অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટાઇમ મેનેજમેન્ટ અને આયુર્વેદ

સમય પ્રમાણે શરીરને સાચવી જાણવાની કળા

ભૂખ હોય ત્યારે જમવું. જમવાના સમયમાં ફેરફારો કર્યા કરવાથી એસિડિટી, ગેસ, માથાનો દુ:ખાવો, ગુસ્સો વગેરે તકલીફો થાય છે
માનવજીવનના અનેક પાસાઓ આયુર્વેદ સાથે સંકાળાયેલાં છે. જીવનશૈલીને ઉમદા બનાવવાના અને જીવનને નિરોગી રાખવાના નુસખા આ શાસ્ત્ર પાસે છે.

શરીરનું વ્યવસ્થાપન

મેનેજમેન્ટ બરાબર રાખવામાં આવે પરંતુ એની સાથે ટાઇમનું સંકલન ન કરવામાંઆવે તો મામલો બગડી શકે છે. એ રીતે ટાઇમ મેનેજમેન્ટનું આયુર્વેદ સાથે સંકલન સાધવું જરૂરી છે. આયુર્વેના સિદ્ધાંતો અને કાર્ય પદ્ધતિ અને એમાં સમયનું સંકલન. આજે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં હજારો આર્ટિકલ્સ અને ટીપ્સ ઉપલબ્ધ છે. ટાઇમ મેનેજમેન્ટ ઉપર આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે વિશ્લેષણ જોઇએ:

ટાઇમ મેનેજમેન્ટ :

તમે ધાર્યું કામ સમયસર પાર પાડી નથી શકતા? તમે કાયમ રઘવાટ અનુભવો છો ? કાયમ સમયનો અભાવ નડે છે ? એક અકળામણ તમારા શરીર અને મનને તંગ રાખે છે.

કારણ શું?

સૌ પ્રથમ ઘરના ખૂણામાં શાંતિથી ૧૫ મિનિટ બેસીને વિચારો— તમારા વડીલો દાદી,નાની, ફોઇ, કાકી, વગેરેમાંથી કોઇ આટલો સ્ટ્રેસ અનુભવતાં હતાં/ એ સમયે તો ગેસસ્ટવ નહોતા, એટલે કેરોસીનવાળા સ્ટવ (પ્રાયમસ), સગડી વગેરેથી રસોઇ બનતી. સમય વધારે લાગતો. શાકભાજી લેવાં જવાં પડતાં, વીણવાં, ચૂંટવાં, કાપવાં પણ જાતે જ પડતાં. પ્રેશરકુકર નહોતાં. મિક્સર અને ફ્રીઝ, કોઇક જ ઘરમાં હતાં. ઓવન, વોશિંગ મશીન ઓછા લોકોને પોસાતું.

આ બધી ભૌતિક સગવડ ન હોવા છતાં એ જમાનાની સ્ત્રીઓના વાળ કાળા અને લાંબા રહેતા, ચશ્માં તો મોતિયો આવે ત્યારે પહેરવાં પડતાં, મોં પર કરચલીઓ ઓછી હતી.ઊંઘ સરસ આવતી અને ગુસ્સો તો જવલ્લેજ આવતો. એસિડિટી, સાંધાના દુ:ખાવાની ફરિયાદ ભાગ્યે જ સાંભળવા મળતી. આજકાલનો યુગ એકાગ્રતા હણનાર છે. ફોન, મોબાઇલ, લેપટોપ, ટી.વી, નોકરી, સર્વન્ટસ, ન્યુકિલયર ફેમિલી- વિભકત કુટુંબ બધું જ સગવડની સાથે સ્ટ્રેટ આપનાર છે/ એના કારણે હાથમાં લીધેલું કામ અધૂરું રહે. બીજું કામ કચવાતે મને શરૂ કરવું પડે. Back of the mind પહેલું કામ પૂરું ના કરી શકવાનું Guilt રહે. ઘીમે ઘીમે એ Guilt ની સંખ્યા વધતી જાય. ક્રમશ: તમે આના કારણે કામની અગ્રતા નક્કી કરવાની ક્ષમતા ગુમાવતાં જાવ અને એકાગ્રતા ઘટતી જાય. ઉંમર વધવાની સાથે શરીરની ક્ષમતા ઘટવાથી, શરીર અને મન વચ્ચે યુદ્ધ શરૂ થાય.આપણું મન ત્રિગુણાત્મક છે. સત્વ, રજ અને તમ. એ પ્રમાણે તમારી પ્રકૃતિ નક્કી થાય છે. તામસિક પ્રકૃતિવાળાનો અભિગમ નકારાત્મક હોય, ચંચળ સ્વભાવના તુમારખી-ગુસ્સાવાળા, એમની ભાંગફોડ કરવાની વૃત્તિને કારણે અરાજકતા ફેલાય, ભ્રમણામાં જીવનાર હોય છે. આવા લોકો ને ગરમ, ચટાકેદાર, સ્પાઇસી ભોજન પ્રિય હોય છે.રાજસિક પ્રકૃતિવાળા લાગણી પ્રધાન હોય, અહમવાદી હોય, સ્વકેન્દ્રી હોઇ શકે. કયારેક રાજી રહે કયારેક નારાજ રહે. આ પ્રકૃતિના લોકોને વૈવિધ્યસભર અનેક વાનગીઓવાળું, રાજાના જેવું ભોજન ગમે છે.સાત્વિક પ્રકૃતિવાળા કોઇ અપેક્ષા વગર સરળતાથી વર્તનાર હોય છે. સોમ્ય, અનુશાસનમાં માનનાર વિશ્વાસ રાખી શકાય તેવા સકારાત્મક અભિગમવાળા હોય છે. આવા લોકોને સાદું, ઓછા મરી-મસાલાવાળું, તાજું ભોજન પસંદ હોય છે.

શાસ્ત્રો પ્રમાણે દરેક વ્યક્તિમાં ઉપરોકત બધા ગુણ ઓછાવત્તા પ્રમાણમાં પડેલા હોય છે. દિવસભરની પ્રવૃત્તિઓ દરમિયાન મનનો આમાંથી જે ગુણ પ્રભાવિત કરે એ પ્રમાણે શરીર વર્તે છે, માટે તમારા આહાર અને વિહાર (Food & Lifeslyle) ને મૂળભૂત રીતે સુધારીને જ તમે સ્વસ્થ મન અને શરીર જાળવી શકશો તો ટાઇમ મેનેજમેન્ટ ખૂબ સરળ બની શકશે.

ટીપ્સ :

માહિતીને જ્ઞાન બનાવો : એટલે કે તમને જે વાતની માહિતી છે, કે આમ કરવાથી મને આ તકલીફ થાય છે કે નુકસાન થાય છે, તો તે પ્રવૃત્તિને રોકી દો. કોઇપણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં એના વિષે, એને કારણે પડનારા પ્રત્યાઘાતો વિષે વિચારી ને પછી જ કામ શરૂ કરવું, જે તમને mood swings થી બચાવશે.

જાત સાથે વાત કરો :

હું આ કાન શા માટે, કોના માટે, કયા હેતુથી કરું છું, એનાથી તમને કે કુટુંબને, સમાજને ફાયદો થશે કે નુકશાન તે વિષે વિચારવું. ક્યારેક ‘ના’ પાડતાં પણ શીખવું.એ બધાં પાસાઓ વિચારીને કામ શરૂ કરવું. આના કારણે Guilt નો, અપરાધનો ભાવ રોકી શકાશે. તમારા મનને તંદુરસ્ત રાખવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

ભોજન :

ભૂખ હોય ત્યારે જમવું. જમવાના સમયમાં ફેરફારો કર્યા કરવાથી પાચકસ્ત્રાવો ના હોય. એના કારણે ખોરાકનું યોગ્ય પાચન ના થવાથી મન અને શરીરને પોષણ આપનાર સારભાગ ઓછો બને અને ર્કિટ્ટભાગ-કચરો વધુ બને જે તમને એસિડિટી, ગેસ, માથાનો દુ:ખાવો, ગુસ્સો વગેરે તકલીફો આપે.રસોઇમાં તલનું તેલ, ગાયનું ઘી, ગાયનું દૂધ વાપરવું. ગાયનું ઘી તમારી ધૃતિ અને સ્મૃતિ વઘારે છે! ઘી એટલે બુદ્ધિ- Intellect, ધૃતિ એટલે ધીરજ- Tollerance અને સ્મૃતિ- યાદશકિત તથા જાગૃતિ- Alterness ખડી સાકરમાંનો ગ્લુકોઝ તમારા મગજના કોષો ને તાકાત તેમજ શક્તિપ્રદાન કરનાર છે, એ લેટેસ્ટ સંશોધન છે.ઘી અને સુગર ફ્રી : આ શરીર અને મનને પોષણ આપનાર મહત્વનાં આ તત્વોને રોજિંદા ખોરાકમાંથી બાદ રાખનાર હેરાન થાય છે. પછી ફ્રેશ થવા કોફી, ચા, મસાલા, ગુટખા તરફ વળે છે.

આરામ :

શરીર અને મનને પૂરતો આરામ આપવાથી ઓછા દિવસ-રાત, સતત પ્રવૃત્ત રહેવાને બદલે સમયમાં ધાર્યું કામકાજ કરી શકાય છે.

ઊંઘ :

રાતની ૧૦ થી સવારના ૫ સુધીના ઊંઘ પ્રાકૃત છે. મોડા સૂવાથી અને મોડા ઊઠવાથી મન નબળું પડે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate