অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આધાશીશી- માથાના દુઃખાવાના આયુર્વેદ ઉપચાર

આધાશીશી- માથાના દુઃખાવાના આયુર્વેદ ઉપચાર

  • આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
  • દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
  • હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે.
  • સૂંઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
  • દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • સૂરજ ઉગે તે પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્‍ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
  • માથું દુખતું હોય તો કપાળે ચોખ્‍ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે.
  • આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઊતરે છે.
  • એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને, પીવાથી, તેનો વાક (નાસ) લેવાથી માથાનો દુઃખાવો મટે છે.
  • ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના ૩/૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
  • અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
  • માથુ દુઃખતું હોય તો તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
  • નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
  • લવિંગના અને તમાકુનાં પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ (માઈગ્રેસ) માઈગ્રેન મટે છે.
  • નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુઃખાવો મટે છે.
  • મરીને શુદ્ધ ઘીમાં ઘસીને તેના નાકમાં ટીપાં પાડવાથી આધાશીશી મટે છે.
  • જીભ ઉપર ચપટી મીઠું મૂકી, દશ મિનિટ પછી એક ગ્‍લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુઃખાવો મટે છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate