હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / પુષ્યાનુગ ચૂર્ણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પુષ્યાનુગ ચૂર્ણ

પુષ્યાનુગ ચૂર્ણ વિષે માહિતી

પ્રદર, લોહીવા,આર્તવદોષ,યોનિદોષ જેવાં તમામ સ્ત્રીરોગો, બાળરોગો, તેમજ લોહીના ઝાડા અને મસા માટે શ્રેષ્ઠ

યોજના

જાંબુના ઠળિયા, કેરીની ગોટલી, લીંબુ સૂંઠ મરી જેઠીમધ, ઈન્દ્રયવ, અરડૂસી,દ્રાક્ષ વગેરે ૨૬ દ્રવ્યોનું ચૂર્ણ ફાર્મસીઓમાંથી તૈયાર પણ મળે છે.

સેવનવિધિ

૧થી૬ ગ્રામની માત્રામાં આ ચૂર્ણ ભાતના ઓસામણમાં, બકરીના દૂધમાં, મોળી છાશમાં કે પાણીમાં દિવસમાં બે-ત્રણ વખત લેવું જોઈએ.

ઉપયોગ

(૧) પ્રદર – સ્ત્રીઓને શરીર ધોવાતું હોય અથવા લોહીવા હોય તેમાં ૧-૧ ચમચી ચૂર્ણ સવારે – સાંજે ભાતના ઓસામણામાં લેવું આ ચૂર્ણની નાનકડી પોટલી પણ રેશ્મી કપડામાં બાંધી યોનિમાં રાખી શકાય.

(૨) આર્તવદોષ – આર્તવ વધુ આવતું હોય, અનિયમિત આવતું હોય, વિકૃત આવતું હોય તો આ ચૂર્ણ ૧-૧ ચમચી સવારે – સાંજે લેતા રહેવું.

(૩) યોનિદોષ – સ્ત્રીઓની જનનેન્દ્રિયના કોઈ પણ દરદમાં આ ચૂર્ણ પાણીમાં લેવું અને અંદર પોટલી મૂકવી.

(૪) બાળરોગ – બાળકોના ઝાડા, તાવ, કૃમિ, વગેરે દરદોમાં ૧-૧ ગ્રામ મધમાં કે દૂધમાં આપવું.

(૫) લોહીના ઝાડા – બકરીનું દૂધ અથવા મોળી છાશમાં ૧-૧ ચમચી ચૂર્ણ ચાર કલાકે આપવું.

(૬) રકતાર્શ – દૂઝતા મસા – ૧-૧ ચમચી ચૂર્ણ મોળી છાશમાં કે બકરીના દૂધમાં આપવું.

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
2.96875
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top