પુષ્પોમાં કમળનું પુષ્પ, ફળોમાં નાળીયેર, સંપત્તીમાં વીદ્યાધન, સુખોમાં આહારસુખ, ઈન્દ્રીયોમાં આંખ, અંગોમાં માથું, સ્ત્રીઓમાં મા, દેવતાઓમાં ગુરુદેવ, ગુણોમાં સુશીલતા, દાનોમાં વીદ્યાદાન, કર્મોમાં ની:સ્વાર્થ સેવાકર્મ, તેમ તમામ ઔષધોમાં લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. એ રસાયન ઔષધ છે, જેનાથી દીર્ઘ જીવન પ્રાપ્ત થાય છે. એ માટે લીમડા પરની ગળોનો તાજો રસ ૩-૪ ચમચી સવાર-સાંજ પીવો.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020