હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / પારિજાત (Nyctanthyes Arbar –Tristis)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પારિજાત (Nyctanthyes Arbar –Tristis)

પારિજાત (Nyctanthyes Arbar –Tristis) વિશેની માહિતી આપવામાં આવી છે

પારિજાત અથવા પારિજાતકના સંસ્કૃત નામથી ઓળખાતું આ મધ્યમ કદનું  વૄક્ષની ઓળખ એ તેની ડાળી-ક્રાંડ છે. સામાન્ય રીતે દરેક વૃક્ષ-વનસ્પતિની ડાળી એ ગોળાકાર હોય છે, પરંતુ પારિજાતની ડાળીઓનાં કાંડ ચતુષ્કોણ–ચોરસ હોય છે.આ જ તેની સૌથી વિશેષ ઓળખ છે. બીજી ઓળખ તેનાં ફૂલો છે. તેની  સુંદરતા રંગ બાહુલ્ય તથા જ્થ્થાબંધ પ્રમાણમાં આવતાં મધુર સુંગધીદાર ફૂલો પણ તેની વિશેષ ઓળખાણ છે.સાહિત્યની ભાષામાં નવલકથામાં પણ પારિજાતનાં પુષ્પોનો ઊલ્લેખ આવ્યા વિના રહેતો નથી

Flower & flower buds I IMG 2258

પારિજાતનાં ફૂલો ખૂબ જ નાજુક હોય છે. સહેજ ડાળી હલાવીએ તો નીચે ઢગલો ફૂલો ખરી પડે છે. પારિજાતના ફૂલોની સુવાસ એ પવનની લહેરખીની સાથે દૂર સુધી પ્રસરે છે.

તેનું અંગ્રેજી નામ Night Jasmine કે Coral Jasmine પણ છે. લેટિન નામ Nyctanthyes Arbar –Tristis છે. તેનું બીજું નામ શેફાલિકા પણ છે.

ગુણકર્મ – પારિજાતના પત્રોનો વિશેષતઃ ઔષધ તરીકે ઊપયોગ થાય છે.

સન્ધિવાતઘ્નો ગુદ્વાતાદિ દોષનુત્ I સાંધાનાં વા નો તથા અપાનવાયુનો નાશ કરનાર છે. પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. તે પચવામાં તીખી છે.મતલબ કટુ વિપાકી છે.તે સ્વાદે કડવું છે કફવાત શામક તરીકે ગુણો ધરાવે છે. અન્ય ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તે જંતુઘ્ન અને કેશ્ય પણ છે.નાડીતંત્રના સોજાને દૂર કરીને Neurological treatment માં તે સારામાં સારું પરિણામ આપે છે.

Flower & flower buds I IMG 2257

ઊપયોગ –

  • ખાલિત્ય-વાળ  ખરવા  - ખરતાં વાળમાં તેના બીજને પાણીમાં પીસીને તેનો લેપ કરવાથી વાળ ખરતાં ઓછાં થઈ જાય છે. અને ખરેલા વાળ ફરીથી ઊગી નીકળે છે.
  • રાંઝણ – સાયેટીકા –Sciatica નું ઊત્તમ ઔષધ છે.તેમજ તેની અસર અન્ય રોગો કરતાં ગૄધ્રસી – રાંઝણ (Sciatica) માં વિશેષ છે.રાંઝણ તેમજ વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો Sciatica ઝડપભેર મટે છે.
  • વિષહર – કોઈ પણ જીવજંતુના કરડવાથી તેના પર પારિજાતના પાંદડાની લુગદી બનાવીને તેનો લેપ કરવો.
  • ખરજવું - (૧) ખરજવા ઊપર પારિજાતના પાંદડાનું ચૂર્ણ તથા નાચણીનો લોટ સમભાગે લઈને તેને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે.
  • (૨) પારિજાતના પાંદડાને દૂધમાં વાટીને લેપ કરવાથી પણ ખરજવામાં ફાયદો થાય છે.
  • ખોડો – પારિજાતના બીને પાણીમાં લસોટીને તેને નિયમિત માથા પર લેપ કરવાથી ખોડો મટે છે.
  • દાદર – દાદર પર પારિજાતના પાનનો રસ કાઢીને ચોપડવાથી તે મટે છે.

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

3.21428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top