অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગોને દુર કરશે ચાર જ્યુસ

રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગોને દુર કરશે ચાર જ્યુસ

રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગોને દુર કરવાનું શરુ કરી દે છે મોતના મુખમાંથી બહાર લાવશે આ 4 જ્યુસ
મોતના મુખમાંથી બહાર લાવશે આ 4 જ્યુસ – તરત જ રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગોને દુર કરવાનું શરુ કરી દે છે.
Immunity એટલે કે રોગ પ્રતિરક્ષા વધારવા માટે ની હમેશા તંદુરસ્ત રહેવા ની રીત
જો Immunity સીસ્ટમ નબળી હોય, કે પછી નાની એવી બીમારીને લઈને કેન્સર સુધી હોય. મોટાપો હોય કે હ્રદયની તકલીફ, જો વ્યક્તિ મોતના મુખમાં જતા રહેતા હોય અને ડોક્ટર પણ હાથ ઊંચા કરી દે તો પણ આ જ્યુસ વ્યક્તિને મોતના મુખમાંથી બહાર લાવવાની ક્ષમતા રાખે છે. આવો જાણીએ તેના વિષે.

કોબી નું જ્યુસ

કોબી નું જ્યુસ જોવામાં જેટલું સામાન્ય છે એટલું જ ગુણોમાં અમૃત સમાન છે, અનેક અસાધ્ય રોગો જેવા કે કેન્સર, કોલાઇટીસ, હ્રદય, મોટાપો, અલ્સર, બ્લડ કલોટીંગ લોહીના ગઠ્ઠા જામવામાં, ઉચું લોહીનું દબાણ, ઊંઘની ઉણપ, પથરી, પેશાબ ના અટકાવમાં કોબી ખુબ જ લાભદાયક છે. તેનું શાક પણ ઘી થી વધારીને બનાવવું જોઈએ. કોબીને કમરકલ્લા ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો રસ, સલાડ અને શાક બધું ગુણકારી છે. રોગો વ્યક્તિએ નિયમિત રીતે તેને જ્યુસનું સેવન કરવું જોઈએ. અને સ્વસ્થ વ્યક્તિ પણ તેનું સેવન કરે તો તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કોબીનું જ્યુસ

ગાજરનું જ્યુસ

ગાજર ખુબ જ ગુણકારી છે, ગાજર માં જીવનદાયિની શક્તિ છે, ગાજરમાં દૂધ જેવા ગુણ રહેલા છે અને ગાજરનો રસ દુધથી ઉત્તમ છે. ગાજરમાં માતાના દૂધ જેવા ખનીજ તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી આપણું આરોગ્ય ખુબ સારી રહી શકે છે. ગાજરનો ઉપયોગ તેનો રસ કાઢીને કે શાક બનાવીને કરી શકાય છે.

ગાજરનું જ્યુસ નિયમિત પીવાથી આપણી આંખોના નાના નાના રોગ તથા મોતિયાબિંદ જેવા રોગ થતા નથી. ગાજરના નિયમિત સેવનથી બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાના કેન્સરથી બચી શકાય છે અને આ રોગ થઇ જાય તો તેના સેવન થી ખુબ જલ્દી રીકવરી થાય છે. લીવર, પેટના આતરડા અને દાંતો-પેઢા ના રોગોમાં પણ ખુબ લાભદાયક છે. ગાજરનું જ્યુસ

ઘઉંના જવારા અને વેટનું જ્યુસ

જો તમને કોઈ એવો રોગ થઇ ગયો હોય જે અસાધ્ય હોય કે તમને લાગતું હોય જે આ રોગ તમારો જીવ લઈને જ જશે તો સમય બગડ્યા વગર રોગીને ઘઉંના જવારા અને વેટ નું જ્યુસ પિવરાવવાનું શરુ કરવું જોઈએ, તે શરીરમાં જતા જ શરીરમાંથી ખોટા પદાર્થો કાઢીને શરીરને અમૃત જેવું સંચાર કરે છે., કેન્સર, હ્રદયની બ્લોકેજ, કિડનીના રોગ, લીવર, બ્લડ શુગર જેવા અનેક રોગો માટે આ ઉત્તમ છે. આ જ્યુસના ગુણો વિષે જેટલું લખવામાં આવે એટલું ઓછું છે. ઘઉંના જવારાને આયુર્વેદમાં ગ્રીન બ્લડ અને ધરતીની સંજીવની ના નામથી ઓળખવામાં આવે છે અને વેટને અમૃતના નામથી ઓળખવામાં આવે છે, આ બન્નેને મિક્સ કરીને બનાવવામાં આવેલું જ્યુસ પોતે જ અમૃત સમાન છે. આ જાણકારીને શેયર કરીને તમારા મિત્રોને જરૂર જણાવશો. ઘઉંના જવારા અને વેટ ના જ્યુસ

પાલકનું જ્યુસ

પાલક નું જ્યુસ વિટામીન ‘કે’ વિટામીન ‘એ’ (કરોટેનોઈડસ તરીકે), મૈગજીન, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, એમીનો એસીડ અને ફોલિક એસીડ ફોલેટ, કોપર, વિટામીન બી2, વિતામીન બી6, વિટામીન ‘ઈ’ કેલ્શિયમ પોટેશિયમ, અને વિટામીન ‘સી’ નું ખુબ ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. કાચું પાલક ખાવાથી કડવું અને ખારું જરૂર લાગે છે, પણ તે ગુણકારી હોય છે. ગુણો ની ગણતરીએ પાલક નું શાક બધા શાક કરતા ઉત્તમ છે. તેનો રસ જો પીવામાં સારો ન લાગે તો તેની સાથે લોટ બાંધીને રોટલી બનાવીને ખાવી જોઈએ. પાલક લોહીમાં લાલ કણ વધારે છે. કબજિયાત દુર કરે છે. પાલક, દાળ અને બીજા શાકભાજી સાથે ખાવ. પાલકનું જ્યુસ

સ્ત્રોત: નવગુજરાત.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate