অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વસ્થ દીપાવલી મનાવો, તમારાં ફેફસાં બચાવો

દુષિત હવા

હવાઈ સફર કરતા લોકોને ખબર હશે કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા પ્રદુષિત શહેર પરથી પસાર થતાં એવું લાગે કે જાણે આખું શહેર કાળા ડિબાંગ ધુમાડાનાં વાદળો નીચે ગુંગળાઈ રહ્યું છે એમાં પણ ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુમાં પ્રદુષિત તત્વો વાતાવરણમાં ઉપર જવાને બદલે હવાના નીચેના થરમાં રહે છે.

વિશ્વવ્યાપી સમસ્યા:

આ હવાના પ્રદુષણની અસર વિશ્વવ્યાપી છે. તે ચીન, ઓસ્ટ્રેલિયા, મોંગોલિયા વગેરે દેશોને પણ પરેશાન કરે છે.

PM: PARTCULATE MATTER ના નામથી ઓળખાતા આ ૨.૫થી ૧૦ માઈક્રોમીટર્સ વાળા, આ નેનો પાર્ટીકલ્સ હવાને પ્રદુષિત કરનાર મુખ્ય તત્વ છે. આ સૂક્ષ્મ તત્વ ખૂબ સરળતાથી માનવ શરીરમાં પ્રવેશી શકે છે. શ્વાસ દ્વારા તે શરીરમાં શ્વસનતંત્ર અને હૃદયની કાર્યવાહીને ખોરવે છે. આ PM 2.5 કોઈપણ સાંકડી જગ્યાએ પહોંચી જાય છે અને એ જમા થવાથી ધમની ગંઠાય (Atheroscelrosis) છે, પરિણામે હૃદયરોગનો હુમલો આવી શકે છે.

Who અને IARC: (International agenay for research on cancer) નું સંયુક્ત નિવેદન છે કે PM 2.5 એટલી હદે ઘાતક છે કે તે હૃદયરોગ, અસ્થમા, દમ ઉપરાંત તમારા DNAને પણ બદલી શકે છે, જેને કારણે નવા પ્રકારની વિચિત્ર બિમારીઓ થઈ શકે છે. ફેફસાંના કેન્સરમાં 22%નો વધારો નોંધાયેલો છે.

DPM: ડીઝલ પર્ટિક્યુલેટ મેટર: ડીઝલના ઉપયોગથી પેદા થતું DPM તો ૧ મોઈક્રોમીટર (૧૦૦ નેનોમીટર) જેટલું સૂક્ષ્મ છે, જે કાર્સીનો જન્સનું પણ વહન કરે છે, પરિણામે કેન્સર રોગનું પ્રમાણ પણ વધ્યું છે.

ઉત્પત્તિસ્થાન

આ હવાને પ્રદુષિત કરનાર પર્ટીક્યુલેટ મેટરનું એક ઉત્પત્તિ સ્થાન ફટાકડા પણ છે. વાહનોનો અતિ ઉપયોગ પણ જવાબદાર છે. કચરો બાળવાથી પણ આ દૂષિત તત્વો પેદા થાય છે.

કાળું લીંપણઃ

સ્વસ્થ દીપાવલી ૨૦૧૭ માટે અને Save lungs અંગેના એક વિડીયોમાં દર્શાવાયું છે કે આપણા શરીરનાં ગુલાબી રંગનાં તંદુરસ્ત ફેફસાં પર આ ઘાતક PM 2.5 તત્વોનું કાળું લીપણ જોવા મળે છે, જેનાથી આપણાં ફેફસાં હાંફી જાય છે. પરિણામે શરદી, ઉધરસ, શ્વાસ જેવી તકલીફો લાંબો સમય અને અવારનવાર પરેશાન કરે છે. સામાન્ય ઔષધો અને તેની માત્રા કારગત નીવડતાં નથી.

કડક નિયમોઃ

પર્યાવરણ સંબંધિત કડક નિયમોનું પાલન એક પ્રજાજન તરીકે આપમે કેવી રીતે કરી શકીએ એ વિચાર અહીં પ્રસ્તુત છે.

દારૂખાનું ફટાકડાઃ

દિવાળી પછી ડોક્ટરનાં દવાખાનાઓ ઉભરાવા માંડે છે, કારણ ફટાકડા ફોડવાને કારણે એમાંથી પેદા થતો ધુમાડો તરત જ તમારા નાક-મોં દ્વારા ફેફસાં અને પેટમાં જાય છે, જે તમારા સ્વાસ્થ્યને હણે છે, માટે ફટાકડા ન જ ફોડવા અથવા એમાં સંયમ રાખીને ઉત્સવ ઉજવવો.

યાદ રાખોઃ

પ્રદુષિત હવા થોડા સમયમાં સાફ થઈ શકે છે, સડક સાફ થઈ શકે છે પણ તમારાં ફેફસાંમાં ઘુસેલો આ પ્રદુષિત-ઘાતક PM 2.5 (માઈક્રોમીરર્સ) ક્ચારેય સાફ કરી શકાયા નથી, જે તમારા સ્વસ્થ આયુષ્યને ઘટાડે છે.

શું કરવું?

  • દિવાળી જેવા તહેવારની ઉજવણી ફટાકડા ફોડવા સિવાય અન્ય ઘણી રીતોથી કરી શકાય ફૂલ, રંગોથી સુંદર રંગોળી પૂરતી. તોરણ જાતે બનાવીને બારણે લટકાવવા સુંદર રંગેલા કોડિયાં પ્રગટાવવાં.
  • બહારગ્રામ જવાને બદલે સગાં-વહાલાં-મિત્રોના ઘરે મળવા જવાની જૂની પ્રથા શરૂ કરવાથી બાળકો મિલનસાર અને સહનશીલ તો બને છે, પરંતુ કુટુંબ-સમાજ-વ્યક્તિનું મૂલ્ય આંકતાં શીખે છે, બાળકો સહિષ્ણુ બનતાં, અભ્યાસમાં એકાગ્રતા મેળવે છે. બહારથી તૈયાર નાસ્તા લાવવાને બદલે મઠિયાં, સુંવાળી, ચોળાફળી, મગસ, ઘુઘરા, કોપરાપાક, ઘરે બનાવવા તો વનસ્પતિ ધી અને વારંવાર તળેલાં તેલમાંથી તળેલા તૈયાર નાસ્તાથી બચીને સ્વાસ્થ્ય જાળવી શકશો.
  • શુદ્ધ ઘીમાંથી બનતી ઘરની મીઠાઈઓથી શરદી-ખાંસી થતાં નથી. કારણ કે ઘીનો એક ગુણ ધાતુપાકની (MetabolisM) પ્રકિયા ને ઉત્તેજિત કરતાં અગ્નિ (જઠરાગ્નિ) ને વધારવાનો છે.
  • પ્રદુષિત હવાનો આપણું શ્વસનયંત્ર સામનો કરી શકે એ માટે સુવર્ણ વસંતમાલતી અને ચ્યવનપ્રાશ અવલેક કે બ્રાહ્મ રસાયણ જેવાં ઔષધો સ્વાસ્થ્ય રક્ષણ (Prevntion) માટે લેવાં જોઇએ.
  • રોજ તલના તેલને કે ગાયના ચોખ્ખા ઘીને સહેજ ગરમ કરી નાકમાં ટીપાં પાડવાથી શરદી-ઉધરસ-દમ-અસ્થમામાં રાહત રહે છે.
  • SAVE LUNGS : ઘરની બહાર નીકળતાં પહેલાં નાકની અંદર ગાયનું ઘી લગાડવું, જેનાથી બહારનાં દૂષિત તત્વો ત્યાં જ ચોંટી જાય અને નાક સાફ કરી નાખવાથી શરીરની બહાર ફેંકાઈ જાય. આમ શ્વાસન માર્ગ વિશુદ્ધ થઈ જતાં પ્રદુષિત તત્વોનો સામનો થઈ શકે છે અને એ રીતે તમે તમારાં ફેફસાંનું રક્ષણ કરો છો. છતાં પણ- છતાં પણ જો આ શરદઋતુમાં દિવાળીમાં શરદી ખાંસી થાય તો સરસ ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે કરી શકાય અરડૂસી, હરડે અને દ્રાક્ષ આ ત્રણે ઔષધોને સરખે ભાગે લઈ ઉકાળો બનાવવો અને રોજ સવારે અને સાંજે બે વાર પીવો. તેનાથી પેટ પણ સાફ થશે અને કફ, પિત્ત દોષો શમી જશે.
  • ગર્ભિણી: Pregnant સ્ત્રીને જો શરદી થાય તો સિતોપલાદિ ચૂર્ણ એકદમ સુરક્ષિત છે અને (મિન્ટવાળી નહીં) જેઠીમધ ઘનની ગોળી મોંમાં રાખવાથી ખાંસી બેસી જાય છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા email aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate