অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લોહીવા : વધારે પડતાં માસિક સ્ત્રાવની ઉપેક્ષા ન કરવી

લોહીવા : વધારે પડતાં માસિક સ્ત્રાવની ઉપેક્ષા ન કરવી

સામાન્ય રીતે સ્ત્રીઓને અઠ્ઠાવીસથી ત્રીસ દિવસે નિયમિત માસિક આવતું હોય છે જે ત્રણથી પાંચ દિવસ ચાલુ રહે છે આ ક્રમ-સ્ત્રીની તંદુરસ્તી દર્શાવે છે પરંતુ જ્યારે આ ક્રમમાં ફેરફાર થાય એટલે માસિક વહેલું શરૂ થઈ જાય અથવા તો સાતથી દસ દિવસ કે તેથી પણ વધારે દિવસો સુધી ચાલુ રહે. કેટલીક વાર નિયમિત આવતું હોય છતાં પ્રમાણ કરતાં વધારે માસિક આવે ત્યારે આ સમસ્યાઓને લોહીવા- Menorrhaga કહે છે.
સ્નેહલ : કોલેજમાં અભ્યાસ કરતી સ્નેહલ કોલેજની ફી જાતે ભરવા માટે નીતાબેનના ગૃહકાર્યમાં મદદ કરાવવા જતી. સ્ફૂર્તિવાળી, તેજસ્વી સ્નેહલ ક્યારેક ખૂબ ઢીલી, નબળી લાગે. શરૂઆતમાં તો નીતાબેને રાહ જોઇ કે સ્નેહલને મુશ્કેલી હશે તો જણાવશે, પણ કામ કરતાં કરતાં સ્નેહલને અંધારાં આવીને ચક્કર આવતાં અચાનક ફસડાઈને બેસી પડી. નીતાબેન એને લઈને આવ્યા. Detail પૂછતાં આવવું. સ્નેહલ અને એનાં મમ્મી એમ માનતાં કે આવું તો ચાલ્યા કરે..

લોહીવા- વધુ માસિકની અસરો

વધુ પડતું માસિક- લોહીવા વધારે સમય સુધી ચાલુ રહે, તો શરીરમાંનું શુદ્ધ રક્ત પણ ઘટવા માંડે છે. પરિણામે સ્ત્રી શરીર એનિમિક-કમજોર થાય છે અને જેને કારણે-

  • આંખો નીચે કાળા કુંડાળા થાય
  • જલદી થાકી જવાય
  • અંધારાં આવે, ચક્કર આવી જાય
  • સ્વભાવ ચિડીયો થઈ જાય
  • પગની પીંડીઓમાં કળતર- દુખાવો થાય
  • માથાનો દુ:ખાવો થયા કરે
  • વાળ ખરી જાય કે તૂટવા માંડે

જીવન:

રક્તને આયુર્વેદે જીવન કહ્યું છે જો આ જીવનરસ શરીરમાંથી વધુ પડતો વહી જાય તો શરીરને ટકાવવું મુશ્કેલ બની જાય છે. ઘણી સ્ત્રીઓ આવા દર્દ પ્રત્યે બેદરકાર રહે છે. ઘરનાં કામ અને તમામ વ્યવહાર સાચવવામાં, નોકરી-વ્યવસાય કે બાળકોને સાચવામાં પોતાના માટે સમય કાઢી નથી શકતી. કુટુંબીજનો પણ ઘણીવાર આનાથી અજાણ હોય છે. ક્યારેક ignore પણ કરે છે.

આહાર- વિહાર

સ્નેહલ પણ અન્ય છોકરીઓની માફક દૂબળી, પાતળી રહેવા માટે ભોજનમાં ખૂબ અનિયમિત હતી. ક્યારેક ખાય, ક્યારેક ના જમે અને કોલેજમાં ભૂખ લાગે તો Spicy વડાપાંવ અથવા દાબેલી, જે તેના અતિશય પ્રિય હતાં તે ખાઈ લે. જમવામાં લીલાં મરચાં અને કાંદા તો જોઇએ જ.

  • રાત્રે મોડા સુવાની આદત. ઊંઘ નથી આવતીનું બહાનું કરીને ટી.વી. કે મોબાઈલમાં મગ્ન થઈ જાય.
  • એનાં રહન-સહન એવા હતાં કે ક્રમશં: દૂષિત થયું શરીરમાં વાયુ અને પિત્ત દોષ બંને બગડ્યાં અને લોહી પણ બગડ્યું.

અસૃગ્ધારા:

  • અસૃફ એટલે લોહી અને ધારા એટલે વહેલું વધુ પડતું લોહી વહી જવું તેને આયુર્વેદ અસૃગ્ધારા કહે છે.

સારવાર:

લોહીને દૂષિત કરનારાં કારણો દૂર કર્યા વિના કરાયેલો કોઈ ઉપચાર સફળ થતો નથી, માટે જે પિત્ત વાયુ દોષોને વધાર્યા વગર રકતની શુદ્ધિ કરે તેનો ઉપચાર કરવો, જે લોહીને વહેતું પણ અટકાવે.

સ્તંભન: BLOCKING THERAPY: આમાં લોહીને વહેતું અટકાવવા માટે શીતલ ઉપચાર અને અન્નપાન લેવાં જોઇએ

  • ગોદંતી ભસ્મ-ત્રણ રતી, ચંદ્રકલારસ-૧, ગોળી, કામરૂધારસ ૧ ગોળી, લઘુવસંત માલતી, ૧ ગોળી, શતાવરી ૨ ગ્રામ, આમવા ચૂર્ણ ૨ ગ્રામ. આ તમામ ઔષધિઓને લસોટીને એક પડીકી બનાવી લેવી. સવારે-બપોરે-સાંજે ઘી+ સાકર સાથે ચાટી જવી.
  • ઉપર્યુક્ત મિશ્રણથી વાયુ, પિત્ત અને દૂષિત લોહીની દૃષ્ટિઓ શમી જતાં વધુ પડતું લોહી વહેતું રોકાઈ જાય છે.
  • માસિક સ્ત્રાવના પાંચમા દિવસથી દવા ચાલુ કરવી.
  • વરિયાળીનું શરબત: વરિયાળી, કાળી દ્રાક્ષ, સાકરનું શરબત દિવસમાં બે-ત્રણ વાર પીવું ઠંડક માટેનો આ ઘરગથ્થુ ઉપચાર બહુ જાણીતો છે.
  • તૂરો રસ: તૂરો રસ લોહીને ગંઠાવામાં મદદરૂપ થાય છે. કમષ ચંદન, ઉશીર, સારિવા, દુર્વા, ગોખરું, લોધ, નાગરેસર આદિ ઓષધો નજીકના વૈધિરાજનો સંપર્ક કરીને વાપરી શકાય.
અશોકારિષ્ટ: આયુર્વેદનું આ પ્રચાલિત ઓષધ મેનોપોજના કે અન્ય કોઈપણ કારણસર થતી વધુ પડતાં માસિકની સમસ્યા માં અકસીર સાબિત થયું છે ૨થી૩ ચમચી જેટલું અશોકાવિષ્ટ તેટલું જ પાણી ઉમેરીને બેય ટાઈમ જમ્યા પછી લેવું આનાથી વધારે પડતું વહેલું લોહી તો બંધ થાય છે ઉપરાંત તે પ્રોબાયોટિક હોવાથી તરત શરીરમાં શક્તિનો સંચાર કરે છે.

મહત્વની ટીપ્સ:

  • માસિક ખૂબ આવતું હોય તો સંપૂર્ણ આરામ કરવો. પગ નીચે તકિયો રાખી પગ ઊંચા રહે તે સૂવું.
  • કાળી માટી ભીની કરી કપડામાં પલાળી પેઢા ઉપર મૂકી રાખવું.
  • કાળી માટીના હોયતો ભીનો નેપકીન પણ મૂકી શકાય.
  • ઉજાગરા ન કરવા પૂરતી ઊંઘ લેવી.
  • તાપ, મુસાફરી ટાળવા
  • તેલ, મરચું, -Spicy ખોરાક ખાવાનો બંધ રાખીને દૂધ, ભાત, ખીર, સાકર, ઘીનો ખોરાક વધારે લેવો.

 

રક્તને આયુર્વેદે જીવન કહ્યું છે. જો આ જીવનરસ શરીરમાંથી વધુ પડતો વહી જાય તો શરીરને ટકાવવું મુશ્કેલ બની જાય છે

ઘણી સ્ત્રીઓ આવા દર્દ પ્રત્યે બેદરકાર રહે છે. ઘરનાં કામ અને તમામ વ્યવહાર સાચવવામાં, નોકરી-વ્યવસાય કે બાળકોને સાચવામાં પોતાના માટે સમય કાઢી નથી શકતી. કુટુંબીજનો પણ ઘણીવાર આનાથી અજાણ હોય છે. ક્યારેક ignore પણ કરે છે

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્ - aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate