অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પોલન અલર્જી, હે ફીવર અર્ટિકેરિયા-શીળસથી મુક્તિ કેમ મળે?

પોલન અલર્જી, હે ફીવર અર્ટિકેરિયા-શીળસથી મુક્તિ કેમ મળે?

પોલન એલર્જી

આપણા ભારતમાં આ પ્રકારની એલર્જી ઓછી જોવા મળે છે વિદેશમાં વસંતઋતુ દરમિયાન લોકો આનાથી પરેશાન થઈ જાય છે તેને હે ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં દર્દીને આંખની ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી, ઉધરસ, શરદીથી પરેશાન થઈ જાય છે. શીળસ તો રોજ સાંજે થાય છે. એમની નાડી તપાસતાં જણાયું કે ખોરાકનું પાચન બરાબર થતું ના હોવાથી આમ અપક્વ ખોરાક રસ શરીરમાં પરિભ્રમણ કરે છે. Details માં પૂછતાં ખબર પડી કે સવારે ઊઠવું ગમતું નથી. ગેસ-એસિડિટી ખૂબ રહે. ખાવાના શોખીન અને Travelling ના કારણે બહાર જમવાનું વધારે થાય છે અને કામની વ્યસ્તતાને કારણે શારીરિક શ્રમ ખાસ કંઈ થતો નહીં.પીનાબહેન ૫૦ વર્ષનાં ગૃહિણી છે. બધા એલર્જી ટેસ્ટ કરાવ્વા પછી ડોકટરના કહ્યા પ્રમાણે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કર્યા પછી પણ રોજ એક એન્ટી એલર્જિક ગોળી લેવી પડતી. ના લે તો ૨૬ કે ૨૭મા કલાકે શીળસ ઉપડી આવે. અતિશય ખાંજવાળથી Skin પણ કાળી થવા માંડેલી.આધુનિક તબીબીશાશ્ત્ર- કઈ ખાદ્ય ચીજથી એલર્જી થાય છે તે તપાસ કરવા માટે વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવે છે અને કોઈ ચોક્કસ ખાદ્ય ચીજને શોધી તેની વિશેષ સારવાર કરવામાં આવે છે. સારવાર પછી પણ શીળસ - એલર્જિક આર્ટિરિયાને સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાતું નથી એવી ઘણાં દર્દીઓની ફરિયાદ હોય છે.

આયુર્વેદ શાસ્ત્ર અને શીળસ

શીળસને મટાડવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે. પાચનને નબળું પાડતા ખોરાકને થોડા સમય સુધી બંધ કરવાનું કહે છે.

ખોરાક

શરીરની પાચનશક્તિને disturb કરતાં અને આમ જેવાં વિષાકત તત્વો પેદા કરતાં ખોરાકથી શીળસ જેવા એલર્જી ઉત્પન્ન થાય છે, જેમ કે ટામેટાના કોઈપણ સૂપમાં દૂધ ઉમરેવું, પાસ્તાના વ્હાઈટ સોસમાં દૂધ વપરાય તેમાં સોસ ઉમેરીને ખાવું, પંજાબી રેસિપીના શાકમાં ગ્રેવી માટે દૂધ વપરાય છે Fruit milk shake ક્રીમસલાડ ચાઈનીઝ રેસિપીમાં ગુજરાતીઓ દૂધપાક, બાસુદી ખાધા પછી છાશ પીવે છે. ક્યારેક સાથે દહીંવડા પણ ખાય છે.આવી ખાદ્યચીજોથી કદાચ તત્કાળ કોઈ વિક્રિયા પેદા થતી નથી, પરંતુ તેનાથી પેદા થયેલું ટોક્સિન-વિષ શરીરમાં સંચિત એકઠું થાય છે. સંચિત થયેલાં વિષની માત્રા વધી જાય ભારે તે દેખા દે છે. દહીં શીંગદાણા, આથાવાળી ચીજો જેમ કે બ્રેડ, ઢોકળાં, ઈડલી, પિઝા, અમુક કઠોળથી પણ શીળસ વધુ ઉતેજિત થાય છે.

અન્ય કારણો

માત્ર ખાદ્યચીજોથી એલજી પેદા થાય છે એવું નથી. ઘણાં ઔષધો પણ વિક્રિયા પેદા કરે છે. આયુર્વેદમાં ભિલામો એક એવું ઔષધ છે, જેને અનુકૂળ ના આવે તેમને શીળસ થઈ શકે છે, બરાબર નહીં બનેલી ભસ્મોથી પણ આવું કોઈ શકે છે. આધુનિક તબીબીશાસ્ત્રનાં ઔષધો જેમ કે એન્ટિબાયોટિક્સ ક્વિનાઈન વગેરેની આડઅસર રૂપે શીળસ થતું હોય છે.

પ્રેગનન્સીમાં કે Jandiceમાં ક્યારેક શરીરમાં એક પ્રકારનું વિષ પેદા થતું હોય છે, જેને કારણે શીળસ થઈ શકે છે. કરમીયાને કારણે પણ શીળસ થઈ શકે. લોહીમાં ઇયોશિનો ફિલ્સ કાઉન્યસ વધી જાય ત્યારે શીળસ કે ઉપરાછાપરી ખાંસીના વેગ આવે છે.

ઉપચાર ક્રમ

Cleaning – શરીરમાં વિષાકત તત્વોને સૌ પ્રથમ બહાર કાઢવા ખૂબ જરૂરી છે અને શરીરનું Cleaning ગણાય છે. એના માટે દર્દીના દોષ અને પ્રકૃતિ પ્રમાણે ત્રિફળા, હિમેજ એરંડભષ્ટ હરીતકી સોનામુખીનાં પાન વગેરેથી કે મિશ્રણ રોજ લેવાથી પેટ સાફ થાય છે જે Stomach cleaning છે. નાકમાં ઘી લગાડવું – એલજી શરદી-ખાંસીમાં નાકની અંદર ઘી લગાડવાથી ધૂળ, રજકણ, પોલન નાક દ્વારા ફેફસાંમાં પ્રવેશીને ઉદવેગ ન મચાવે. સરસિયું - શીળસ ઉપર સરસિયું લગાડવાથી સોજો અને ખંજવાળ ઝડપથી ઘટવા માંડે છે.

ઔષધ

હળદર અને કડુનું મિશ્રણ શીળસ તથા એલર્જી માટે ઉત્તમ છે. એક ગ્રામ કડુ અને બે ગ્રામ હળદરનું મિશ્રણ સવારે સાંજે પાણી સાથે લેવું. ખાપરિયુ- લઘુવસંત માલતીમાં ખાપરીયું અને મરી છે. ખાપરિયું એ ઝિન્ક ઓક્સાઈડ છે, જે પિત્તશામક છે તથા Zinc એ ઇમ્યુનિટી વધારનાર છે. મરી અધપક્વ રસને પચાવીને એલર્જી -શીળસને મટાડે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate