অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો અને ઉપાયો ભાગ-1

આરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો અને ઉપાયો ભાગ-1

”images

અંકોલ

એનાં મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં થાય છે. પાન કરેણનાં પાન જેવાં, લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા પ્રાંતોમાં અંકોલ થાય છે. અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખુબ થાય છે. એને જાંબુ જેવાં ગોળ ફળ આવે છે, જે અષાઢ માસમાં પાકે છે, એને ખાઈ શકાય છે. ફળનો રંગ રતાશ પડતો ઘેરો જાંબુડી હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. એનાં બીમાંથી તેલ નીકળે છે.

અંકોલ તુરું, કડવું,  પારાની શુદ્ધી કરનાર,  લઘુ,  મળને  સરકાવનાર,  તીક્ષ્ણ  અને ઉષ્ણ છે.  તેનો  રસ  ઉલટી  કરાવનાર, વાતશુળ,    કટીશુળ ,  વીષ ,  કફ ,  કૃમી ,આમપીત્ત , રક્તદોષ , વીસર્પ  અને  અતીસાર  મટાડે  છે.  તેનાં  બીજ  ઠંડાં, બળકારક,   સ્વાદીષ્ટ , કફકર , મળને સરકાવનાર છે.  તેનાં  બીજનું  તેલ  વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળાવરોધક(કબજીયાત કરનાર) છે અને જઠરાગ્નીને મંદ કરે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પીત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરીક બળતરાને શાંત કરે છે.

 • અંકોલના મુળની છાલ ચોખાના ઓસામણમાં ઘસીને મધ કે સાકર નાખી પીવાથી પાતળા ઝાડા બંધ થાય છે.
 • અંકોલના ફુલની સુકી કળીઓ, આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પાતળા ઝાડા બંધ થાય છે.
 • અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ પીવાથી રેચ લાગી કૃમીઓ મળ વાટે બહાર નીકળી જાય છે.
 • અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ દરરોજ સવારે લેવાથી શરુઆતનો જળોદર રોગ મટે છે.
 • અંકોલના બીજનું તેલ લગાડવાથી ગુમડાનાં ચાંદાં મટે છે.
 • અંકોલના બીજના તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે.
 • અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે.

અંગ જકડાવાં

 • સાથળ, નીતંબ અને કમરનો ભાગ જકડાઈ ગયો હોય તો અરણી અને કરંજનો ઉકાળો અડધા કપ જેટલો સવાર-સાંજ પીવો તથા સહન થાય એવા અા ગરમ ઉકાળાનું દુખાવા પર  સીંચન કરવું.
 • વાયુથી જકડાયેલા અંગ પર રાઈની પોટીસ કરી બાંધવાથી અથવા તેનું પ્લાસ્ટર મારવાથી ફાયદો થાય છે.

અંઘેડો

એનાથી ઘણા રોગોનો નાશ થાય છે, આથી એને સંસ્કૃતમાં અપામાર્ગ કહે છે. અંઘેડો તીખો કડવો અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં ઉપયોગી છે. આપણે ત્યાં અંઘેડો ચોમાસામાં બધે થાય છે. પાણીવાળી વાડી-ખેતરોમાં બારે માસ થાય છે.

એનાં પાન લંબગોળ અને છેડે અણીયાળાં હોય છે. એને લાંબી સળી ઉપર માંજર આવે છે. તેનાં ફુલનાં મોં નીચેની તરફ અને બીજ અણીવાળાં નાનાં હોય છે. અંઘેડાનાં મુળ, બીજ, પંચાંગક્ષાર અને પાન ઔષધમાં વપરાય છે.

 • અડધી ચમચી અંઘેડાનાં બીજનું ચુર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
 • એના બીજનું ચુર્ણ સહેજ સુંઘવાથી પુશ્કળ છીંકો આવે છે અને માથાનો દુઃખાવો મટી જાય છે.
 • અંઘેડાના બીજની રાબ બે ચમચી જેટલી ખાવાથી ભષ્મક (પુશ્કળ ભુખ લાગવાનો) રોગ મટે છે.

અંજીર

અંજીર ઉત્તમ આહાર અને ઔષધ છે. લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શીયમ, વીટામીન વગેરે પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મુત્રપ્રવૃત્તી વધારનાર, પૌષ્ટીક અને રક્તવર્ધક છે.

અંજીર શીતળ છે અને રક્તપીત્ત મટાડે છે. બાળક, યુવાન, વૃદ્ધો અને ગર્ભીણી બધા માટે અંજીર હીતાવહ છે. તેમાં લોહ, કેલ્શીયમ, તાંબુ, ઝીંક, વીટામીનો, શર્કરા, ક્ષારો વગેરે શરીરોપયોગી તમામ તત્ત્વો છે. તાજાં પાકાં ફળો જ્યાં સુધી મળે ત્યાં સુધી રોજ ખાવાં જોઈએ. તાજાં જ મળતાં હોય ત્યારે સુકાં ન ખાવાં.

 • અંજીર રેચક છે આથી મળ સાફ ઉતરે છે. કબજીયાત હોય તો બેથી ત્રણ અંજીરના નાના ટુકડાઓ કરી દુધમાં ઉકાળી સુતી વખતે પીવાથી સવારે સરળતાથી મળ ઉતરી જાય છે.
 • મધુપ્રમેહ, બરોળના રોગો, કમળો, રક્તાલ્પતા, હરસ વગેરેમાં અંજીર ઉપયોગી છે.
 • જે બાળકોને રીકેટ્સ-સુકારો રોગ થયો હોય તેને અંજીરના દુધના પાંચ-સાત ટીપાં પતાસા પર પાડી ખવડાવવાથી ફાયદો થાય છે.
 • રોજ બેત્રણ અંજીર ખાવાથી ધાતુપુષ્ટી થાય છે.  પાંડુરોગમાં તથા દુર્બળ વ્યક્તીને હીતકારી છે. રોજ સવાર-સાંજ બેથી ત્રણ અંજીર ખુબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ દુધ પીવું.

અંડકોષનો સોજો

 • ચણાનો લોટ પાણીમાં રગડી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.
 • સીંધવનું ચુર્ણ ગાયના ઘીમાં સાત દીવસ સુધી લેવાથી અંડવૃદ્ધીમાં ફાયદો થાય છે.
 • અંડકોષની વૃ્દ્ધીમાં કાચું પપૈયું છોલી અડધું કાપી બી કાઢી નાખી જનનેન્દ્રીય સહીત વૃષણ ઉપર વ્યવસ્થીત બાંધી દેવું. ઉપરથી કપડું લપેટી લો તો ચાલે. દરરોજ રાત્રે સુતી વખતે અા પ્રયોગ કરવો વધુ અનુકુળ રહે છે. બીજી કોઈ દવા લેવાની જરુર રહેતી નથી.
 • તમાકુના પાનને શીલારસ ચોપડી વધરાવળ પર બાંધવાથી બે-ચાર દીવસમાં અંડવૃદ્ધી મટે છે.

અંતઃ રક્તસ્રાવ

શરીરની અંદરના કોઈ પણ અવયવમાંથી લોહી નીકળતું હોય તો કોળાનો રસ લેવાથી લાભ થાય છે.

અક્કલકરો

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે.

 • એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.
 • બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.
 • ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટીને ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, તોતડાપણું, હાથપગમાં શુન્યકાર જેવા જુના, હઠીલા રોગો મટે છે. અક્કલકરાનું ચુર્ણ સડેલા, પોલા, દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે. પા ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર મટે છે. અક્કલકરાનું ચુર્ણ મોઢામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાનું બેસ્વાદપણું મટે છે. અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે. તેનાથી મંદાગ્ની, અરુચી, ઉધરસ, સળેખમ, દમ, ઉન્માદ, અપસ્માર વગેરે મટે છે.

અખરોટ

મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ છે. એ શરીરની આંતરીક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પીસ્તાં પણ પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય.

અખરોટ ખાઓ લાંબું જીવો

સુકો મેવો (ડ્રાય ફ્રુટ) સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકાક હોય છે. ખાસ કરીને લાંબા આયુષ્ય માટે અખરોટ બહુ જ લાભકારક છે. અખરોટમાં બહુ જુજ પ્રમાણમાં ફેટ હોય છે. એક રીસર્ચ પ્રમાણે અખરોટના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દશ વરસનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે, અને કોલેસ્ટરોલ પણ ઘટાડે છે. અખરોટને સલાડમાં, દળીને બીજી વાનગીઓમાં મીક્સ કરીને કે નાસ્તામાં પણ ખાઈ શકાય. અખરોટની સ્પેશ્યલ વાનગીઓ બનાવીને પણ એનો ઉપયોગ થઈ શકે.

અખરોટ ઉપરાંત કાજુ, પીસ્તાં, બદામ જેવા સુકા મેવા પણ એમાં રહેલા ઉત્તમ પ્રકારના પ્રોટીનને કારણે દરરોજ યોગ્ય પ્રમાણમાં ખાવા જોઈએ. ડ્રાય ફ્રુટ ખાઓ અને સ્વસ્થ રહો. પરંતુ યોગ્ય પ્રમાણ એટલે તમારી પ્રકૃતીને માફક આવે તેટલા પ્રમાણમાં જ એનું સેવન કરવું જોઈએ, વધુ પડતું નહીં, અતીરેક કરવો નહીં, નહીંતર લાભને બદલે નુકસાન થવાની શક્યતા છે.

 • અખરોટના તેલનું પોતું મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે.
 • અખરોટની કાંજી બનાવી લેપ કરવાથી સોજા મટે છે.

અગત્સ્ય હરીતકી અવલેહ

ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વીકૃતીઓમાં પણ હીતાવહ છે. એ શક્તીવર્ધક, વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે. દુધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.

અગથીયો

અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે. એના પર બીજના ચંદ્ર આકારનાં વળાંકયુક્ત સુંદર ફુલો આવે છે. એનાં ફુલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે.

અગથીયો ભુખ લગાડનાર, ઠંડો, રુક્ષ, મધુર અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાં ફુલ જુની શરદી અને વાતરક્ત(ગાઉટ) મટાડનાર છે. એની શીંગો બુદ્ધીવર્ધક, સ્મૃતીવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે. એનાં પાનની ભાજી તીખી, કડવી તથા કૃમી, કફ, અને ખંજવાળ મટાડે છે. એનાં ફુલ કડવાં, તુરાં, થોડાં શીતળ અને વાયુ કરનાર છે. એ સળેખમ અને રતાંધળાપણું દુર કરે છે.

 • અગથીયાનાં પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્ધ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રે દુધ સાથે લેવાથી રતાંધળાપણું અને આંખોની બીજી નબળાઈ મટે છે. (૧૦૦ ગ્રામ ગાયના ઘીમાં ૨૦૦ ગ્રામ રસ નાખી, ધીમા તાપે રસ બળી જાય ત્યાં સુધી ગરમ કરી, ગાળી લેવું.)
 • માયગ્રેન-આધાશીશીમાં જે બાજુ માથું દુઃખતું હોય તેની બીજી બાજુના નાકમાં અગથીયાના પાનનો રસ ચાર-પાંચ ટીપાં પાડવાથી અથવા ફુલોનો રસ પાડવાથી થોડી વારમાં જ દુખાવો મટી જશે.
 • અગથીયાના પાંદડાના રસનાં ટીપાં નાકમાં પાડવાથી સળેખમ, શરદી, શીરઃશુળ અને ચોથીયો તાવ મટે છે.
 • કફના રોગોમાં અગથીયાનાં પાંદડાંનો રસ એકથી બે ચમચી જેટલો લઈ તેમાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.
 • રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે.
 • વાયુની વૃદ્ધીવાળું શરીર હોય તો રાતા અગથીયાના મુળની છાલ ચણાના બે દાણા જેટલા પાનના બીડામાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ શાંત થાય છે.

અગર

અગરનાં વૃક્ષો બંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જંટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે. આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર, કર્ણાટક તરફ પણ આ વૃક્ષો થાય છે. અગરનાં વૃક્ષો મોટા અને બારેમાસ લીલાંછમ રહે છે. તેનાં પાંદડાં અરડુસીનાં પાંદડાં જેવાં જ હોય છે. આ વૃક્ષ ચૈત્ર-એપ્રીલ માસમાં ફુલે છે. તેના બીજ શ્રાવણ-ઓગસ્ટમાં પાકે છે. તેનું લાકડું કોમળ અને અંદર રાળ જેવો સુગંધી પદાર્થ ભરેલો હોય છે. અગર સુગંધી, ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો માંગલ્યકારક (આ કારણથી અને સુગંધી હોવાથી તે ધુપ અને અગરબત્તીમાં પણ વપરાય છે) રુચી ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાયુ, કફરોગો અને કર્ણરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે. લેપ અને તેલમાં વપરાય છે. ઉત્તમ ઔષધ અગરને મહર્ષી ચરકે શરદી અને ખાંસીનો નાશકર્તા માનેલ છે. સુશ્રુત લખે છે કે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રંગ સુધારનાર, ખંજવાળ અને કોઠ તથા ચામડીના રોગોનો નાશકર્તા માનેલ છે. અગરની લાકડીનાં નાનાં ટુકડાઓ પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી વારંવારની તરસ ઓછી થાય છે. એને વાય-એપીલેપ્સી, ઉન્માદ, અપસ્મારમાં પરમોપયોગી ગણે છે. એ ગરમ પ્રકૃતીવાળાને હાનીકારક છે. આધુનીક મત પ્રમાણે તે વાતવાહીનીઓને ઉત્તેજક છે. વાતરક્ત અને આમવાતમાં તે અપાય છે. અગર અને ચંદનની ભુકી સરખે ભાગે મીશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આંતરીક ગરમીનું શમન થાય છે. અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.

અગ્નીતુંડી વટી

મોટા ભાગના રોગોનું મુળ કારણ નબળી પાચનશક્તી હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નીતુંડી વટી જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દુધ સાથે લેવી. પંદર દીવસ પછી એક અઠવાડીયું બંધ કરવી. સતત એકધારું સેવન ન કરવું તથા પીત્તના રોગોમાં પણ સેવન ન કરવું. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે, સંધીવા, આમવાત, અડદીયો વા, કંપવા, પક્ષાઘાત, અરુચી, અજીર્ણ, આફરો, ગૅસ, પેટની ચુંક વગેરે મટે છે.

અગ્નીદગ્ધ વ્રણ

આજથી કેટલાક રોગો વીષે લખવાનું વીચાર્યું છે. શરુઆત અગ્નીદગ્ધ વ્રણથી કરું છું. દાઝી જવાને કારણે વ્રણ થયો હોય અને રુઝ આવતી ન હોય તો કારેલાંને પીસી તેના રસનો લેપ કરવાથી ફાયદો થાય છે.

અગ્નીમુખ ચુર્ણ

હીંગ ૧૦ ગ્રામ, વજ ૨૦ ગ્રામ, પીપર ૩૦ ગ્રામ, સુંઠ ૪૦ ગ્રામ, અજમો ૫૦ ગ્રામ, હરડે ૬૦ ગ્રામ, ચીત્રકમુળ ૭૦ ગ્રામ અને કુક ૮૦ ગ્રામ લઈ બધાંને ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને અગ્નીમુખ ચુર્ણ કહે છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ સવાર-સાંજ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી અજીર્ણ, શુળ, બરોળવૃદ્ધી, મળાવરોધ, ઉદરરોગ, ગૅસ, ખાંસી અને દમ મટે છે. પાચનની ગરબડમાં આ ચુર્ણ ખુબ જ ઉપયોગી છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. રોગ અનુસાર આ ચુર્ણ મધ, દહીં કે છાસ સાથે લઈ શકાય.

અજમો

સામાન્ય રીતે દરેક ઘરમાં મસાલારુપે વપરાતો અજમો સૌ પ્રકારના અન્નને સરળતાથી પચવામાં મદદરુપ થાય છે. આમ તો અજમો આખા દેશમાં થાય છે પણ બંગાળ, દક્ષીણ ભારત અને પંજાબમાં તેનું ઉત્પાદન વધારે છે. અજમાના આશરે એકથી બે ફુટ ઉંચા છોડ થાય છે. એનો ઔષધમાં પુષ્કળ ઉપયોગ થાય છે. આ અજમામાંથી એક પ્રકારનું સત્ત્વ કાઢવામાં આવે છે. તેને અજમાના ફુલ કહે છે. જે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બને છે.

અજમો સ્વાદમાં તીખો, સહેજ કડવો, રુચી ઉત્પન્ન કરાવનાર, ફેફસાની સંકોચ-વીકાસ ક્રીયાનું નીયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગંધનાશક, વ્રણ-ચાંદાં-ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજીત કરનારઅનેકૃમીનાશક છે. એ ગરમ, જઠરાગ્ની  પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર, પીત્ત કરનાર, તીક્ષ્ણ, લઘુ, હૃદય માટે હીતકર, મૈથુન શક્તી વધારનાર, મળને સરકાવનાર, ગેસ મટાડનાર, વાયુથી થતા મસા-પાઈલ્સ, કફના રોગો, ઉદરશુળ, આફરો, સ્નાયુ ખેંચાવા, કરમીયા, શુક્રદોષ, ઉદરના રોગો, હૃદયના રોગો, બરોળના રોગો અને આમવાતનો નાશ કરે છે. અજમો મુત્રપીંડને ઉર્જા આપનાર અને શક્તીવર્ધક છે.

અજમામાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર હોય છે. તેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્ત્વ મળી આવે છે.

 • શીળસમાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.
 • અજમાનું પા(૧/૪)થી અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સંચળ કે સીંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફ મટે છે.
 • શરીરમાં કોઈ પણ જાતની દુર્ગંધ સડાથી ઉત્પન્ન થાય છે. દાંતના સડાને લીધે મોંમાંથી, નાકમાંથી, વળી ફેફસામાં સડેલા કફને કારણે શ્વાસમાંથી, યોનીના સ્રાવમાંથી, અપાનવાયુની વાછુટથી કે કાનમાં સડો થવાથી આવતી કોઈ પણ દુર્ગંધ દુર કરવા અજમાનો ઉપયોગ કરી શકાય. સોપારી જેટલો ગોળ અડધી ચમચી અજમા સાથે જમ્યા પછી ખુબ ચાવીને ખાવાથી મોટા ભાગની દુર્ગંધ દુર થાય છે.
 • ઉકળતા પાણીમાં અજમો નાખી, ઠંડુ પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુર્ગંધ દુર થાય છે.
 • જુની કબજીયાતને લીધે મળ સડવાથી દુર્ગંધ હોય, જેથી વાછુટ પણ દુર્ગંધ મારતી હોય છે. આમ મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાંતની દુર્ગંધને દુર કરવા અડધી ચમચી અજમો રોજ રાત્રે મુખવાસની જેમ ખુબ ચાવીને ખાવો. પીત્તવાળાએ સાકર મેળવીને ખાવો. અજમા સાથે થોડો સંચળ લેવાથી ઉત્તમ પરીણામ મળે છે.
 • અડધી ચમચી અજમાનું ચુર્ણ ફાકી ઉપર અડધો કપ નવશેકું પાણી ધીમે ધીમે પીવાથી શરદી-સળેખમ, કફના રોગો, મંદાગ્ની, અરુચી, અપચો, ગેસ, ઉદરશુળ વગેરે મટે છે.
 • અજમાનું ચુર્ણ કપડામાં બાંધી સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે, સુગંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાં ફાયદો થાય છે.
 • બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.
 • અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આંતરીક ગરમી મટે છે.
 • પ્રસુતી પછીના જ્વરમાં અજમાનો ઉપયોગ અત્યંત હીતકારક છે.
 • શ્વાસરોગમાં અને કફની દુર્ગંધ તથા કફના જુના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.

અજમાવાળું પાણી

 • ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો.  આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે.

અજમોદ

એ અજમાની એક જાત છે. એનો છોડ સાંવત્સરીક છે. એટલે કે એક વર્ષ સુધી ટકે છે. ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. બંગાળમાં તે ખુબ થાય છે. તેના છોડની ઉંચાઈ એકથી બે ફુટ જેટલી હોય છે. એને સફેદ રંગનાં બારીક ફુલો આવે છે. બોડી અજમો આહાર પર રુચી ઉપજાવે છે. ભુખ લગાડે છે. તીખો, રુક્ષ, ગરમ, વાજીકર, બળકર, પચવામાં હલકો, આહાર પચાવનાર, આફરો, ગૅસ-વાયુ, કફ, અરુચી, ઉદરરોગ, કૃમી, ઉલટી અને શુક્રદોષનાશક છે.

 • ઉદરશુળ પર, ગૅસ, ગોળો અને આફરા પર અડધી ચમચી અજમોદનું ચુર્ણ સાધારણ ગરમ પાણીમાં નાખી પીવું.
 • ભુખ ન લાગતી હોય તો અડધી ચમચી અજમોદનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે પાંચથી સાત દીવસ ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે, અને ભુખ ઉઘડે છે.

અજમોદાદી ચુર્ણ

અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુ્ર્ણને અજમોદાદી ચુર્ણ કહે છે. (આ ચુર્ણના બીજા પાઠમાં અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, સુવાદાણા, અને કાળાં મરી, દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો ૧૦ ભાગ અને સુંઠ ૧૦ ભાગ લેવામાં આવે છે. અને એનો ત્રીજો પાઠ આ મુજબ છેઃ અજમોદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફુલ આ ચાર સો સો ગ્રામ) અડધીથી એક ચમચી આ ચુર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સંધીવા, સાયટીકા-રાંઝણ, નીતંબ, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો વગેરે મટે છે. કંપવામાં પણ ખુબ જ ફાયદો થાય છે. સર્વ પ્રકારના વાયુના દર્દોનું આ ઉત્તમ ઔષધ છે. અજમોદ એ અજમાને મળતું ઔષધ છે. એ દીપન, પાચન, વાતકફનાશક, શુલનું શમન કરનાર, કૃમીઘ્ન, વાયુનું અનુલોમન કરનાર, મુત્ર સાફ લાવનાર, ગર્ભાશય ઉત્તેજક, વાજીકર, ઉદરશુલ, વાયુ, આફરો, અગ્નીમાંદ્ય, કષ્ટાર્તવ વગેરે વાતકફથી થતા રોગોમાં ખુબ જ ઉપયોગી છે, કેમ કે એમાં નાખવામાં આવેલ બીજાં ઔષધો અજમોદના ગુણોમાં વૃદ્ધી કરે છે અને આમપાચક છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ જો ગાયના દુધની બનાવેલ તાજી મોળી છાશમાં નાખી દીવસમાં ત્રણ વખત પીવામાં આવે તો પાતળા ઝાડા, સંગ્રહણી, આમયુક્ત ચીકણા ઝાડા અને જુનો મરડો મટે છે. આંતરડાં નબળા હોય અને આહારનું પાચન થયા વગર જ પાતળા ઝાડા થઈ જતા હોય તો આ ચુર્ણથી આરામ થાય છે. આ ચુર્ણ સારી ફાર્મસીનું લાવીને પણ વાપરી શકાય.

અજીર્ણ-અપચો

અજીર્ણ અથવા અપચો દુર કરવાના ઘણા ઉપાયો છે-એ થવાનાં કારણો અનુસાર. આજે એના ચાર પ્રકારો વીષે જોઈશું. આ પછી બીજા ઉપાયો બધા એકી સાથે ન આપતાં થોડા થોડા આપવા ધારું છું.

અજીર્ણ-અપચો ભુખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કુણા મુળા, વંેગણ, સુરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દુધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું. માત્ર ગરમ પાણી પીને બે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવા માત્રથી પણ અજીર્ણ મટે છે.

અજીર્ણના ચાર પ્રકાર છે.

 • કફથી થતું આમાજીર્ણ – એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છુટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભુખ ન લાગવી વગેરે છે. એમાં ઉપવાસ કરવા જોઈએ.
 • પીત્તથી થતું વીદગ્ધાજીર્ણ – એમાં છાતી, ગળું, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમીયાન સાકરવાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ-રોટલી, દુધ-ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા. જમ્યા પછી અવીપત્તીકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી. ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરીયાં, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ.
 • વાયુથી થતું વીષ્ટબ્ધાજીર્ણ – એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ-ભારે થવું, આફરો, અધોવાયુની ગતી અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો. એક-બે કીલોમીટર ચાલવું.

ઔષધોમાં  શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું.  અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી.  હીંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું.  દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું.

રસશેષાજીર્ણ : આ અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી- ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે. એના ઉપચારમાં ઉકાળેલું જ પાણી પીવું અને એક ઉપવાસ કરવો. બીજા દીવસે મગનું પાણી, ફળોનો રસ અથવા લીલાં શાકભાજીનો રસ પીવો. ત્રીજા દીવસે પચવામાં હલકાં દ્રવ્યો લેવાં. દુધી, ગલકાં, તુરીયાં, ભાજી જેવાં શાક, મગનું સુપ, ગરમ રોટલી વગેરે ખાવું.

ઔષધોમાં તાજું લવણભાસ્કર ચુર્ણ અથવા પંચકોલ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર તાજી મોળી છાસ સાથે લેવું. પાણીમાં મધ નાખી પીવું. ચીત્રકાદીવટીની એક એક ગોળી ત્રણ વાર લેવી. દશમુલાસવ જમ્યા પછી ત્રણ ચમચી પીવો. અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે.

આદુ અને લીંબુના ૧૦-૧૦ ગ્રામ રસમાં ૧.૫(1½) ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી અજીર્ણ મટે છે.

કાચાં ટામેટાંને શાકની જેમ સમારીને કલાઈવાળી તપેલીમાં થોડી વાર શેકીને મરી તથા સીંધવનું ચુર્ણ મેળવી અથવા એકાદ ગ્રામ સોડા-બાઈકાર્બ ભેળવીને ખાવાથી અજીર્ણ મટે છે.

 • ડુંગળીનો રસ અને કારેલાંનો રસ ભેગો પીવાથી અજીર્ણ મટે છે.
 • તજ લેવાથી અજીર્ણ મટે છે.
 • લીંબુના ચાર કકડા કરી કાચના વાસણમાં મીઠું, મરી અને સુંઠનું ચુર્ણ નાખી તડકામાં રાખી મુકવાથી મીઠાના સંયોગથી થોડા જ દીવસોમાં લીંબુ ગળી જાય છે. તે ખાવાથી અજીર્ણ, મોઢાની લાળ, મુખની વીરસતા-બેસ્વાદપણું મટે છે.
 • લીંબુ કાપી સીંધવ ભભરાવી ભોજન અગાઉ ચુસવાથી અજીર્ણ મટે છે.
 • સુંઠ, મરી, પીપર અને સીંધવ સમાન ભાગે લઈ, ચુર્ણ કરી છાસમાં નાખીને પીવાથી અજીર્ણ મટે છે.
 • છાસમાં સીંધવ અને મરીનું ચુર્ણ નાખીને પીવાથી અજીર્ણ મટે છે.
 • બહુ પાણી પીવાથી, કસમયે ભોજન કરવાથી, મળ-મુત્રાદીના વેગને રોકવાથી, સમયસર નીદ્રા ન લેવાથી, ઓછું કે વધારે ખાવાથી અજીર્ણ થાય છે.  આથી કારણને જાણીને તેનું નીવારણ કરવું.
 • આદુ સાથે સીંધવ ખાવાથી મંદાગ્ની મટે છે
 • લવીંગ અને લીંડીપીપરના ચુર્ણને ૧થી ૩ ગ્રામ મધ સાથે સવાર સાંજ લેવાથી મંદાગ્ની મટે છે. આ પ્રયોગ બે અઠવાડીયાથી વધુ ન કરવો.
 • ભોજન પહેલાં લીંબુ અને આદુના રસમાં સીંધવ મેળવી પીવાથી મંદાગ્ની, અજીર્ણ અને અરુચીમાં લાભ થાય છે.
 • હરડે અને સુંઠનું ચુર્ણ સવારે ખાલી પેટે લેવાથી મંદાગ્નીમાં લાભ થાય છે.
 • હીંગની ચણા જેવડી ગોળી ઘી સાથે ગળવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે.
 • અર્ધી ચમચી કાચા પપૈયાનું દુધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે.
 • કોકમનો ઉકાળો કરી ઘી નાખી પીવાથી અજીર્ણ મટે છે.
 • પાકા અનનાસના નાના કકડા કરી, મરી અને સીંધવની ભુકી ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
 • લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
 • સમાન ભાગે સુંઠ અને ગોખરુનો ઉકાળો રોજ સવારે પીવાથી અજીર્ણ મટે છે.
 • સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. ૧૫થી ૨૫ ગ્રામ જેટલું આ શરબત જરુરી પાણી મેળવી પીવાથી અપચો મટે છે.
 • એક માટલામાં લીંબુ અને મીઠાના થર ઉપર થર કરી, દબાવી રાખી, લીંબુને સારી રીતે આથવાં. પછી તેમાંથી એક એક લીંબુ લઈ ખાવાથી અજીર્ણ દુર થાય છે.
 • ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર તથા ઉદરશુળ મટે છે.
 • સમભાગે સુંઠ અને જવખાર ઘી સાથે ચાટી ઉપર ગરમ પાણી પીવાથી અજીર્ણ મટે છે; ભુખ ઉઘડે છે.
 • સુંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી અજીર્ણ અને ગૅસ મટે છે.
 • ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ જેટલો દીવસમાં ત્રણ વાર પીવાથી અપચો મટે છે.
 • એક-બે ગ્રામ રાઈનું ચુર્ણ થોડી ખાંડ મેળવી ખાવાથી અને ઉપર ૫૦-૬૦ મી.લી. પાણી પીવાથી અપચો અને ઉદરશુળ મટે છે.
 • કુમળા મુળાનો ઉકાળો કરી, તેમાં પીપરનું ચુર્ણ મેળવીને પીવાથી અગ્ની પ્રદીપ્ત થાય છે તેમ જ અપચો કે અપચાથી થયેલ ઉલટી કે ઝાડા મટે છે.
 • ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ, હીંગ ૦.૧૬ ગ્રામ મીઠું અને થોડું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. જરુર જણાય તો આ મીશ્રણ બે કલાક પછી ફરીથી લઈ શકાય.
 • મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી અપચો મટે છે.
 • અજમો, સીંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૫ ગ્રામનું બારીક ચુર્ણ કરવું. એને પાચન ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નીયમીત લેવાથી ભુખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે.
 • હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે.
 • સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું.
 • લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે.
 • રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
 • ભુખ ન લાગતી હોય કે ભુખ મરી ગઈ હોય તો દીવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.
 • લસણની ચટણી ખાવાથી ભુખ ઉઘડે છે.
 • ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે.
 • ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ મટે છે.
 • ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે.
 • વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે.

અડદ

અડદ   ઘણા જ પૌષ્ટીક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદૃઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમુત્રને સાફ લાવનાર, સ્નીગ્ધ-ચીકણા, પચ્યા પછી મધુર, આહાર પર રુચી ઉત્પન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક, વાજીકર એટલે મૈથુન શક્તી વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હૃષ્ટપુષ્ટ કરનાર, તથા હરસ, અર્દીત વાયુ-મોંનો લકવા (એમાં મોં ફરી જાય છે, વાંકું થઈ જાય છે.), શ્વાસ-દમ, પીઠનો દુઃખાવો અને વાયુનો નાશ કરનાર છે. આથી જ આપણે ત્યાં શીયાળામાં અડદીયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વૃદ્ધી થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધી થાય છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવાં જોઈએ.

અતીવીષની કળી

અતીવીષની કળી કંઈક ગરમ, તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર, ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ, વીષ, ઉલટી, તૃષા, કૃમી, મસા, સળેખમ, અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે. અતીવીષ સર્વદોષહર, દીપનીય-પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે. જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની, આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રીયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ, પીત્તાદી દોષોને શાંત કરવાની જરુર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે. આ ઉપરાંત અતીવીષ લેખનીય-ચોંટલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે. અતીવીષની કળી ધોળી, કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે. પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે. કળી ભાંગીને અંદરથી સફેદ હોય તે જ લાવીને વાપરવી. અતીવીષ અતીસાર-ઝાડાનું ઉત્તમ ઔષધ છે. કોઈ પણ પ્રકારના ઝાડામાં દીપન, પાચન અને સંગ્રાહી ઔષધની જરુર હોય છે. અતીસારમાં આ ત્રણે ગુણ છે અને તે આમનાશક પણ છે. આથી અતીસારમાં સુંઠ અને અતીવીષની કળી બંનેનું ૫-૫ ગ્રામ ચુર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું. અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું. એનાથી આમનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે. કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય. અતીવીષ દીપન, પાચન અને સંગ્રાહી છે. તેથી તે ઝાડાનું ઉત્તમ ઔષધ છે. રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે. અતીવીષની કળીને અતીવીષા પણ કહે છે. એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી. એ બાળકોનું ઔષધ છે. જે બાળકને કાચા, ચીકણા કે પાતળા ઝાડા થતા હોય તેમના માટે એ ઉત્તમ ઔષધ છે. અતીવીષ ઉત્તમ આમપાચક પણ છે. વળી એ કડવાશને લીધે તાવ, પેટના કૃમી અને કફનો નાશ કરે છે. અતીવીષનું ચુર્ણ બાળકોને આખા દીવસમાં અડધી ચમચી જેટલું પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો. માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે.

અતીસાર

 • ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી અતીસાર મટે છે.
 • જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વૉટર કહે છે. એ પીવાથી અતીસાર મટે છે.
 • જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી અતીસાર મટે છે.
 • જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ ૩ ગ્રામ મધ મેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી અતીસાર મટે છે.
 • દાડમના ફળની છાલ ૫૦ ગ્રામ, લવીંગનું અધકચરું ચુર્ણ ૭.૫ ગ્રામ અને ૫૦૦ મી.લી. પાણી ઢાંકણ ઢાંકી ૧૫ મીનીટ ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી દીવસમાં ત્રણ વાર ૨૫-૫૦ ગ્રામ જેટલું પીવાથી નવો અતીસાર અને નવો મરડો દુર થાય છે.
 • બોરડીના સુકા પાનનું ચુર્ણ મઠા સાથે લેવાથી અતીસાર મટે છે.
 • બોરડીના મુળની છાલના ક્વાથમાં મગનું ઓસામણ બનાવી પીવાથી અતીસાર મટે છે.
 • બોરડીના મુળની છાલ બકરીના દુધમાં પીસી મધ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.
 • કાચાં સીતાફળ ખાવાથી અતીસાર અને મરડો મટે છે.
 • સંગ્રહણી-ઝાડાના રોગમાં જ્યારે ખોરાક લેવાનો પ્રતીબંધ હોય ત્યારે કેળાં ખોરાક તરીકે અતી ઉત્તમ છે.
 • સુવા અને મેથીનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી અતીસાર મટે છે.

અનનાસ

પાકું અનનાસ મુત્રલ, કૃમીનાશક અને પીત્તશામક છે. તે ગરમીના વીકારો, પેટના રોગો, બરોળવૃદ્ધી, કમળો, પાંડુરોગ વગેરે મટાડે છે. સગર્ભાને તથા ભુખ્યા પેટે અનનાસ નુકશાનકારક છે. પાકા અનનાસના રસમાં બમણી સાકર ઉમેરી જરુરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા ગરમી, બળતરા શાંત થાય છે. અનનાસ મધુર ખાટુ અને પાચક છે. ભારે આહાર ખાધા પછી અનનાસનો રસ પીવાથી આહાર સરળતાથી પચી જાય છે. એમાં વીટામીન સી સારા પ્રમાણમાં છે. આથી એ સ્કર્વી નામના રોગમાં તથા પાયોરીયામાં સારું છે. રોજ અનનાસનો રસ પીવાથી દાંત સારા રહે છે. અનનાસમાં સાકર અને પ્રોટીન છે, તથા પ્રોટીનને પચાવવામાં એ ઉત્તમ છે.

અનીદ્રા

 • કુમળાં વેંગણ અંગારામાં શેકી, મધમાં મેળવી સાંજે ચાટી જવાથી સારી ઉંઘ આવે છે. પ્રયોગ થોડા દીવસ ચાલુ રાખવાથી અનીદ્રા મટે છે.
 • દહીંમાં બનાવેલું ડુંગળીનું કચુંબર રાત્રીના ભોજન સાથે ખાવાથી સારી ઉંઘ આવે છે.
 • પોઈ નામની વનસ્પતીના વેલા થાય છે. એનાં પાનનાં ભજીયાં બનાવવામાં આવે છે. એ ખેતર કે વાડામાં ઉગે છે. આ પોઈનાં પાનનો ૧ ચમચો રસ ૧ પ્યાલા દુધ સાથે રાતે સુવાના કલાકેક પહેલાં લેવાથી સારી ઉંઘ આવે છે.
 • મોટા ભુરા કોળાની છાલ ઉતારી, બી તથા અંદરનો પોચો ભાગ કાઢી નાખી, બબ્બે રુપીયા ભારનાં પતીકાં પાડી પાણીમાં બાફવાં. જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નીતારી કાઢવું. બાફેલાં પતીકાં બમણી સાકરની ચાસણીમાં નાખવાં. કેસર અને એલચી ઈચ્છા પ્રમાણે નાખી શકાય. આ મુરબ્બો અનીદ્રા મટાડે છે.
 • સુતા પહેલાં ૧/૨ કીલોમીટર ખુબ ઝડપથી ચાલવું અને પાછા વળતાં ધીમેથી ચાલવું. આવીને અડધો ગ્લાસ સોડા પીને સુઈ જવાથી ઘસઘસાટ ઉંઘ આવે છે.
 • કોળું વધારે માત્રામાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નીદ્રા આવે છે.
 • કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી નીદ્રાનાશ મટે છે.
 • રોજ રાત્રે એક સફરજન ખાવાથી અને એક ગ્લાસ દુધ ઓછામાં ઓછા પંદર દીવસ સુધી પીવાથી અનીદ્રાની ફરીયાદ દુર થાય છે.
 • ૧ ચમચો વરીયાળીનો શુદ્ધ અર્ક એકાદ વાડકી પાણીમાં ભેળવી રાતે સુતી વખતે લેવાથી અનીદ્રાની ફરીયાદ મટે છે. વરીયાળીનો અર્ક જેટલો શુદ્ધ અને ચોખ્ખો હોય તેટલો વધુ ફાયદો કરે છે.
 • ભેંસના દુધમાં અશ્વગંધાનું ચુર્ણ મેળવી પીવાથી અનીદ્રાનો રોગ મટે છે.
 • એરંડના કુમળા અંકુરને વાટી થોડું દુધ ઉમેરી કપાળે (માથા પર) અને કાન પાસે ચોપડવાથી સુખપુર્વક ઉંઘ આવે છે.
 • ગંઠોડાનું ચુર્ણ ગોળ સાથે મેળવી ખાવાથી અને ઉપર ગરમ દુધ પીવાથી સારી ઉંઘ આવે છે. ગંઠોડાનું ચુર્ણ એટલા જ કે થોડા વધુ ગોળ સાથે સુવાના એક કલાક પહેલાં ખુબ ચાવીને ખાવાથી પણ થોડા દીવસોમાં અનીદ્રા મટે છે.
 • ચોથા ભાગના જાયફળનું ચુર્ણ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે.
 • ઉંઘ માટે પગના તળીયે ગાયના ઘીની માલીશ કરવી.
 • ઉંઘ માટે ગંઠોડાનો ૨ ગ્રામ ભુકો ૨૦૦ મી.લી. દુધમાં ઉકાળી સુતી વખતે પીવું.
 • ઉંઘ માટે જાયફળ, પીપરી મુળ તથા સાકર દુધમાં નાખી ગરમ કરીને પીવું.
 • ઉંઘ માટે ૨થી ૩ ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સુતી વખતે લેવું.
 • ગંઠોડાનું ૨ ગ્રામ જેટલું ચુર્ણ ઘી-ગોળ સાથે ખાવાથી ઉંઘ આવે છે.
 • સાંજે બેચાર માઈલ ચાલવાથી ઉંઘ આવે છે.
 • અરડુસાનો તાજો કડક ઉકાળો અથવા દુધમાં અરડુસો ઉકાળીને સુવાના કલાકેક અગાઉ પીવાથી સારી ઉંઘ આવે છે.
 • ભેંસના ગરમ દુધમાં ગંઠોડા કે દીવેલ નાખી પીવાથી સારી ઉંઘ આવે છે.
 • દરરોજ રાતે બનફસાનું સ્વાદીષ્ટ શરબત પીવાથી સરસ ઉંઘ આવે છે. બનફસા એક પ્રકારનું ઘેરું લીલું પહાડી ઘાસ છે.
 • રાત્રે સુવાના એકાદ કલાક પહેલાં હુંફાળા દુધમાં ૮-૧૦ ટીપાં બદામના તેલનાં નાખી ધીમે ધીમે પીવાથી સારી ઉંઘ આવે છે. એનાથી બીજે દીવસે શરીરમાં સારી સ્ફુર્તી પણ રહે છે.
 • રાત્રે સુતી વખતે હુંફાળા દુધમાં એક ચમચી ઘી અને અડધી ચમચી હળદર નાખી પીવાથી અનીદ્રાની ફરીયાદ દુર થાય છે.
 • પગના તળીયે ગાયના ઘીનું કે દીવેલનું માલીશ કરવાથી ઉંઘ આવે છે.
 • ઉંઘ ન આવવાનું કારણ વાયુનો પ્રકોપ ગણાય છે. અશ્વગંધા વાયુનો નાશ કરવાનો ગુણ ધરાવતું હોવાથી એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ એટલી જ સાકર મીશ્ર કરીને દુધમાં નાખી પીવાથી સારી ઉંઘ આવે છે.
 • ઉંઘ આવતી ન હોય અને રોજ ઉંઘની ગોળી ખાવી પડતી હોય, તો શેકેલા જાયફળનું ચુર્ણ ચણાના કે ચણોઠીના બે દાણા જેટલું, જટામાસીનું ચુર્ણ એક ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ ત્રણથી ચાર ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ બે ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ બે ચોખાભારનું મીશ્રણ કરી રાત્રે ઘી અથવા મધમાં મેળવી ચાટી જવું અને ઉપર એક ગ્લાસ સાકર નાખેલું ભેંસનું દુધ પીવાથી ઘસઘસાટ ઉંઘ આવશે. (૨૭) અશ્વગંધારીષ્ટ અને દ્રાક્ષાસવ રોજ રાત્રે ચાર-ચાર ચમચી મીશ્ર કરીને જમ્યા પછી પીવાથી સારી ઉંઘ આવે છે.

અભયાદી ક્વાથ

હરડેના સેવનથી કોઈ પણ પ્રકારના નુકશાન કે આડઅસરનો ભય હોતો નથી આથી એને અભયા પણ કહે છે. હરડે સાથે નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડુસો, ઈન્દ્રજવ, વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કાળીપાટ, સુંઠ અને કડુ સમાન વજને લઈ ભેગાં ખાંડી અધકચરો ભુકો કરવો. બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી એક ગ્લાસ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી થોડું પીપરનું ચુર્ણ મેળવી સવાર-સાંજ તાજો બનાવી પીવાથી દાહ-બળતરા, ઉધરસ, દમ, આળસ-સુસ્તી, ત્રીદોષજન્ય તાવ વગેરે તકલીફો મટે છે. એ ભુખ લગાડનાર, ખોરાકનું પાચન કરાવનાર તથા મળમુત્ર સાફ લાવનાર ઉત્તમ ઔષધ છે.

અભયારીષ્ટ

અભયા એટલે હરડે સાથે બીજાં કેટલાંક ઔષધો મેળવી એક પ્રવાહી ઔષધ બનાવવામાં આવે છે, જેને અભયારીષ્ટ કહે છે. એ બજારમાં તૈયાર મળે છે. ચારથી પાંચ ચમચી અભયારીષ્ટમાં એટલું જ પાણી મેળવી જમતાં પહેલાં કે જમ્યા પછી પીવાથી કબજીયાત, વાયુ-આફરો, પેટના રોગો, ઉબકા, મોળ અને અગ્નીમાંદ્ય મટે છે. હરસનું એ અકસીર ઔષધ ગણાય છે. નીષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય.

અમૃતપ્રભા

ચુર્ણ આમળાં, અક્કલકરો, સીંધવ, ચીત્રક, મરી, અજમો, લીંડીપીપર અને હરડે દરેક દસ-દસ ગ્રામ અને સુંઠ વીસ ગ્રામનું ચુર્ણ બનાવી એ ચુર્ણ પલળે એટલો બીજોરાનો રસ તેમાં મેળવવો. પછી ચુર્ણ સુકાઈ જાય ત્યાં સુધી એને ખુબ જ લસોટવું. એને અક્કલકરાદી ચુર્ણ પણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી દરરોજ સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, અરુચી, ઉધરસ, ગળાના રોગ, દમ-શ્વાસ, શરદી-સળેખમ, ફેફરું, સન્નીપાત, વગેરેમાં ખુબ જ ફાયદો થાય છે.

અમૃતરસ

ગળોનું વસ્ત્રગાળ ચુર્ણ ૫૦૦ ગ્રામ, ગોળ ૮૦ ગ્રામ અને ઘી ૧૦૦ ગ્રામના મીશ્રણને અમૃતરસ કહે છે. પુખ્તવયના માણસોને એક ચમચી અને બાળકોને અડધી ચમચી આ ઔષધ સવાર-સાંજ આપવાથી તેમ જ પથ્ય અને સમતોલ આહાર લેવાથી સફેદ વાળ, વૃદ્ધાવસ્થા, જ્વર, વીષમજ્વર, પ્રમેહ, વાતરક્ત અને નેત્રરોગ થતા અટકે છે. આ રસાયન પ્રયોગ કરનારને કોઈ રોગ જલદી થતો નથી. જે ઔષધ તંદુરસ્તી જાળવી રાખે, જલદી ઘડપણ આવવા ન દે, વાળ સફેદ થતા અટકાવે અને દીર્ઘ જીવન આપે તેને રસાયન ઔષધ કહેવાય છે. રસાયન ઔષધ ત્રીદોષનાશક હોવાથી તે વાયુ, પીત્ત અને કફના રોગોમાં પણ આપવામાં આવે છે, જે સહાયક ઔષધ બને છે.

ઍસીડીટી(અમ્લપીત્ત)

ભુખ્યા પેટે એસીડીટી થતી નથી. અતીશય તીખા, ખારા, ખાટા, કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ ઍસીડીટી કરે છે. હોજરીમાં પીત્તનો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. કોઈને શીર:શુળ અને ખાટી, કડવી ઉલટી થાય. જમ્યા પછી બેત્રણ કલાકે, અડધી રાત્રેનરણા કોઠે સવારે આ તકલીફ વધે. આવું થાય ત્યારે એકાદબે ઉપવાસ કરવા. પછી છસાત દીવસ દુધપૌંઆ, ખીર, રોટલી અને દુધ જ લેવાં.

 • સફેદ ડુંગળીને પીસી તેમાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી મટે છે.
 • દ્રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી રુપીયાભાર ગોળી બનાવી ખાવી.
 • કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે.
 • ગંઠોડા અને સાકરનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે.
 • સુંઠ, ખડી સાકર અને આમળાંનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે.
 • અડધા લીટર પાણીમાં ૧ લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસીડીટી મટે છે.
 • ધાણા જીરાનું ચુર્ણ ખાંડ સાથે પીવાથી એસીડીટી મટે છે.
 • ૧૦૦થી ૨૦૦ મી.લી. દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં ૪-૫ કાળાં મરીનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
 • ૧થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા-જીરુના ચુર્ણમાં અથવા સુદર્શન ચુર્ણમાં મેળવીને લેવું.
 • આમળાનું ચુર્ણ રોજ સવારે અને સાંજે ૧-૧ ચમચી પીવાથી એસીડીટી મટે છે.
 • ધાણા અને સુંઠનું ચુર્ણ પાણી સાથે પીવાથી એસીડીટી મટે છે.
 • સંતરાના રસમાં શેકેલા જીરુનું ચુર્ણ અને સીંધવ નાખી પીવાથી એસીડીટી મટે છે.
 • દરરોજ ભોજન બાદ કે નાસ્તા બાદ એકાદ મોટો ટુકડો કોપરું ખુબ ચાવીને ખાવાથી એસીડીટી મટે છે. લીલું કોપરું અામાં વધુ લાભ કરે છે – તરોપો નહીં.
 • હંમેશાં ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળું ખાવાથી એસીડીટી થતી નથી. મધુપ્રમેહના દર્દીઓ કાચું કેળું લઈ શકે. એકાદ બે ટુકડા કેળું ખાવાથી પણ એસીડીટી મટી જાય છે. દરરોજ સવાર-સાંજ જમ્યા બાદ ૧-૧ કેળું એલચી અને સાકર ભભરાવી ખાવાથી એસીડીટી મટે છે.
 • ઔષધોમાં અવીપત્તીકર ચુર્ણ અને લવણભાસ્કર ચુર્ણ અડધી-અડધી ચમચી સવારે, બપોરે અને સાંજે લેવું. શતાવરી ચુર્ણ, સાકર અને ઘી એક એક ચમચી મીશ્ર કરી સવાર-સાંજ લેવાં. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું.  સાથે સાથે ઉચીત પરેજીથી એસીડીટી મટે છે.
 • આમળાનો રસ ૧૦ ગ્રામ, પાણીમાં છુંદેલી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ એકત્ર કરી પીવાથી અમ્લપીત્ત મટે છે.
 • ૨૫૦ મી.લી. પાણીમાં એક લીંબુનો રસ નીચોવી ૫ ગ્રામ ખાંડ નાખી દરરોજ બપોરના ભોજનના અર્ધા કલાક પહેલાં પીવાથી એકાદ માસમાં અમ્લપીત્ત મટે છે. આ પીણું કદી પણ ભોજન બાદ પીવું નહીં, નહીંતર હોજરીનો રસ વધુ ખાટો થઈ એસીડીટી વધી જશે.
 • દ્રાક્ષ અને વરીયાળી રાત્રે ૨૫૦ મી.લી. પાણીમાં ભીંજવી રાખી, સવારે મસળી, ગાળી તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી થોડા દીવસ સુધી પીવાથી અમ્લપીત્ત-ખાટા ઓડકાર, ઉબકા, ખાટી ઉલટી, મોંમાં ફોલ્લા થવા, પેટમાં ભારેપણું વગેરે મટે છે.
 • ૧૦૦ ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ નાની હરડે અને ૨૦૦ ગ્રામ સાકર મેળવી ૧૦-૧૦ ગ્રામની ગોળી કરી લેવાથી અમ્લપીત્ત મટે છે.
 • આમળાંનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્ત મટે છે.
 • દ્રાક્ષ, હરડે અને સાકરનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે.
 • લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી એસીડીટી મટે છે.
 • સવારે તુલસીનાં પાન, બપોરે કાકડી અને સાંજે ત્રીફળાનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે.
 • અનનાસના કકડા પર મરી તથા સાકર ભભરાવી ખાવાથી અમ્લપીત્ત મટે છે.
 • કારેલાનાં ફુલ અથવા પાનને ઘીમાં શેકી (સ્વાદ માટે  સીંધવ મેળવી) ખાવાથી એસીડીટીને લીધે ભોજન કરતાં જ ઉલટી થતી હોય તો તે બંધ થાય છે.
 • કુમળા મુળા સાકર મેળવી ખાવાથી અથવા તેના પાનના રસમાં સાકર મેળવી પીવાથી અમ્લપીત્ત મટે છે. (૨૭) કોળાના રસમાં સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે.
 • ધોળી ડુંગળી બારીક પીસી, દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી અને ગળાની બળતરા મટે છે.
 • સુંઠ, આમળાં અને ખડી સાકરનું બારીક ચુર્ણ કરીને લેવાથી અમ્લપીત્ત મટે છે.
 • કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી ઍસીડીટી મટે છે.
 • એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી, વાટી, માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી એસીડીટી મટે છે.
 • એક ચમચી અવીપત્તીકર ચુર્ણ દુધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી ઍસીડીટી મટે છે.
 • બદામ, પીસ્તા, અખરોટ, મગફળી જેવો સુકો મેવો થોડા પ્રમાણમાં ખાવાથી એસીડીટીની અસર જતી રહે છે અને આ બધામાં કેલ્શીયમ હોવાથી દાંત મજબુત થાય છે. (૩૪) આમળાનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે.
 • લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી અમ્લપીત્ત મટે છે.
 • સંતકૃપા ચુર્ણ પાણી અથવા લીંબુના શરબતમાં લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે.
 • અમ્લપીત્ત અને અલ્સર એ પીત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો- દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો, હાંડવો, ઢોકળાં, ઈડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બીલકુલ બંધ કરવા. તળેલા, વાસી, ભારે, વાયડા, ચીકણા પદાર્થો, મરચું, મરી, લસણ, ડુંગળી, સુંઠ, પીપર, ગંઠોડા, આથાણું, રાયતું, પાપડ, સાકર, વરીયાળી, કાળી દ્રાક્ષ, ધાણા, જીરુ, પાકાં કેળાં, નાળીયેરનું પાણી- વગેરે બધું જ બંધ કરવું.
 • દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દીવસમાં એસીડીટી મટે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસીડીટી જડમુળથી જતી રહે છે.
 • આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડુબાડી રાખવાં. તેમાંથી રોજ એક આમળું સવારે ખાવાથી અમ્લપીત્ત મટે છે.
 • ગોરસ આમલીનાં બી અને છોડાં કાઢી નાખી માત્ર ગરનું શરબત બનાવી તેમાં જીરુ અને સાકર નાખી પીવાથી પીત્તશમન થઈ એસીડીટી મટે છે.
 • કડવા પરવળ એટલે પટોલનાં પાનનો રસ પીવાથી એસીડીટી તરત જ શાંત થાય છે.
 • અરડુસી, ગળો, પીત્તપાપડો, લીમડાની અંતર્છાલ, કરીયાતુ, ભાંગરો, ત્રીફળા અને પરવળનાં પાન સરખા વજને લઈ અધકચરાં ખાંડી અડધા કપ મીશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી મધ સાથે પીવાથી અમ્લપીત્ત મટે છે. આ ઉકાળામાં દશ ઔષધો હોવાથી એને દશાંગ ક્વાથ કહે છે.
 • કાળી દ્રાક્ષ, સાકર, વરીયાળી અને ધાણાને પાણીમાં પલાળી ખુબ ચોળી, ગાળીને રાત્રે પીવાથી અમ્લપીત્તમાં ફાયદો થાય છે.
 • અમ્લપીત્તને લીધે માથું એકદમ દુખતું હોય તો સાકરનું પાણી પીવાથી તરત જ ફાયદો થાય છે.
 • શતાવરીનું ચુર્ણ ગાયના દુધમાં ઉકાળી એલચી અને સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે.
 • એસીડીટીની ફરીયાદ હોય તો દીવસમાં ત્રણ-ચાર વાર નાળીયેરનું પાણી પીવું.

એસીડીટીમાં પરેજી:   ખારા, ખાટા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરવું. વાસી ખોરાક અને માદક પદાર્થો ન લેવા. રબરના બુટ-ચપ્પલ ન પહેરવાં. દરેક વસ્તુ ચાવી ચાવીને ખાવી. હળવા-પ્રસન્ન ચીત્તે રહેવું અને વ્યસન છોડી દેવાં.

અરડુસી

ભારતમાં અરડુસી બધે જ થાય છે. અરડુસીનાં પાન જામફળીને મળતાં ત્રણ-ચાર ઈંચ લાંબાં, ત્રણ ઈંચ જેટલાં પહોળાં અને અણીદાર હોય છે. પાનમાંથી સહેજ વાસ આવે છે. એને તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ ફુલો આવે છે. અરડુસી ધોળી અને કાળી એમ બે પ્રકારની થાય છે. ગુણોમાં કાળી ઉત્તમ ગણાય છે.

 

અરડુસી મુખ્યત્વે કફઘ્ન, રક્તસ્તંભક અને જ્વરઘ્ન છે. એ શીતવીર્ય, હૃદયને હીતકારી, લઘુ, તીખી, કડવી અને સ્વર-ગળાને હીતાવહ છે. તે વાયુકારક અને સારક છે. અરડુસી કફ, રક્તપીત્ત, ખાંસી, ઉલટી, તાવ, પ્રમેહ, કોઢ, કમળો, ક્ષય, શીતપીત્ત, અરુચી, તૃષા તથા દમ-શ્વાસ મટાડે છે. કફના નવા રોગો કરતાં જુના રોગોમાં વધારે લાભપ્રદ છે. અરડુસી ક્ષયમાં ખુબ સારી છે. ક્ષયની આધુનીક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી બંને ઉધરસમાં અરડુસી ખુબ હીતાવહ છે. કફ છુટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડુસી સારું કામ કરે છે. અરડુસી રક્તપીત્ત, ક્ષય અને ઉધરસના દર્દીઓ માટે ઉત્તમ છે.

અરડુસીના ઉપયોગઃ

 • અરડુસીનાં તાજાં પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટો પડે છે.

 

 • નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડુસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.
 • અરડુસીના અવલેહને વાસાવલેહ કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરીણામ આપે છે.
 • પરસેવો ખુબ ગંધાતો હોય તો અરડુસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડુસીનાં સુકાં પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.
 • અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપીત્ત, કફજ્વર, ફ્લુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
 • અરડુસી લીવરના સોજા અને કમળામાં પણ ઉત્તમ પરીણામ આપે છે. અરડુસીનાં પાન અને ફુલને ધોઈને કાઢેલા ત્રણથી ચાર ચમચી જેટલા રસમાં બે ચમચી મધ અને એક ચમચી સાકર નાખી સવાર-સાંજ પીવાથી કફપીત્તજ્વર, રક્તપીત્ત તથા કમળાનો નાશ થાય છે.
 • અરડુસીનું લાંબા સમય સુધી સેવન ક્ષયના દર્દી માટે આશીર્વાદ સમાન છે.
 • અરડુસીના પાનનો રસ બે-બે ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે, ક્ષય, લોહીવા, હરસ અને રક્તપ્રવાહીકામાં લાભ થાય છે.
 • એકથી બે ચમચી અરડુસીના રસમાં એટલું જ મધ મેળવી સવાર-સાંજ પીવાથી ઉધરસ મટે છે.
 • અરડુસીના રસમાં ફુલાવેલો ટંકણખાર બે ચણોઠી જેટલો મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફ છુટો પડી નીકળી જાય છે.
 • અરડુસીનાં પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકર નાખી પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો તે બંધ થાય છે.
 • બે ચમચી અરડુસીનો રસ, બે ચમચી મધ અને એક ચમચી માખણ મીશ્ર કરી તેમાં અડધી ચમચી ત્રીફળા ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી દમ-શ્વાસ મટે છે.
 • અરડુસીનાં પક્વ-પુર્ણ ફુલ છાંયડે સુકવી તેનું અડધી ચમચી ચુર્ણ એટલા જ મધ અને-સાકર સાથે મીશ્ર કરી ચાટવાથી રક્તપીત્ત અને રક્તસ્રાવ મટે છે.
 • અરડુસીના મુળનો ઉકાળો મુત્રાવરોધ મટાડે છે.
 • અરડુસીનાં લીલાંછમ તાજાં પાનનો ત્રણથી ચાર ચમચી રસ કાઢી તેમાં બે ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી રક્તપીત્ત, ક્ષય, શ્વાસ, કફના રોગો, કમળો અને કફજ્વરમાં ફાયદો થાય છે. અરડુસીમાંથી બનાવવામાં આવતો વાસાવલેહ  પણ કફના રોગોમાં ખુબ જ ઉપયોગી છે.
 • અરડુસીના પાંદડાંનો ફુલો સહીત રસ કાઢી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવાથી થોડા દીવસોમાં જ દમ, ઉધરસ અને કફક્ષય દુર થાય છે.
 • જો અરડુસીના ઉકાળાને ઠંડો પાડી તેમાં મધ નાખી સવાર-સાંજ પીવામાં આવે તો થોડા દીવસમાં કફના રોગો મટી જાય છે.
 • અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.
 • ગરમ ચામાં અરડુસીનો રસ અને સહેજ સંચળ નાખી પીવાથી જાડો કફ છુટો પડી જાય છે.
 • અરડુસીનો કાઢો પીવાથી મુત્રાઘાત મટે છે. વાસાદી ક્વાથ અરડુસી, દ્રાક્ષ અને હરડે આ ત્રણે ઔષધના સરખા વજને-સરખા ભાગે બનાવેલા અડધા કપ જેટલા ઉકાળામાં ત્રણ ચમચી મધ અને એક ચમચી સાકર મેળવીને સવાર-સાંજ બે વખત પીવામાં આવે તો રક્તપીત્ત, ક્ષય, ઉધરસ, શ્વાસ-દમ, જુની શરદી વગેરે કફના રોગો મટે છે. જીર્ણજ્વર, કફનો જ્વર અને પીત્તજ્વર પણ મટે છે.

 

વાસાદી ક્વાથ અરડુસી, દ્રાક્ષ અને હરડે આ ત્રણે ઔષધના સરખા વજને-સરખા ભાગે બનાવેલા અડધા કપ જેટલા ઉકાળામાં ત્રણ ચમચી મધ અને એક ચમચી સાકર મેળવીને સવાર-સાંજ બે વખત પીવામાં આવે તો રક્તપીત્ત, ક્ષય, ઉધરસ, શ્વાસ-દમ, જુની શરદી વગેરે કફના રોગો મટે છે. જીર્ણજ્વર, કફનો જ્વર અને પીત્તજ્વર પણ મટે છે.

અમૃતારીષ્ટ

ગળો, દશમુળ, જીરુ, ગોળ, પીત્તપાપડો, સપ્તપર્ણ, સુંઠ, મરી, પીપર, મોથ, નાગકેસર, અતીસ અને કડાછાલના મીશ્રણથી બનાવેલું દ્રવ ઔષધ તે અમૃતારીષ્ટ. સારી ફાર્મસીનું આ દ્રવ ઔષધ વયસ્કો ત્રણથી ચાર ચમચી અને બાળકો અડધીથી એક ચમચી (બાળક મોટું હોય તો દોઢ ચમચી) સવાર-સાંજ સેવન કરે તો અરુચી, અપચો, મંદાગ્ની, યકૃત(લીવર)ના રોગો, જીર્ણજ્વર, આંતરીક મંદ જ્વર, પેટના રોગો, અશક્તી, લોહીના રોગો અને ચામડીના રોગોમાં સારો ફાયદો થાય છે. એનાથી મળ સાફ ઉતરી કબજીયાત પણ મટે છે.

અરણી

અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફુટ ઉંચાં થાય છે. એને અતી સુગંધીત ફુલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ, સોજો, હરસ, આમવાત, મેદ, કબજીયાત અને પાંડુરોગનો નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશનો નાશ કરે છે. અરણીનાં પાન મસળવાથી સહેજ ચીકાશવાળો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ તમતમતો (તીખાશ પડતો) સહેજ ખારો અને કડવો હોય છે. અરણીની છાલ ધોળાશ પડતી ફીક્કી ભુખરા રંગની હોય છે. તેને કારતક-માગસરમાં ધોળાં સુંદર સુગંધીદાર ફુલો આવે છે. તેનાં ફળ નાનાં, લીસાં અને ચળકતાં હોય છે. ઔષધમાં અરણીનાં પાન અને મુળ વપરાય છે.

અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણ જ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.

 • અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે.
 • અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.)
 • અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
 • સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.
 • બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.
 • ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પર તેનાં મુળીયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
 • કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણજ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.
 • અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે.
 • અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.)
 • અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
 • સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.
 • બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.
 • ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પર તેનાં મુળીયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
 • કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.

અરલુ

અરલુનાં ઝાડ મધ્યમ કદનાં હોય છે. એનાં પાંદડાં કાંઈક મરીનાં પાંદડાં જેવાં જ હોય છે. એનાં ડાળાં પપૈયાના ઝાડ જેવાં પોચાં હોય છે.એને બે હાથ લાંબી અને ત્રણથી ચાર આંગળ પહોળી શીંગ આવે છે. એ શીંગમાં લગભગ બસોથી અઢીસો જેટલાં બીયાં હોય છે અને તે કપાસનાં બીજ જેવાં જ હોય છે. જ્યારે અરલુની શીંગો કુમળી હોય છે, ત્યારે તેનું શાક અને અથાણું પણ થાય છે. આ શીંગોનો આકાર આબેહુબ તલવાર જેવો જ હોય છે. અરલુનાં મુળની અંતર છાલ જે ઔષધરુપે વપરાય છે, તે લીલા રંગની હોય છે. પ્રખ્યાત ઔષધ દશમુળમાં અરલુનાં મુળ પણ આવે છે. તેને કોઈ ટેંટવે પણ કહે છે.

અરલુ તુરુ, તીખું, કડવું, ભુખ લગાડનાર મળને બાંધનાર,શીતળ, મૈથુન વધારનાર, બળ આપનાર અને વાયુ, પીત્ત, કફ, કૃમી, ઉલટી, કોઢ, અરુચી મટાડે છે. અરલુનાં કુમળાં ફળ તુરાં, મધુર, પચવામાં લઘુ, હૃદય માટે સારાં, રુચી ઉપજાવનાર, આહાર પચાવનાર, કંઠ માટે હીતાવહ, ભુખ લગાડનાર, ઉષ્ણ, તીખાં અને ખારાં છે. એ વાયુ, ગોળો, કફ, મસા, અરુચી અને કૃમીનો નાશ કરે છે. એનાં જુનાં ફળ ગુરુ એટલે પચવામાં ભારે અને વાયુને કોપાવનારાં છે.

 • અરલુની છાલના બે થી ચાર ચમચી જેટલા રસમાં એક ચમચી મધ અને થોડો મોચરસ નાખી સવાર-સાંજ પીવાથી થોડા જ દીવસોમાં અતીસાર, આમાતીસાર(મ્યુકસ કોલાયટીસ) અને રક્તાતીસાર(અલ્સરેટીવ કોલાયટીસ) મટે છે.
 • જુનાં ન મટતાં ચાંદાં-જખમ, દાદર અને ખરજવા પર અરલુનાં પાન વાટી ચોપડવાથી થોડા દીવસોમાં એ મટી જાય છે.
 • અરલુની સુકી છાલ વાટી તેનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી પ્રમેહ મટે છે.

અરીઠાં

અરીઠાં અતી ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં એને અરીષ્ટ(જેના ઉપયોગથી કોઈ અનીષ્ટ થતું નથી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નીગ્ધ, તીક્ષ્ણ, પચ્યા પછી પણ તીખાં, ગરમ, મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર તથા વાયુ, કુષ્ઠ, ખંજવાળ, વીષ અને વીસ્ફોટક(ગુમડાં)નો નાશ કરનાર છે.

 • અરીઠાંનું પાણી પીવડાવવાથી ઉલટી થતાં વીષ નીકળી જાય છે.
 • અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના રોગો જેવા કે, ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી વગેરે મટે છે. અરીઠાંને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
 • બાળકને પેટમાં ચુંક આવતી હોય, આફરો ચડ્યો હોય, પેટમાં કૃમી થયા હોય તો પેટ પર અરીઠાનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતી થાય છે અને કરમીયાં હોય તો નીકળી જાય છે.
 • ત્રણ-ચાર ટીપાં અરીઠાનું ફીણ નાકમાં નાખવાથી બેભાન દર્દી થોડી વારમાં ભાનમાં આવી જાય છે. એપીલેપ્સી-વાઈના દર્દમાં પણ આ પ્રયોગ કામ કરે છે. એનાથી આધાશીશી પણ મટે છે.
 • સવાર-સાંજ અરીઠાંના હુંફાળા પાણીથી આઠ-દસ દીવસ માથું ધોવાથી જુ-લીખ સાફ થઈ જાય છે તથા ખોડો પણ મટે છે.
 • માથામાં ખંજવાળ આવતી હોય, વાળ ખરતા હોય કે પાતળા અને પાંખા થઈ ગયા હોય તો માથું ધોવામાં અરીઠાંનો જ ઉપયોગ કરવો જોઈએ.

