કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી મોટી ઉધરસ (હુ પિંગ), કફ મટે છે. લસણનો ૨૦ થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ (હુ પિંગ/કફ)મટે છે. દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. આમલીના કિચૂકાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, કિચૂકાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો મટે છે. થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે. રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે અને ઉધરસ મટે છે. હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા-એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપરથી પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે. મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. હળદર અને સૂંઠ સવારસાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુઃખાવો મટે છે. રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ, ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે. ખાંડ સાથે બે ટીપાં કેરોસીન દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી મોટી ઉધરસ મટે છે. કેળના પાનને બાળી, ભસ્મ બનાવી, તે ભસ્મ દશ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉટાંટિયામાં રાહત થાય છે. સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન