অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે માતાનું ધાવણ

બાળકના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે માતાનું ધાવણ

બાળકના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે માતાનું ધાવણ બરાબર મળે એ માટે શું કરવું?

અમેરિકા સ્થિત આકાશીની મમ્મીનો ફોન આવ્યો. બહેન આકાશીની દીકરી એક મહિનાની થવા આવી, પણ રડ્યા કરે છે. એવું લાગે છે, એ ભૂખી રહે છે. ત્યાંના ડોકટરનું કહેવું છે કે ઉપરનું દૂધ (ફોર્મ્યુલા) ચાલુ કરો છું કરું?

આચાર્ય સુશ્રુત કહે છે કે ધાવણ ઓછું આવવા માટે માતાની મનોસ્થિતિ વધુ જવાબદાર છે. જો માતાને બાળક પ્રત્યે પ્રેમનો અભાવ હોય તો ધાવણની પૂરતી માત્રામાં ઉત્પત્તિ કે પ્રવૃત્તિ થતી નથી.

આધુનિક સ્ત્રી: બાળકને ધવડાવવાથી પોતાનું દેહસૌષ્ઠવ હણાશે એવી ભીતિથી કેટલીક કહેવાતી આધુનિક સ્ત્રીઓ પીડાતી હોય છે. આ ઉપરાંત Male Childની સતત ઝંખના કરતી સ્ત્રીને દીકરી જન્મે તો પણ બાળક પ્રત્યે પ્રેમ- લાગણીની ભિન્નતા ઊભી થાય છે. આવા સાવ નજીવા લાગતા છતાં મહત્વનાં કારણોથી ધાવણની સ્વાભાવિક પ્રવૃત્તિમાં અવરોધ પહોંચે છે. આવાં ક્ષુલ્લક કારણોનો ઉપાય કોઇ દવા-ઔષધ કે પૌષ્ટિક ખોરાક નથી.

ચિત્તની પ્રસન્નતા: માતાના ચિત્તની પ્રસન્નતા પણ ધાવણની પ્રવૃત્તિ અને ઉત્પત્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કુટુંબના સભ્યોએ પણ માતાની પ્રસન્નતા જળવાઇ રહે તેવું વર્તન રાખવું જોઇએ.

ક્રોધ-કલેશનું સાતત્ય, વિષાદ (ડિપ્રેશન), દ્ધેષ વગેરે માનસિક વલણો ધાવણને ઓછું કરનારાં પરિબળો છે.

ધાવણ-વિજ્ઞાન: આયુર્વેદના મત અનુસાર ધાવણ એ રસઘાતુની ઉપધાતુ છે. ખાઘેલા ખોરાકનું આહારરસમાં રૂપાંતર થાય છે અને એમાંથી રસ નામની પ્રથમ ધાતુનું નિર્માણ થાય છે. રસધાતુથી ધાવણ પુષ્ટ થાય છે, એટલે રસધાતુને ઘટાડતાં પરિબળોથી ધાવણ ઓછું બને છે.

પૂરતાં પોષક રસને અભાવે કે હલકા-બરછટ આહારનું સતત સેવન રસધાતુને ઘટાડે છે. ઉપવાસ, એકટાણાં, વધારે પડતો શ્રમ, ઉજાગરા વગેરે વાયુને વધારીને રસધાતુને અને ધાવણને ક્ષીણ કરે છે.

દૂષિત ધાવણ: રસધાતુ જેમ ધાવણ સાથે સંબંધ ધરાવે છે, તેમ આર્તવ માસિક સાથે સંબંધ ધરાવે છે. ઘણી સ્ત્રીઓને માસિક નિયમિત આવતું હોવા છતાં ક્યારેક વધારે દૂષિત બન્યું હોય છે અને તેમાં ઓછી-વધતી દુર્ગંધ પણ આવતી હોય છે.

જેમનું ધાવણ અશુદ્ધ બન્યું હોય તેમનું બાળક કાં તો ધાવતું જ નથી, કાં તો સતત રડ્યા જ કરે છે, માંદલું રહે છે, વિવિધ દોષોથી પણ ધાવણ અશુદ્ધ બને છે.
બાળકની તંદુરસ્તીનો આધાર માતાના ધાવણની શુદ્ધતા પર છે.

ઉપચારક્રમ :

  • બાળક તંદુરસ્ત રહે એ માટે પૂરતા પ્રમાણમાં ધાવણની ઉત્પત્તિ થવી જરૂરી છે અને ધાવણમાં જો અશુદ્ધિ હોય તો દૂર કરવી જોઇએ.
  • ધાવણ વધારનાર ક્ષીરપાક- રસધાતુને પુષ્ટ કરવા માટે આચાર્ય કાશ્પયે શતાવરીના યોગો લેવાનું કીધું છે. શતાવરીનો સ્નિગ્ધગુણ વાયુદોષોને શાંત કરે છે અને રસ ધાતુના પ્રમાણને વધારે છે.
  • શતાવરી, ડોડી અને અશ્વગંધા, આ ત્રણેય ઔષધો સરખા ભાગે લઇ મિશ્રણ બનાવવું. તેમાંથી એક ચમચી જેટલો પાઉડર લઇ એક વાટકી દૂધમાં એક વાટકી પાણી મેળવી પ્રમાણસર સાકર નાખીને પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એક ઇલાયચીના દાણા વાટીને નાખવા. ઠંડુ પડ્યા બાદ પીવું.
  • ચા-કોફીના બદલે આવો ક્ષીરપાક દિવસમાં બે વાર પીવાથી રસધાતુ પુષ્ટ થઇને ધાવણના પ્રમાણને વધારે છે.

ધાવણ શુદ્ધના ઉપાય:

દૂષિત માસિકના કારણે બગડેલા દોષો ધાવણને અશુદ્ધ બનાવે ત્યારે મહામંજિષ્ઠાદિ ઘનવટીની ૨-૨ ગોળી દૂધ સાથે લેવી. રકતશુદ્ધિ માટે વપરાતું આ ઓષધ આર્તવ શુદ્ધિનો પણ વિશેષ ગુણ ઘરાવે છે.

આહાર

રસધાતુ પુષ્ટ બને એ માટે પ્રસૂતિ પછી સૂંઠ પાક ખવડાવવામાં આવે છે. જેમાં ગુંદર, કોપરું, સૂંઠ, ખસખસ, ગોળ વગેરે નાખવામાં આવે છે. જેનાથી વાયુદોષ નિયંત્રણમાં રહે છે.

  • ભાત, બાજરી, ઘઉં, ચોખા, મગ, લેવા. પચવામાં ભારે એવું ભેંસનું દૂધ કે ભેંસનું ઘી ના ખાવું. એનાથી વજન વધવાની સમસ્યા થઇ શકે છે. તળેલી ચીજો, મીઠાઇઓ જે પચવામાં ભારે હોય તે ના ખાવી. જેનાથી બાળકને પેટમાં વીંટ આવી શકે છે.
  • સલાડ ન ખાવાં. દાળ, શાકમાં તેલને બદલે ગાયના ઘીનો વઘાર કરીને પ્રમાણસર મસાલા કરીને ભોજન કરવું.
  • વરિયાળી, દ્રાક્ષ, સાકર,સુવા વગેરે મુખવાસ માટે વાપરવા. આ બઘા સ્તન્ય વૃદ્ધિ કરે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate