অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળક બહુ બોર થાય તો શું કરવું

બાળક બહુ બોર થાય તો શું કરવું

વેકેશન પૂરું થઇ ગયું છે. સ્કૂલો ખૂલી ગઇ છે. બાળકો પાછાં સ્કૂલ ભેગાં થઇ ગયાં છે. ઘણાં તો પહેલેથી ટ્યુશન ભેગાં પણ થઇ ગયાં છે. એમની મમ્મીઓને હાશકારો થઇ ગયો. હાશ! ગમે તેમ વેકેશન પૂરું તો થયું! મમ્મીઓ પાછી કિટીપાર્ટીઓ-ગેટ ટુ ગેધર કે ક્લબ-પાર્ટીઓમાં ફરીથી વ્યસ્ત થવા લાગી રહી છે. મમ્મીઓ એમનામાં વ્યસ્ત હોય છે અને બાળકો સ્કૂલ-ટ્યુશનેથી મુક્ત થયા પછી શું કરે? બધો સમય તો દોસ્તારો મળતા નથી. કોમ્પ્યુટર-મોબાઇલ કે લેપટોપ પણ વાપરવાની છૂટ કે અવસર બધાં બાળકોને નસીબ હોતી નથી. આવા વખતે બાળકો શું કરે?
‘બોર થઉં છું!’ શબ્દો ઘણાં બાળકોના મોંમાંથી અવારનવાર સાંભળવા મળે છે. આજકાલ બાળકો ‘બોર થઉં છું!’ એવું બહુ બોલતાં હોય છે. પહેલીવાર આવા શબ્દો સાંભળીને મને પણ આશ્ચર્ય થયેલું. વિચાર આવ્યો કે ખરેખર બાળકો બોર થતાં હોય છે ખરાં કે પછી ખાલી તેની બૂમાબૂમ કરતાં હોય છે! કોઇ કામ ન હોય એટલે નવરાં પડ્યાં પડ્યાં બાળકો બોર થતાં હોવાની લાગણી અનુભવતાં હોય છે.
સતત પ્રવૃત્તિમાં રહેતાં અને સતત પ્રવૃત્તિમાં રાખવામાં આવતાં બાળકો બહુ જલદી બોર થઇ જતાં હોય છે.ફુરસદના સમયમાં શું કરવું એ સમજી શકતાં નથી. પછી નાની નાની વાતોમાં જીદ કરે છે.ચીડાઇ જાય છે. હાથમાં જે આવ્યું તે ફેંકે છે. જોરથી કંઇ કહો તો રડવા માંડે છે. આખો દિવસ કજિયા કરે છે. એટલે જ વેકેશન પૂરું થઇ જાય, સ્કૂલો શરૂ થઇ જાય ત્યારે ઘણી ખરી મમ્મીઓને હાશકારો થાય છે.
આવો એક બાળક છે નિસર્ગ દોશી. માબાપનું એ એકનું એક સંતાન છે.સાડા ચાર વર્ષનો છે. તેને ક્યારે શ્વાસ ખૂબ ચડે છે. અવારનવાર ઝાડા-ઉલટી પણ થઇ જાય છે, પરિણામે દર મહિને કે દોઢ મહિને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. એની બીજી હિસ્ટ્રી પણ આવી હતી. ઘરમાં એ ખૂબ કજિયા કરે. નાની નાની વાતોમાં રડ્યા કરે. ખૂબ જીદ કરે. ભાવતાં ભોજન માટેની જીદથી એનાં મમ્મી મનીષાબહેન થાકી ગયાં હતાં. ઘરના રસોડામાં બનેલા રોટલી, શાક, દાળ-ભાત જેવા ખોરાકને બદલે એને ભાજીપાંઉ, ઇડલી-ઢોંસા, નૂડલ્, ઢોકળાં જ ગમે. ફ્રાઝ ખોલીને એ ટામેટાં ખાઇ જાય. ટામેટાં એનાં અતિપ્રિય હતાં. એની નાડી જોઇ તો ફાસ્ટ હતી. તાવ હોય એમ શરીર સહેજ તપેલું લાગે. ઠંડીમાં પણ એને ઓઢવાનું નથી ગમતું. દિવસે જો એસી ચાલુ હોય તો માંડ કલાક સૂવે, નહીં તો ૧૦ મિનિટમાં જ ઊઠી જાય. દર બે દિવસે એને પેટ સાફ આવતું.
ટૂંકમાં નિસર્ગના શરીરમાં પિત્ત દોષની વૃદ્ધિ દેખાતી હતી. તપખીરી આંખો પરથી જ ખ્યાલ આવી ગયેલો કે એની પ્રકૃતિ પિત્તની છે. સારવાર: આવાં બાળકોને ટોનિક્સ, સીરપ, કેલ્શિયમ જેવા યોગોથી રાહત થઇ જતી હોય તો તેનાં મૂળ કારણો દૂર થતાં ન હોવાને કારણે એને અવારનવાર હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવે છે.
વિરેચન: આવાં બાળકોના શરીરમાંથી પિત્તને લગતાં દોષોને બહાર ફેંકવાં જરૂરી હોય છે. બાળકો માટે ત્રિફળા, ગરમાળોની ગોળી અકસીર છે.સાંજે જમ્યા પહેલાં એક ગોળી નિસર્ગને આપી, જેના કારણે સવારે નિયમિત પેટ સાફ આવવા માંડ્યું. ખોરાક પ્રત્યેની રુચિ વધાથી ધીમે ધીમે રોટલી, શાક, દાળ-ભાત, ખીચડી, થેપલાં વગેરે એને ભાવવા માંડ્યાં.
સંશમની વટી: બાળકો માટેનું આ અકસીર ઔષધ છે.લીમડાની ગળોમાંથી બનતી આ સંશમની વટી બાળકો જ નહીં, પિત્ત પ્રકૃતિના લોકો માટે પણ વપરાય છે. ના મટતી હોય એવી એસિડિટીમાં સંશમની લેવાથી ચમત્કારિક પરિણામ મળે છે.
નિસર્ગનું ઉછાળા મારતું પિત્ત નીકળી જવાથી એ સ્થિર થવા માંડ્યો. તેની ઊંઘ પણ વધી. પગના તળિયે રોજ રાત્રે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવાનું સૂચન એની મમ્મીને આપેલું, જે એમણે બરાબર પાળેલું. તેથી મગજ પણ શાંત થયું અને કજિયા પણ ઘટી ગયા. હોસ્પિટલમાં છેલ્લે એને ક્યારે દાખલ કરેલો, પણ ભૂલાઇ ગયું છે. સતત પ્રવૃત્તિમાં રાખવામાં આવતાં બાળકો બહુ જલદી બોર થઇ જતાં હોય છે.ફુરસદના સમયમાં શું કરવું એ સમજી શકતાં નથી. પછી નાની નાની વાતોમાં જીદ કરે છે.ચીડાઇ જાય છે. હાથમાં જે આવ્યું તે ફેંકે છે. જોરથી કંઇ કહો તો રડવા માંડે છે
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate