝ કરવા યાદ કરો. નીચે થોડાંક સૂચનો છેઃ

પ્રેક્ટિસ-1

  • નદીકિનારે તમે તાજેતરમાં લટાર મારી આવ્યા હોવ તે યાદ કરો. તમે એકલા છો. તમારી આંખો બંધ કરીને તમે જોયેલ દૃશ્ય તમારી નજર સામે ઊભું કરો. .
  • તમારી બંધ આંખો સામે નદી અને ફૂટપાથ, વૃક્ષો અને ઘાસ, માછલી અને પંખીઓને વિઝ્યુઅલાઇઝ કરો..
  • જેમ તમે ચાલો છો તેમ આ તમામ ઓબ્જેક્ટ્સ પસાર થતા તમારી દૃષ્ટિમાં જોવાનો પ્રયાસ કરો. .
  • શક્ય તેટલું આબેહૂબ અને શક્ય તેટલું દૃશ્યની નજીક પહોંચાય તેવું પિક્ચર ક્રિએટ કરો.
  • દૃશ્યને આખું ય જુઓ પણ વૈયક્તિક ઓબ્જેક્ટ સ્પષ્ટપણે પારખવા પણ પ્રયાસ કરો, જેમ કે ઝાડની ડાળીઓ, તમને મળેલા સામેની દિશાથી આવતા લોકોના ચહેરા પરના ભાવ.
દરેક વિગતને રિકૉલ કરો, વિઝ્યુઅલાઇઝ કરો અને રિલીવ કરો..

પ્રેક્ટિસ-2

કલ્પના કરો કે તમે મોટરકાર ડ્રાઇવ કરો છો અથવા તમારી સાયકલ પર બેસીને મિત્રના ઘરે જાવ છો. આખો રૂટ અને તમે ઓવરટેક કરો છો તે કાર્સ વિઝ્યુઅલાઇઝ કરો. પગે ચાલનારાઓને જુઓ, આકાશનો રંગ જુઓ અને શરીરને તપાવતો સૂર્યપ્રકાશ શક્ય એટલી નજીકતાથી અનુભવો. તમામ વિગતો એવી રીતે જુઓ જાણે કે તમે ખરેખર જોઈ હોય.

સામાન્ય સમરીઃ તમે રિક્રિએટ કરી શકો એવા દૃશ્યો પાર વિનાનાં હોય છે. મર્યાદા કેવળ હોય તો તે છે તમારી શોધકબુદ્ધિ-ઇન્વેન્ટિવનેસ-ની. આ પ્રેક્ટિસ કદાચ શરૂઆતમાં થોડી અઘરી હશે પણ જેમ જેમ મેમરી પાવર ઉઘડતો જશે અને તમારી અવેરનેસ વધશે, તમારી આસપાસના વાતાવરણ માટે સંવેદનશીલતા વધશે તેમ તેમ વધુ ને વધુ સરળ બનશે. મોટા ભાગના લોકો ચાલતી વખતે આજુબાજુ શું ચાલે છે તે પ્રત્યે આંખો ખુલ્લી પણ જાગૃતિ સહેજ બંધ રાખીને ચાલે છે સિવાય કે અચાનક કશા સાથે ભટકાઈ જાય. દા.ત. જો આપણને આપણા ઓફિસથી ઘર સુધીના પ્રવાસ દરમિયાન શું જોયું તે વિશે પૂછવામાં આવે તો આપણા પૈકી કેટલા સંપૂર્ણ વર્ણન કરી શકશે ? ખાસ કોઈ નહીં. આ પ્રેક્ટિસ આપણી આસપાસની ચીજો પ્રત્યે આપણી જાગૃતિ એટલે કે આપણી નિરીક્ષણશક્તિ વધારે છે. પણ યાદ રાખો, આ ટેકનિકનો મહત્ત્વનો ઉદ્દેશ છે કેવળ તમારી મેન્ટલ ઇમેજિસ ક્રિએટ કરવાની શક્તિ ખોલવાની અને તેમને ઇચ્છા થાય ત્યારે ડિસ્પોઝ ઓફ કરવાની.

સ્ત્રોત :પૂર્વી શાહ.(Yoga for you.)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate