অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધ્યાનથી સ્ફૂર્તિનો સંચાર

ધ્યાન કરવાથી શરીરમાં હળવાશ સ્ફૂર્તિનો સંચાર કેવી રીતે થાય છે?

ધ્યાન કરવાથી ચિત્તમાં ઉદભવતા તરંગી વિચારો ઘટી જાય છે, પરિણામે જે તે કામ કે પ્રવૃત્તિમાં ચીવટ અને ચોકસાઈ વધે છે

એક મુલાકાત – એક ભણીતા રાજનીતિજ્ઞએ એક ફેકટરીની મુલાકાત દરમિયાન પૂછ્યું – ‘આટલી વિશાળ જગ્યા ખાલી કેમ પડી છે ? શું અહીં નવી ફેક્ટરી શરૂ કરવાની છે કે ચાલુ ફેક્ટરીનો વિસ્તાર કરવાનો છે?

ફેકટરીના માલિકે એક વિશાળ ખંડ બતાવ્યો ત્યારે તેમણે ઉચ્ચારેલા ઉપરોકત શબ્દો છે. ફેક્ટરીના માલિકે કહ્યું: ‘ના સાહેબ, અહીં મારી ફેક્ટરીમાં કામ કરતા તમામ કર્મચારીઓ પોતપોતાનું કામ શરૂ કરતાં પહેલાં અડધો કલાક ધ્યાન કરે છે વચ્ચે કોઈએ કહ્યું, ‘તો પછી આટલો સમય બગડે તો તમારી ફેક્ટરીના ઉત્પાદન ઉપર પણ એની અસર થતી હશે ને ‘?

ફેક્ટરીના માલિકે કહ્યું, ‘ના સાહેબ, આશ્ચર્યની વાત જ એ છે કે ધ્યાન કરવાથી ફેક્ટરીના તમામ કર્મચારીઓ માનસિક સ્વસ્થતા અને શાંતિ અનુભવે છે અને એને કારણે તેમનાં કામમાં પણ ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકે છે. આથી તેમની કામ કરવાની ઝડપ વધુ રહે છે અને એ કારણે ઉત્પાદન પહેલાં હતું તેના કરતાં વધ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓનાં અંદર-અંદરનાં ઘર્ષણો ત્રણ અટકી ગયાં છે. બધા સાથ અને સહકાર અને સંપથી કામ કરે છે.

ધ્યાન:

આ છે ધ્યાનની ગજબની શક્તિ માત્ર ભૌતિકતા તરફ ધસી રહેલા માનવી માટે ધ્યાન એ વિશ્રામની ક્ષણો છે, જેનાથી શાંત અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા માટેનું જીવન રસાયન મળી રહે છે.

સત્વ, રજ અને તમ: આ માનસદોષો કહેવાય છે આમાંથી રજ અને તમ દોષની વૃદ્ધિથી શરીર પર પણ પ્રતિકૂળ અસર પડે છે અને પરિણામે શારીરિક દોષો કફ, વાયુ,પિત્ત વિષમ થતાં અનેક રોગો પેદા થાય છે.

ચિકિત્સા જગતમાં શારીરિક સારવારને જેટલું મહત્વ અપાય છે, તેટલું માનસિક સારવારને અપાતું નથી. મોટાભાગના રોગોમાં મન પણ વ્યાધિગ્રસ્ત થયેલું હોય છે.

સત્વગુણ:

ધ્યાન, ધારણાથી અને સદવર્તનથી માનવીમાં સાત્વિકતા વધે છે. સત્વ ગુણની વૃદ્ધિ થતાં રજ અને તમ દોષના આવરણો દૂર થાય છે. અને મન નિર્મળ થાય છે. પ્રફુલ્લ અને સ્વસ્થ માનસિક સ્થિતિ શારીરિક દોષોની વૃદ્ધિને પણ અટકાવે છે, જેને પરિણામે ઘણા રોગો સ્વયં શાંત થવાની પ્રક્રિયા તરફ પ્રમાણ કરે છે

પૂર્વની સંસ્કૃતિ:

ધ્યાન-ધારણ એ પૂર્વની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં તો આ બાબતનું ખૂબ જ મહત્વ છે તો પશ્ચિમના દેશોમાં આપણા ઘણા સાધુ-મહાત્માઓએ ધ્યાનમાં બેસવાની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે.

ધ્યાન પરનાં વૈજ્ઞાનિક સંશોધનો:

ધ્યાનાવસ્થા પર કેટલાંક વૈજ્ઞાનિક સંશોધનો પણ થયેલાં છે.

  • ધ્યાનાવસ્થામાં મગજમાં પેદા થતાં એક પ્રકારનાં તરંગોની સ્થિતિ વ્યક્તિ ઘેન કે શાંત અવસ્થામાં હોય તેના જેવી છે.
  • ધ્યાનાવસ્થામાં ચયાપચયની ક્રિયા ધીમી પડે છે.
  • પ્રાણવાયુ લેવાનું પ્રમાણ ૫ થી૨૦ ટકા ઘટે છે.
  • શ્વાસોશ્વાસની ત્વરા અને લોહીના પરિભ્રમણની ગતિ ઘટે છે.

લેક્ટિક એસિડ (LACTIC ACID )

ચિંતા અને થાકની પરિસ્થિતિમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધે છે, જેને કારણે સ્નાયુઓ તણાયેલા રહે છે દુ:ખાવાઓ રહે છે. જ્યારે ધ્યાનાવસ્થામાં લેક્ટિક એસિડ ઘટતાં સ્નાયુઓ RELAX રહે છે અને સ્નાયુઓ હળવાશ અનુભવતા હોવાથી ખલેલ પહોંચાડતા ઉદ્દીપકોને સહન કરવાની શકિત વધે છે, જેનાથી શરીરને કંઈક સારું લાગે છે. Feeling good નો અહેસાસ થાય છે. તણાવમાંથી મુક્તિ મળે છે હળવાશ અનુભવાય છે.

સ્પોન્ડિલાઈટીસ, આર્થ્રાઈટીસ, ફ્રોઝન શોલ્ડર, કમરના દુ:ખાવા, માથાના દુ:ખાવા વગેરે કોઈપણ પ્રકારના દુ:ખાવાઓમાં આહાર, ઔષધ સાથે ધ્યાન ઉમેરાય તો ખૂબ ઝડપથી પરિણામ મળે છે ૦ ધ્યાનની વ્યકિત અને વર્તન ઉપરની અસરો તપાસવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે વ્યક્તિમાં વિધાયકતા Possitivity જોવા મળે છે

  • બુદ્ધિ સતેજ બને છે, તેને કારણે વિચાર-વિનિમય પ્રકિયા અને ચિંતન ઝડપી બને છે.
  • નિર્ણય લેવાની શક્તિ ઝડપી બને છે અને દઢ બને છે.

અભ્યાસ:

ધ્યાન કરવાને કારણે ચિત્તમાં ઉદભવતા તરંગી વિચારો આપોઆપ ઘટી જાય છે, પરિણામે જે તે કામ કે પ્રવૃત્તિમાં ચીવટ અને ચોકસાઈ વધે છે. પરિણામે ઓછા સમયમાં પણ ઉત્કૃષ્ટ કામ થઈ શકે. ભણતા-અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન સફળતાની ચાવી છે.

પ્રશમ: પરમ પથ્યાનામ- આયુર્વેદ તો કહ્યું જ છે કે જગતમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય માટેનાં સર્વ કોઈ હિતકારક ઉપકરણોમાં શાંતિનું સ્થાન સર્વ પ્રથમ છે. દર્દીની સારવાર કરતાં પહેલાં દરેક ચિકિત્સકની પ્રાથમિક ફરજ એ છે કે દર્દીના વિહવળ થયેલા મનને સાંત્વના આપીને શાંત કરે. મનને શાંત કરવાના સૂચવાયેલા ઉપાયો સૂચવાયા જેમાં ધ્યાન સૌ પ્રથમ આપે છે જ્યાં સુધી દર્દીનું મન શાંત અને નિર્મળ ન થાય ત્યાં સુધી કરાયેલી સારવાર અસરકારક નથી બનતી. ધ્યાનથી માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે એવું નથી રોગરહિત દીર્ઘાયુ પણ પ્રાપ્ત થાય છે જે આજના આધુનિક લેટેસ્ટ સંશોધનનો વિષય છે.

ભગવદ ગીતા: ભગવદ ગીતામાં કહ્યું છે કે પદ્માસન વાળીને બેસવું. શરીર માથું અને ડોક તદન સીધી લીટીમાં આવે એમ ટટ્ટાર બેસવું નાકના અગ્રભાગેત જોવો દિશાઓ દેખાવી ના જોઇએ. આવી રીતે બેસીને મનનો સંયમ કરી ધ્યાન કરવું શરૂઆતમાં આ માટે એકાંત, સ્વાચ્છા સુંદર જગ્યા અને સવારનો પ્રહર પસંદ કરવો. સમયતાંરે તમે ધ્યાન કરવાથી ટેવાઈ જશો અને પછી ગમે તે જગ્યાએ બેસીને પણ ધ્યાન કરી શકશો.

અન્ય મત: સ્વાસ્થ્ય માટે, હકારાત્મક અભિગમ માટે, ઉપરોકત જણાવેલા અન્ય ફાયદા માટે ધ્યાન અનન્ય છે પણ એક એવો પણ મત પ્રવર્તે છે કે ધ્યાન માનવીની તાર્કિક અને તંત્રબદ્ધ વિચારપ્રકિયામાં અવરોધક બને છે અને સર્જનાત્મક ઉત્પાદનને ઘટાડે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate