অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજીના ફાયદા

શાકભાજીના ફાયદા

ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલાં ચોમાસે પરવળ ભલાં, પેલી મેથી બારે માસ

શિયાળામાં ભાજીઓ- જૈન ધર્મમાં ભાજીઓ બારે મહિના નથી ખાઈ શકાતી. ચોમાસામાં તો ભાજી ન ખવાય, કારણ કે ભાજીઓનાં પાનમાં રંગની જીવાત ચોંટલી હોય છે, માટે જૈનો ચોમાસામાં સૂકવણીવાળાં શાક ખાય છે.
પરંતુ આ શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઇ જમાય પણ સારું અને પચે પણ સારું. મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે.મેથીની ભાજીની ઉપયોગિતા નદીના પટમાં ઊગતી મેથીની ભાજી-શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે (Tact Fully) ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે નહીં. મેથીમાં કેલ્શિયમ 395mg આયર્ન 1.93mg , ફોલ્ફરસ- 51mg, 4%પ્રોટીન, 1% ફેટ(ચરબી), 6% કાર્બોહાઈડ્રેટ હોય છે.
પાતળું સોટા જેવું શરીર ધરાવતાં શીલાબહેન ત્રણ બાળકોની માતા હોય એવું લાગે નહી એમણે કડવું કે અમારે તો પ્રસુતિ થયા પછી એક મહિના સુધી ધીમાં બનાવેલું મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા જ ખાવા મળે. ભોજનમાં મેથીની ભાજીનું પ્રાધાન્ય હોય એટલે પાચન સારું રહે સવારે પીધેલી ગુંદર સૂંઠ કોપરાની રાબ પણ પચી જાય. મેથી ગર્ભાશય સંકોચક હોવાથી સગર્ભાવસ્થા દરમ્યાન મોટું થયેલું ગર્ભાશય ક્રમશ- પ્રસુતિ પછી ઘટતું જાય અને વજન ઘટાડવા છે એમાં મેથી મદદરૂપ થાય છે .
મેથી ધાવણ વધારનાર છે એ અંગે સંશોધનો થયેલાં છે. મેથીનો વાયુનાશક ગુણ પ્રસૂતિ પછી થતી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક છે અને વાયુનું અનુલોમન શરીરના અંત- સ્ત્રાવો (હોર્મોન્સ) ને નોર્મલ બનાવે છે અને ક્રમશ: ધાવણ વધે છે, જે સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં ધાવણ નથી આવતું તેનું બાળક ભૂખ્યું રહે છે. ઉપરનું દૂધ આપવું પડે છે જેનાથી બાળકની યોગ પ્રતિકારક ક્ષમતા વિકસતી નથી..
પરંપરા- પ્રસૂતાને મેથીના લાડુ ખવડાવવાની પરંપરા છે. તે સાસરે હોય કે પિયર, આ પરંપરા પ્રમાણે તેને મેથીના લાડુ આપવા જવાનો રિવાજ છે, જે સાયન્ટિફિક છે આ પરંપરાથી સ્ત્રી-પ્રસૂતા-માતાનું મન પણ પ્રફુલ્લિત બને છે. પ્રસૂતિ પછી સ્ત્રીઓને શરીરે કળતર, કમરનો દુ:ખાવો, અશક્તિ, ફિક્કાશ આવી જવી, તાવ આવવો, વાળ ખરવા વગેરે નાની મોટી શારિરીક બિમારીઓ અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીઓ ઝડપથી થઈ જાય છે આમાં, મેથીના લાડુ (ઘઉંના લોટ, સાકર, ઘી, બદામ, મેથી કુરિયા, ઈલાયચી વગેરેથી બનાવેલા) ટોનિક સાબિત થાય છે. તેનાથી તત્કાળ શક્તિ- બળ પેદા થાય છે. વાયરલ ઇન્ફેકશન સામે સુરક્ષિત આવરણ- કવચ ઊભું કરે છે તથા મનોબળ વધારે છે. નથી ભાવતાં, વજન વધી જશે વગેરે જેવાં કારણો કાઢીને નવી પેઢીની માતાઓ મેથીના લાડુ ગુંદર-સૂંઠની રાબડી વગેરે નથી પીતી. તેમની માન્યતા અને જીદ ખોટા છે. બંને યોગોથી મેટાબોલિઝમ સુધરે છે અને ચરબી બનતાં અટકે છે.
મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં પરંપરાગત રીતે આ પ્રકારાનાં ઢેબરાં-થેપલાં બનતાં જ હશે. આ કેમ્બિનેશન (સંયોજન) કેટલું અદભૂત અને સ્વાસ્થ્યવર્ધક છે! બાજરી ગરમ છે અને રુક્ષ છે મેથીની ભાજી લઘુ એટલે કે પચવામાં હલકી ઉપરાંત સ્નિગ્ધ પણ છે જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી લૂખી પડે અજમો, તલ, દહી, હીંગ, સાકર, લસણ વગેરે ઉમેરીને બનતાં આ ગુણ વધર્ક ઢેબરાકે થેપલાં તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વાસ્થય વધારે છે.
મેથીની ભાજીના ગોટા- નામ માત્ર મોઢામાં પાણી લાવી દે છે તે મેથીના ગોટા શિયાળાનું પ્રચલિત અને વહાલું ફરસાણ છે બહેન, તળેલું ખવાય? હું કહું હા ખાવુ જ જોઇએ પણ જા પ્રમાણસર ખાવ તો ચણાનો લોટ ભરપૂર પ્રોટીન ધરાવે છે જે પચવામાં ભારે છે છતાં પોષણકારક છે તેમાં ભારો ભાર મેથીની ભાજી ઉમેરીને ખાવતો મેથીનો પાચર ગુણ ચણાનો લોટ, દંહી તેલના પ્રોટીનને સરળતાથી પચવામાં મદદ કરે છે માટે વાયુ વધારનાર આ ઋતુમાં તળેલું ખાધેલું નડતું પણ નથ
બે મિનીટ વ્યંજન- મેથીના પુડા- આ બે મિનીટના નુડલ્સ અને સૂપના જમાનામાં બાળકોને હેલ્થી instent નાસ્તો શું આપવો તે માતાઓને સતાવતો સનાતન પ્રશ્ન છે ચણાના લોટમાં દહી મેથીની ભાજી નાંખીને ગરમા ગરમ પુડા બનાવી આપો ચણાના લોટ અને છાશને કારણે મેથીની કડવાશ અને તુરાશની ફરિયાદ પણ બાળકો નહીં કરે મેથી ભાજીના કારણે ફાઈબર્સ પણ પેટમાં જશે. પ્રોટીન પણ મળશે. મેથીની ભાજીને કારણે શકાશે કરમીયા કે આપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્ - aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate