অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વજન વધારવા માટે અપનાવો આ ઘરેલું ટીપ્સ

વજન વધારવા માટે અપનાવો આ ઘરેલું ટીપ્સ

હમેશા જોવામાં આવે છે કે લોકો જાડા થાય છે તેઓ હમેશા પાતળા થવાનું વિચારે છે જેના કારણે ઘણી જાતની વસ્તુઓનો ઉપયોગ કરે છે, પણ તમને ખબર છે કે જે લોકો પાતળા છે તેમને પણ ઘણી બધી સામાજિક તકલીફોનો સામનો કરવો પડે છે. પાતળા લોકો તેમના શરીરને લીધે હમેશા હલકી ભાવનાઓનો ભોગ બને છે. તેના લીધે ઘણી વાર તેઓ ભીડ વચ્ચે જવાથી પણ દુર રહે છે. તેમને તે વાતનો ડર રહે છે કે કોઈ તેના પાતળા શરીરને લઈને તેની મજાક ન ઉડાવે. પણ એ લોકો જાડા લોકો કરતા ઓછી હેલ્થ પ્રોબ્લમ નો ભોગ બને છે.
જો તમે ખુબ વધુ પાતળા છો તો બની શકે કે તમે પણ પરેશાન છો. દુબળા શરીર ઉપર કપડાનું ફીટીંગ પણ બરોબર નથી આવતું. તે ઉપરાંત પાતળું શરીર હોવાથી ફિગર પણ ઠીક નથી લાગતું. જો તમે ખુબ વધુ પાતળા છો તો તમે નીચે આપેલી ટીપ્સ ને અજમાવીને તમારૂ વજન વધારી શકો છો. તમારું ખાવા પીવાનું ઠીક રાખો અને બહારનું જંક ફૂડ ન ખાવ. તેનાથી તમારા શરીરના મેટાબોલીજ્મ વધશે અને તમે સ્વસ્થ રહેશો. જેનાથી તમારું શરીર હેલ્દી અને આકર્ષક લાગશે.
પ્રોટીન યુક્ત ભોજન લેવાથી વજન વધે છે અમે માંસપેશીઓની શક્તિ વધે છે. તમને દૂધ, ચીઝ, મગફળી, બટર, ખજુર, દાળિયા અને બીટ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. જો તમે ઈચ્છો તો કેળાનું મિલ્ક શેઈક પણ પી શકો છો કેમ કે કેળા ખાવાથી વજન વધે છે. સવારે કેળાનો શેઇક નો એક ગ્લાસ અને સાંજે કેરીના શેઈક નો એક ગ્લાસ વજન વધારવા માટે પીવો.

બટેટા

બટેટા જેવી મૂળ વાળી શાકભાજીમાં કાર્બોહાઈડ્રેટ અને શુગર વધુ પ્રમાણમાં હોય છે જેનાથી શરીરને જરૂરી ફેટ મળે છે, રોજ નક્કી પ્રમાણમાં પાકા કે કાચા બટેટાનો સલાડ, સેન્ડવીચ કે અન્ય પ્રકાર નાં ભોજન નું સેવન કરવાથી થોડા જ દીવસોમાં વજન વધારી શકાય છે.

બદામ

જો તમારે સ્વસ્થ અને સુંદર દેખાવું છે તો તમે બદામનું સેવન જરૂર કરો. તેનાથી તમને શક્તિ મળશે, વજન વધશે અને વિટામીન, આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ મળી આવે છે. 12 બદામ રાત્રે પલાળી રાખો અને સવારે છાલ કાઢીને વાટી લો. તેમાં એક ચમચી ઘી અને સાકર ભેળવીને ગરમ દૂધ સાથે ખાવ.

મધ

તે પાચનક્રિયા ને સારી કરે છે અને વજન પણ વધારે છે. પાતળી છોકરીઓને એક ચમચી મધ એક ગ્લાસ ગરમ દૂધ માં ભેળવીને લેવું જોઈએ.

જવ

રાત્રે એક મુઠી જવ ના દાણાને પલાળીને રાખો. સવારે તેમાં છોતરા કાઢીને દૂધમાં ઉકાળીને ખીર તૈયાર કરી લો. પછી તેને સાકર કે મધ ભેળવીને ખાવ. તેમાં બે ખજુર પણ નાખી શકો છો.

રોજ વ્યાયામ કરો

રોજ વ્યાયામ કરવાથી તમારા શરીરનું ફેટ માંસપેશીઓમાં પરિવર્તિત થઇ જાય છે. થોડા યોગ આસન અને શ્વાસ લેનારી એકસરસાઈજ કરો, જેનાથી શરીરના ઝેરીલા પદાર્થ નીકળીને શરીરને સ્ટેમિના વધે. તમે ધારો તો સ્વર્ગાસન, બ્રીજ પોજ, કૈટ પોજ અને શવાશન રોજ કરી શકો છો.

સ્ત્રોત: ફોરમસતી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate