অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હરસ

હરસ

  1. હરસ થયા હોય તો થોડા દીવસ રાત્રે એક ચમચો દીવેલ દુધમાં પીવું.
  2. સવારે પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી ૧૫ દીવસ સુધી પીવાથી હરસ મટે છે.
  3. હરસ થયા હોય તો બને તેટલું (રોગના પ્રમાણ મુજબ) લીલું અથવા સુકું કોપરું ખાવું અને મળી શકે તો તાજા નાળીયેરનું પાણી દરરોજ ૧-૧ ગ્લાસ દીવસમાં બે ત્રણ વાર પીવું.  આથી વગર દવાએ હરસ મટવાની શક્યતા છે.
  4. લીમડાના કુમળાં પાનના રસનું પાંચ દીવસ સેવન કરવાથી કષ્ટદાયક હરસ-મસાની પીડામાંથી મુક્ત થવાય છે.
  5. દોઢ-બે લીંબુનો રસ એનીમાના સાધનથી ગુદામાં લેવો. દસ પંદર સંકોચન કરી થોડી વાર સુઈ રહેવું. પછી શૌચ જવું. આ પ્રયોગ ચાર પાંચ દીવસે એક વાર કરવો. ત્રણ વારના પ્રયોગથી જ હરસ-મસામાં લાભ થાય છે. સાથે હરડેના ચુર્ણનું સવારે નયણા કોઠે નીત્ય સેવન કરવું, તથા મસા પર દીવેલ લગાવવું.
  6. મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે.
  7. લોહીવાળા મસા પર જીરુનો લેપ કરવાથી અને રોજ ઘી, સાકર તથા જીરુ ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે.
  8. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું.
  9. વાયુથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ કાઢેલો મઠો આપવો. મઠાના સેવનથી હરસ મટે છે.
  10. નાની એલચી હરસ અને મુત્રકૃચ્છ્ર મટાડે છે.
  11. હરસમાં લોહી પડતું હોય તો સરખા ભાગે ઘી અને તલમાં થોડી સાકર મેળવી ખાવું. દીવસમાં ચારેક વખત આ પ્રયોગ નીયમીત કરવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. થોડા દીવસ પ્રયોગ ચાલુ રાખવાથી હરસ મટે છે.
  12. હરસ-મસામાં સવાર-સાંજ માખણ સાથે રસોત લેવાથી લાભ થાય છે. રસોત કરતાં માખણ દસગણું લેવું.
  13. દરરોજ બે-ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરીયાળી ખુબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે.
  14. ૧૦-૧૨ ગ્રામ કાળા તલનો કલ્ક કરી, ૧૦૦-૧૫૦ ગ્રામ બકરીના દુધમાં મેળવી ૫-૬ ગ્રામ સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
  15. કાળા તલ ખાઈ પાણી પીવાથી દુઝતા હરસ નાશ પામે છે, દાંત મજબુત થાય છે અને શરીર પુષ્ટ થાય છે.
  16. દહીંના ઘોળવામાં ઘીમાં શેકેલી થોડી હીંગ, જીરુ તથા સીંધવ નાખી પીવાથી હરસ, અતીસાર અને પેઢાનું શુળ મટે છે.
  17. ગાયનું માખણ અને તલ મીશ્ર કરીને ખાવાથી હરસ મટે છે.
  18. રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દુઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  19. ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
  20. શેકેલું જીરુ, મરી અને સીંધવનું ચુર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ, અતીસાર અને ગ્રહણીમાં ફાયદો થાય છે.
  21. વડની છાલ, કુણાં પાન કે કુણી કુંપળોનો ઉકાળો પીવાથી દુઝતા હરસમાં ફાયદો થાય છે.
  22. ગોટલીનું ચુર્ણ મધ સાથે લેવાથી દુઝતા હરસ અને સફેદ પ્રદર મટે છે.
  23. સુરણના ટુકડા ઘીમાં તળીને ખાવાથી હરસ મટે છે.
  24. સુરણનો કંદ સુકવી બનાવેલું ચુર્ણ ૩૨૦ ગ્રામ, ચીત્રકનું ચુર્ણ ૬૦ ગ્રામ અને મરીનું ચુર્ણ ૨૦ ગ્રામમાં ૮૦૦ ગ્રામ ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવવી.આ ગોળી ખાવાથી સર્વ પ્રકારના હરસ મટે છે.
  25. સુંઠનું ચુર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે.
  26. હળદરનો ગાંઠીયો શેકી, તેનું ચુર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દીવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે.
  27. આમલીના ઝાડની છાલનું વસ્ત્રગાળ ચુર્ણ ગાયના અધમળ્યા દહીં સાથે સવાર-સાંજ ખાવાથી દુઝતા હરસ મટે છે.
  28. આંબાની ગોટલીનું ચુર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી દુઝતા હરસ મટે છે.
  29. કારેલાંનો કે કારેલીના પાનનો એક નાની ચમચી જેટલો રસ સાકરના ચુર્ણ સાથે મેળવી પીવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે.
  30. કોકમનું ચુર્ણ કે ચટણી દહીંની ઉપરની તર(મલાઈ)માં મેળવી ખાવાથી દુઝતા હરસ મટે છે.
  31. ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી દુઝતા હરસનો રક્તસ્રાવ બંધ થાય છે.
  32. છાસમાં ઈંદ્રજવનું ચુર્ણ મેળવી પીવાથી દુઝતા હરસ મટે છે.
  33. માખણ, નાગકેસર અને ખડી સાકર ખાવાથી દુઝતા હરસમાં ફાયદો થાય છે.
  34. મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવાથી દુઝતા હરસ મટે છે.
  35. હરસમાં લોહી પડતું હોય તો વડનાં સુકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો.
  36. ૬૦ ગ્રામ અજમો ૬૦ ગ્રામ જુના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી ૫-૫ ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી વાયુના હરસ મટે છે.
  37. આમલીનાં ફુલોનો રસ લેવાથી હરસ મટે છે.
  38. એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે.
  39. જીરુ વાટી લુગદી કરી બાંધવાથી દુઝતા હરસમાં પડતું લોહી બંધ થાય છે, બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે.
  40. ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, સાકર ૫ ગ્રામ અને ઘી ૩ ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા રાત્રે ઈસપગુલનું સત્ત્વ લેવાથી હરસની બીમારી શાંત થાય છે.
  41. ડુંગળીના નાના નાના ટુકડા કરી, તડકામાં સુકવી, ૧૦ ગ્રામ જેટલા ટુકડા ઘીમાં તળી, ૧ ગ્રામ કાળા તલ અને ૨૦ ગ્રામ સાકરનું ચુર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે.
  42. ડુંગળીની બારીક કાતરી કરી, દહીંમાં મેળવી, તેમાં જરુર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દુઝતા હરસનો રક્તસ્રાવ બંધ થાય છે, શૌચશુદ્ધી થાય છે અને રક્તાર્શ મટે છે.
  43. દાડમની છાલનું ચુર્ણ નાગકેસર સાથે મેળવી લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
  44. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે.
  45. દુધીનાં પાનનો રસ કાઢી હરસ પર ચોપડવાથી લાભ થાય છે.
  46. ગાજરનું શાક ઘી કે તેલમાં બનાવી એમાં દાડમનો રસ અને દહીં મેળવી ખાવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે.
  47. મુળાનાં પાન અને સફેદ કાંદો કાઢી નાખી, પાનની નીચેનો લીલો ભાગ લઈ, તેનો રસ કાઢી, તેમાં ૬ ગ્રામ ઘી મેળવી રોજ સવારે પીવાથી રક્તાર્શ મટે છે.
  48. એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવવો. પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી રાત મુકી રાખવા. સવારે એ ટુકડા આખો દીવસ ચુસતા રહેવું. થોડા દીવસ નીયમીત પ્રયોગ કરવાથી લોહી પડતા હરસ મટે છે.
  49. દરરોજ જમ્યા પછી ૧-૧ ચમચો લવણભાસ્કર ચુર્ણ લેવાથી હરસ મટે છે. જેટલી વાર જમો તેટલી વાર એ લેવું.
  50. સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચુર્ણ લેવાથી હરસ મટે છે.
  51. અખરોટના તેલમાં કાપડનો ટુકડો બોળી સવાર-સાંજ હરસ પર બીછાવી દેવાથી હરસ મટે છે.
  52. દાડમનાં સુકાં છોડાંનું ૧-૧ ચમચી ચુર્ણ પાણી સાથે નીયમીત લેવાથી હરસ મટે છે.
  53. અડધી ચમચી નાગકેસર, એક ચમચી ખડી સાકરનું ચુર્ણ, એક ચમચી માખણ અને એક ચમચી કાળા તલનું મીશ્રણ કરી રોજ રાતે જમ્યા પછી લેવાથી દુઝતા હરસ મટે છે.
  54. કાળા તલનું સારા એવા પ્રમાણમાં સેવન કરવાથી હરસ મટે છે.
  55. હરસમાં લોહી પડતું હોય તો અંઘેડાના બીને છાસમાં વાટી સેવન કરવાથી લોહી પડતું અટકે છે.
  56. સુંઠ, મરી, પીપર, કઠ, સીંધવ, જીરુ, વજ, હીંગ, વાવડીંગ, હરડે, ચીત્રક અને અજમોદ દરેક સરખા વજને લઈ બારીક ચુર્ણ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી. એને દુર્નામકુઠારવટી કહે છે. (દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહાડી- હરસ પર કુહાડી જેવી ઘાતક વટી.) આ વટીમાં જઠરાગ્ની પ્રદીપ્ત કરી  આહારનું પાચન કરવાનો તથા કબજીયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે.
  57. ૧-૧ ચમચી લવણભાસ્કર ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પ્રારંભીક અવસ્થાના હરસ મટે છે.
  58. એક ચમચી કડાછાલનું ચુર્ણ એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ કરીને સવાર-સાંજ પીવાથી દુઝતા હરસનો રક્તસ્રાવ મટે છે. આ ઉપચાર વખતે તરસ લાગે ત્યારે પાણીને બદલે બકરીનું દુધ પીવું, અને આહારમાં તીખા, તળેલા અને ગરમ પદાર્થો બંધ કરવા.
  59. એક ચમચી ગાયના ઘીમાં કાળા મરીનું એક નાની ચમચી ચુર્ણ નાખી સવાર-સાંજ લેવાથી હરસ મટે છે.
  60. મીઠું નાખીને કાઢેલા કડવા તુરીયાના પાણીમાં વેંગણ બાફી, ઘીમાં તળી ગોળ સાથે તૃપ્તી થાય ત્યાં સુધી ખાઈ ઉપર છાસ પીવાથી ખુબ વધી ગયેલા કે જન્મથી વારસામાં મળેલા હરસ પણ સાત દીવસમાં સારા થાય છે.
  61. દુઝતા હરસમાં બીલીના ફળના ગર્ભનો ત્રણ ચમચી ઘસારો એક ગ્લાસ તાજી મોળી છાસમાં નાખી સવાર-સાંજ પીવો અને છાસમાં સુરણ બાફીને ખાવું. અર્શોઘ્નવટી એક એક ગોળી સવારે, બપોરે અને સાંજે લેવી. ગોળ, ખજુર, કાળાં મરી, સુંઠ, આદુ, અથાણાં, પાપડ અને ગરમ મસાલા બંધ કરવાં.
  62. હીરાકસી, કલગારી, કઠ, સુંઠ, પીપર, સીંધવ, મન:શીલ, કરેણની છાલ, વાવડીંગ, ચીત્રક, દારુડી અને દંતીમુળ જેવાં મસાનાશક ઔષધો નાખી બનાવેલું ‘કાસીસાદી તેલ‘ (જે બજારમાં તૈયાર મળે છે) સવારે અને રાત્રે હરસ પર રુના પોતા કે વાટથી લગાડવાથી મસા સંકોચાઈને બેસી જાય છે. જો હરસ અલ્પ મુળવાળા હોય તો ખરી જાય છે. આ તેલ મળમાર્ગને કોઈ નુકસાન કરતું નથી. એનો ઉપયોગ કરતી વખતે ગોળ, અથાણાં, પાપડ, ખજુર, ખારેક, કાળાં મરી, સુંઠ, આદુ, મરચાં વગેરે ગરમ ચીજો બંધ કરવી.
  63. સુકા ધાણા અને સાકર સમાન ભાગે લઈ ચુર્ણ બનાવી એક એક ચમચી ચુર્ણ દીવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી કોઈ ગંભીર રોગ ન હોવા છતાં મળ વાટે લોહી પડતું હોય તો તે મટે છે.
  64. મળ માર્ગના અંદરના કે બહારના મસા હોય તો આઠથી દસ દીવસ અડધી ચમચી જેટલું શુદ્ધ નાગકેસર, એક ચમચી માખણ અને એક ચમચી ખડી સાકરનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું અને વાયુ પીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.
  65. છાશમાં બાફીને બનાવેલું સુરણનું શાક મસાનો નાશ કરે છે.
  66. હરસ ફુલી ગયા હોય તો કુંવારપાઠાનો ગર્ભ અને હળદર મીશ્ર કરી તેની પેસ્ટ મસા પર સવાર-સાંજ લગાડો. મસા થોડા દીવસમાં કરમાઈને સુકાઈ જશે.
  67. આમલીનાં ફુલ ૫૦ ગ્રામ, દાડમના દાણાનો થોડો રસ અને થોડું મોળું દહીં નાખીને, ધાણા, જીરુ, સુંઠ, રાઈ, મેથીનો વઘાર કરી શાક બનાવી આઠ-દસ દીવસ રોજ બપોરે જમતી વખતે લેવાથી સરળ મળપ્રવૃત્તી થશે અને હરસ-મસા સંકોરાઈને બેસી જશે.
  68. રોજ સવારે ૪૦ ગ્રામ કાળા તલ ખુબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ મટે છે.
  69. એક કપ દહીંમાં સુકવેલા સુરણનું ચુર્ણ એક ચમચી, હળદર અડધી ચમચી, ચીત્રકમુળનું ચુર્ણ ચણાના દાણા જેટલું અને અડધી ચમચી હરડેનું ચુર્ણ નાખી ખાવાથી હરસ મટે છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate