હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / નસકોરી માટેના આયુર્વેદ ઉપચાર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નસકોરી માટેના આયુર્વેદ ઉપચાર

નસકોરી માટેના આયુર્વેદ ઉપચાર

 • નસકોરી ફૂટે ત્‍યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
 • નસકોરી ફૂટે ત્‍યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
 • લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે.
 • નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્‍તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
 • નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત જ બંધ થાય છે.
 • ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
 • મરી અને દહીંને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
 • કેરીનો ગોટલીનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
 • દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે.
 • મરીનો અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખૂલે છે.
 • આમળાંના ચૂર્ણને કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે.
 • અરડૂસીનાં પાનના રસનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરડૂસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોંવાટે લોહી પડતું બંધ થાય છે.
સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
3.11111111111
કુમારભાઇ Mar 08, 2018 08:30 PM

ગરમીમા નસકોરિ દીવસમા 2. 3 વાર ફુટેછે તો મારે સુ કરવુ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top