આ વિડીઓમાં એસિડિટી થવાના કારણો તથા ઘરેલું ઉપચાર વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે
કારણો
અનિયમિત જીવનધોરણ છે એસીડીટી નું મુખ્ય કારણ
આપણા આહાર વ્યવહાર ઉપર નિયંત્રણ દુર કરી શકે છે એસીડીટી.
મુળાનું સેવન કરવાથી થાય છે એસીડીટી માં લાભ.
લીંબુ પાણી પીવાથી પણ દુર થાય છે એસીડીટી.
પેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશ થી લો છો, પણ શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક રેઝર બ્લેડને ઓગાળી નાખે છે. તેથી જ થોડા વૈદો તેને ખુબ જ ભયંકર ગણે છે. તેમનું કહેવું છે કે આ એસીડ એટલો તીવ્ર હોય છે, તો વિચારો શરીરની અંદર તે કેટલું નુકશાન કરતો હશે. આજકાલની દોડાદોડ ભરેલ અને અનિયમિત જીવનધોરણ ને લીધે પેટની તકલીફ સામાન્ય બનતી જાય છે. સામાન્ય રીતે તળેલ, શેકેલ અને મસલાદાર ખાવાના ઉપયોગને લીધે એસીડીટી ની તકલીફ થાય છે. ખાવાનો સમય નક્કી જ નથી હોતો, જે એસીડીટી નું કારણ બને છે. પેટમાં જયારે સામાન્ય થી વધુ પ્રમાણમાં એસીડ નીકળે છે તો તેને એસીડીટી કહેવાય છે. આવો અમે તમને થોડા આના ઘરગથ્થું ઉપાય જણાવીએ છીએ જે અપનાવીને તમે એસીડીટી થી છુટકારો મેળવી શકો છો.
એસીડીટીને દુર કરવાના ઘરગથ્થું નુસખા
એસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે.
લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી અમ્લાપીત્ત કે એસીડીટી ઠીક થઇ જાય છે.
એસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.
દુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી ઠીક થઇ જાય છે.
૧ ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે.
વરીયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી અડધી ચમચી લેવાથી એસીડીટી માં લાભ થાય છે. એસીડીટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે.
જાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થાય છે. એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી એસીડીટી દુર થઇ જાય છે.
આદુ અને પરવળ ભેળવીને રાબ બનાવી લો. આ રાબ સવાર સાંજ પીવાથી એસીડીટી ની તકલીફ દુર થાય છે.
સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે.
લવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ.
ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે.
પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરો. એસીડીટી માં ફાયદો થશે.
એસીડીટી ની તકલીફ ખાવા પીવા ને લીધે વધુ થાય છે. તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ. એસીડીટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડીનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું સારી રીતે પચી શકે. આ નુસખા ને અપનાવ્યા પછી પણ એસીડીટી જો ઠીક ન થાય તો ડો\ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો.