આંતરડાનાં ચાંદાં, મોંનાં ચાંદા, સ્વરભેદ, ઉધરસ, રક્તસ્ત્રાવ, જાતીય દૌર્બલ્ય અને આધાશીશી માટે શ્રેષ્ઠ
યોજના
બજારમાંથી સડેલાં ન હોય તેવાં જેઠીમધનાં સૂકાં મૂળ ખરીદી લાવી, સાફ કરીને બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું.
સેવનવિધિ
૧ થી ૪ ગ્રામ ચૂર્ણ, મધ, દૂધ કે પાણીમાં દિવસમાં બે થી ત્રણ વખત લઈ શકાય.
ઉપયોગ
(1) આંતરડામાં ચાંદા કે મોંમાં ચાંદા – દિવસમાં ત્રણ વખત શક્ય તેટલું વધુ જેઠીમધનું ચૂર્ણ લઈ, સમાનભાગે શતાવરી ચૂર્ણમાં મેળવીને બકરીના દૂધમાં કે ક્ષીરપાક કરીને લેતાં રહેવું, સાથે કેવળ બકરીનું દૂધ અને ઘઉંની થૂલીનો જ આહાર લેવો. મોં આવી ગયું હોય તેમાં મોઢામાં ચૂર્ણ લગાડયા કરવું. તેની મધમાં વાળેલી ગોળી ચૂસવી કે મધમાં ચૂર્ણ ચાટવું. તેમજ પાણી કે દૂધમાં ચૂર્ણ મેળવી કોગળા કરવા.
(2) સ્વરભેદ – મધમાં ચૂર્ણ ચાટવું. કોગળા ભરવા અને મધમાં ગોળી વાળી ચૂસ્યા કરવી.
(3) ઉધરસ – ગોળી ચૂસવી કે મધમાં ચૂર્ણ ચાટવું.
(4) રક્તસ્ત્રાવ – ઘા ઉપર ચૂર્ણ દબાવી પાટો બાંધવો. ઘસાયું હોય તે ઉપર ઘી કે મધ સાથે જેઠીમધ લગાડવું.
(5) નસકોરી – મધ, ઘી કે દૂધમાં મેળવી નાકમાં ટીપાં નાખવાં.
(6) જાતીય દૌર્બલ્ય – દૂધમાં કે ઘીમાં રોજ સેવન કરવું.
(7) આધાશીશી – હેડકી – મધમાં મેળવીને નાકમાં ટીપાં પાડવાં.
નોંધ – જીવનીય, ત્રિદોષશામક, ચક્ષુષ્ય, કેશ્ય, વર્ણ્ય, સ્વર્ય, બલ્ય, બૃહણં અને વૃષ્ય હોવાથી તેનું રોજ સેવન હિતાવહ છે.
વધુ માહિતી માટે
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com