અરુચી

ખાવા-પીવાનું મન ન થતું હોય તો:

 • દાડમ ખાવાથી કે દાડમના રસમાં મરી, સીંધવ, સંચળ નાખી પીવાથી અથવા સુંઠ અને ગોળ ખાવાથી કે લસણની કળીઓને ઘીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચી મટે છે; ભુખ ઉઘડે છે.
 • લીંબુની બે ફાડ કરી તેની ઉપર સુંઠ, કાળાં મરી અને જીરાનું ચુર્ણ તથા સીંધવ મેળવીને થોડું ગરમ કરી ચુસવાથી અરુચી મટે છે.
 • બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી. સવારે સોપારી જેટલો ગોળ તથા કાળાં મરી અને એલચીનું થોડું ચુર્ણ નાખી પીવું. એનાથી ભુખ લાગશે અને અરુચી દુર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લુ લાગતી નથી.
 • ૮૦ ગ્રામ ઠળીયા કાઢેલી ખજુર, ૧૦ ગ્રામ આમલી પલાળી ચોળીને કરેલું પાણી, ૫ ગ્રામ દ્રાક્ષ, ૨ ગ્રામ મરચું, ૨ ગ્રામ આદુ, જરુર પુરતું મીઠું અને ૮ ગ્રામ ખાંડ નાખી ચટણી બનાવી ખાવાથી અરુચી મટે છે અને ભુખ ઉઘડે છે.
 • અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અરુચી મટે છે.
 • આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે.
 • લીંબુનું શરબત પીવાથી અરુચી મટે છે.
 • તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી મોંમાં રુચી પેદા થાય છે.
 • ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી અરુચી મટે છે.
 • દાડમનો રસ, સીંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચી મટે છે.
 • ખાટામીઠા દાડમનો ૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે ફેરવીને દીવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે, તાવને લીધે અરુચી રહેતી હોય તો તે મટે છે અને આંતરડાંમાં રહેલા દોષોનું શમન થાય છે.
 • ધાણા, જીરુ, મરી, ફુદીનો, સીંધવ અને દ્રાક્ષને લીંબુના રસમાં પીસી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચી મટે છે.
 • ધાણા, એલચી અને મરીનું ચુર્ણ ઘી અને સાકર સાથે લેવાથી અરુચી મટે છે.
 • પાકાં ટામેટાના રસમાં ફુદીનો, આદુ, ધાણા અને સીંધવ મેળવી ઉકાળીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને ભોજનની રુચી પેદા થાય છે.
 • ટામેટાના ટુકડા કરી સુંઠ અને સીંધવનું ચુર્ણ ભભરાવી ખાવાથી અગ્નીમાંદ્ય અને અરુચી મટે છે.
 • લસણ, કોથમીર, આદુ, ધોળી દ્રાક્ષ, ખાંડ અને સીંધવની ચટણી કરીને ખાવાથી અરુચી મટે છે તથા ખોરાકનું પાચન થાય છે.
 • સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી અરુચી મટે છે.
 • સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી અરુચી મટે છે.
 • ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નીમાંદ્ય, ઉદરવાત, આમવૃદ્ધી, અરુચી અને કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.
 • કાળી નાની હરડે શેકી પાઉડર કરી સીંધવ સાથે ૧-૧ ચમચી દરરોજ રાતે લેવાથી આહાર પ્રત્યેની અરુચી દુર થાય છે.
 • હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે.
 • જમવાની પાંચેક મીનીટ પહેલાં એક ગ્લાસ પાણીમાં ૧ લીંબુ નીચોવી એક નાની ચમચી સોડા-બાય-કાર્બ નાખી હલાવીને પી જવાથી ખોરાક પરની અરુચી મટે છે. જો ગૅસની અનીચ્છનીય અસર ન થતી હોય તો ૧ બોટલ તૈયાર સોડામાં લીંબુ નીચોવીને પણ પી શકાય.
 • સુંઠ, મરી અને સંચળના ચુર્ણને સાકરમાં મેળવી લીંબુના રસમાં ઘુંટી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અરુચી મટે છે.
 • આમલીના શરબતમાં જીરુનું ચુર્ણ ભભરાવી પીવાથી પાચક સ્રાવો છુટીને અરુચી મટે છે.
 • બીજોરાના કકડા છાંયે સુકવી, ચુર્ણ કરી તેમાં સુંઠ, પીપર અને મરીનું ચુર્ણ મેળવી ખાવાથી અરુચી મટે છે. (૨૬) અરુચી દુર કરી ભુખ વધારવા લીંબુના ફાડીયા પર નમક, મરી, ગંઠોડા અને સંચળ ભભરાવી જરા ગરમ કરીને ભોજન પહેલાં ચુસી જવાથી ઉત્તમ લાભ થાય છે. ઉલટી, હેડકી, ચુંક અને આફરામાં પણ એનાથી લાભ થાય છે. (૨૭) એક ગ્લાસ જાડી, મોળી છાસમાં પ્રમાણસર રાઈ, જીરુ, હીંગ, સુંઠ અને સીંધવ નાખી પીવાથી ખોરાક પરની અરુચી મટે છે.
 • તાજા કમરખની ચીરી પર નમક, સંચળ અને જીરુ ભભરાવી ખાવાથી અરુચી મટે છે. દાંત અબાઈ જાય એટલા પ્રમાણમાં અને એવી રીતે કમરખ ન ખાવાં.
 • ખાંડનું બુરુ, કાળી દ્રાક્ષ લીંબુનાં ફુલ અને કાળાં મરી ભેગાં ઘુંટી ગોળી બનાવી જમ્યા પહેલાં ચુસવાથી મોંમાં સ્વાદ લાગવો શરુ થાય છે.
 • ભોજન પહેલાં દાડમનો રસ, સીંધવ અને મધ ભેગાં કરી ચાટવાથી અરુચી મટે છે.
 • જે કારણથી અરુચી હોય તે મુજબ એનો ઉપાય કરવો જોઈએ. વાયુથી થયેલી અરુચીમાં એનીમા, પીત્તથી થયેલી અરુચીમાં વીરેચન અને કફથી થયેલી અરુચીમાં ઉલટી કરાવવાથી લાભ થાય છે. માનસીક ઉદ્વેગને લીધે અરુચી થઈ હોય તો મનને પ્રસન્ન કરે એવાં રુચીકારક ભોજનનું સેવન કરવું જોઈએ.
 • શારીરીક કે માનસીક ગમે તે કારણોથી ખોરાક પર અરુચી થઈ હોય તો જાડી મોળી છાસમાં રાઈ, જીરુ, સુંઠ, હીંગ અને સીંધવ નાખી પીવાથી એ અરુચી મટે છે.
 • ભુખ જ ન લાગતી હોય તો બેથી ત્રણ ગંઠોડાનો પાઉડર કરી તેમાં લીંબુનાં ટીપાં નીચોવી જમતાં પહેલાં ધીમે ધીમે ચાટવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, તીવ્ર ભુખ લાગે છે.
 • મંદ પાચનશક્તી અથવા ભુખ જ ન લાગતી હોય તેણે આદુ અને લીંબુના એક એક ચમચી રસના મીશ્રણમાં પાંચ થી છ એલચીના દાણા અને બે ત્રણ ગંઠોડાનું ચુર્ણ મેળવીને જમતા પહેલા એક કલાક અગાઉ બપોરે અ્ને રાત્રે પીવું. એક જ અઠવાડીયામાં જઠરાગ્ની બળવાન બનશે અને ભુખ પણ સારી લાગશે.

અરુચી-મંદાગ્ની

 • મોંમાંથી ચીકણી લાળ પડતી હોય અને અરુચી તથા મંદાગ્ની હોય તો રોજ સવાર-સાંજ એક કલાક ચાલવું, એક દીવસનો નકોરડો ઉપવાસ કરવો.  આખો દીવસ માત્ર સુંઠ નાખી ઉકાળેલું હુંફાળું પાણી તરસ મુજબ પીવું. બીજા દીવસથી બાફેલા મગનું નમક વગરનું પાણી પાંચ દીવસ સુધી પીવું. એમાં મસાલા નાખી શકાય. પાંચ દીવસ પછી સવાર-સાંજ બાફેલા મગ ખાવા. બે વખત ઋતુનાં ફળો ખાવાં.
 • દવામાં સવાર-સાંજ ૫-૫ ગ્રામ આદુની કતરણ ચાવી જવી.
 • મંદાગ્નીને લીધે રસધાતુ કાચી રહેવાથી મોંમાંથી ચીકણી લાળ નીકળે છે. પંદર દીવસ પછી ધીમે ધીમે આહારમાં એક એક વાનગી રોજ ઉમેરતા જઈ ક્રમશઃ રોજીંદા પણ માપસર આહાર પર ચઢવું. કાયમ માટે મીઠાઈ તથા તેલ-ઘી અલ્પ પ્રમાણમાં જ લેવાં. કડક પરેજી, ચાલવાનો નીયમ અને સુંઠ અને આદુ જેવાં અગ્ની પ્રદીપ્ત કરનાર દ્રવ્યથી મોંમાંથી લાળ પડવાની તકલીફમાંથી મુક્તી મળે છે.
 • એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણાનું ચુર્ણ અને દસથી બાર કાળા મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.

અર્જુન

ગુજરાતમાં જેને સાજડ કે સાદડ કહે છે તેને સંસ્કૃતમાં ‘અર્જુન’ કહે છે. એની બહારની છાલ એકદમ લીસી અને સફેદ હોય છે. અંદરની છાલ લાલાશ પડતી, જાડી અને નરમ હોય છે.

અર્જુન શીતળ, હૃદય માટે હીતાવહ, ક્ષતક્ષય, વીષ, રક્તવીકાર, મેદ, પ્રમેહ તથા ચાંદાં મટાડનાર છે. અર્જુનની છાલનો ક્ષીરપાક હૃદયના રોગોમાં આપવાથી ઉત્તમ લાભ થાય છે. અર્જુનની છાલની ક્રીયા કષાયામ્લ તથા ચુના જેવી થાય છે, જે રક્તવાહીનીઓનું સંકોચન કરાવતી હોવાથી રક્તભ્રમણ વધે છે તેથી હૃદયની પોષણક્રીયા સારી થાય છે. જો લોહીનું દબાણ વધારે ઉંચું રહેતું હોય તો અર્જુન-સાદડનો ઉપયોગ કરવો નહીં, કેમ કે એ લોહીનું દબાણ વધારે છે.

એની છાલમાં કેલ્શીયમનું પ્રમાણ સારું એવું છે, જેથી એ રક્તસ્રાવને જલદી બંધ કરે છે, ભાંગેલું હાડકું જલદી સંધાઈ જાય છે. રક્તસ્રાવમાં અર્જુન અને અરડુસી ખુબ ઉપયોગી છે.

 • અર્જુનની છાલનું અડધીથી એક ચમચી ચુર્ણ, ત્રણ ચમચી અરડુસીનો રસ અને એક એક ચમચી ઘી, મધ અને સાકર મીશ્ર કરી દુધ સાથે લેવાથી ઉરઃક્ષત-ટીબીની કેવીટી ધીમે ધીમે મટી જાય છે, ખાંસી સાથે કફમાં લોહી પડતું બંધ થાય છે.
 • એક એક ચમચી અર્જુન, ઘી, સાકર, ચાર ચમચી ઘઉંનો લોટ અને જરુર પુરતું દુધ લઈ શીરો બનાવી ખાવાથી પણ ઉપરોક્ત લાભ થાય છે.
 • એક ચમચી અર્જુનનું ચુર્ણ ગોળના પાણી સાથે કે મલાઈ વગરના દુધ સાથે લેવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે અને આયુષ્ય લંબાય છે. એ ઉપરાંત ક્ષય, જીર્ણજ્વર, રક્તપીત્ત, હરસ, રક્તસ્રાવ, મુત્રાવરોધ વગેરે મટે છે.
 • અર્જુન રસાયન ગુણ ધરાવતું હોવાથી બળપ્રદ અને આયુષ્યપ્રદ છે. પેશાબ સાફ લાવે છે. આથી સોજા આવ્યા હોય તો સવાર-સાંજ લેવાથી ઉતરી જાય છે. ચુર્ણ લેવું ન ફાવે તો ઉકાળો બનાવીને લઈ શકાય, બજારમાં મળતાં અર્જુનારીષ્ટ કે અર્જુનાસવ લઈ શકાય.
 • અર્જુનની છાલના ચુર્ણને અરડુસીના રસની એકવીસ ભાવના આપવી. (ચુર્ણને એકવીસ વખત ભીંજવી સુકવવું.) આવા અડધી ચમચી ચુર્ણમાં બે ચમચી મધ મેળવી સવાર-સાંજ લેવાથી દમ મટે છે.
 • ત્રણ ચમચી અર્જુનારીષ્ટ સવાર-સાંજ લેવાથી હૃદયરોગ મટે છે.

અર્દીત વાયુ(મોં ફરી જવું)

 • લસણ વાટી તલના તેલમાં ખાવાથી કે લસણ અને અડદનાં વડાં બનાવી તલના તેલમાં તળીને માખણ સાથે ખાવાથી અપસ્માર, વાઈ અને અર્દીત વાયુ મટે છે.
 • અડદની દાળ પાણીમાં પલાળી રાખી વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરું લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અર્દીત વાયુ મટે છે.

અર્ધાંગ વાયુ

 • અર્ધાંગ વાયુ રાઈના તેલની માલીશ કરવાથી અર્ધાંગ વાયુ રોગમાં ફાયદો થાય છે.

અર્ધમત્સ્યેન્દ્રાસન

મત્સ્યેન્દ્રનાથ નામના મહાન યોગીએ આ આસન સીદ્ધ કર્યું હતું, આથી એનું નામ આ આસનને આપવામાં આવ્યું છે. જો કે પુર્ણ મત્સ્યેન્દ્રાસન સીદ્ધ કરવું ઘણું મુશ્કેલ હોઈ અર્ધ મત્સ્યેન્દ્રાસન જે કંઈક સરળ હોવાથી એની જ વાત આપણે કરીશું. આમ તો આ આસન પણ એટલું બધું સરળ તો નથી.

ગૌમુખાસનની જેમ જ આ આસનમાં પણ શરુઆતમાં પગ લાંબા કરી સીધા ટટાર બેસો. જમણો પગ પુરેપુરો વાળીને એની એડી ડાબો પગ જરા ઉંચો કરીને એને અડીને અંડકોશની નીચે જેને શીવની નાડી કે વીર્યનાડી કહે છે ત્યાં મુકો. જમણા પગનું તળીયું ડાબા પગની જાંઘને અડેલું રહેશે. ડાબા પગને હજુ વધારે વાળી જમણા સાથળને અડકાવવો. ડાબા પગના ઢીંચણ પર જમણા હાથની બગલનો ભાગ મુકી ડાબી તરફ વળી જમણા હાથથી પગ પકડો. જે દીશામાં શરીર વાળીએ તે તરફ માથું પણ વાળવું અને આળસ મરડીએ એ રીતે શરીર જેટલું વધારેમાં વધારે વાળી શકો તેટલું ધીમે ધીમે વાળવું, અને ખભાની સમરેખામાં લાવવાનો પ્રયત્ન કરવો. પણ એમ કરતી વખતે શરીરને બીલકુલ ઝટકો ન મારવો. આ આસનનો હેતુ કરોડ વાળવાનો છે. એ જ રીતે જમણી તરફ વળીને એટલે કે ડાબો પગ વાળીને એની એડી જમણા પગની જાંઘને અડકાડીને પણ આ આસન કરવું. બંને તરફ આ આસન એક એક મીનીટ રાખી શકાય.

આ આસનથી પેટની તકલીફમાં લાભ થાય છે અને આંતરડાં મજબુત બને છે. આથી જુની કબજીયાત મટે છે. કમરની લચકમાં સુધારો થાય છે. સ્વપ્નદોષ દુર કરવામાં તથા બ્રહ્મચર્યના પાલનમાં પણ આ આસન લાભકર્તા ગણાય છે.

અલ્સર

 • પેટની અંદરના ભાગમાં પડતાં કોઈ પણ પ્રકારનાં ચાંદાં (અલ્સર)માં ફ્લાવર એક અકસીર ઔષધનું કામ કરે છે. તાજા ફ્લાવરનો રસ સવારે ખાલી પેટે એકાદ કપ દરરોજ નીયમીત પીવાથી અલ્સર સમુળગું મટી જાય છે.
 • હોજરી, આંતરડાં કે શરીરમાં અન્યત્ર થયેલાં ચાંદાં દ્રાક્ષ સારી રીતે રુઝવે છે.
 • કાચાં, પાકાં, આથેલાં બોર કે બોરનું અથાણું ખાવાથી કે બોરનું શરબત પીવાથી, એટલે કે કોઈપણ સ્વરુપે બોરનું સેવન કરવાથી અલ્સર મટે છે.
 • સુકી મેથીનો ઉકાળો-કાઢો દરરોજ એક એક કપ દીવસમાં ચાર-પાંચ વાર પીતા રહેવાથી અલ્સર-પેટમાં પડેલાં ચાંદાં મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ પ્રયોગ થઈ શકે.
 • વીટામીન સી અલ્સર થતું તથા તેને વધતું અટકાવે છે. એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે જેના શરીરમાં વીટામીન સીની માત્રા સૌથી વધુ હોય તેમને અલ્સર વધારતા એચ. પાયલોરી નામના બૅક્ટેરીયાનો ચેપ લાગવાની શક્યતા ૨૫% ઘટી જાય છે. આથી સવારના ભોજન પહેલાં એક ગ્લાસ મોસંબી, નાસપતી, સંતરાં અથવા જમરુખનો રસ પીવાથી પેટનું અલ્સર થતું નથી.
 • આમળાં ઉપરાંત મોસંબી, નાસપતી, સંતરાં, પેર અને જમરુખ વીટામીન ‘સી’ના ખુબ સારા સ્રોત છે. આ રસનું પાચન થયા બાદ ભોજન કરવું જોઈએ.

અવાજ સુરીલો કરવા

 • ૧૦ ગ્રામ આદુનો રસ, ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧ ગ્રામ સીંધવ મેળવી દીવસમાં ત્રણ વાર ધીમે ધીમે પીવાથી અવાજ મધુર થાય છે.
 • ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી અવાજ મધુર થાય છે.
 • દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
 • ફણસના ઝાડની ડાળીના છેડેની અણીદાર કળીઓ વાટી ગોળી બનાવી મોંમાં મુકી રાખવાથી ગળું સાફ થઈ કંઠ ખુલે છે.

સ્વર સુધારવા

 • હરડે, બહેડાં, આમળાં, હળદર અને જેઠી મધ સરખે ભાગે લઈ તેેમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, ગાળી, સવાર-સાંજ કોગળા કરવા. યષ્ટીમધુવટી કે ખદીરાવટી ચુસવી.
 • જેઠીમધ અને આમળાં સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, સાકર મેળવી સવાર-સાંજ પીવાથી સ્વર સુધરે છે.
 • હળદરનું ચુર્ણ દુધમાં કાલવી રોજ સવારે પીવાથી ગળું ખુલી જઈ અવાજ સ્પષ્ટ થાય છે.

આવાજ બેસી જાય ત્યારે

 • જેઠીમધ, આંબળાં, હળદર અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય છે.
 • ભોજન પછી કાળાં મરી ઘીમાં નાખી ખાવાથી અવાજ બેસી ગયો હોય તેમાં લાભ થાય છે.
 • બહેડાની છાલને ગોમુત્રમાં ભાવીત કરી ચુસવાથી અવાજ સુરીલો થાય છે.
 • દસ ગ્રામ આદુ અને દસ ગ્રામ લીંબુના રસમાં ૧ ગ્રામ સીંધવ મેળવી  દીવસમાં ત્રણ વાર ભોજન પહેલાં ધીરે ધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે.
 • ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી અવાજ સુરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખુલે છે.
 • દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
 • આંબાના મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે.
 • ત્રીફલા (હરડે, આમળાં, બહેડાં),  ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) અને જવખારનું ચુર્ણ પાણીમાં આપવાથી બેસી ગયેલું ગળું ખુલી જાય છે.
 • કોળાનો અવલેહ (જુઓ ઔષધો) ખાવાથી સ્વરભેદ મટે છે.
 • ગરમ કરેલા દુધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઉઘડે છે.
 • ગળા પાસે વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાની થઈ હોય તો એકાદ નાની ચમચી જેટલો જાંબુના ઠળીયાનો બારીક પાઉડર લઈ મધ સાથે દીવસમાં બે ચાર વાર નીયમીત ચાટતા રહેવાથી લાભ થાય છે.
 • એક કપ પાણીમાં એક મોટો ચમચો ઘઉં નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઈ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે.
 • આકડાના ફુલના ૩-૪ રેવડામાં ૨-૩ મરી નાખી, ઝીણું વાટી મોંમાં રાખવાથી બળતરા થશે અને કફ છુટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખુલી જશે.
 • બોરડીની છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચુસવાથી બે-ત્રણ દીવસમાં જ અવાજ ઉઘડી જાય છે.
 • પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે.
 • વધુ પડતું બોલવાથી કે બુમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી દીવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હુંફાળા દુધમાં હળદર અને ઘી નાખી મીશ્ર કરી પી જવું.
 • સવાર-સાંજ ૧-૧ ચમચી આદુના રસમાં સીંધવ નાખી પીવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે. અવાજ બેસી ગયો હોય ત્યારે ખારી અને તુરી વસ્તુ ન ખાવી, ઠંડાં પીણાં-પાણી, તમાકુ, સોપારી અને શરાબનું સેવન ન કરવું.
 • અજમો, હળદર, આમળાં, જવખાર અને ચીત્રકની છાલ દરેક ૫૦-૫૦ ગ્રામનું બારીક ચુર્ણ બનાવી એક ચમચી ચુર્ણ બે ચમચી મધ અને એક ચમચી ઘી સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલે છે.
 • અવાજ બેસી જાય તો ભાંગરાના પાનનો રસ ઘી સાથે લેવાથી લાભ થાય છે.
 • બોરડીનાં તાજાં લીલાં પાનને સાફ કરી વાટીને એક ચમચી જેટલી ચટણી બનાવી ઘીમાં શેકીને ખાવાથી બેસી ગયેલા અવાજમાં તથા ઉધરસમાં લાભ થાય છે.
 • અવાજ બેસી જાય ત્યારે જેઠીમધ અથવા તેનો સાર (શીરો) મોઢામાં રાખી ચુસવાથી અવાજ ખુલી જાય છે. અવાજ સારો રાખવા માટે સંગીતકારો પોતાની પાસે જેઠીમધનો શીરો રાખતા હોય છે.
 • ચણકબાબ, સીંધવ વગેરે મુખમાં રાખી તેનો રસ ગળવાથી શ્વાસનળી અને કંઠમાં ચોંટેલો કફ નીકળી જાય છે અને બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.
 • અનંતમુળ, જેઠીમધ અને આદુ કંઠ્ય અને સ્વર્ય ઔષધ છે. લીલી હળદર, સુંઠ, ગંઠોડા, તુલસી, નાગરવેલનાં પાન પણ થોડા પ્રમાણમાં કંઠય ઔષધ છે.

અશક્તિ

 • ૧-૧ ચમચી જેઠીમધનું ચુર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દુધ પીવાથી શરીરની શક્તી ઉપરાંત મન-મગજની શક્તીમાં પણ વધારો થાય છે. એકાદ અઠવાડીયામાં જ ફરક માલમ પડે છે.
 • કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દુધ પતાસામાં આપવું. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ મટે છે.
 • એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તી મટે છે.
 • કોળાનાં બીની મીંજનો આટો ઘીમાં શેકી, સાકર નાખી લાડુ બનાવી થોડા દીવસો સુધી ખાવાથી અતી મહેનત કરવાથી આવેલી નીર્બળતા મટે છે.
 • કોળાનો અવલેહ દરરોજ સવારે ત્રણ માસ સુધી ૨૦થી ૩૦ ગ્રામ ખાવાથી શરીરનું વજન વધે છે, મોઢા પર તેજી આવે છે અને અશક્તી મટે છે.
 • ઘીમાં ભુંજેલી ડુંગળી અને બબ્બે કોળીયા શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પછી આવેલી અશક્તી દુર થઈ જલદી શક્તી આવે છે.
 • દરરોજ ૨૦-૨૫ ખજુર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દુધ પીવાથી થોડા દીવસમાં જ શરીરમાં સ્ફુર્તી આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે.
 • ખજુર ૧૦૦ ગ્રામ અને કીસમીસ દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીમાં નવું લોહી પેદા થાય છે. નબળા શરીર તેમ જ મનવાળા, જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેવા માણસો માટે દરરોજ સવારમાં પીંડખજુરનો નાસ્તો કરવો ફાયદાકારક છે.
 • ઉમરાની છાલના ઉકાળાથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે.
 • સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તી દુર થાય છે.
 • ઘી ૧ ભાગ, મધ બે ભાગ, અડધો ભાગ આમલસાર ગંધક અને જરુર મુજબ સાકર બરાબર મીશ્રણ કરી દીવસમાં બે વાર ચાટવાથી શરીરમાં તાત્કાલીક શક્તી આવે છે. જરુરીયાત મુજબ બધી વસ્તુનું પ્રમાણ નક્કી કરવું.
 • ગાજરનો રસ પીવાથી અશક્તી દુર થાય છે.
 • જમ્યા પછી ત્રણ-ચાર કેળાં ખાવાથી અશક્તી દુર થાય છે.(પાચનશક્તીનો ખ્યાલ રાખવો-કેળાં પચવામાં ભારે છે.)
 • એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તી દુર થાય છે.
 • દુધમાં અંજીર ઉકાળી તે અંજીર ખાઈ દુધ પીવાથી અશક્તી દુર થાય છે.
 • ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દુધ પીવાથી ઘામાંથી પુશ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દુર થાય છે.
 • સફેદ ડુંગળી ઘીમાં શેકીને ખાવાથી શારીરીક નબળાઈ, ફેફસાંની નબળાઈ અને ધાતુની નબળાઈ દુર થાય છે.
 • મોસંબીનો રસ પીવાથી નબળાઈ દુર થાય છે.
 • દુધમાં બદામ, પીસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખુબ શક્તી વધે છે.
 • પાંચ પેશી ખજુર ઘીમાં સાંતળી ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઉંઘ લેવાથી નબળાઈ દુર થાય છે અને વજન વધે છે.
 • એક સુકું અંજીર અને પાંચ-દસ બદામ દુધમાં સાકર નાખી ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધી થઈ, ગરમી મટી શક્તી વધે છે.
 • ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દુર થાય છે અને શક્તી આવે છે.
 • ફણગાવેલા ચણા સવારે ખુબ ચાવીને પાચન શક્તી મુજબ ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે.
 • ઉમરાની છાલના ઉકાળાના સેવનથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે.
 • ૧૫ ચણા ૫૦ ગ્રામ પાણીમાં ૨૪ કલાક પલાળી રાખી સવારે ખાલી પેટે એક એક ચણો ખુબ ચાવીને ખાવાથી અને વધેલું પાણી પી જવાથી શક્તી વધે છે.

અશેળીયો

એકથી દોઢ ફુટ ઉંચા અશેળીયાના છોડ ભારતમાં બધે જ થાય છે. એ કડવો, તીખો અને ગરમ છે. તેનાં બી રાઈના દાણા જેવાં છીંકણી-રાતા રંગનાં, સાંકડાં, લંબગોળ, ચમકતાં, સુંવાળાં અને ટોચ પર ચપટાં હોય છે. બજારમાં એ મળે છે અને ઔષધમાં વપરાય છે. એમાં ૨૮ ટકા જેટલું તેલ હોય છે.

 

અશેળીયો વાયુનો નાશ કરનાર, બળ વધારનાર, ધાવણ વધારનાર, કટીશુળહર, વાયુ અને કફના રોગોમાં હીતાવહ, હેડકી શાંત કરનાર અને પુષ્ટીકારક છે. અશેળીયાની ઘીમાં બનાવેલી રાબ પીવાથી પ્રસુતી જલદી થઈ જાય છે. આ રાબ પીવાથી હેડકી પણ શાંત થઈ જાય છે, ધાવણ વધે છે, ભુખ લાગે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. એનાથી કમરનો દુ:ખાવો પણ મટે છે. એના બીજનો લેપ કરવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટે છે. સાંધાના સોજા પર પણ એનો લેપ કરી શકાય.

 • અશેળીયાનાં બી ખાવાથી યકૃત અને બરોળના લોહીનો જમાવ દુર થાય છે.
 • સંધીવા, કટીશુળ અને ઘુંટણના દુઃખાવામાં એની રાબડી પીવાથી રાહત થાય છે.
 • સ્ત્રીઓને જલદી પ્રસુતી કરાવવામાં પણ એની રાબડી વપરાય છે.
 • શીયાળામાં પુષ્ટી માટે વસાણામાં પણ એ નાખવામાં આવે છે.
 • અશેળીયો ગરમ અને અનુલોમન ગુણવાળો હોવાથી અપચાને લીધે થતી ઉલટી અને હેડકી મટાડે છે.
 • એક ગ્લાસ દુધમાં એક ચમચી અશેળીયાનાં બી ઉકાળી બરાબર એકરસ થાય તેવી ખીર બનાવી ખાવાથી વાયુના રોગો મટે છે.
 • બાળકોને દુધમાં બનાવેલી અશેળીયાની ખીર આપવાથી બાળકો હૃષ્ટપુષ્ટ થાય છે.
 • અશેળીયાની ખીર ખાવાથી કમર મજબુત થાય છે. ધાતુ પુષ્ટ થાય છે અને રાંઝણ અને કટીશુળ મટે છે.
 • અશેળીયાની ખીર પ્રસુતાને બે મહીના સુધી ખવડાવવાથી ધાવણ વધે છે અને બાળકનો બાંધો મજબુત બને છે.

અશોક

આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વીશાળ થાય છે. એનાં પાન પણ આંબાનાં જેવાં જ હોય છે. એનાં ફળ ઉનાળામાં જાંબુ જેવાં થાય છે, જે ખાઈ ન શકાય તેવાં અત્યંત કડવાં હોય છે.

અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તુરું હોય છે. તે શોષ, ગળા પર થતી ગાંઠ, દાહ, કૃમી, સોજો, વીષ અને રક્તના વીકારો મટાડે છે. અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે. એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારીષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે. જે દરેક જાણીતી ફાર્મસી વેચે છે. અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખુબ ઉપયોગી ઔષધ છે.

 • એક ગ્લાસ ગાય કે બકરીના દુધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી અશોક વૃક્ષની છાલનું ચુર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠંડુ કરી સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પીત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી, સંપુર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે. એમાં બજારમાં તૈયાર મળતું અશોકારીષ્ટ પણ ઉત્તમ છે.
 • સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારીષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી સ્ત્રીરોગો-રતવા(લોહીવા), અનીયમીત-વધુ પડતું કે ઓછું- માસીક, ગર્ભાશયનો સોજો, સ્ત્રીબીજ ગ્રંથીનો સોજો, સ્ત્રીબીજ છુટું ન પડવું, યોગ્ય કદમાં તૈયાર ન થવું વગેરે દુર થાય છે. આ ઉપરાંત ગાંઠ, સોજો, પેટના કૃમી, ચામડી અને રક્તના રોગોમાં પણ લાભ થાય છે. અશોકની છાલનું ચુર્ણ અડધી ચમચી સવાર-સાંજ લેવાથી પણ ફાયદો થાય છે.

અશ્વગંધા

અશ્વગંધાને આસન, આસંધ, અજગંધ અને ઢોરગુંજ અથવા આહન પણ કહેવામાં આવે છે. આ ખુબ જ સસ્તું છતાં ગુણોની દૃષ્ટીએ ખુબ જ ઉત્તમ ઔષધ છે. અશ્વગંધાનો છોડ પીલુડીને મળતો આવે છે. અશ્વગંધાના મુળમાં ઘોડા જેવી વાસ આવતી હોવાથી એને અશ્વગંધા કહે છે.

અશ્વગંધામાં બે ખુબ જ અગત્યના ગુણો છે. બૃંહણ અને બલ્ય. બૃંહણ એટલે વજન વધારનાર એટલે કે શરીરને પુષ્ટ કરનાર. બલ્ય એટલે બળ વધારનાર. અશ્વગંધામાં ઉંઘ લાવવાનો એક ત્રીજો ગુણ પણ છે.

અશ્વગંધા સ્વાદમાં તુરું, સહેજ તીખું, રસાયન, ધાતુપુષ્ટીકર, બળ આપનાર, કાંતી વધારનાર, વૃષ્ય એટલે કે મૈથુનશક્તી વધારનાર છે. તે વાયુના રોગો, શુક્રદોષ, ક્ષય, દમ-શ્વાસ, ઉધરસ, વ્રણ, સફેદ કોઢ, કફ, વીષ, કૃમી, સોજો, કંડુ એટલે કે ખંજવાળ, અને ત્વચા રોગોમાં ખુબ હીતાવહ છે.

અશ્વગંધા રસાયન, ધાતુવૃદ્ધીકર, કાંતીવર્ધક, વાજીકર અને દૃષ્ટી સ્વચ્છ કરનાર છે.

અશ્વગંધાના ઉપયોગો

 • એક  ગ્લાસ બકરીના દુધમાં એટલું જ પાણી ઉમેરી, એક ચમચી અશ્વગંધાનું  ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ મુખ્ય ઔષધો સાથે  પીવાથી ક્ષયમાં જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા  વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.
 • અશ્વગંધાનાં સડેલાં ન હોય એવાં  પુષ્ટ મુળીયાનું બારીક ચુર્ણ (જે બજારમાં તૈયાર પણ મળે છે) અડધીથી એક ચમચી ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં સાકર નાખી ઉકાળીને ઠંડુ પડે પછી પીવાથી અશક્તી લાગતી હોય, કમર દુઃખતી હોય, ચક્કર આવતાં હોય, વજન વધતું ન હોય વગેરેમાં લાભ થાય છે. સુકાતા જતા બાળક માટે અને નબળા બાંધાની સ્ત્રીઓ માટે આ ઉપચાર ખુબ સારો છે. એનાથી પ્રદર મટે છે, વાજીકરણ શક્તી (સેક્સ પાવર) વધે છે અને ઉંઘ પણ સારી આવે છે. અશ્વગંધારીષ્ટ પણ પી શકાય.
 • અશ્વગંધા, ગળો અને સાકરનું સમભાગે બનાવેલું ચુર્ણ સર્વ રોગહર છે.
 • એક ગ્લાસ દુધમાં એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળી ઠંડું પાડી રોજ સવારે અથવા ઉંઘ ન આવતી હોય તો રોજ રાત્રે પીવું જોઈએ. એનાથી શરીર પુષ્ટ થાય છે, બળ વધે છે અને ઉંઘ  સારી આવે છે.
 • અશક્તી લાગતી હોય, ચક્કર આવતાં હોય, થાક લાગતો હોય, વજન વધતું ન હોય, કમર દુખ્યા કરતી હોય, એવી વ્યક્તીઓએ એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ થોડા ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળવું. ઉકાળતી વખતે તેમાં બે ચમચી સાકર મીશ્ર કરી ઠંડું પાડી રોજ રાત્રે પીવું. આ ઔષધ પ્રયોગથી થોડા દીવસોમાં જ ઉપરની તકલીફો દુર થાય છે. નબળા બાંધાના બાળકોનું વજન વધારવામાં આ ઉપચાર ખુબ જ હીતાવહ છે. સ્ત્રીઓના પ્રદર-લ્યુકોરીયામાં, પુરુષોના વીર્યદોષો દુર કરવામાં, વૃદ્ધાવસ્થા આવતી રોકવામાં અશ્વગંધાનો આ પ્રયોગ ખુબ ઉપયોગી છે. અશ્વગંધાના લેટીન નામનો અર્થ થાય છે ‘ઉંઘ લાવનાર.’ આમ તે અનીદ્રા અને માનસીક રોગોમાં પણ હીતાવહ છે.
 • અશ્વગંધાદી ચુર્ણઃ અશ્વગંધા ૪૦૦ ગ્રામ, સુંઠ ૨૦૦ ગ્રામ,લીંડીપીપર ૧૦૦ ગ્રામ, કાળાં મરી ૮૦ ગ્રામ, ભારંગમુળ, તાલીસપત્ર, કચુરો,અજમો, માયાં, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, જટામાસી, રાસ્ના, નાગરમોથ, ચણકબાબ, કડુ, ગળો અને કઠ આ દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ અને સાકર ૯૦૦ ગ્રામ લઈ ખાંડીને બનાવેલું ચુર્ણ તે ‘અશ્વગંધાદી ચુર્ણ.’ બજારમાં મળે છે. એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી સાથે લેવાથી ક્ષય, માખણ સાથે ચાટવાથી પીત્તરોગ અને ગોખરુના ઉકાળા સાથે પીવાથી પથરી, સોજા અને મુત્રમાર્ગના રોગો મટે છે. આ ચુર્ણ બળ, બુદ્ધી અને વજન વધારે છે.

અષ્ટમંગલ

ઘૃત બજારમાં એ તૈયાર પણ મળે છે. વજ, કઠ, બ્રાહ્મી, સફેદ વાળો, સરસવ, અનંતમુળ, સીંધવ અને લીંડીપીપર આ આઠ ઔષધ સરખા વજને લઈ પાણીમાં વાટી ચટણી જેવું બનાવી એમાં ચારગણું ગાયનું ઘી અને સોળગણું પાણી મેળવી ધીમા તાપે ઉકાળી ફક્ત ઘી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લીધેલા ઘીને અષ્ટમંગલ ઘી કહે છે. આ ઘી બાળકોને થોડું થોડું ચટાડવાથી બુદ્ધી વધે છે, યાદશક્તી તીવ્ર બને છે તથા શારીરીક અને માનસીક વીકાસ ઝડપી બને છે. ત્રણ વર્ષથી મોટાં બાળકોને અડધી ચમચી ઘી સવાર-સાંજ આપવું.

અળસી

 • એક ચમચી અળસીના બીજ અને એક ચમચી જેઠીમધનો ભુકો કરી એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવું. અડધા કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પડે ત્યારે ગાળીને સવાર-સાંજ પી જવું. આ ઉકાળો ન ભાવે તો તેમાં થોડી સાકર નાખીને પણ પી શકાય. એનાથી મુત્રમાર્ગની ગરમી-બળતરા, મુત્રકષ્ટ, મુત્રાવરોધ તથા કફના રોગો શાંત થાય છે.
 • અળસીનું તેલ અને એરંડાનું તેલ (દીવેલ) સરખા ભાગે મીશ્ર કરી કાંસાના પાત્રમાં ખલીને તેનું અંજન કરવાથી ખુબ સારી ઉંઘ આવે છે.
 • અળસીનો લોટ કરી દુધમાં અથવા પાણીમાં કાલવી તેમાં થોડી હળદર નાખીને ગરમ કરી, સહન થાય એવી ગરમ પોટીસ ગુમડા પર કે ગાંઠ પર દીવસમાં ૩થી ૪ વખત બાંધવાથી ગુમડું પાકીને ફુટી જાય છે.

અળાઈ

ગરમીમાં બાળકોની ચામડી પર ઝીણા દાણા જેવું કે અળાઈઓ ફુટી નીકળે છે, તેના પર ગાયનું દુધ લગાડવાથી તે મટી જાય છે.

 • આંબાની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી શરીરે લગાડી સ્નાન કરવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે.
 • આમલીનું શરબત પીવાથી ગણતરીના દીવસોમાં અળાઈ–ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી જાય છે. ત્વચા માટે આમલીનું શરબત ખુબ ગુણકારી છે.
 • ચામડી પર થતી ઝીણી ઝીણી ફોલ્લીથી કોઈ વાર ખંજવાળ આવે છે અને કોઈ વાર નથી આવતી. આ અળાઈ ક્યારેક જાતે પણ મટી જાય છે. કારેલાનો તાજો રસ કાઢી સહેજ સોડા-બાય-કાર્બ નાખી મીશ્ર કરી અળાઈ પર દીવસમાં ચાર-પાંચ વાર માલીશ કરતા રહેવાથી અળાઈ મટી જાય છે.
 • નારંગીનો રસ અથવા આખી નારંગી સુકવીને બનાવેલો પાઉડર અળાઈવાળા ભાગ પર લગાડવાથી થોડા જ દીવસોમાં જાદુઈ અસરની જેમ અળાઈ મટે છે.
 • પીપળાની છાલ બાળીને તેની ભસ્મ શરીરે લગાડવાથી કે તેની છાલની ભસ્મ પાણીમાં ઓગાળી તેનાથી નાહવાથી અળાઈ થતી નથી.
 • સવાર-સાંજ નાહીને શરીર પર શંખજીરુ લગાવવાથી અળાઈ થતી નથી.

આંખના રોગો

દરરોજ રાત્રે એક ચમચો ત્રીફળાનું ચુર્ણ ઠંડા પાણીમાં પલાળી સવારે નીતર્યા પાણીને ગાળી આંખમાં નાખવું. નીચે જે ચુર્ણનો રગડો વધે તે પી લેવાથી પેટ અને આંખના કોઈ જ રોગ થતા નથી. થયા હોય તો મટી જાય છે.

આંખ આવવી

 • લીંબુ અને ગુલાબજળનું સમાન માત્રામાં મીશ્રણ કરી એક એક કલાકના અંતરે આંખોમાં આંજવાથી અને હળવો શેક કરવાથી એક જ દીવસમાં આવેલી આંખોમાં રાહત થઈ જાય છે.
 • એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબજળમાં બરાબર ઘુંટી-વાટી એકબે ટીપાં થોડી થોડી વારે આંખમાં આંજતા રહેવાથી આંખ આવવાનો ચેપી રોગ(કજેક્ટીવાઈટીસ) ધીરે ધીરે દુર થવા લાગે છે.
 • ઘેટીના દુધનાં પોતાં આંખ પર મુકવાથી આવેલી આંખ મટી જાય છે.

આંખનાં ફુલાં

 • હળદરને સોળગણા પાણીમાં ઉકાળી, બેવડ વાળેલા કપડા વડે ગાળી, શીશીમાં ભરી, તેનાં બબ્બે ટીપાં દીવસમાં બે વાર આંખમાં નાખવાથી દુખતી આંખનાં ફુલાં મટે છે.
 • હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી, પાણીમાં ઘસી સુર્યાસ્ત પહેલાં બે વાર આંખમાં આંજવાથી ધોળાં ફુલાં મટે છે.
 • આંખમાં ફુલુ પડ્યું હોય તો વડના દુધમાં મધ અને કર્પુર ઘુંટી આંજણ જેવું બનાવી આંખમાં આંજવું. (૪) ડુંગળીનો ૨૫૦ ગ્રામ રસ કાઢી, તેમાં કપડું પલાળી, છાંયડે સુકવી, તે કપડાની દીવેટ બનાવી, તલના તેલમાં સળગાવી, કાજળ-મેંશ પાડી આંખમાં આંજવાથી ફુલુ મટે છે.

આંખની અન્ય તકલીફો

સફરજનને અંગારામાં શેકી, કચરી, પોટીસ બનાવી રાત્રે આંખ પર બાંધવાથી થોડા જ દીવસોમાં આંખનું ભારેપણું, દૃષ્ટીમંદતા, પીડા વગેરે મટે છે.

આંખમાં કચરો

 • ૧૦૦ ગ્રામ પાણીમાં ૧ લીંબુનો રસ નાખી આંખો ધોવાથી આંખમાંનો કચરો નીકળી જાય છે. પરંતુ આંખમાં ચુનો જાય ત્યારે ઘી અથવા દહીંની તર આંજવી.
 • આંખમાં દુધ છાંટવાથી આંખમાં પડેલું કસ્તર દુધની ચીકાશથી નીકળી જાય છે.

આંખોમાંથી પાણી પડવું

 • કોઈ ખાસ ગંભીર નેત્ર રોગ નહીં થયો હોય અને આંખોમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ અને રાત્રે એમ દીવસમાં ચાર વખત સંતરાનો ૧-૧ ગ્લાસ તાજો રસ પીવો.
 • બોરના ઠળીયાને પાણીમાં ઘસી દીવસમાં બે વાર એકાદ મહીના સુધી આંખમાં આંજવાથી નેત્રસ્રાવ બંધ થાય છે.
 • આંખ સતત ભીની રહેતી હોય કે આંખમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ રાત્રે પાંચ-સાત મરી ચાવી જઈ ઉપર એક ગ્લાસ હુંફાળું દુધ પીવું. આંખો ભીની રહેવાની ફરીયાદમાં આ એક સરળ અને અસરકારક ઉપાય છે. પાંપણના વાળ આંખની પાંપણના વાળ ખરવાની શરુઆત થાય કે તરત જો પાંપણની એ જગ્યાએ ગેરુ ઘસવાનું ચાલુ કરી દેવામાં આવે તો પાંપણના વાળ ખરતા અટકી નવા વાળ પણ આવવા લાગે છે. આંખોનો થાક બંને હાથની હથેળી બેત્રણ મીનીટ ઘસ્યા પછી એક મીનીટ માટે બંને આંખ ઉપર દાબી રાખવાથી આંખોનો થાક ત્રણથી પાંચ મીનીટમાં જતો રહે છે. આંખે અંધારાં પોષણના અભાવે તથા મગજની નબળાઈ કે અન્ય કારણોના લીધે આંખે અંધારાં આવતાં હોય તો સુકા ધાણા અને સાકર સમભાગે ચાવી ચાવીને  પ્રમાણસર ખાવાથી રાહત થાય છે. આંખનાં પોપચાં પર સોજો બટાટાને છીણી રેશમી-મલમલના કાપડમાં પોટલી બાંધી બંધ આંખો પર મુકવાથી અને પોટલી ગરમ થાય ત્યારે કાઢી નાખી નવી મુકતા રહેવાથી ઓછી ઉંઘ, નબળાઈ કે ગરમીના કારણે આંખનાં પોપચાં સુજી ગયાં હોય તો તે મટે છે.

આંખની આંજણી અને ખંજવાળ

 • હળદર અને લવીંગને પાણીમાં ઘસીને પાંપણ પર લગાડવાથી ત્રણ દીવસમાં આંજણી મટી જાય છે.
 • ચણાની દાળને વાટીને પાંપણ પર લગાડવાથી આંજણી મટે છે.
 • મરી પાણીમાં ઘસી આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફુટી જાય છે. આંખની ખંજવાળ દાડમના તાજા રસનાં ચાર-પાંચ ટીપાં દીવસમાં ચારેક વખત થોડા દીવસ મુકતા રહેવાથી આંખની ખંજવાળ મટે છે.

આંખની ગરમી

 • આંખે ઠંડુ પાણી છાંટવાથી આંખોની ગરમી દુર થાય છે અને આંખોનું તેજ વધે છે.
 • દાડમના દાણાનો રસ આંખમાં નાખવાથી આંખોની ગરમી મટે છે. આંખમાં નાખવાથી આંખ એકદમ સ્વચ્છ થઈ જાય છે.

આંખની સંભાળ અને સારવાર માટે કેટલાંક સુચનો :

 • દીવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે બેત્રણ વાર ઠંડા પાણીની છાલકો મારવાથી આંખનું તેજ વધે છે.
 • ગરમીના દીવસોમાં ખુલ્લા પગે ક્યાંય પણ જવું નહીં, કેમ કે ગરમી લાગવાથી આંખને નુકશાન થાય છે.
 • શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.
 • રાત્રે સુતી વખતે સુરમો આંજવો અથવા ત્રીફળાની ફાકી દુધ સાથે લેવી, જેથી કબજીયાત ન રહેતાં આંખની ગરમી મટી જાય છે; બળતરામાં પણ રાહત થાય છે.
 • નાકેથી પાણી પણ પી શકાય.
 • રાત્રે વીજળીની બત્તીએ વધુ ન વાંચવું. એટલે કે બને ત્યાં સુધી સુર્યનો કુદરતી પ્રકાશ વાંચતી વખતે હોય તો આંખની તંદુરસ્તી જળવાઈ રહેશે.

આંખનો દુ:ખાવો

 • ગાયના દુધમાં રૂ પલાળી તેની ઉપર ફટકડીની ભુકી છાંટી આંખો પર બાંધવાથી દુ:ખતી આંખો મટે છે.
 • ચાર-પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળી સવારે છોલીને ખુબ ચાવીને ખાવી. આ પછી થોડી વારે એ બદામ પલાળેલું પાણી પણ પી જવું. પ્રયોગ નીયમીત કરવો અને એક પણ દીવસ ખાલી જવા દેવો નહીં. થોડા જ દીવસોમાં આંખો દુખતી બંધ થઈ જશે.
 • આંખોને ખુબ શ્રમ પહોંચવાને લીધે આંખો દુખતી હોય તો આદુનો રસ કપડાથી ગાળી બબ્બે ટીપાં મુકવાથી મટે છે. શરુઆતમાં એનાથી આંખમાં બળતરા થશે, પરંતુ પછીથી રાહત માલમ પડશે.
 • એક ચમચી ઘીમાં એક ચમચી ત્રીફળા ચુર્ણ સવાર-સાંજ લેવાથી આઠ-દશ દીવસમાં આંખનો દુ:ખાવો મટે છે.
 • જામફળીના પાનની પોટીસ રાત્રે સુતી વખતે આંખ પર બાંધવાથી દુ:ખતી આંખો મટે છે.
 • ડુંગળીનો રસ આંખમાં નાખવાથી આંખનો દુ:ખાવો મટે છે.
 • ડુંગળીના રસમાં સાકર મેળવી તેનાં ટીપાં આંખમાં પાડવાથી આંખોની ગરમી દુર થાય છે તેમ જ દુ:ખતી આંખોમાં આંજવાથી ફાયદો થાય છે.
 • સ્વચ્છ કપડાથી ગાળેલા કોથમીરના રસનાં બબ્બે ટીપાં બંને આંખમાં સવાર-સાંજ મુકવાથી દુ:ખતી આંખમાં ફાયદો થાય છે. આંખનાં ખીલ, ફુલું, છારી વગેરે પણ મટે છે, એનાથી ચશ્માનો નંબર પણ ઘટે છે.
 • ધાણા પાણીમાં પલાળી રાખી મસળી, ગાળી, એ પાણી વડે આંખો ધોવાથી દુ:ખતી આંખો મટે છે. શીતળા નીકળે ત્યારે આ પાણીથી રોજ આંખો ધોવાથી આંખોમાં શીતળાના દાણા નીકળતા નથી કે કોઈ જાતની ઈજા થતી નથી.
 • એક ભાગ સાકર અને ત્રણ ભાગ ધાણાના બોરકુટા ચુર્ણને ઉકાળેલા પાણીમાં નાખી, એક કલાક ઢાંકી રાખી કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. તેમાંથી બબ્બે ટીપાં સવાર-સાંજ આંખોમાં નાખવાથી દુખતી આંખો બેત્રણ દીવસમાં મટે છે.
 • દાડમડીનાં પાન વાટી, આંખો બંધ કરી, તેની ઉપર થેપલી મુકવાથી દુખતી આંખો મટે છે.
 • હળદરને સોળગણા પાણીમાં ઉકાળી, બેવડ વાળેલા કપડા વડે ગાળી, શીશીમાં ભરી, તેનાં બબ્બે ટીપાં દીવસમાં બે વાર આંખમાં નાખવાથી દુખતી આંખો મટે છે.
 • સરગવાના પાનના રસમાં સમાન ભાગે મધ મેળવી આંખમાં આંજવાથી દુ:ખતી આંખો સારી થાય છે.
 • નાગરવેલનાં પાનનો રસ આંખોમાં નાખવાથી દુખાવો મટે છે.

આંખોની કાળાશ

 • આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
 • કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.  સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
 • બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.

આંખોની બળતરા

 • ગાયનું માખણ આંખો પર ચોપડવાથી બળતરા મટે છે.
 • આંખો ખુબ બળતી હોય, લાલ રહેતી હોય તો ગુલાબજળનાં ટીપાં નાખવાથી લાભ થાય છે.
 • આંખો સુજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દુધનાં ટીપાં મુકવાં.
 • ૨૦ ગ્રામ દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, સાકર મેળવી પીવાથી આંખોની ગરમી અને બળતરા મટે છે.

આંખોની લાલાશ-પીળાશ :

 • આંબળાના પાણીથી આંખ ધોવાથી અથવા ગુલાબજળ નાખવાથી લાભ થાય છે.
 • હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી, પાણીમાં ઘસી સુર્યાસ્ત પહેલાં બે વાર આંખમાં આંજવાથી આંખોની રતાશ મટે છે.
 • આંખ લાલ રહેતી હોય તો જેઠીમધનો ટુકડો પાણી સાથે ચંદનની જેમ ઘસી, રુનો ફાયો બનાવી આંખ બંધ કરી ઉપર મુકી દેવો. જ્યાં સુધી રાખી શકાય ત્યાં સુધી રાખવાથી અને દરરોજ પ્રયોગ કરતા રહેવાથી આંખની લાલાશ જતી રહે છે.
 • આંખોની પીળાશ રાત્રે સુતી વખતે એરંડીયું અથવા મધ આંખોમાં આંજવાથી પીળાશ મટે છે.

આંખોને સ્વચ્છ રાખવા શું કરશો?

 • દરરોજ સવારે ઉઠતાંની સાથે ઠંડા પાણીથી આંખ સાફ કરવી.
 • ફટકડી લોખંડના પાત્રમાં ગરમ કરી ફુલાવી, ઝીણી વાટી ગુલાબજળમાં કે મધમાં મેળવી એનાં ટીપાં આંખમાં નાખવાથી આંખ એકદમ સ્વચ્છ થઈ જાય છે.

આંકડો

આંકડો ગરમ છે તેથી કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે. પરંતુ એ ઝેરી છે, તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય નીષ્ણાતની મદદ લેવી.

 

 • નાનાં પતાસાંમાં કાણું પાડી તેમાં આંકડાના દુધનાં બેચાર ટીપાં નાખી રાખી મુકવાં. જ્યારે શ્વાસના રોગીને એકદમ દમનો હુમલો થાય ત્યારે આ પતાસું ખાઈ જવાથી કફ ઢીલો થઈ બહાર નીકળી જશે અને શ્વાસનો હુમલો હળવો પડશે.
 • તલ કે સરસવના તેલમાં આંકડાનાં મોટાં, પાકાં, ભરાવદાર પાન એક એક નાખી તળવાં. પાન સાવ બળી જાય એટલે તેને કાઢી બીજું પાન તળવું. આ રીતે તૈયાર કરેલું તેલ શીશીમાં ભરી લેવું. વાના દરેક જાતના દુ:ખાવામાં આ તેલની માલીશ કરવાથી ફાયદો થાય છે.
 • પેટમાં દુ:ખતું હોય તો આંકડાના પાકા પાનને ગરમ કરી પેટ ઉપર બાંધવાથી પેટનો દુ:ખાવો મટે છે.
 • આંકડો એક રસાયન ઔષધ છે. જેનાથી શરીરની સાતેય ધાતુઓનું પોષણ થાય તેને રસાયન કહે છે. એનાથી યકૃતની ક્રીયા સુધરે છે. વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષોમાં આંકડાથી લાભ થાય છે.
 • ખુજલી-ખંજવાળમાં આંકડાના પાનના રસમાં હળદર મેળવી લગાડવાથી તે મટે છે.
 • ખસનો ફોલ્લો ફોડી આંકડાનું દુધ લગાડવાથી ખસ જલદી મટે છે.
 • હળદરના ચુર્ણમાં આંકડાનું દુધ અથવા ગૌમુત્ર મેળવી લેપ કરવાથી અથવા પેસ્ટ બનાવી શરીરે ઘસવાથી ખંજવાળ-ખુજલી તરત જ મટી જાય છે.
 • મોઢા પર કે શરીરના કોઈ પણ ભાગ પર કાળાશ હોય તો આંકડાના દુધનાં થોડાં ટીપાં ગૌમુત્રમાં મેળવી ઘસવાથી થોડા જ દીવસોમાં સુંવાળપ અને સુંદરતા આવે છે.
 • કફ છુટો પડતો ન હોય અને કબજીયાત રહેતી હોય તો આંકડાના દુધનાં ચારથી પાંચ ટીપાં પતાસામાં પાડી રોજ એક પતાસું સવાર-સાંજ ખાવાથી ખુબ જ રાહત થાય છે.

આંચકી

દીવસમાં એક વાર એક કપ ઠંડા પાણીમાં એક નાની ચમચી બાંધાની હીંગનું ચુર્ણ અને હીંગથી ચાર ગણો સોડા બાય કાર્બ નાખી હલાવી ધીમે ધીમે પીવાથી આંચકી આવવાની ફરીયાદ મટે છે.

આંચકી કે ગોટલા ચડવા – Cramps

રાત્રે કેટલીક વાર હાથ કે પગમાં ગોટલા ચડે છે. એનાથી બહુ ભારે દુખાવો થાય છે અને ઉંઘમાં પણ વીક્ષેપ પડે છે, જે તંદુરસ્તી માટે નુકસાનકારક છે. રાત્રે થતી આ તકલીફ માટે શરીરમાં જલતત્ત્વની ખોટ અને પગ તરફ લોહીનો પુરતો પ્રવાહ ન હોવાનાં કારણોને મુખ્ય ગણવામાં આવે છે.

આ આંચકી અને સખત દુખાવો માત્ર થોડી સેકન્ડ જ રહે છે. પરંતુ એનાથી સ્નાયુ પર થયેલી અમુક વેદના બેત્રણ દીવસ સુધી રહે છે.

સામાન્ય રીતે આ તકલીફ ૫૦ વર્ષથી વધુ વયનાં લોકોને થતી હોય છે, પણ એનો અર્થ યુવાનોને એ ન જ થાય એમ નથી.

પગની આંચકી ઘણુંખરું પીંડીમાં થાય છે, પણ કેટલાક લોકોને એ પગમાં તળીએ કે જાંઘમાં પણ થાય છે.

આંચકી કે ગોટલા ચડવાને રોકવા માટે કેટલાક ઉપાય

મેગ્નેશીયમની ટીકડી કે પાઉડર લો : રાહત આપવા માટે જાણીતું મેગ્નેશીયમ પગના ગોટલાના દુખાવાને દુર કરવામાં ઘણું મહત્ત્વનું છે.

મેગ્નેશીયમ ધરાવતા આહાર જેમ કે લીલાં પાંદડાંવાળી ભાજી, કોળાનાં બી, ખજુર, દહીં, કેળાં અને ડાર્ક ચોકલેટ ખાવાથી લાભ થાય, પણ એ કદાચ પુરતું નહીં થાય. તો મેગ્નેશીયમ તેલનો ઉપયોગ કરવો પડે. સુતાં પહેલાં થોડું તેલ પગ પર ઘસો, અને રાત્રે કદાચ તમને આંચકીની તકલીફ નહીં થાય.

મેગ્નેશીયમ તેલ કેવી રીતે બનાવવું? : અર્ધો કપ મેગ્નેશીયમ ક્લોરાઈડ (પાસાદાર પદાર્થ) ઉકળતા અર્ધા કપ ડીસ્ટીલ્ડ વોટરમાં નાખો. જ્યાં સુધી મેગ્નેશીયમ ક્લોરાઈડના બધા દાણા (ક્રીસ્ટલ) પુરેપુરા પાણીમાં ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. પછી નીચે ઉતારી ઠંડું પડવા દો. એને સ્પ્રે બોટલમાં ભરી લો.

સુતાં પહેલાં ૫-૧૦ વખત બંને પગ પર છંટકાવ કરો.

રોજનું જરુરી વીટામીન ડી લેવું: જો તમે સ્વાસ્થ્ય વર્ધક આહાર લેતા હો છતાં પણ ક્રેમ્પ્સ થતા હોય તો કદાચ તમને વીટામીન ‘ડી’ની ઉણપ હશે. વીટામીન ડી કેલ્શીયમના અભીશોષણ માટે જરુરી હોય છે. જો પુરતા પ્રમાણમાં વીટામીન ડી ન હોય તો શરીરમાં કેલ્શીયમનું પાચન ન થઈ શકે. કેલ્શીયમ શરીરમાં જલતત્ત્વને સમતોલ કરવામાં મહત્ત્વનું છે.

વીટામીન ડી માટેનો સહેલામાં સહેલો રસ્તો સુર્યસ્નાન છે. પરંતુ એ તમે ક્યાં રહો છો તેના પર આધાર રાખે છે, આથી એ બધા સંજોગોમાં શક્ય ન પણ હોય.

જો તમને સુર્યનો તડકો પુરતા પ્રમાણમાં મળી શકે તેમ ન હોય તો મશરુમ અને મચ્છી ખાવાનું પ્રમાણ વધારો. વીટામીન ‘ડી’ની ગોળી પણ લઈ શકાય.

કસરત: પગમાં ચડતા ગોટલાનો એક ઉપાય પગને ખેંચવાની, તાણવાની સાદી કસરત વડે પણ કરી શકાય. એનાથી લોહીનું પરીભ્રમણ વધે છે, જેનાથી પ્રાણવાયુ અને પોષક તત્ત્વો એ ભાગમાં સરળતાથી પહોંચે છે.

એનો એક સાદો ઉપાય કોઈ કાંગરી-કોરવાળી વસ્તુ પર (જેમ કે પાટલો) પગના પંજાનો અંગુઠા તરફનો ગોળ ભાગ ટેકવો અને પગની એડી જમીન પર રાખો. પછી ધીમેથી પંજા તરફ વજન આપો જેમ કારનું એક્સેલરેટર દબાવીએ તેમ. આ સ્થીતીમાં માત્ર બે સેકન્ડ – ‘એક, બે’ એટલું ગણીએ ત્યાં સુધી જ રહો. પછી દસ સેકન્ડ આરામ કરો. તમે તમારા પગના સ્નાયુમાં સારું એવું ખેંચાણ અનુભવશો. બંને પગ આ રીતે  ૬ થી ૮ વખત ખેંચો. આ કસરતથી તમારા ટેટાના સ્નાયુઓ ખેંચાશે, જ્યાં મોટા ભાગના લોકોને ગોટલા ચડતા હોય છે.

એટલું ધ્યાન રાખવું કે કોરવાળી વસ્તુ પાટલો કે લાકડું જમીનથી બહુ વધારે ઉંચું ન હોય. પુસ્તકો એક પર એક મુકીને પણ આ કરી શકાય.

જલતત્ત્વની ઉણપ કે ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન: કેટલીક વાર પુરતું પાણી પીવા જેવા સાદા ઉપાય વડે પણ ગોટલા ચડવાની તકલીફ મટી શકે છે. જો એ ઉપાય તમારા માટે કામ ન કરે તો એનો અર્થ કે તમારા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન હોવું જોઈએ. એ સંજોગોમાં ઈલેક્ટ્રોલાઈટવાળું પીણુ પીવું જોઈએ. એવું સાદું ૧ લીટર (૪ કપ) જેટલું પીણુ બનાવવા માટે ૧ લીટર પાણીમાં ૬ ચમચી ખાંડ અને અડધી ચમચી સાદુ (આયોડીન વીનાનું) મીઠું ઓગાળો. જો એનો સ્વાદ ન ગમે તો ખાંડને બદલે પા કપ ઓર્ગેનીક મધ નાખવું. એમાં એક મોટી સાઈઝના લીંબુનો રસ કાઢીને ઉમેરો. અને બે ખાટાં લીંબુ (લાઈમ)નો રસ નાખો. દરરોજ આટલું પીણુ પીવું. એનાથી સારો ફાયદો થશે.

ગોટલા ચડ્યા હોય તો તાત્કાલીક રાહત કેવી રીતે મળે? : રાત્રે એકાએક ગોટલા ચડી સખત દુખાવો થઈ આવે તો તરત જ રાહત મેળવવા માટે આટલું કરો 

પગ સીધો લાંબો કરો અને ઘુંટીમાંથી વાંકો વાળો. પગનો અંગુઠો અને આંગળાં ઉપરની તરફ ઘુંટણ બાજુ સીધાં રાખવાં. પગને ખુબ જોરથી ખેંચીને તાણો. આસ્તેથી ઉભા થઈ ધીમે ધીમે ચાલો. ચાલતાં ચાલતાં પગ હલાવતા રહો જેથી લોહી વધુ સારી રીતે ફરતું થાય. પગના ટેટા પર વર્તુળાકારે માલીસ કરો જેથી ક્રેમ્પ્સમાં રાહત મળે. (મારા અનુભવમાં બાહ્ય પ્રાણાયામ પણ ક્રેમ્પ્સમાં તાત્કાલીક રાહત આપે છે. 

૧૫ ખાદ્યો જે પગના ગોટલામાં ઉપયોગી છે: સફરજનનો સરકો (apple cider vinegar), કેળાં, સુકો મેવો, કોકો, quinoa (આ નામની વનસ્પતીનાં બી ખાવામાં વપરાય છે, જે દક્ષીણ અમેરીકાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે.) ગોળ, કોળાનાં બી, લીલાં પાંદડાવાળી ભાજી, સાદું મીઠું, સેમન અને સારડીન મચ્છી, ખજુર, એવોકાડો, મશરુમ, ગ્રીક યોગર્ટ, ટામેટાં.

આંતરડાનાં દર્દો

કેળાં આંતરડામાં અમુક જાતનાં જીવાણુઓને પુષ્ટી આપે છે. આ જીવાણુઓ નુકસાનકર્તા બીજા જીવાણુઓનો નાશ કરે છે. આંતરડામાં એ કહોવાટ અટકાવે છે. તેથી આંતરડાનાં દર્દો થતાં નથી.

આંતરડાનું શુળ : તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવીને લેવાથી આંતરડાના શુળમાં ફાયદો થાય છે.

આંતરડાંના દોષો

 • દાડમનો રસ, સીંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચી મટે છે.
 • ખાટામીઠા દાડમનો ૧૦-૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે ફેરવીને દીવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને આંતરડાંમાં રહેલા દોષોનું શમન થાય છે.

આંતરડાનો સોજો

કડાછાલ, બીલું, રાળ, હરડે, સુંઠ, અજમો અને સુવાદાણા સરખે ભાગે લઈ તેનું ચુર્ણ ૧-૧ ચમચી છાસ સાથે પીવાથી આંતરડાનો સોજો મટે છે.

આંબા હળદર

આંબાહળદરની સુગંધ આંબા જેવી હોય છે, તેથી એને એ નામ મળ્યું છે. એ કડવી, તીખી, ઠંડી, પચી ગયા પછી મધુર અને ત્રીદોષનાશક છે. વળી એ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળ રોકનાર, સોજો ઉતારનાર અને દુઃખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર અને આદુ જેવા જ છે પણ આદુ ગરમ છે, જ્યારે આ શીતળ અને પીત્તહર છે.

આંબાહળદર ચામડીના રોગો, વાતરક્ત, ત્રણે દોષ(વાયુ, પીત્ત, કફ), વીષ, હેડકી, દમ, સસણી, શરદી અને કફના રોગોનો નાશ કરે છે.

 • ખંજવાળ, માર-મચકોડ, સોજો, ચોટ વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે.
 • આંબાહળદર અને સીંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી જેટલું ચુર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી તમામ પ્રકારના કૃમી મટે છે.
 • આંબાહળદર અને કાળી જીરી સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ, બળતરા, સોજો અને ખસ મટે છે. આ તકલીફ વખતે ગળી અને ખાટી ચીજો, અથાણાં, પાપડ ખાવાં નહી. નમક સાવ ઓછું લેવું. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ સવાર-સાંજ લેવું.
 • વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર અને હીરાબોળનો લેપ કરવો, તથા આંબાહળદરનું ચુર્ણ ફાકવાથી લાભ થાય છે.

આંબો

આંબો ઉત્તમ ઔષધ વૃક્ષ છે.

 • આંબાની અંતર છાલ, ઉમરાના મુળની છાલ અને વડની વડવાઈનો રસ કાઢી તેમાં જીરું અને ખડી સાકર મેળવીને લેવાથી શરીરની સર્વ પ્રકારની ગરમી મટે છે.
 • આંબાની ગોટલી દહીંમાં વાટીને પીવાથી કાચા ઝાડા અથવા આમાતીસાર મટે છે.
 • કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ધોવરામણમાં આપવાથી રક્તાતીસાર મટે છે.
 • કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે આપવાથી દુઝતા હરસ શાંત થાય છે.
 • કેરીની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી તેને શરીરે ચોળીને સ્નાન કરવાથી અળાઈ મટે છે.
 • પાકી કેરીનો રસ મધ મેળવીને ખાવાથી કફના રોગો તથા બરોળના રોગો મટે છે.

આદુ

આદુ ચોંટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર, ભારે, તીક્ષ્ણ, ઉષ્ણ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હીતાવહ અને આમવાતમાં પથ્ય છે. રસ તથા પાકમાં શીતળ છે. આદુ આહારનું પાચન કરનાર, આહાર પર રુચી કરાવનાર અને કંઠને હીતકર છે. એ સોજા, શરદી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો, ગળાના રોગો, કબજીયાત, ઉલટી અને ઉદરશુળને મટાડે છે. આદુનો મુરબ્બો, અવલેહ અને પાક બનાવવામાં આવે છે; તથા આદુમાં મીઠું અને લીંબુનો રસ મેળવી અથાણું બનાવવામાં આવે છે.

 

 • આદુ કાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે.
 • બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સીંધવ જમતાં પહેલાં લેવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્ધી થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગ્ની મટાડે છે.
 • ભોજનની પહેલાં નમક અને આદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રુચી ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે.
 • કોઢ, પાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાંદાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાં અદુ હીતકારી નથી.
 • ચણા જેવડા આદુના પાંચ-છ ટુકડા એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલું જ દુધ અને એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે. આદુ તીક્ષ્ણ અને ઉષ્ણ હોવાથી આ ઉપચારથી શરીરના સુક્ષ્મ માર્ગોના અવરોધો દુર થાય છે. આહારનું યોગ્ય પાચન થાય છે અને રસ, રક્તાદી ધાતુઓની વૃદ્ધી થતાં શરીર સ્વસ્થ, સુંદર બને છે. પીત્તના રોગોમાં અને પીત્ત પ્રકૃતીવાળાએ આ ઉપચાર ન કરવો.
 • બાળકો, યુવાનો, વૃદ્ધો, સગર્ભા અને પ્રસુતા સ્ત્રીઓ બધા નીર્ભયતાથી આદુનો ઉપયોગ કરી શકે છે; છતાં ત્વચાના રોગોમાં, કંઈ વાગ્યું હોય ત્યારે, લોહીની ઉણપ હોય, ગરમીની પ્રકૃતી હોય, મુત્રજનન તંત્ર વીષયક રોગ હોય કે એસીડીટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાની થાય છે. એમાં આદુ ન લેવું.
 • આદુના રસમાં પાણી અને સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ જરુર પુરતા નાખી કાચની બરણીમાં ભરી રાખવો. આ પાક ઉધરસ, દમ, અગ્નીમાંદ્ય, અરુચી અને પાચન માટે ઉપયોગી છે.
 • આદુના રસમાં લીંબુનો રસ અને સીંધવ નાખી લેવાથી અજીર્ણ દુર થઈને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. વળી એનાથી ઉદરનો વાયુ-ગેસ અને મળબદ્ધતા દુર થાય છે, આમવાત મટે છે.
 • પેટ અજીર્ણથી ભારે થઈ ગયું હોય તો સુંઠ અને જવખારનું ચુર્ણ ઘી સાથે ચાટવું.
 • બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.
 • અલ્સર-ચાંદા સીવાયના તમામ ઉદર રોગોમાં ચાર ચમચી આદુંનો રસ પાણીમાં નાખી સવાર-સાંજ પીવો. ચાર ચમચી આદુનો રસ, બે ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી વૃષણનો વાયુ દમ, ખાંસી, અરુચી અને શરદી મટે છે.

આદુનો અવલેહચાટણ: ૫૦૦ ગ્રામ આદુ છીણી પેસ્ટ બનાવી ૫૦૦ ગ્રામ ઘીમાં ધીમા તાપે હલાવતાં હલાવતાં શેકવું. શેકતાં લાલ રંગનું થાય ત્યારે તેમાં ૫૦૦ ગ્રામ ગોળની ચાસણી મીશ્ર કરી ખુબ હલાવી બાટલીમાં ભરી લેવું. આ ચાટણથી ભુખ લાગે છે, ભોજન પર રુચી પેદા થાય છે, વજન વધે છે તથા કફ દુર થાય છે. ગર્ભાશયના દોષ અને અનીયમીત માસીકમાં પણ ખુબ હીતકર છે. પ્રસુતાએ આ ચાટણ એક-દોઢ માસ સુધી લેવું જોઈએ, જેથી ગર્ભાશયમાં બગાડ રહી જતો નથી.

આધાશીશી

આધાશીશી એ પીત્તના પ્રકોપથી થતી વીકૃતી છે.

 • આદુ અને ગોળની પોટલી બનાવી તેના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.
 • ગાજરના પાનની બંને બાજુએ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, રસનું એક એક ટીપું કાન તથા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
 • તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે.
 • દુધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે.
 • દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે.
 • લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલીક મટે છે.
 • લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.
 • લીલાં કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે.
 • સુંઠને પાણીમાં કે દુધમાં ઘસી નસ્ય લેવાથી (બંને નસકોરામાં મુકવાથી) અને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
 • હીંગને પાણીમાં ઘોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.
 • ગાયનું ઘી દીવસ દરમીયાન જેટલી વાર સુંઘી શકાય તેટલી વાર સુંઘતાં રહેવાથી આધાશીશી મટે છે. ગાયના ઘીમાં સાકરનું ચુર્ણ નાખી સહેજ ગરમ કરી ઠંડું કરી નસ્ય લેવાથી પણ આધાશીશી મટે છે.
 • આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બે ટીપાં મુકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરીણામ આશ્ચર્યપ્રેરક હોય છે.
 • દુધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મુકવાથી આધાશીશી મટે છે.
 • વાવડીંગ અને કાળા તલનું ચુર્ણ સુંઘવાથી આધાશીશી મટે છે.
 • સવારે ગરમ જલેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી.
 • પીત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી શંખભસ્મ, કંપર્દભસ્મ, શુક્તીભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપુરકાચલીનું ચુર્ણ મેળવી દવા જેટલી જ ખાંડ(પાંચ ગ્રામ) નાખી ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે લેવું. પીત્તવર્ધક આહારવીહાર કાયમ માટે છોડી દેવો.
 • ચારથી પાંચ કેસરના તાંતણા, અડધી ચમચી સાકર અને એક ચમચી ઘી મીશ્ર કરી સહેજ ગરમ કરી એક રસ થાય ત્યારે પાંચથી છ ટીપાં બંને નસકોરામાં નાખવાથી આધાશીશી મટે છે. ખટાશ બંધ કરવી.

આફરો

આધાશીશી એ પીત્તના પ્રકોપથી થતી વીકૃતી છે.

 • આદુ અને ગોળની પોટલી બનાવી તેના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.
 • ગાજરના પાનની બંને બાજુએ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, રસનું એક એક ટીપું કાન તથા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
 • તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે.
 • દુધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે.
 • દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે.
 • લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલીક મટે છે.
 • લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.
 • લીલાં કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે.
 • સુંઠને પાણીમાં કે દુધમાં ઘસી નસ્ય લેવાથી (બંને નસકોરામાં મુકવાથી) અને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
 • હીંગને પાણીમાં ઘોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.
 • ગાયનું ઘી દીવસ દરમીયાન જેટલી વાર સુંઘી શકાય તેટલી વાર સુંઘતાં રહેવાથી આધાશીશી મટે છે. ગાયના ઘીમાં સાકરનું ચુર્ણ નાખી સહેજ ગરમ કરી ઠંડું કરી નસ્ય લેવાથી પણ આધાશીશી મટે છે.
 • આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બે ટીપાં મુકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરીણામ આશ્ચર્યપ્રેરક હોય છે.
 • દુધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મુકવાથી આધાશીશી મટે છે.
 • વાવડીંગ અને કાળા તલનું ચુર્ણ સુંઘવાથી આધાશીશી મટે છે.
 • સવારે ગરમ જલેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી.
 • પીત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી શંખભસ્મ, કંપર્દભસ્મ, શુક્તીભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપુરકાચલીનું ચુર્ણ મેળવી દવા જેટલી જ ખાંડ(પાંચ ગ્રામ) નાખી ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે લેવું. પીત્તવર્ધક આહારવીહાર કાયમ માટે છોડી દેવો.
 • ચારથી પાંચ કેસરના તાંતણા, અડધી ચમચી સાકર અને એક ચમચી ઘી મીશ્ર કરી સહેજ ગરમ કરી એક રસ થાય ત્યારે પાંચથી છ ટીપાં બંને નસકોરામાં નાખવાથી આધાશીશી મટે છે. ખટાશ બંધ કરવી.

આમ (આમદોષ)

જેમને ઝાડો કાયમ ચીકણો, આમદોષવાળો અને પાણીમાં ડુબી જાય તેવો થતો હોય, ઝાડો ભારે તકલીફથી ઉતરતો હોય તો આદુ અથવા સુંઠ નાખી ઉકાળેલું પાણી રોજ નરણા કોઠે ૧-૨ ગ્લાસ પીવાની ટેવ રાખો.

 • જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ ૩ ગ્રામ મધ મેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી આમ મટે છે અને લોહી પડતું હોય તો બંધ થાય છે.
 • ધાણા અને વરીયાળીનો ઉકાળો લેવાથી શરીરમાં રહેલો આમ બળી જાય છે. એનાથી દાહ, તરસ, મુત્રની બળતરા પણ દુર થાય છે, વળી પરસેવો થઈ આમજન્ય તાવ ઉતરી જાય છે.
 • વરીયાળીનો અર્ક લેવાથી આમનું પાચન થાય છે.
 • વેંગણ આમ મટાડે છે.
 • રીંગણાં અને ટામેટાંનું સુપ બનાવી પીવાથી આમનું પાચન થાય છે.
 • શરીરમાં ખોરાકનો કાચો રસ-આમ ઉત્પન્ન થઈ વાયુનો પ્રકોપ અને વાત વ્યાધીઓ કરે છે, તે આમને સુંઠના ઉકાળા સાથે લીધેલ એરંડીયુ જ માત્ર મટાડે છે. આમદોષમાં ઘઉંનો ખોરાક બંધ કરી મગ-ચોખાનો આહાર લેવો. મોળી છાસ પીવી.
 • સુરણના કંદ સુકવી ચુર્ણ કરી, ઘીમાં શેકી સાકર નાખીને ખાવાથી આમ મટે છે.
 • ડુંગળીને પથ્થર ઉપર બારીક વાટીને બે-ચાર વાર પાણીથી ધોઈ, દહીં મેળવી દીવસમાં ત્રણ વાર ખાવાથી આમ અને લોહીના ઝાડા બંધ થાય છે.
 • આમ એટલે કાચું, પચ્યા વગરનું અન્ન-અાહાર, જે લાંબા વખતે શરીરમાં અનેક વીકારો જન્માવે છે. આદુ અને સુંઠ આમના પાચન માટે ઉત્તમ છે. આદુ મળને ભેદનાર તથા વાયુ અને કફના રોગોને મટાડનાર છે. મંદાગ્ની, કટીશુળ, અજીર્ણ, અતીસાર, સંગ્રહણી, શીર:શુળ, અરુચી, મોળ આવવી અા બધા રોગો આમમાંથી જન્મે છે. જેમને આમની તકલીફ હોય તેમણે જમ્યા પહેલાં લીંબુ નીચોવી આદુના ટુકડા ખુબ ચાવીને ખાવા જોઈએ.
 • ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નીમાંદ્ય, ઉદરવાત, આમવૃદ્ધી, અરુચી અને કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.
 • બે દીવસ માત્ર સુંઠ કે આદુના ટુકડા અને લીંબુ નાખેલ મગના પાણી પર રહેવાથી શરીર નીરામ બને છે. આ પછી એક ચમચી સુંઠ, પા ચમચી અજમો, એક ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી મીશ્ર કરી દરરોજ સવારે અને સાંજે ચાટી જવાથી પાચન શક્તી સુધરે છે.

આમજ્વર

 • મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી આમજ્વર મટે છે

આમજન્ય શુળ

 • લસણ ૮૦ ગ્રામ, એરંડીયું ૫ ગ્રામ, સીંધવ ૩ ગ્રામ અને ઘીમાં શેકેલી હીંગ ૧ ગ્રામ બારીક ઘુંટી રોજ ૧૦-૧૦ ગ્રામ લેવાથી આમજન્ય શુળ મટે છે.

આમણ

કમળના સુકા પાનનું ચુર્ણ અડધી ચમચી એક ચમચી ખડી સાકરના ચુર્ણ સાથે સવાર-સાંજ પાણી સાથે લેવાથી ચારથી છ અઠવાડીયાંમાં આમણ એટલે કે મળ માર્ગની રીંગ મળ ત્યાગ વખતે બહાર નીકળી આવતી હોય કે સ્ત્રીઓનું ગર્ભાશય તેના મુળ સ્થાનેથી ખસી જતું હોય તેમાં ખુબ જ લાભ થાય છે.

આમલક્યાદી ચુર્ણ

આમળાં, ચીત્રક, હરડે, પીપર અને સીંધવ દરેક સો સો ગ્રામ લઈ ભેગાં કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને આમલક્યાદી ચુર્ણ કહે છે. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવારે અને રાત્રે લેવાથી સર્વ પ્રકારના તાવમાં ફાયદો થાય છે. આ ચુર્ણમાં ‘લેખન’ ગુણ રહેલો છે. લેખન એટલે ખોતરવું. આ ચુર્ણ આંતરડામાં ચોંટી ગયેલા મળને ખોતરીને બહાર કાઢે છે. એટલે જુની કબજીયાતમાં પણ ફાયદો કરે છે. આ ચુર્ણ અન્નનું પાચન કરે છે. જેથી આહાર પર રુચી ઉત્પન્ન થાય છે. વળી એ કફનાશક હોવાથી કફના રોગોમાં પણ ફાયદો થાય છે.

આમલી

આમલી અમેરીકા, આફ્રીકા અને એશીયા ખંડના ઘણા દેશોમાં થાય છે. ભારતના ઘણા રાજ્યોમાં તે થાય છે. એના વૃક્ષો ઘણા વીશાળ અને મોટા થાય છે. તેને વાવ્યા પછી સાત-આઠ વર્ષ પછી ફળ આવે છે. એ મહા-ફાગણમાં પાકીને તૈયાર થાય છે. તેના ઠળીયાને કચુકા કહે છે. નવી આમલી કરતા જુની વધારે પથ્યકારક અને હીતાવહ છે. તેના પાલાનું ખટમધરું શાક અને તેના ફુલોની ચટણી કરવામાં આવે છે. આમલીનાં ફુલ ખાટાં, સહેજ તુરા, મોઢામાં પાણી લાવનાર, સ્વાદીષ્ટ, રુચીકર, ભુખ લગાડનાર તથા વાયુ અને પ્રમેહનો નાશ કરનાર છે. તેનાં પાન સોજા અને રક્તદોષ અથવા લોહી બગાડનો નાશ કરનાર છે. પાકી આમલી સ્વાદીષ્ટ, સારક, હૃદય માટે સારી, મળ રોકનાર, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, કફ, વ્રણ, કબજીયાત માટે હીતાવહ છે.

 • સંગ્રહણી થયો હોય એટલે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલીનાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દીવસમાં મટી જાય છે.
 • અરુચી અને ભુખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરુચી દુર થશે અને સારી ભુખ લાગશે.
 • દુધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે.
 • લીમડાના રસમાં જુની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે.
 • બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી. સવારે સોપારી જેટલો ગોળ તથા કાળાં મરી અને એલચીનું થોડું ચુર્ણ નાખી પીવું. એનાથી ભુખ લાગશે અને અરુચી દુર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લુ લાગતી નથી.
 • આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે.
 • આમલીના શરબતમાં જીરુનું ચુર્ણ ભભરાવી પીવાથી પાચક સ્રાવો છુટીને અરુચી મટે છે.
 • એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણા અને દસથી બાર કાળા મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.
 • આમલીનું શરબત પીવાથી ગણતરીના દીવસોમાં અળાઈ–ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી જાય છે. ત્વચા માટે આમલીનું શરબત ખુબ ગુણકારી છે.
 • એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે.
 • આમલીના કચુકા શેકી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, તેની ભુકી કરી મધ અને ઘી મેળવી ખાવાથી ક્ષતકાસ (લોહીમીશ્રીત કફવાળી ઉધરસ ) મટે છે.
 • આમલી પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી પીત્તની ઉલટી બંધ થાય છે.
 • આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
 • જો તમને ખાટી આમલી અનુકુળ આવતી હોય તો ખુબ જુની ખાટી આમલીનું શરબત દીવસમાં ત્રણ વખત લેવાથી જુની કબજીયાત મટે છે.
 • દર્દીમાં ગાંડપણ બહુ આક્રમક બની ગયું હોય અને સ્વજનોને ભારે તકલીફ રહેતી હોય તો દરરોજ આમલીનું શરબત દર ચારેક કલાકના અંતરે એકાદ ગ્લાસ પીવડાવવાથી અને આહારમાં આમલીનો ખાસ ઉપયોગ કરાવવાથી ગાંડપણ ઓછું થાય છે અને વીવેકબુદ્ધી ખીલવા લાગે છે. (જો કે આનો આધાર ગાંડપણના કારણ ઉપર રહેશે.)
 • ૧૦ ગ્રામ જેટલાં આમલીનાં કુમળાં પાનને ચોખાના ઓસામણમાં વાટી પીવડાવવાથી અતીસાર(ઝાડા) મટે છે.
 • ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં આમલીનું પાણી મેળવીને આપવું.
 • આમલીના કચુકા શેકી ૫૦ ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે.
 • લીંબુના રસમાં આમલીનો કચુકો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
 • આમલીના કચુકાનાં મીંજ અને આમલીનાં ફુલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખુબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય તો તે મટે છે.
 • ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી.
 • આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે.
 • આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે.
 • આમલીના કચુકાનું ચુર્ણ અને હળદરનું ચુર્ણ સમાન ભાગે મીશ્ર કરી ઠંડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ થતો નથી.

આમવાત

આમવાતમાં સાંધેસાંધામાં સોજો અાવે છે, ગુમડું પાકતું હોય તેવી વેદના થાય છે, આજે એક સાંધામાં તો કાલે બીજામાં, કોઈને એકમાં તો કોઈને સર્વ સાંધામાં દુખાવો થાય છે.

 • લસણની ૫ ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત મટે છે.
 • ૧૦૦ ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પીવાથી આમવાત પર ફાયદો થાય છે.
 • આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે.
 • એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે.
 • એરંડનું મગજ અને સુંઠ સરખા ભાગે લઈ તેમાં તેટલી જ ખાંડ નાખી ગોળીઓ બનાવી આમવાતમાં સવારે લેવાથી ફાયદો થાય છે.
 • દર ચાર કલાકે લીંબુનો ૬૦-૬૦ ગ્રામ રસ આપવાથી આમવાત મટે છે.
 • મેથી અને સુંઠનું ૪-૪ ગ્રામ ચુર્ણ સવાર-સાંજ ગોળમાં મેળવીને થોડા દીવસ સુધી લેવાથી કબજીયાત દુર થાય છે અને યકૃત બળવાન બને છે. અને આમવાતમાં ફાયદો થાય છે.
 • મોટા કાચા પપૈયા પર ઉભા ચીરા કરી, તેમાંથી ટપકતું દુધ ચીનાઈ માટીની રકાબી કે પ્યાલામાં ઝીલી લેવું. તેને તરત જ તડકામાં સુકવી સફેદ ચુર્ણ બનાવી સારા બુચવાળી કાચની શીશીમાં ભરી લેવું. આ ચુર્ણના સેવનથી આમવાત અને આંતરડાના રોગો મટે છે. એનાથી અપચો અને અમ્લપીત્ત પણ મટે છે.
 • ધાણા, સુંઠ અને એરંડાનાં મુળ સરખા વજને લઈ અધકચરાં ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભુકો નાખી બરાબર ઉકાળવું. અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવું. અા ઉકાળો સવાર-સાંજ એકાદ મહીનો પીવો જોઈએ. અથવા ધાણા, સુંઠ અને એરંડમુળનું સરખા ભાગે બનાવેલું એક ચમચી વસ્ત્રગાળ બારીક ચુર્ણ એક ગ્લાસ પાણીમાં સાંજે ઢાંકી રાખી સવારે ગાળીને પીવું અને સવારે ઢાંકી રાખી સાંજે પીવાથી ઉગ્ર આમવાત થોડા જ દીવસોમાં મટે છે. આ સાથે વાયુ વધારનાર આહાર-વીહારનો ત્યાગ કરવો.
 • રોજ સવારે ૧૦૦ ગ્રામ પાણીમાં ૨ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દીવેલ નાખી હલાવીને નરણા કોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે.
 • નગોડનાં પાનને વરાળથી બાફી તેનો રસ કાઢી દીવેલ સાથે લેવાથી આમવાત મટે છે.
 • સીંહનાદ ગુગળઃ હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દીવેલ(એરંડીયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણાના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સીંહનાદ ગુગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહીત બધા જ વાયુના રોગો, ઉદરરોગો વગેરે મટે છે.

આમવાતનો સોજો

 • વડનું દુધ લગાડવાથી આમવાતના સોજામાં આરામ થાય છે, અને દુખાવો મટે છે.

આમળાં

આમળાં મુત્રલ, ઠંડાં અને રસાયન છે. આમળામાં ખારા રસ સીવાય બાકીના પાંચે પાંચ રસ છે. ‘नित्यं आमलके लक्ष्मी’ આમળામાં સદા લક્ષ્મીનો વાસ મનાય છે. આમળા વીષે કહેવાયું છે,

आदौ अंते च मध्ये च भोजनस्य प्रशस्यते |

नरत्ययं दोषहरं फलेषु आमलकी फलम् ||

ફળોમાં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજનની શરુઆતમાં, મધ્યમાં અને ભોજનના અંતે (લીલાં, ચુર્ણ કે ચાટણ) આમળાં ખાવાં હીતાવહ છે.

આમળાના ખાટા રસથી વાયુ, મધુર રસ અને ઠંડા ગુણથી પીત્ત અને તુરા રસ અને લુખાપણાથી કફ મટે છે. એ ચામડી અને આંખ માટે સારાં છે. ઉપરાંત એ પચવામાં હલકાં, ભુખ લગાડનાર આહાર પચાવનાર, આયુષ્ય વધારનાર અને પૌષ્ટીક છે.

ત્વચારોગ, ગોળો, શોષ, અરુચી, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, તાવ, હૃદયરોગ, ઉધરસ, શરદી, પ્રમેહ, સ્વરભંગ, કમળો, કૃમી, સોજા, સ્મૃતી અને બુદ્ધીનો પ્રમેહ આ બધામાં આમળાં હીતાવહ છે.

 • ‘રસાયન ચુર્ણ’ અને ત્રીફળા (જેમાં આમળાં હોય છે) એક એક ચમચી રોજ રાત્રે લેવાથી સ્વાસ્થ્ય જળવાય છે અને લાંબું જીવન જીવી શકાય છે.
 • આમળાનો રસ છ ચમચી અને હળદરનો રસ ત્રણ ચમચી અથવા બંનેનું સરખા ભાગે બનાવેલા એક ચમચી ચુર્ણનું સવાર-સાંજ સેવન કરવાથી દરેક પ્રકારના પેશાબના રોગો મટે છે. એનાથી રક્તશુદ્ધી, પ્રમેહ, બળતરા, કફ, પાંડુ-રક્તાલ્પતા વગેરે પણ મટે છે.
 • મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું.
 • સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.
 • નાકમાંથી પાતળા કફનો સ્રાવ થવો, પ્રમેહ અને ઉદર રોગો પર આમળાં, ગળો, દારુહળદર અને જેઠી મધનો ઉકાળો સારું કામ આપે છે.
 • મુત્રમાર્ગની ગરમીમાં, અનીયમીત અને ખુબ આવતા માસીકમાં, કોઠે ગરમી-રતવા હોય અને વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભસ્થ બાળકનો વીકાસ અટકી જતો હોય તો ૧-૧ ચમચી આમળાનું ચુર્ણ, સાકર અને શતાવરીનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે જમ્યા પછી ફાકી જવું. ઉપર દુધ પીવું. તીખી, ગરમ, તીક્ષ્ણ ચીજો, ગરમ મસાલો, અથાણાં, પાપડ બંધ કરવાં.
 • આમળાં રસાયન છે, અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે. નવા રોગોમાં તાજાં આમળાં અને જુના રોગોમાં સુકાં આમળાં અસરકારક હોય છે. બાળકોએ એક અને વયસ્કોએ રોજ બે આમળાં ખાવાં જોઈએ. લીલાં આમળાં ન મળે ત્યારે આમળાનું એક ચમચી બારીક ચુર્ણ સવાર-સાંજ લેવું જોઈએ

આમળાંનો મુરબ્બો

એક કીલો આમળાંને સોય વડે ઠળીયા સુધી પહોંચે એ રીતે ટોચી થોડી વાર ચુનાના નીતર્યા પાણીમાં રાખવાં. આ પછી આંધણ આવેલા બે લીટર પાણીમાં સારી રીતે ઉકાળવાં. વધારે પડતાં ફાટી જાય એ રીતે બાફવાં નહીં. પછી આમળાં બહાર કાઢી કપડા વડે લુછી કોરાં કરવાં. ખડી સાકરની ચાર તારી ચાસણીમાં ડુબતાં રહે એ રીતે કાચની બરણીમાં ભરી રાખવાં. આ મુરબ્બો રોજ સવારે ખાવાથી દુબળા-પાતળા માણસો પુષ્ટ થાય છે, શક્તી, સ્ફુર્તી અને બળ વધે છે. રોગપ્રતીકારક શક્તી વધે છે. પાચન ક્રીયા સક્રીય બને છે, અને સાતે ધાતુની વૃદ્ધી થાય છે.

સુકાં આમળાં પાકાં, તાજાં, પીળા રંગનાં સારી જાતનાં આમળાં, પાણી બરાબર ઉકળ્યા પછી તેમાં નાખી થોડી વાર પછી કાઢી લઈ ઠંડાં થયે કોરાં કરી ઠળીયા કાઢી નાખવા. ઠળીયા સરળતાથી નીકળી જશે. એ આમળાંને છાંયડે સુકવવાં. પછી પ્લાસ્ટીકની બેગમાં પૅક કરી દેવાં.

આમાતીસાર

 • મેથીનું ચાર-ચાર ગ્રામ ચુર્ણ સવાર-સાંજ મઠામાં મેળવી લેવાથી આમાતીસાર મટે છે.
 • વરીયાળીનો ઉકાળો કરી પીવાથી અથવા સુંઠ અને વરીયાળી ઘીમાં શેકી, ખાંડી, તેની ફાકી મારવાથી આમનું પાચન થાય છે, તેમ જ આમાતીસારમાં ફાયદો થાય છે.
 • સુંઠ, જીરુ અને સીંધવનું ચુર્ણ તાજા દહીંના મઠામાં ભોજન બાદ પીવાથી જુના અતીસારનો મળ બંધાય છે, આમ ઓછો થાય છે અને અન્નપાચન થાય છે.
 • સુંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી આમાતીસાર, અજીર્ણ, અને ગૅસ મટે છે.

આર્થરાઈટીસ :

 • રોજ બે ચમચી ઑલીવ ઑઈલ લેવાથી અને રોજ ત્રણ અખરોટ ખાવાથી ઓસ્ટીઓ આર્થરાઈટીસ અને રુમૅટોઈડ આર્થરાઈટીસના દુખાવામાં ઘણી રાહત મળે છે.
 • કુશળ કુદરતી ઉપચારક કેળાં અને સફરજન આ બે ફળોના પ્રયોગ કરાવી આર્થરાઈટીસમાંથી દર્દીને મુક્તી અપાવી શકે છે.
 • દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નીયમીત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્ય સાંધાના રોગો મટે છે, કેમ કે મધ શરીરમાં એકઠો થયેલો યુરીક એસીડ ઝડપથી બહાર ફેંકી દે છે.

આર્થરાઈટીસમાં પરેજી

આર્થરાઈટીસ ધરાવતા દરેક દર્દીને જુદો જુદો આહાર માફક આવે છે. આથી બધા જ દર્દીઓ માટે કોઈ સર્વસામાન્ય આહાર નીશ્ચીત કરી શકાય નહીં. વધુ વજન ધરાવતા આર્થરાઈટીસના દર્દીઓમાં દર્દની તકલીફ વધુ જોવા મળે છે. શરીરમાં સોજો ઉત્પન્ન કરનાર દરેક આહાર દ્રવ્ય આર્થરાઈટીસના દર્દનો હુમલો લાવી શકે છે. લોહીમાં પ્યુરીન તત્ત્વ ભળે તેવા આલ્કોહોલ પણ આર્થરાઈટીસને વીષમ બનાવે છે. આથી આ દર્દીઓએ વજનને સમતોલ રાખતો પોષક દ્રવ્યથી ભરપુર આહાર લેવો જોઈએ. એલર્જી હોય તેવી વસ્તુઓ સીવાયની જાતને માફક આવતી તમામ ચીજો ખાવી જોઈએ. તમાકુ, ધુમ્રપાન અને દારુ-આલ્કોહોલ સદંતર બંધ કરવાં જોઈએ. ફળો અને શાકભાજીનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. કેટલીક જગ્યાએ એને ગુજર બાવળ કે ગાંડો બાવળ પણ કહે છે. આવળ કડવી, શીતળ અને આંખોને હીતકારક છે.

 • એક ચમચી આવળના ફુલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દુધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઉલટી-ઉબકા બંધ થાય છે.
 • આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે.
 • પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુઃખાવો મટી જાય છે.
 • આવળનાં ફુલોનો ઉકાળો જમતાં પહેલાં પીવાથી અથવા આવળના પંચાંગનું ચુર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.
 • આવળનાં ફુલોને સુકવીને બનાવેલું ચુર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.
 • આવળનાં સુકાં ફુલોનું અડધી ચમચી ચુર્ણ બપોરે જમ્યા પછી લેવાથી ડાયાબીટીસથી ઉત્પન્ન થતી બહુમુત્રતા અને વધુ પડતી તરસમાં ફાયદો થાય છે. એ ડાયાબીટીસમાં પણ ખુબ હીતાવહ છે.
 • આવળના બીજનું પા ચમચી ચુર્ણ સવાર-સાંજ જમ્યા પછી લેવાથી અને યોગ્ય પરેજી પાળવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.
 • આવળના ફુલનો ઉકાળો પીવાથી બહુમુત્રતા મટે છે.

આસોતરી

આસોતરીનાં ઝાડ કાંચનારના ઝાડને મળતાં આવે છે. તે ૮ થી ૧૦ ફુટ જેવડાં હોય છે. તેનાં પાન કાંચનારનાં પાન જેમ મુત્રપીંડ આકારનાં જાડાં અને મોટાં હોય છે. જેનો બીડી બનાવવામાં ઉપયોગ થાય છે. (અમારી તળપદી બોલીમાં એને અહીંદ્રો કહે છે.) આસોતરીને ચપટી અને લાંબી શીંગો થાય છે. એની છાલ દોરડાં બનાવવામાં કામ લાગે છે.

 • આસોતરીની શીંગનું ચુર્ણ ૧-૧ ચમચી લેવાથી મરડો અને ઝાડા મટે છે.
 • પેશાબના રોગ, પેશાબની ગરમી અને પરમીયામાં આસોતરીના પાનનો રસ સાકર સાથે લેવો.
 • શરીર પર સોજા ચડ્યા હોય તો આસોતરીના પાનને પાણીમાં વાટી, ચટણી જેવું કરી લેપ કરવો. કંઠમાળ ઉપર પણ આ લેપ કામ કરે છે.
 • મોં આવી ગયું હોય, ગળું બેસી ગયું હોય, અવાજ બરાબર ન આવતો હોય કે ગળાના બીજા રોગોમાં આસોતરીના પાનનો ઉકાળો મોંમાં ભરી રાખી કોગળા કરવા.

એરંડો

એરંડો વાયુ દુર કરે છે. તે મધુર, ઉષ્ણ અને તીક્ષ્ણ છે. શરીરના આંતરીક શ્રોતો-માર્ગોમાં પ્રવેશી સર્વત્ર વ્યાપી જાય છે. તે શરીરના માર્ગોની શુદ્ધી કરે છે, વયસ્થાપન કરનાર-ઉમર જણાવા દેતો નથી, અને આરોગ્યદાયક છે. ઉપરાંત બુદ્ધીવર્ધક, બળ વધારનાર, કાંતી અને સ્મૃતીવર્ધક છે. ગર્ભાશયના અનેક રોગોમાં, પેટના-આંતરડાના રોગોમાં, શુક્રના રોગોમાં વાયુ અને કફના રોગોમાં ઉપયોગી ઔષધ છે.

 

 • જુના વાયુના રોગમાં એરંડાના મુળની છાલનો બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ઠંડુ પાડી બે ચમચી મધ નાખી સવાર-સાજ પીવું. એનાથી કટીશુળ, કમર કે સાંધા જકડાઈ જવાં, સાંધા દુઃખવા, પીંડીઓ અને સ્નાયુઓનું કળતર, રાંઝણ વગેરેમાં ખુબ ફાયદો થાય છે. વાયુના ઉગ્ર રોગમાં આ ઉકાળામાં એક ચમચી દીવેલ અને બે ચમચી સુંઠનો પાઉડર નાખી પીવામાં આવે તો વધુ લાભ થાય છે.
 • દીવેલ એક તદ્દન નીર્દોષ વીરેચન દ્રવ્ય છે. એ ઘણા રોગો મટાડે છે. જુની કબજીયાત, કોઠામાં ગરમી, દુઝતા હરસ, મળમાર્ગમાં ચીરા, વારંવાર ચુંક આવી ઝાડા થવા, આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દીવેલ ઉત્તમ ઔષધ છે. એક ગ્લાસ ગરમ દુધમાં બેથી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતી મુજબ દીવેલ નાખી રાત્રે સુતી વખતે પીવાથી એક-બે પાતળા ઝાડા થઈ કફ, પીત્તાદી દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તી વધે છે.
 • દરરોજ સવારે એક કપ સુંઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દીવેલ નાખી પીવાથી આમવાત મટે છે.
 • વાયુના રોગીએ એરંડાના પાનને બાફી વાના દુ:ખાવાની જગ્યાએ બાંધવાં.
 • પેશાબ બંધ થયો હોય કે અટકીને આવતો હોય તો એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છુટ થાય છે.
 • એરંડાના મુળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે.
 • એરંડાનાં બી-દીવેલાનાં ફોતરાં કાઢી ચાર-છ બીજ દુધમાં ઉકાળી પીવાથી વાના રોગો મટે છે તથા પેટ અને પાચન તંત્રના રોગોમાં ફાયદો થાય છે.

એલચી

એલચી મોંની દુર્ગંધ દુર કરે છે. એ સુગંધી, રુચીકારક, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, કફ અને વાયુનો નાશ કરનાર અને ઉત્તેજક છે. હૃદયને બળ આપનાર, શ્વાસ, અંગોનો ત્રોડ, મુત્રકૃચ્છ, ખાંસી અને ક્ષયમાં ઉપયોગી છે. અન્નનળીની શીથીલતા અને દાહ-બળતરાવાળા રોગોમાં બહુ ઉપયોગી મનાય છે. પાચકરસોની ઉત્પત્તી ઓછી થતી હોય, પીત્તનો ઉચીત રીતે સ્રાવ થતો ન હોય તો એલચી અમુલ્ય ઔષધ છે. નાની એલચી રસમાં તીખી, સુગંધીત, શીતળ, પચવામાં હલકી, કફનાશક, વાયુનાશક, દમ-શ્વાસ, ઉધરસ, હરસ અને મુત્રકૃચ્છ્ર મટાડે છે.

 

 • એલચી દાણા એનાથી બમણા આદુના નાના ટુકડા સાથે સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી થોડા દીવસમાં જ જઠરાગ્ની પ્રદીપ્ત થશે અને પાચક રસોનો સ્રાવ વધી જશે.
 • નાની એલચીના દાણાનું ચુર્ણ ૬૦ ગ્રામ અને શેકેલી હીંગ ૧૦ ગ્રામના મીશ્રણનું પા (૧/૪) ચમચી જેટલું ચુર્ણ સવાર-સાંજ લીંબુના રસ સાથે લેવાથી પેટનો વાયુ, આફરો તેમ જ ઉદરશુળ મટે છે.
 • પાચનતંત્રમાં જ્યારે આંતરીક પાચક રસોની ઉત્પત્તી ખુબ જ ઓછી થતી હોય, પીત્તનો યોગ્ય માત્રામાં સ્રાવ થતો ન હોય એવી અવસ્થામાં પાંચથી છ એલચી દાણાનું ચુર્ણ એકાદ ગ્રામ અને શેકેલી હીંગ ૦.૧૫ ગ્રામ (એક ચોખાભાર) લઈ, લીંબુના થોડા રસમાં મેળવીને આપવાથી પેટનો ગેસ-વાયુ, આફરો, ઉદરશુળ શાંત થાય છે, મટી જાય છે.
 • રાત્રે એલચી ખાવાથી કોઢ થવાનો સંભવ રહે છે. માટે રાત્રે એલચી ખાવી નહીં.

એલચો(ખાટખટુંબો)

એને સંસ્કૃતમાં પર્ણબીજ કહે છે, કેમ કે એના પાનમાંથી નવો છોડ ઉગે છે. એના પાનથી ઘા રુઝાતો હોવાથી હીંદીમાં ઘાવપત્તા કે જખ્મેહયાત કહે છે. આના નાના છોડ બહુવર્ષાયુ હોય છે અને કુંડામાં પણ ઉછેરી શકાય. એનાં પાન જાડાં, રસદાર અને કાંગરીવાળાં હોય છે. પાન સહેજ ખાટાં હોવાથી ગુજરાતીમાં એને ખાટખટુંબો પણ કહે છે. એના પાનનાં ભજીયાં અને ચટણી બને છે.

 • ગમે તેવો રક્તસ્રાવ થતો હોય તો પાન ધોઈ લસોટી તેની લુગદી ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા જલદી મટે છે.
 • મધુપ્રમેહમાં કેટલીક વખત પાઠાં પડે છે અને મોટાં ગુમડાંની જેમ પાકે છે. આની ઉપર એલચાનાં પાન બાંધવાથી પાઠું જલદી રુઝાઈ જાય છે.
 • એલચાના પાનના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં પાડવાથી નસકોરીમાં નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
 • ચોટ વાગવી, મુઢમાર, ગાંઠ, વ્રણ વગેરે ઉપર એલચાનાં પાન સહેજ ગરમ કરી બાંધવાથી સોજો ઉતરી જાય છે.
 • ઘા પડ્યો હોય તો પાનની લુગદી કરી ઘા પર મુકી ઉપર બીજું પાન મુકી પાટો બાંધવાથી ઘા જલદી મટી જાય છે.

એલર્જી

 • ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે.
 • લીલી હળદરના ટુકડા દરરોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે.

એક ઉકાળો અને એક સુભાષીત

એક ઉકાળો અને એક સુભાષીત સુંઠ, અરડુસી, ભારંગમુળ અને ભોંયરીંગણી દરેક ઔષધ સુકું અને સરખા ભાગે ખાંડીને બનાવેલો અધકચરો બે-ત્રણ ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવાથી ઉધરસ, હેડકી, શ્વાસ અને સ્વરભેદ મટે છે.

સાથે સાથે એક સુભાષીતઃ

दिनान्ते च पिबेत दूग्धं निशान्ते च पिबेत पय: |

भोजनान्ते च पिबेत तक्रं किं वैद्यस्य प्रयोजनम् ||

જો દીવસના અંતમાં દુધ પીવામાં આવે, રાત્રીના અંતમાં પાણી પીવામાં આવે અને ભોજનના અંતમાં છાશ પીવામાં આવે તો પછી વૈદ્યની શી જરુર છે ?

એપેન્ડીક્સ (આંત્રપુચ્છ શોથ)

આંત્રપુચ્છ એટલે કે એપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થાય છે. મળ ખુલાસે ઉતરતો નથી. ઉબકા-ઉલટી થવા લાગે છે. દુખાવો અસહનીય હોય છે. તાવ પણ ચડી જાય છે, નાડી મંદ પડી જાય છે. ગભરામણ થાય છે.

આ રોગના પ્રારંભે એરંડીયુ આપવું. ભુલેચુકે દુખાવા ઉપર માલીશ કરવું નહીં. શેક કરવો નહીં. તરસ લાગે તો કાચા નાળીયેર (ત્રોફાનું) પાણી ગ્લુકોઝ નાખીને આપવું. થોડી હીંગ નાખેલ પાણીની બસ્તી-એનીમા અપાય તો ઉદરપીડા દુર થાય છે અને આ રોગમાં વેદના શમનાર્થે ખુરાસાની અજમાની ફાકી પા ચમચી આપવી.

 • એપેન્ડીક્સનો સખત દુ:ખાવો થતો હોય અને ડોક્ટોરોએ તાત્કાલીક ઑપરેશન કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં પણ કાળી માટી પલાળી પેટ ઉપર એપેન્ડીક્સના ભાગ પર રાખવી. થોડી થોડી વારે માટી બદલવી. ત્રણ દીવસ સુધી નીરાહાર રહેવું. ચોથા દીવસે મગનું પાણી અડધી વાડકી, પાંચમા દીવસે એક વાડકી, છઠ્ઠા દીવસે પણ એક વાડકી અને સાતમા દીવસે ભુખ પ્રમાણે મગ ખાવા. આઠમા દીવસે મગ સાથે ભાત લઈ શકાય. નવમા દીવસથી શાક-રોટલી ખાવી શરુ કરવી. આ પ્રયોગથી એપેન્ડીક્સ મટી જશે, અને જીવનમાં ફરી કદી થશે નહીં.
 • દરરોજ ત્રણ મીનીટ પાદપશ્ચીમોત્તાસન કરવાથી પણ થોડા જ દીવસોમાં એપેન્ડીસાઈટીસ મટી જાય છે.
 • જમવા પહેલાં આદુ, લીંબુ અને સીંધવ ખાવાથી આંત્રપુચ્છ પ્રવાહમાં લાભ થાય છે.
 • જો શરુઆત જ હોય તો દીવેલ આપવાથી અને ચાર-પાંચ દીવસ માત્ર પ્રવાહી ચીજ અથવા બની શકે તો ઉપવાસ કરવાથી સોજો ઉતરી જાય છે અને ઓપરેશનની જરુર રહેતી નથી.
 • ઓપરેશનની ખાસ ઉતાવળ ન હોય તો દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દીવેલ ચાટતા રહેવાથી અને ઉપરથી થોડું પાણી પીવાથી સારું થવાની શક્યતા રહે છે. ઉપાય દરરોજ  નીયમીત કરવો જોઈએ.

અગત્યની આરોગ્ય સલાહ

 • ફોન જમણા કાન પર રાખીને વાત કરો.
 • દવાની ગોળી ઠંડા પાણી સાથે લેવી નહીં.
 • સાંજે ૫-૦૦ વાગ્યા પછી ભારે પડતું ભોજન કરવું નહીં.
 • પાણી સવારમાં વધુ પીવું, સાંજે ઓછું પીવું.
 • ઉંઘ માટેનો ઉત્તમ સમય રાત્રે ૧૦-૦૦થી મળસ્કે ૪-૦૦ વાગ્યા વચ્ચેનો છે.
 • દવા લીધા પછી તરત આડા પડવું નહીં. (સુઈ જવું નહીં)
 • બેટરી છેવટના કાપા સુધી ડાઉન થઈ ગઈ હોય તો ફોન વાપરવો નહીં, કેમ કે એ વખતે રેડીયેશન ૧૦૦૦ ગણું વધુ હોય છે.
 • બેસતી વખતે ઘુંટણ આગળથી પગ પર પગ ચડાવીને બસવું નહીં. પણ ઘુંટી આગળથી પગ ચડાવી શકાય. ઘુંટણ આગળથી પગ પર પગ ચડાવવથી નસ કાયમ માટે ફુલી જવાનો રોગ થાય છે, જેને અંગ્રેજીમાં વેરીકોઝ વેઈન કહે છે.

હૃદયની કાળજી : રાત્રે ઉંઘતી વખતે જો ઉંધા એટલે કે પેટ પર સુઈ જાઓ કે ડાબા પડખે સુઈ જાઓ તો હૃદય પર આપણા શરીરનું વધારાનું દબાણ આવે છે. જ્યારે હૃદયે એ સમયે પણ હંમેશની જેમ લોહી પહોંચાડવાનું ચાલુ રાખવાનું હોય છે. આ વધારાનો બોજો હૃદયને ઝડપથી ઘસારો પહોંચાડે છે. આપણે જીવનનો એક તૃતીયાંશ કરતાં પણ વધુ સમય ઉંઘમાં વીતાવીએ છીએ. આથી હૃદય પરનું દબાણ ઓછું કરવા માટે જમણા પડખે કે ચત્તા સુવું જોઈએ. આ સામાન્ય ટેવ જીવનને કેટલાંક વધારે વર્ષો સુધી લંબાવી શકશે. (જો કે આયુર્વેદમાં ડાબા પડખે સુવાની સલાહ આપવામાં આવી છે. આ સલાહ કદાચ એલોપથીની છે. એની સાથે હું સંમત થઈ શકતો નથી, કેમ કે હૃદય છાતીના પોલાણમાં બે ફેફસાંની વચ્ચે આવેલું છે, આથી એના પર શરીરનું વજન આવવાની શક્યતા નથી. જેમ આપણે ઉભા હોઈએ અને પગ પર વજન આવે તેમ ડાબા પડખે કે ઉંધા સુવાથી હૃદય પર શરીરનું વજન ન આવે. પણ હૃદદયના ચાર ખાનાં પૈકી ડાબા ક્ષેપકમાં શુદ્ધ લોહી હોય છે, જે આખા શરીરમાં પહોંચે છે. આથી ડાબા પડખે સુવાથી એ ક્ષેપકના દ્વારમાંથી લોહીને જવાની કદાચ વધુ સરળતા રહે, તેથી આયુર્વેદમાં ડાબા પડખે સુવાની ભલામણ છે. હા, ઉંધા સુવાથી પાચનતંત્રના અવયવો પર શરીરનું દબાણ આવે અને એનાથી નુકસાન થાય, આથી ઉંધા સુવું સલાહભર્યું નથી.)

આરોગ્ય સુત્રો

 • રોજનું એક સફરજન=ડૉક્ટરનું મોં કાળું
 • રોજનું એક તુલસીપત્ર=કૅન્સર અલોપ
 • રોજનું એક લીંબુ=પતલી કમર
 • રોજનું એક કપ દુધ=મજબુત હાડકાં
 • રોજનું 3 લીટર પાણી=રોગમુક્ત જીવન

એક વીનંતી

આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. જુદા જુદા સ્રોતોમાંથી આ માહીતી એકત્ર કરવામાં આવી છે. એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો એ અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય નહીં.

અહીં એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે. એનો આધાર વાત, પીત્ત, કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે. વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે-વાત, પીત્ત, કફ કે અન્ય કોઈ કારણથી- તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે. કેમ કે એક જ જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે. દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય, પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય.

પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય, વીશીષ્ઠ છે, કુદરત કદી પુનરાવર્તન કરતી નથી. આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ ન શકે. આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને ન પણ નીવડે એવું બની શકે.

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તી નબળી હોય, કે શરીરમાં મુળભુત કોઈ ખામી હોય તો તે દુર ન કરીએ ત્યાં સુધી ઉપાય કારગત નીવડશે નહીં. આથી શરીરમાં મુશ્કેલી પેદા થવા પાછળનું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વનું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીરમાં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરુરી છે. એટલે કે પોતાના આહાર-વીહારમાં કયા પરીવર્તનને લીધે મુશ્કેલી આવી છે તેનું નીરીક્ષણ કરવું જોઈએ.

આમાં ઘણા પ્રયોગો કદાચ નીર્દોષ છે, આમ છતાં ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, કેમ કે યોગ્ય ચીકીત્સક જ દર્દી સાથે પ્રશ્નોત્તરી દ્વારા તથા અન્ય પ્રત્યક્ષ પરીક્ષણ કરી જરુરી સારવારનો નીર્ણય લઈ શકે. અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. એક પ્રકારના શૈક્ષણીક હેતુસર આ રજુઆત કરવામાં આવી છે, પોતાની મેળે જ બધા ઉપચારો કરવાના આશયથી નહીં.

સ્ત્રોત : ગાંડાભાઈ વલ્લભ બ્લોગ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate