অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખાંસીને મટાડતો સ્વાદિષ્ટ ઉપચાર

ખાંસી એક સ્વતંત્ર રોગ હોવા ઉપરાંત શ્વસનતંત્રમાં થયેલા કે અન્ય કોઈ રોગનો સંકેત કરતું લક્ષણ પણ હોઈ શકે છે. આધુનિક સમયમાં હવામાનનાં પ્રદૂષણ અને કેમિકલનાં વપરાશનો સામનો વારંવાર થતો રહે છે. ઘરની સાફ-સફાઈમાં વાપરતાં વિવિધ પ્રકારના ક્લિનર્સ હોય કે પછી મચ્છર-જીવાંત દૂર રાખવા વપરાતાં માખી-મચ્છર-વાંદા નાશક સ્પ્રે હોય દરેકે દરેક જંતુનાશક છંટકાવને શ્વાસમાં જતું અટકાવવું તો શક્ય નથી બનતું. આથી જ આવા રોજબરોજનાં વપરાશમાં આવતાં રસાયણોની આડઅસરરૂપે પણ ગળામાં સોજો, બળતરા, ખંજવાળ, ખાંસી જેવી પ્રતિક્રિયા થતી હોય છે. શિયાળુ ઠંડા વાતાવરણમાં સવારે વહેલા બહારના વાતાવરણનાં સંપર્કથી કેટલાંક વ્યક્તિઓ ગળામાં ચચરાટ, સોજો અને ખાંસીનાં શિકાર બનતાં હોય છે.
શરીરને માફક ન આવે તેવી પરિસ્થિતનો સામનો જ્યારે શરીર કરે, ત્યારે શરીર સ્વબચાવ માટે પ્રતિક્રિયા કરે છે. પ્રદૂષણ, કેમિકલ, ઠંડી હવા જેવા પ્રતિકૂળ સંજોગોમાં નાકની આંતરત્વચા, ગળાની આંતરત્વચા, શ્વાસનલિકામાં પ્રતિક્રિયા થઇ છીંકો આવવી, નાકમાંથી સ્ત્રાવ થવો, કફનો સ્ત્રાવ થાય છે. નાસાસ્ત્રાવ, ગળામાં સોજો, કફનો સ્ત્રાવ વધુ થવાથી શ્વાસોચ્છવાસની ક્રિયામાં અવરોધ થાય છે. ખાંસી દ્વારા શરીર ફેફસામાં જમા થયેલા કફને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ગળામાં ચોંટી ગયેલાં કફને, ગળામાં થતાં ચચરાટ-ખંજવાળને દૂર કરવા પણ ખાંસી પ્રતિક્રિયા રૂપે આવતી હોય છે.
ટ્યુબરક્યુલોસિસ, ઈઓસીનોફિલ કે અન્ય સંક્રમણને કારણે પણ કફ જમા થવો, ખાંસી આવવા જેવા લક્ષણો થતાં હોય છે. આથી જ જ્યારે સામાન્ય શરદી-ઉધરસ થઇ અને મટી જવા માટે વધુ લાંબો સમય લાગે ત્યારે માત્ર ખાંસી છે સમજી અને અવગણવું જોઈએ નહી. ખાંસી માત્ર લક્ષણ હોઈ શકે છે. લાંબો સમય ચાલતી ખાંસી માટે આવશ્યક પરિક્ષણ અને વૈદકીય નિરીક્ષણ, નિદાન અને ચિકિત્સા જરૂરી બની જાય છે. બની શકે કે બ્લડપ્રેશર કે અન્ય કોઈ રોગની દવાની આડઅસર રૂપે પણ ખાંસીના ઠસકા આવ્યા કરતાં હોય. નાના-મોટા કોઇપણ કારણસર આવતી ખાંસીને નિદાન-ઉપચારથી જ મટાડી શકાય.

શરદી-ખાંસી, બ્રોન્કાઈટીસમાં ઉપયોગી સિતોપલાદિ ચૂર્ણ

સામાન્ય શરદી બાદ થઇ જતી ખાંસી, ગળામાં ચચરાટ, દુઃખાવો, બ્રોંકાઈટીસમાં ખાંસીનો વેગ ઘટાડવામાં સિતોપલાદિ ચૂર્ણ મદદ કરે છે. સિતોપલાદિ ચૂર્ણમાં વપરાતાં ઔષધોને કારણે તે સ્વાદિષ્ટ હોવાથી બાળકો પણ સરળતાથી લઇ શકે છે. સિતોપલાદિ ચૂર્ણ આયુર્વેદનાં સિદ્ધાંતનુસાર એવા ઔષધોથી બનાવાયેલું છે, જે વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોથી થયેલી ખાંસી મટાડવા ઉપયોગી છે. ઘણાં કિસ્સાઓમાં કફ તત્વનું પ્રમાણ શરીરમાં વધી ગયું હોય, મ્હોંમાં ચીકાશ અનુભવાતી હોય, ગળામાં કફ ભરાયેલો રહેતો હોય આવા કફની વિકૃતીથી થતાં અરૂચિ, અપચા જેવા પાચનને લગતાં રોગમાં પણ ફાયદો કરે છે. સિતોપલાદિ ચૂર્ણમાં વપરાતી સાકર તથા તજના ગુણો એસિડિટીથી થતી છાતીમાં બળતરા, GERD-ગેસ્ટ્રોઈસોફેગલ રીફ્લ્ક્સ ડિસિઝમાં હોજરીમાંથી ખાટો રસ ગળામાં આવતાં છાતીમાં થતી બળતરા, ગળામાં ચચરાટમાં ફાયદો કરે છે. સિતોપલાદિ ચૂર્ણ આયુર્વેદિય ર્દષ્ટિકોણથી શરીરના અગ્નિનું કામ સુધારી પાચનશક્તિ સુધારે છે. જેથી વાયુની ઉપરની તરફ થતી ગતિને નિયમિત કરી ખાંસીના ઠસકા મટાડે છે. તેમાં રહેલી પીપર પણ પાચન સુધારે છે. રક્તસંચાર નિયમિત કરી, ગળાનો, શ્વાસનળીનો સોજો ઘટાડી, શ્વાસની આવન-જાવન નિયમિત કરવામાં અસરકારક છે. પીપરનું ચૂર્ણ શરીરની ઈમ્યુનીટી વધારવામાં પણ મદદરૂપ છે.

સિતોપલાદિ ચૂર્ણ શી રીતે બનાવવું ?

  • સિતોપલાદિ ચૂર્ણમાં પાંચ વસ્તુઓ છે જે ક્રમાનુસાર અડધા પ્રમાણમાં લેવી.
  • સાકર ૧૬ ભાગ, વંશલોચન ૮ ભાગ, લીંડી પીપર ૪ ભાગ, એલચીના દાણા ૨ ભાગ, તજ ૧ ભાગ – આ બધાનું ઝીણું ચૂર્ણ કરી ભેળવી, કાચની બરણીમાં ભરી લેવું.
  • આમાં વપરાતું વંશલોચન એ વાંસમાં જમા થતાં પાણીમાંથી જામી જતાં બનતું કુદરતી ઔષધ છે. વાદળી પડતું અર્ધપાદર્શક, કઠણ, સ્વાદમાં તુરુ-ગળ્યું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી પરંતુ પાણીમાં મૂકતા તેમાંથી પરપોટા નીકળે છે. આધુનિક ફાર્મેકોલોજીકલ સંશોધનાનુસાર સીલીસીયસ, ક્રીસ્ટલાઈન, એન્ટી બેક્ટેરિયલ છે. જે શ્વાસનળીનો સોજો ઘટાડે છે. સંક્રમણ દૂર કરે છે.
  • આ ચૂર્ણમાં સૌથી વધુ પ્રમાણમાં સાકર વાપરવામાં આવે છે. સાકરની બદલીમાં ખાંડ વાપરવી નહીં. સાકર કફનો સ્ત્રાવ કરાવીને બહાર કાઢવામાં ઉપયોગી છે. તે ઉપરાંત બળતરા, સોજો મટાડે છે.
  • સિતોપલાદિ ચૂર્ણ ૩ ગ્રામ જેટલું મધ સાથે દિવસમાં બે વખત ચાટી જવાથી ખાંસીમાં ફાયદો થાય છે.
  • જેઓને સૂકી ખાંસી આવતી હોય, રાત્રે ઊંઘમાં ખાંસીથી જાગી જવાતું હોય તેઓ સિતોપલાદિ ચૂર્ણને રાત્રે સૂતા પહેલાં ૩ ગ્રામ પ્રમાણમાં ગાયનાં ઘી સાથે ભેળવી ચાટી જાય તો ફાયદો થાય છે.

અનુભવ સિદ્ધ :

ખાંસી, શરદી વારંવાર થઇ જતાં વારંવાર લેવી પડતી એન્ટી બાયોટિક્સ, એન્ટી હિસ્ટામીનક દવાઓની આડઅસરથી બચવા સિતોપલાદિ ચૂર્ણ ત્યારે જ અસરકારક પૂરવાર થાય જ્યારે ઠંડી-પ્રદૂષણયુક્ત હવા, ધૂળ-ધૂમાડો, એરકન્ડીશન્ડ વાતાવરણનો વધુ સામનો જેવા કારણોથી સાવધાની રાખવામાં આવે. તે સાથે વધુ ખાંડ, માવો, મલાઈ વાળા ખોરાક, ઠંડા પીણા, બજારૂ તળેલાં ખોરાક બંધ કરવા. ઈમ્યુનીટી જાળવવામાં મદદ કરે તેવા આંબળા, લીંબુ, પપૈયું, સફરજન, દાડમ જેવાં ફળ, લીલા-શાકભાજી-સલાડનો ખોરાકમાં વિશેષ ઉપયોગ કેવો.

સ્ત્રોત: ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate