વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિરીષ (Albizzia Labbeic)

શિરીષ (Albizzia Labbeic) વિશેની માહિતી આપવામાં આવી છે

शिरीषो विषघ्नानाम्I

આચાર્ય ચરકે પણ શિરીષનું નિરૂપણ વિષઘ્ન તરીકે જ કરેલ છે.અલગ – અલગ દશ વિષઘ્ન દ્રવ્યો પૈકી શિરીષ એ શ્રેષ્ઠ છે. પ્રાચીન કાળથી જ વિષ (ઝેર) ઊતારવા માટે શિરીષ વપરાતું રહેલું છે જે આજે પણ ગામડાઓમાં તથા વનવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે.આપણા દેશમાં સરસડો એ ઠેરઠેર જોવા મળતી વનસ્પતિ છે અને સરકાર દ્વારા પણ વનીકરણના પ્રોજેક્ટમાં તેનું અવારનવાર વાવેતર થતું રહે છે.બારેમાસ લીલોછમ દેખવાના કારણે તથા ઘટ્ટ પાંદડાંઓની ગોઠવણથી તે સુંદર મજાનો છાંયડો આપવાને કારણે શિરીષ એ ઠેર ઠેર વાવવામાં આવે છે.
કાળો અને સફેદ સરસડો એમ બે પ્રકારમાંથી કાળો સરસડો એ વિષઘ્ન તરીકે વપરાય છે. મધ્યમ પ્રકારનું ૧૦ થી ૨૦ ફૂટની ઊંચાઈવાળા આ વૃક્ષને પીળાં ફૂલો આવે ત્યારે તે ખીલી ઊઠે છે.શિરીષની અડધાથી એક ફૂટ લાંબી મરુન કલરની શિંગોમાં ૮ થી૧૦ બીજ હોય છે.આ બીજમાં સૌથી વધુ વિષઘ્ન જોવા મળે છે.
Albizzia Labbeic એ શિરીષનું Botanical નામ છે. તેના બીજ, છાલ અને પુષ્પનો ઔષધ તરીકે ઊપયોગ થાય છે.

ગુણ–કર્મ

શિરીષ એ લઘુ, રૂક્ષ અને તીક્ષ્ણ છે. વળી સ્વાદે તૂરો, કડવો અને કંઈક અંશે મધુર પણ છે. તે સ્વભાવે થોડા અંશે ઊષ્ણ છે. આમ તો ત્રિદોષશામક ગુણ ધરાવે છે. વિષઘ્ન કર્મની સાથોસાથ તેનો સમાવેશ વેદનાસ્થાપન – દુખવામાં રાહત આપનાર તથા શિરોવિરેચન એટલે માથાનો ભાર હળવો કરનાર –મસ્તિષ્કનાં દોષોને દૂર કરનાર છે.
શિરીષની ત્વચાનું કે તેની શિંગની ત્વચાનું ચૂર્ણ સમાન ભાગે ૩ થી ૬ ગ્રામની માત્રામાં તથા 
બીજ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવામાં આવે છે. વિષાકત અવસ્થામાં જ્યારે ઊલટી કરાવવાની હોય ત્યારે શિરીષના રસની છાલના ઊકાળાની તથા બીજના ચૂર્ણની શકય હોય તેટલી વધુ માત્રા આપવી. જેથી જલદીથી ઊલટી થઈને ઝેર બહાર નીકળી જાય. મોટેભાગે વિષઘ્ન પ્રયોગોમાં સહજ – સુલભ હોય તેવા ઠેકાણે જ તેનો ઊપયોગ થતો હોવાથી શિરીષ મોટેભાગે તાજો જ વપરાય છે.વળી ઝેર ચડવાના કે ઝેરી જીવજંતુ કરડવાના બનાવો શહેરમાં ઓછામાં ઓછા બનતાં હોવાને કારણે તેના તૈયાર યોગો પ્રાપ્ય નથી.
रसे शिरीषपुष्प्स्य सप्ताहमरीचं सितम् I
भावितं सर्पદૃष्टानां नस्थपानांगने हितम् I
સફેદ મરીના ચૂર્ણને શિરીષના રસની સાત ભાવના આપીને તૈયાર કરેલ ચૂર્ણનું નસ્ય,
પાન અને અંજન સ્વરૂપે ઊપયોગ કરવાથી સાપનું ઝેર ઊતરે છે.આમ શિરીષનો કદાચ સર્પવિષમાં 
વધુ ઊપયોગ થતો હશે તેવું લાગે છે.

વિવિધ પ્રયોગો (સર્પ વિષ માટે)

  1. સ્વરસ – શિરીષનાં તાજાં, લીલાં પાનનો રસ કાઢી વારંવાર એક-એક કપ પીવડાવતાં રહેવું. ઊલટી કરાવવાની હોય તો મોટી માત્રમાં એક સાથે રસ પીવડાવવો અને જરૂર જણાય તો તેમાં મીંઢણનું ચૂર્ણ કે અરીઠાનું પાણી પણ ઊમેરવાથી જલદીથી ઊલટી થવા લાગશે.
  2. ચૂર્ણ – શિરીષની આંતરછાલનું ચૂર્ણ ૧-૧ ચમચી અથવા બીજનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવું ઘીનું અનુપાન એ સર્પવિષમાં શ્રેષ્ઠ ગણાય છે તેથી ૧૦ ગ્રામ જેટલા ચૂર્ણને ૧૦૦ ગ્રામ ઘી જેટલી માત્રામાં આપવું ફાયદાકારક છે.
  3. ઊકાળો – શિરીષની આંતરછાલનો ઊકાળો વારંવાર આપવો અને જો તેમાં ગાયનું ઘી ઊમેરીને આપવામાં આવેતો ઝડપથી ફાયદો થાય છે.
  4. લેપ – સર્પદંશના સ્થાન પર શિરીષના બીજનો અથવા તો શિરીષના પાનની લુગદીનો લેપ કરવાથીસોજો અને વેદના ઓછી થાય છે.
  5. નસ્ય – આગળ શ્ર્લોકમાં વર્ણવેલ ચૂર્ણનું નસ્ય આપવું અથવા અરીઠાના ફીણમાં શિરીષના બીજને ઘસીને તે પ્રવાહીનું નસ્ય આપવું
  6. અંજન – આગળ જણાવેલ ચૂર્ણનું અંજન આંજવું . અંજન અને નસ્ય એ સર્પદંશ બાદ ઘેન ન ચડે તે માટે ખાસ ઊપયોગી છે. આ ઊપરાંત કોચલાના ઝેરમાં શિરીષની છાલનો પ્રયોગ કરવાનો ઊલ્લેખ છે. ઊંદર વિષમાં પણ શિરીષની છાલનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં ઘી સાથે આપતાં રહેવાનો ગ્રંથાધાર છે.

ટૂંકમાં, વિષઘ્ન ઔષધ તરીકે વપરાતો શિરીષ એ શરીરમાં રહેલ વિવિધ પ્રકારના વિષઆમ તેમજ રકત દોષને દૂર કરતો હોવાથી ઘણા બધા ઔષધ યોગોમાં તેનો સમાવેશ કરેલ છે.
આજકાલ એલોપેથિક ઔષધોની વિવિધ પ્રકારની સાઈડ ઈફેક્ટસ પણ એક વિષાકત અવસ્થા જ છે .આમાં પણ શિરીષ કદાચ તેની વિષઘ્ન કર્મકુશળતાનો પરચો બતાવી શકે પણ તે દિશામાં સંશોધનને ચોકકસ અવકાશ છે. ભગવાન ધન્વન્તરિના આશિર્વાદથી આ દિશામાં આરંભ ચોકકસપણે કરી શકાય.

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top