অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વાઈન ફ્લુથી ડરો નહીં, પ્રતિકારકશક્તિ વધારો

સ્વાઈન ફ્લુથી ડરો નહીં, પ્રતિકારકશક્તિ વધારો

આજકાલ સ્વાઈન ફ્લુ નામની સંકલિત બિમારીથી લોકો ત્રસ્ત છે. આવી બિમારી આવે ત્યારે શું ? એનાથી ડરવું નહીં ? રોજ સમાચારો આવે કે આટલા માણસોના મૃત્યુ થાય વગેરેથી એક પ્રકારની બીક તો પેદા થાય જ છે.
ડરથી વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે નબળી પડે છે. ડર કે સામૂહિક ફફડાટથી રોગનું જોર વધે છે. ડરવું નહીં પણ સાવધાની રાખવી આવા દર્દ પ્રત્યે સમાજમાં જાગૃતિ પેદા કરવી અને એનાથી બચવા માટેના તમામ ઉપાય કરવા જોઈએ.
સામૂહિક રોગપ્રતિકાર શક્તિ વધારતો શાસ્ત્રીય ઉપચાર : દિવ્યધૂપ. વાતાવરણને જીવાણુઓ અને વિષાણુઓ રહિત કરવાની ક્ષમતા દિવ્યધૂપમાં રહેલી છે. આવા ધૂપ ઠેર-ઠેર કરવાથી સંક્રમક દર્દોને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે.
જ્યારે જ્યારે પણ ઋતુસાંધિકાળ આવે, એમાં પણ ખાસ કરીને શરદઋતુ અને વસંતઋુતુ આવે ત્યારે ચેપી-સંક્રમક દર્દોનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આયુર્વેદની દૃષ્ટિએ આ બંને ઋતુમાં અનુક્રમે પિત્ત અને કફનું સંતુલન ખોરવાય છે. જેની અસર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં વાતાવરણમાં રહેતાં વિષાણુઓ-જીવાણુઓ શરીરમાં દાખલ થતાં વ્યક્તિ રોગયુક્ત બને છે.

જનપદોધ્વંસ : જનપદ એટલે સમૂહ આખા સમૂહને અસર કરતી કે સામૂહિક વિનાશ કરતી બિમારીઓને આયુર્વેદ જનપદોધ્વંસ કહે છે. આયુર્વેદના ઋષિમુનિઓએ આવી બિમારીઓ ફેલાય એ વખતે શું શું ઉપાય કરી શકાય એ માટેનું વિસ્તૃત માર્ગદર્શન આપેલું છે.

દિવ્યધૂપ : ભૂતપ્રેત પિશાચ યજ્ઞ રાક્ષસ યજ્ઞ રાક્ષસ - આ બધાને આયુર્વેદ એક પ્રકારના વિષાણુઓ - જીવાણુઓ કહે છે. જે આખાને આખા સમૂહને સમાજને રોગગ્રસ્ત કરે છે અથવા તો તેનો વિધ્વંસ કરે છે. ધૂપ ઉપચારથી વિષાણુઓ - જીવાણુઓ તો નાશ પામે છે. તેના દ્વારા ફેલાયેલા શ્વાસ, ખાંસી, હેડકી, હૃદયરોગ જેવાં દર્દો મટે છે. ઉપરાંત શરદી-તાવ પણ મળે છે.

ધૂપનમ ઔષધિઓ : જવ, તલ, એલચી, તજ, જયમાંસી, તગર, સુગંધીવાળો, ચંદન, ગુગળ, રાળ, કપૂર, રોષાઘાસ ઉપલેટ, લાલચંદન, તેજપત્ર, અગર, સાકર, જેઠીમધ, નાગકેસર, નાગરમોથ, કપૂરકાચલી, હીરાબોળ, હળદર, તમાલપત્ર.

ઉપયોગ : ઉપર્યુક્ત ઔષધિઓના સંમિશ્રણને સળગતાં છાણાં કે કોલસા પર ધૂપનું મિશ્રણ નાખી થોડું ગાયનું ઘી નાખવું. તેનાથી ધૂમાડો થાય છે.

સૂક્ષ્મજીવાણુઓ અને વિષાણુઓ શરીરમાં દાખલ થઈને શ્વસનમાર્ગેથી સ્વાઈનફ્લુ જેવાં દર્દ પેદા કરે છે. તેવી રીતે શ્વસન માર્ગેથી પ્રવેશેલો ઔષધિય ધૂમાડો જીવાણુઓનો ઝડપથી પ્રતિકાર કરે છે. આયુર્વેદની આ સૂસ્નાતિસૂક્ષ્મ ચિકિત્સાપદ્ધતિ છે. શરીરના રોગગ્રસ્તકોષ સુધી ઔષધીયગુણને ઝડપથી પહોંચાડતી આ પદ્ધતિને આયુર્વેદના ઋષિમુનિઓએ વિકસિત કરેલી છે અને આયુર્વેદ પરંપરા જાળવનાર વૈદ્યોએ એને પ્રચલિત કરવાનો ભેખ લીધો છે.

આપણી ભારતીય પરંપરામાં થતાં હોમ-હવન, યજ્ઞ ધૂપ-દીપનો હેતુ માત્ર ધાર્મિક નહોતો, પરંતુ તેના દ્વારા પેદા થયેલો ધૂપ-ધૂમાડાથી શરીર અને મનના સ્વાસ્થ્યને વધારવાનો પણ હેતુ હતો. રાક્ષસ, ભૂત, પિશાચને દૂર કરવા માટે યજ્ઞ કરાતા હોવાની વાતો યુગોથી પ્રચલિત છે. આ ભૂતપિશાચ બીજા કોઈ નહીં પણ સૂક્ષ્મજીવાણુઓ અને વિષાણુઓ જ છે, એવા આયુર્વેદના વિદ્વાનોનો મત છે.

જટામાંસી : ચરકસંહિતામાં જણાવ્યા પ્રમાણે દિવ્યધૂપમાં વપરાતી એક ઔષધિ જટામાંસીનો પર્યાપ ભૂતદિન છે. ભૂત એટલે સૂક્ષ્મજીવાણું કે વાયરસ.

ગાયનું ઘી : એવી જ રીતે ગાયના ઘીનો એક ગુણ રક્ષોધી છે. રસ એટલે કે રાક્ષસને-જીવાણુ-વિષાણુને હરનાર માટે ગાયના ઘીનો ધૂપ માટે ઉપયોગ કરવાનું કહ્યું છે.વાતાવરણને જીવાણુઓ અને વિષાણુઓ રહિત કરવાની ક્ષમતા દિવ્યધૂપમાં રહેલી છે. આવા ધૂપ ઠેર-ઠેર કરવાથી સંક્રમક દર્દોને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે.

ધૂપ ક્યાં ક્યાં કરી શકાય ?

શાળા, કોલેજો, છાત્રાલયો, બેન્ક, ઘર ઓફિસ, આરોગ્ય કેન્દ્રો, મંદિરો, દેવાલય, આંગણવાડીઓ....

જ્યાં જ્યાં વધારે લોકો ભેગા થતા હોય ત્યાં આવા ધૂપ થવા જોઈએ.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate