অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિટામીન અને તેના કાર્ય

”

અહીંયા અમે તમને થોડીક વિટામીન વિશે માહિતી આપીએ છીએ જેના દ્વારા અમે તેમને તે સમજાવવા માંગીએ છીએ કે કયું વિટામીન કે તત્વ તમારા ફાયદાકારક છે. વિટામિન્સના અનેક પ્રકાર છે, પરંતુ એમાં મુખ્ય છ પ્રકાર છે. વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે વિશે થોડું જાણીએ.

વિટામીન એ :

આ સામાન્ય રીતે શરીર વધાવાવા માટે અને પુષ્ટ થવા માટે જરૂરી છે. આંખોને પણ આનાથી જ શીતળતા મળે છે અને આ દૂધ, ઘી, માખણ, ગાજર, ટામેટા વગેરેમાંથી મળી રહે છે.
આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી છે. આની સૌથી વધારે જરૂર બાળકો અને ગર્ભવતી મહિલાને પડે છે. જો પૂરતા પ્રમાણમાં વિટામિન એ ન મળે તો નવજાત શિશુનું મૃત્યુ પણ થઈ શકે છે. સામાન્ય રીતે વિટામિન એની ઉણપથી આંખને લગતા વિવિધ રોગો થતા જોવા મળે છે. આ ઉપરાંત ફેફસાં અને શ્વાસને લગતી બીમારી, સાયનસ, શરદી, તાવ, દાંત અને હાડકાં નબળાં પડવાં, વજન ઘટવું, કબજિયાત, ટીબી, જલોદર અને બહેરાશ આવી શકે છે. આ તમામ રોગોમાંથી બચવા વિટામીન એ મળી રહે એવો આહાર લેવો જોઈએ. જેમ કે - પાલક, કોબીજ, મૂળાનાં પાન, પપૈયું, ટામેટાં, ગાજર, કેરી, સીતાફળ, દૂધ, માખણ, ઘી, કેળાં અને લીંબુ લઈ શકાય.
સામાન્ય દ્રષ્ટી માટે વિટામીન-એ જરૂરી છે. તે શરીરમાં વૃદ્ધિને ઉત્તેજે છે અને બાળકને ચેપ સામે રક્ષણ આપે છે. વિટામીન-એ ની ઉણપના લક્ષણો પૈકી રતાંધળાપણું એક છે. વિટામીન એ છે તમારા હાકડા માટે ફાયદાકારક. આંબળા જેવા આહારોનું સેવન કરતા રહો અને વિટામીન એ મેળવતા રહો. વધુમાં જે પણ ખાવો તે માપનું ખાવ. અતિરેક કરવાનું ટાળો.
પેનક્રિયાઝના કેન્સકરને રોકવામાં વિટામીન ઉપયોગ સાબિત થઇ શકે છે. અભ્યાસના તારણે રોગને રોકવાની દિશામાં ઉપયોગી પગલુ હોઇ શકે છે. આ રિસર્ચ ગ્રૂપનું નેતળત્વો કરી રહેલા બાર્ટ્સગ કેન્સર ઇન્ટ્સર્યુટના ભારતીય મૂળના તબીબ હેમંત કોચરે મહત્વ્પૂર્ણ માહિતી અભ્યા્સ બાદ જારી કરી છે. પેનક્રિયાઝના કેન્સથી ગ્રસ્તૂ વ્યક્તિની બીમારી અંગે માહિતી મળી ગયા બાદ મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી. પેનક્રિયાઝના કેન્સગગ્રસ્તય વ્યહક્તિસને પોતાના રોગ અંગે માહિતી મળ્યાક બાદ તે દહેશતના કારણે વધુ મુશ્કેલલીમાં મૂકાઈ જાય છે. સિચર્સમાં જાણવા મળ્યુંગ છે કે આ બીમારીમાં સંકળામણ કરતી કોષીકાઓની નજીકની કોષીકાઓમાં વિટામીન એનું સ્તબર વધી જવાથી કેન્સીરના ફેલાવાને રોકી શકાય છે. આ બીમારીમાં અસરગ્રસ્તળ કોષીકા અન્યા કોષીકામાં રોગને ન ફેલાય તે માટે પ્રયાસ કરી શકાય છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઈલી એક્સોપ્રેસે કોચરને ટાકીને જણાવ્યુંર છે કે આ રિચર્સ મારફતે બીમારીની સારવાર માટે જુદા જુદા તરીકા અંગે માહિતી મળી શકે છે. તબીબ કોચરનું કહેવું છે કે આ રિચર્સ ૧૮૮૯ના સૂચિત કરવામાં આવેલી એક ગણતરી ઉપર આધારિત છે. વિટામીન એનું પ્રમાણ ગાજર અને અન્યમ ચીજવસ્તુીઓમાં જોવા મળે છે. પેનક્રિયાઝના કેન્સટરથી ગ્રસ્ત દર્દીઓમાં મોટાભાગે વિટામીન એની અછત જોવા મળે છે. વિટામીન એને વધારીને આ રોગના ફેલાવાને રોકી શકાય છે. આ સંશોધનના પરિણામ વધુ અભ્યાનસ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોચરના નેતળત્વણમાં સંશોધનની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ યથાવત્‌ રીતે આગળ વધે તેવી શક્યળતા છે. કારણ કે પેનક્રિયાઝના કેન્સવરને ખતરનાક તરીકે ગણાય છે.

મુખ્ય ચિન્હ અને લક્ષણો

બાળક અંધારામાં કે ઓછા પ્રકાશમાં ન જોઈ શકવાની ફરિયાદ કરે છે. આ લક્ષણ લોકોમાં રતાંધળાપણું નામથી જાણીતું છે.

  • આંખોના સફેદ ભાગમાં અનિયમિત પ્રકારનો આકાર દેખાય છે. (બીટોટ સ્પોટ)
  • આંખમાં રોગ કે ઇજાને કારણે ઉદભવ્યો હોય તેવો ફીણ જેવો ત્રિકોણાકાર બનેલો છે.
  • આંખો સુકાય જાય છે.

વિટામીન બી-1 :

આની ઉણપથી ભુખ ઓછી અને અપચો થઈ જાય છે. તંત્રિકા-તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. બેરી-બેરી નામનો રોગ અને હૃદય શોથ પણ આનું જ પરિણામ છે. આ દૂધ, લોટ, અને જરબવાળા ફળની અંદરથી મળી આવે છે.

વિટામીન બી-2 :

આની ઉણપથી ત્વચા, જીભ, હોઠ ફાટી જાય છે. આ ખાસ કરીને ઘઉં, પાકલ, મગફળી, દૂધ વગેરેની અંદરથી મળી આવે છે.

વિટામીન કે :

આની ઉણપથી લોહી જામી જાય છે અને આનાથી રક્તસ્ત્રાવ થવાનો ભય રહે છે. આ પાંદડાવાળા શાકભાજી અને ટામેટામાંથી મળી રહે છે.  શરીર માટે અગત્યનું વિટામિન છે. આ વિટામિન શરીરમાં ગમે ત્યાંથી થતાં રક્ત સ્ત્રાવને અટકાવવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. વિટામિન કેની ઉણપથી લોહી પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો અને આંતરડાનો સોજો આવી જાય છે. યકૃત બગડે, ક્ષયના રોગ, શરીરમાં ગાંઠ થઈ હોય, ઓપરેશન પહેલાં અને પછી લોહીનો સ્ત્રાવ ન થાય અથવા તો ઓછો થાય એ માટે વિટામિન કેનો ઉપયોગ કરાય છે. વિટામિન કે પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબિનનું તેલ, દૂધ, લીલાં શાકભાજી, લીંબુ, ચોખાં, ઘી, સતરાં, રસદાર ફળોમાંથી મળે છે.

વિટામીન સી :

આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે. આ પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળાની અંદર વધારે પ્રમાણમાં મળી આવે છે.

વિટામીન ડી :

બાળકોના કુપોષણને રોકનાર છે- જો બાળક વધારે પડતું સુકાઈ ગયું હોય તો બાળકને તે સહન કરી શકે તેટલા તડકામાં રાખો અને દ્રાક્ષનો રસ દૂધની પહેલાં અથવા દૂધ પછી પીવડાવવામાં આવે તો થોડાક જ દિવસની અંદર બાળકનું સુકાપણું હટી જશે.

શરીરમાં હાડકાં બનાવવામાં અને એને જાળવવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન ડી આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે. એ શરીરમાં જુદાં જુદાં સ્વરૂપે કામગીરી બજાવે છે. બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે. પરિણામ સ્વરૂપે હાડકાં નબળાં પડે છે અને તૂટી શકે છે. ઓસ્ટિઓમલેસિયા જેવા હાડકાંનાં રોગો પણ થાય છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ સિવાય ગાજર, ટામેટાં, નારંગી, લીલા શાકભાજી, નારિયેળ, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળામાંથી મળે છે.

વિટામીન ઈ :

આ વંધ્યાપણને રોકે છે, આ તેલ અનાજના દાણા, મટર, પાલક, બદામ, મગફળી વગેરેની અંદર મળી આવે છે.

લોહીમાં લાલ રક્તકણોને બનાવવાનું કામ કરે છે. આ વિટામિન શરીરમાં એન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. એ દરેક રંગને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે. ફેટી એસિડને પણ સંતુલનમાં રાખવાની સાથે ત્વચાને યુવાન રાખે છે. પ્રિમેચ્યોર નવજાત શિશુમાં ટામિન ઈની ઉણપથી લોહી ઘટી જાય છે. આથી એનેમિયા થઈ શકે છે. બાળકો અને વૃદ્ધોને વિટામિન ઈના અભાવથી મગજની નસો કે ન્યુરોલોજિકલ સમસ્યા થઈ શકે છે. કોઈ પણ રોગનો ચેપ જલ્દી લાગી શકે છે. આ સિવાય કમળો, નપુંસકતા, ડાયાબિટીસ, વાળ ખરવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. વિટામિન ઈ ઘઉં, જવ, ખજૂર, ચણા, લીલાં શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફ્લાવર અને મકાઈના તેલમાંથી મળે છે

વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ

  • A - રેટિનોલ, આંખો અને ત્વચાની જાળવણી માટે, રતાંધળાપણું
  • B1 - થાયામીન, જૈવરાસાયણિક ક્રિયાઓ માટે, બેરીબેરી
  • B2 - રિબોફ્લેવિન
  • B3 - નિયાસીન
  • B5 - પેન્ટોથેનિક ઍસિડ
  • B6 - પાઈરિડોકસાઈન
  • B7 - બાયોટિન
  • B9 - ફેલિક ઍસિડ
  • B12 - સાયનોકોબેલેમિન
  • C - ઓસ્કોર્બિક ઍસિડ, રોગપ્રતિકારક શક્તિ માટે, સ્કર્વી
  • D - કેલ્સિફેરોલ, હાડકાંની વૃધ્ધિ માટે, સુક્તાન
  • E - ટ્રોકોફેરોલ, કોષોની અખંડિતતા માટે, પાંડુંરોગ
  • K - ફિલોક્વેનિન, રક્તના સંવર્ધન માટે, યકૃતના રોગો

વિટામીન B12 શું છે ?

વિટામીન B12 એવું પોષણ છે, જે શરીરના નર્વસ સિસ્ટમને અને શરીરના રક્ત કણોને તંદુરસ્ત બનાવે છે. તેજ ઉપરાંત DNA બનાવવામાં મદદરૂપ થાય છે. વિટામીન B12 Megaloblestic Anemia ને રીકવર કરવામાં મદદરૂપ થાય છે. કે જે એનિમિયા વ્યક્તિને નબળા અને થાકેલા બનાવે છે.
ખાસ કરીને (૨) બે સ્ટેપ ની જરૂર પડે છે. વિટામીન B12 ને ખોરાક દ્વારા શરીરમાં શોષવા માટે પહેલાં, જે વિટામીન B12 ખોરાકમાં રહેલું છે તેને Hydrochloric Acid જઠરમાં પ્રોટીનમાંથી છુટું પાડે છે., ત્યારબાદ જઠરમાં તેજ વિટામીન B12 પ્રોટીન સાથે સંકળાય છે. તેને Intrinsic factor કહેવાય છે. અને તે શરીરમાં શોષાય છે. વિટામીન B12 શું છે ? તે કઈ રીતે આપણા શરીરમાં તે શોષાય છે. તે જાણ્યા બાળ હવે એ જાણીએ કે … કોને કેટલા પ્રમાણમાં વિટામીન B12 ની જરૂર પડે છે.

તમારે કેટલા પ્રમાણમાં B12 વિટામીન ની જરૂર છે ?

રોજ બરોજ તમારે વિટામીન B12 ની જરૂર હોય છે. તમારી ઉંમર મુજબ દરેક પ્રમાણ આડેઅવડે માઈક્રો ગ્રામમાં અહીં આપેલ છે.

જન્મથી ૬ મહિના

૦.૪ mcg

૭ થી ૧૨ મહિના

૦.૫ mcg

૧ થી ૩ વર્ષ

૦.૯ mcg

૪ થી ૮ વર્ષ

૧.૨ mcg

૯ થી ૧૩ વર્ષ

૧.૮ mcg

૧૪ થી ૧૮ વર્ષ

૨.૪ mcg

યુવાનો માટે

૨.૪ mcg

ગર્ભાવસ્થામાં

૨.૬ mcg

સ્તનપાન દરમ્યાન

૨.૮ mcg

કયો ખોરાક વિટામીન B12 પુરતુ પાડે છે ?

માંસાહારી ખોરાકમાં વિટામીન B12 જોવા મળે છે. છોકમાં આ વિટામીન જોવા નથી મળતું. જ્યાં સુધી તે fortified ના થાય. સુચવેલા ખોરાકમાંથી તમે પુરતા પ્રમાણમાં વિટામીન B12 મેળવી શકો છો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate