હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / સંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર

સંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર વિશેની માહિતી આપવામાં આવી છે

સંસ્કાર પાછળનું પ્રયોજન શું ?

મનુષ્યજીવન એ ઉચ્ચત્તમ મૂલ્યવાન છે. સામાન્ય રીતે પશુ-પક્ષી યોનિમાં જન્મ ન મળતાં આપણને મનુષ્યજન્મ મળ્યો છે તે આપણું સૌભાગ્ય છે. ભારતીય સંસ્કૃતિ – વૈદિક સંસ્કૃતિ માને છે કે હજારો જન્મારાનાં પુણ્ય પ્રતાપે મનુષ્ય દેહ મળે છે અને આ મનુષ્ય દેહ એ અતિ મૂલ્યવાન છે. જ્યારે આ મનુષ્યદેહ મળ્યા પછી જેની પાસે ભગવાન – સમાજ – કુટુંબ – નિસર્ગ વગેરે તમામ કંઇ અપેક્ષા રાખીને બેઠા છે અને તે માટે આવનારી પેઢીને - મનુષ્ય જન્મ લઇને આવનાર જીવને વધુ સારી રીતે સુસંસ્કૃત, સુદ્રઢ, સ્વચ્છ, નિર્મળ અને સુંદર બનાવીએ તે અપેક્ષિત છે.
આ સૃષ્ટિ તરફ નજર કરીએ તો ભગવાને પણ આ સુંદર સૃષ્ટિ નિર્માણ કરી છે. માત્ર સપાટ જમીન ન રાખતાં તેના પર સુંદર મજાની ભાત પાડવા માટે પર્વતો – ટેકરીઓ – નદી- ખીણ વગેરેનું નિર્માણ કર્યું. માત્ર વૃક્ષો-વનસ્પતિ જ ન ઉગાડતાં તેના પર સુગંધિત અને રંગબેરંગી, મનને આહ્લાદ્ કરે તેવા પુષ્પોનું નિર્માણ કર્યું. તેવી જ રીતે આ સૃષ્ટિ પર જન્મ લઇને આવેલા જીવને જેવો ને તેવો ન રાખતાં તેને વિવિધ સંસ્કારો થકી ગુણવાન – ચારિત્ર્યવાન – બુદ્ધિમાન – ભાવવાન બનાવવામાં આવે તો આ મનુષ્યજીવન યથાર્થ બને. વળી, એટલું જ નહિં પણ ભગવાને આપણાં હાથમાં ખીલવવા માટે આપેલ જીવને ભગવાન – સૃષ્ટિ – સમાજ આનંદિત થાય – પ્રસન્ન થાય તેવો બનાવવાની જવાબદારી પણ આપણી છે.
આપણાં વ્યક્તિગત જીવનને જોઇએ તો કયા માં-બાપને રામ, કૃષ્ણ, હનુમાન, લક્ષ્મણ, ભરત, નચિકેતા જેવા ગુણવાન – કર્તૃત્વવાન – શીલવાન – ચારિત્ર્યવાન સંતાન ન ગમે? પણ તેના માટે મહેનત કરવી પડે. દૂધપાક પીવા માએ માત્ર ગાય દોહી લઇએ તો ન ચાલે; તેના માટે દૂધને સાકર- કેસર- ઇલાયચી – જાયફળ- જાવંત્રીથી સંસ્કારિત કરવું પડે ત્યારે તે દૂધપાક બને છે. તેમ સામાન્ય જીવને પણ વિધ-વિધ સંસ્કારોથી સંસ્કારિત કરીએ તો જ તે જીવ એ ઉત્કૄષ્ટ જીવન જીવી શકે અને આ સમાજ- રાષ્ટ્રના સારાં ભવિષ્ય માટે – વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ- સુખ અને સમાધાન માટે – આવનારી પેઢી માટે આવી જ કવાયત – મહેનત – પરિશ્રમ કરવો જોઇએ તે આવશ્યક છે. આવાં સંસ્કારો માટે આપણાંવૈદિક વાંડ્ગ્મયમાં અનેકવિધ વાતો લખેલી છે. તેમણે પોતે અનુભવેલી છે. તે એકદમ Tested OK જેવી છે. બસ, આ વાતોને સમજીને અનુસરવાનો પ્રયત્ન કરીએ એ જ અપેક્ષા આપણાં ઋષિઓની રહી છે. સંસ્કાર સિંચન અને સંસ્કાર ઘડતર આ બંને માટે સૌ પ્રથમ માતા- પિતાએ તૈયાર થવું પડે.
करणं पुनः स्वाभाविकानां द्रव्याणामभिसंस्कारः।
संस्कारो हि गुणान्तराधानमुच्यते ॥ (च.वि. अ.१)
દ્રવ્યોમાં ગુણોમાં ફેરફાર સંસ્કાર થકી થઇ શકે અને તેના દ્વારા જો દ્વ્રવ્યોનાં સ્વભાવ બદલી શકાતાં હોય તો મનુષ્યજીવન માં સસ્કાર એ સ્વાભાવિક રીતે જ પરિણામ આપી શકે. આજે કૄષિ વિજ્ઞાન જાત – જાતનાં સંશોધન કરીને હાઇબ્રીડ બિયારણ, ઉત્તમ પ્રકારનાં શાકભાજી – ફળ – ફૂલ વગેરે ઉત્પન્ન કરવાં માટે અનેકવિધ પ્રયત્ન કરે છે. એટલું જ નહિં પણ આપણને પણ ઉત્તમ સ્વાદ, સુગંધ, દેખાવ અને મબલખ પાકની જ અપેક્ષા હોય છે. પણ જે આપણાં જીવનનો એક ભાગ છે, પરિવારનો એક ભાગ છે, સમાજનો એક ભાગ છે તેવા સંતાન માટે આ બધી શ્રેષ્ઠતા માટે ઉદાસીન વલણ આપણે બદલીને ઉત્કૄષ્ટ જીવન માટે આગ્રહી બનવું જોઇએ.
ભગવાને આપેલ સંતાન એ રેખાચિત્ર જેવું છે તેમાં વિવિધ રંગો ભરીને આપણે તેને સુંદર બનાવી શકીએ છીએ. દોષોનું હરણ અને ગુણોનો આવિર્ભાવ આ સંસ્કારના મુખ્ય હેતુ છે. આજે સમાજમાં પણ જે કલંક રૂપ છે, દુષ્ટ છે તેને પણ પોતાનું સંતાન સંસ્કારી બને, ગુણવાન બને તેવી જ અપેક્ષા હોય છે. પ્રત્યેક વ્યકિતનો અધ્યાત્મની દ્રષ્ટિએ ભગવાન સાથે સંબંધ છે અને તેને કારણે જ સારાં બનવાની તમન્ના સાતમા પડદે પણ તેને રહેલી જ હોય છે.
આ સંસ્કારોનો આવિર્ભાવ એ વૈદિકોની ઉચ્ચ માનસ-શાસ્ત્રીય સમજનું દર્શન છે. અને તેથી જ વૈદિક ક્રિયા-કર્મોમાં પણ સંસ્કારોને જ પ્રમુખ સ્થાન આપવામાં આવેલું છે. ઇચ્છિત અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ થાય અને ઉત્પન્ન થયેલ બાળક એ ગુણવાન, ઐશ્વર્યવાન, આરોગ્યવાન બની રહે આ સંસ્કારવિધિનું મુખ્ય પ્રયોજન છે.
શાસ્ત્ર વર્ણિત સંસ્કારોમાં જન્મથી મૃત્યુ સુધીમાં અનેકવિધ સંસ્કારો છે જેમાં સોળ સંસ્કાર મુખ્ય છે અને સર્વમાન્ય પણ છે. જેમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમન્તોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચૌલ - ઉપનયન સંસ્કાર, ચાર પ્રકારના વેદવ્રત સંસ્કર, કેશાન્ત, સમાવર્તન અને વિવાહ સંસ્કાર વગેરેનું વર્ણન છે.
ગર્ભાધાન થી સીમન્તોન્નયન સંસ્કારમાં સંસ્કાર એ શ્રેષ્ઠ બાળકના પ્રયોજનાર્થ જ છે, પણ તે જન્મ પૂર્વેથી શરૂ થાય છે અને તેથી સંસ્કાર એ સ્ત્રી ( બાળકની માતા) પર કરવામાં આવે છે.
જાતકર્મથી લઇને ઉપનયન સંસ્કારોમાં સ્વયં બાળક એ સંસ્કાર્ય છે અર્થાત્ બાળક પર સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે ઉપનયન સંસ્કાર થી સમાવર્તન સંસ્કાર આચાર્ય દ્વારા કરવામાં આવતાં હતાં. જ્યારે વિવાહ સંસ્કાર વડીલો અને સ્નેહીજનો ની ઉપસ્થિતિમાં સ્વસ્થ અને સમજદાર યુવક-યુવતી વચ્ચે થાય છે. જેનો ઉદ્દેશ્ય સંસ્કારને – જાતિપ્રવાહ ને ચલાવવાની સાથે ઉત્તમ અને ગુણવાન સંતાનોની ઉત્પત્તિ કરવાનો પણ છે.
આમ, સ્વસ્થ બાળકની ઉત્પત્તિથી લઇને આજીવન સ્વસ્થ બની રહેવું અને આ થકી સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવો આવી ભાવના સાથે આ સંસ્કારોનું વર્ણન અહિં આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

વધુ માહિતી માટે સંપર્ક કરો.

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

3.12903225806
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top