অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સોલ્ટ વિના ફોલ્ટ

મીઠાથી બધું મીઠું, તેના વિના ખારું ખારું

છેક મધ્યપ્રદેશથી માંડી ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસીઓ પણ મીઠાને - નમકને તુલસીના પાન સાથે ચાવીને આરૂચિ અને અપચાની તકલીફો દૂર કરે છે. પરંપરાગત ઘર-ઘરના વૈદકથી માંડીને સંહિતાકાલિન વૈદ્યોએ પણ મીઠાને આદુ-લીંબુના રસ સાથે મિશ્રિત કરી ભૂખ વધારે લગાડવા માટે ભોજન પૂર્વે લેવાની સલાહ આપી છે.

લો બ્લડ પ્રેશર :

લો બી.પી.ના દર્દીઓની પિંડીઓમાં થતી કળતર, થાક, અશક્તિ, ચક્કર આવવા, આંખે અંધારા જેવી સમસ્યાઓને દૂર કરતું મીઠું શરીરના અંગોમાં આવેલી જડતાને પણ શિથિલ કરી દે છે. સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ યોગ્ય કામગીરી બજાવી શકે તે માટે ખૂબ ઉપયોગી છે.
આજ નમક શરીરની પેશીઓમાં પાણીનું સંતુલન પણ જાળવી રાખવાનું મહત્ત્વનું કાર્ય કરે છે.

સાવધાન : આટ-આટલું અને આવું ઉપયોગી નમક - મીઠું જ્યારે એના પ્રમાણથી વધારે લેવામાં આવે ત્યારે શરીર સાથેના તેના સગપણના સરવાળા-બાદબાકી કરીને દુશ્મનાવટના હથિયારો સજ્જ કરે છે. કીડનીની કાર્યક્ષમતા ઘટાડવાથી માંડીને શરીરમાં વધુ પડતાં પાણીના જથ્થાને સંઘરી રાખતું મીઠું હૃદયને વધુ કામ કરવા માટે હંફાવે છે. કારણ એ પાણીનો જથ્થો હૃદયની માંસપેશીઓનો વિકાસ કરે છે. (Enlarged heart) પરિણામે હૃદયની પંમ્પિંગ(Pumping)ની ગતિને અનિયંત્રિત કરી શકે છે.

વાર્તક્ય : ઘડપણ વાર્ધક્યને વહેલાં બોલાવવાની કંકોત્રીઓ લખવાનું કૃત્ય પણ આ શ્વેતવર્ણનું મીઠું જ કરે છે. શરીર પર કરચલીઓ પડવી(રિંકલ્સ), વાળ વહેલાં સફેદ થઈ જવા (Early graying), વાળ ખરવાનું પ્રમાણ વધારીને ટાલ પાડી દેવી(Baldness) વચ્ચેથી માંડીને આંખોનું તેજ ઘટાડી દે છે.

ચામડીની સમસ્યાઓ : લોહીને બગાડીને ચાડમડીના અનેક રોગોને શરીર સાથે ચીટકાવીને રાખવાનું દુષ્કૃત્ય પણ મીઠાનું જ છે. શીળસ (એલર્જિક અર્ટિકેરિયા)ના દર્દીઓ મીઠાના પ્રમાણને ઘટાડે તો અનેક એલર્જીક ટેસ્ટ કરાવ્યા છતાં ન મટતું વર્ષો જૂનું શીળસ મટે છે.

હાઈબ્લડપ્રેશર :

વધારે પડતું નમક ખાવાથી તમારી લોહીની નળીઓની અંદરનું આવરણ (લાઈનિંગ)છે તેની કાર્યક્ષમતામાં વિક્ષેપ પેદા થઈ શકે છે. જેને, લીધે તમારા શરીરની લોહી ગંઠવાની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ પણ ખોરવાય શકે છે.

સંશોધન : તાજેતરનું નવું સંશોધન તમને ચેતવે છે કે વધારે નમક ખાવા છતાં પણ જો તમને હાઇબ્લડપ્રેશર નથી આવતું તો, એનો અર્થ એ થાય છે કે તમે હજુ તમારી લોહીની નળીઓ, હૃદય, કીડની અને મગજને હાનિ પહોંચાડી રહ્યા છો.

એટલે જ હાઈ બ્લડપ્રેશર એ તમારા શરીરનું એલાર્મ છે.

સોડિયમ : નમકનું રાસાયણિક બંધારણ છે. NaCL જેને સોડિયમ ક્લોરાઈડ કહેવામાં આવે છે. આમાં સોડિયમ તત્ત્વ જ તમારા શરીરને વધુ નુકશાન કર્તા છે. માટે હવે લો સોલ્ટ લોકો વાપરે છે. જેમાં સોડિયમના બદલે પોટેશ્યમ વાપરવામાં આવે છે. અને એનો સ્વાદ ખારો જ હોય છે. પણ તમારા ચિકિત્સકની સલાહ લીધા વગર એનું પણ સેવન ના કરવું.

સૌથી શ્રેષ્ઠ રસ્તો છે, નમક-મીઠાની માત્રા જ ખોરાકમાંથી ઘટાડવી. લો સોડિયમ વાળો ખોરાક લેવો આ રહી

4 થી 6 ગ્રામ નમક રોજ ખાવાય, તો W.H.O એ પ્રમાણિત કરેલું માપ છે. ઓસ્ટ્રેલિયનો રોજનું 10 ગ્રામ (બે ચમચી) નમક ખાય છે. સૌથી ઓછું નમક કેન્યા(આફ્રિકામાં) ખવાય છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate