অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળનેતીના પ્રયોગ

5 મિનીટ જળનેતી થી વાળ ખરવાનું, નાક, આંખ, નસકોરી, બહેરાશ, મસ્તિક વગેરે 1500 રોગથી છુટકારો મળશે.
માત્ર 5 મિનીટ સુધી જળનેતી કરવાથી વાળનું ખરવાનું, નાક, આંખ, શ્વાસ, નસકોરી, બહેરાશ, મસ્તિક વગેરે 1500 રોગથી છુટકારો મળશે

જળનેતી શું છે ?

જળનેતિ એક મહત્વપૂર્ણ શરીર શુદ્ધિ યોગ ક્રિયા છે જેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને તમને સાઈનસ, શરદી, જુકામ, પોલ્યુશન વગેરેથી બચાવે છે. જળનેતિમાં મીઠાવાળા હુફાળા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાણીને એક વિશેષ જળનેતિ પોટ થી નાકના એક કાણામાંથી પાણી નાખવામાં આવે છે અને બીજા નાકથી કાઢવામાં આવે છે. પછી આ ક્રિયાને બીજા નસકોરાથી કરવામાં આવે છે. જો ટુકમાં કહેવામાં આવે તો જળનેતિ એક એવો યોગ છે જેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને નાકને લગતી બીમારીઓથી તમે છુટકારો મેળવી શકો છો.

જળનેતિ દિવસમાં કોઈપણ સમયે કરી શકાય છે. જો કોઈને જુકામ થઇ જાય તો તેમને દિવસમાં ઘણી વખત કરી શકે છે. તેના સતત કરવાથી નાસિકા વિભાગમાં જીવાણુઓને ફેલાવા નથી દેતા. જળનેતિ માટે એક લાંબી નળી સાથે જોડાયેલ લોટો કે વાસણની જરૂર પડે છે. આવી જાતના વાસણ સરળતાથી મળી જાય છે. વિડીયો માં નીચે જોઈ શકો છો.

જળનેતીની રીત :

  • જળનેતિ ની ક્રિયા માટે મીઠાવાળા પાણીને ગરમ કરીને થોડું હુંફાળું કરી લો. પછી નળી વાળા વાસણ કે લોટામાં મીઠાવાળું પાણી ભરી લો. હવે નીચે બેસીને લોટાની નળીને તે નાકના કાણામાં લગાવો, ભૂલ થી પણ નાક થી શ્વાસ ના લેતા પણ મોઢું ખોલીને રાખો અને મોઢા દ્વારા જ સ્વાશ લો. ત્યાર પછી નળી લગાવેલા કાણા વાળા ભાગને થોડું ઉપર તરફ લો અને પાણીને નાકમાં નાખો. તેનાથી પાણી નાકના બીજા કાણા માંથી બહાર નીકળવા લાગશે. જયારે લોટાનું બધું પાણી ખલાશ થઇ જાય પછી નળીને નાકના કાણા માંથી કાઢો અને તે ફરી લોટા માં પાણી ભરીને આ ક્રિયાને નાકના બીજા કાણા માં પણ કરો. ધ્યાન રાખશો કે નાકમાં પાણી નાખતી વખતે મોઢું ખુલ્લું રાખવું અને મોઢાથી શ્વાસ લેવો અને છોડો. આ ક્રિયા પૂરી થયા પછી કપાળભાંતિ કે ભસ્ત્રિકા પ્રાણાયામ કરો.

જળનેતીમાં સાવચેતી

  • આ ક્રિયા અઘરી છે માટે જળનેતિ કરતી વખતે સાવચેતી રાખો અને આ ક્રિયામાં પાણીને પૂરેપૂરું બહાર નીકળવા દો કેમ કે પાણી અંદર રહેવાથી જુકામ કે માથાનો દુઃખાવો થઇ શકે છે. માટે જળનેતિ કોઈ જાણકાર ની દેખરેખમાં કરો કે વ્યવસ્થિત પહેલા અભ્યાસ કરો. જળનેતિ પછી કપાળભાંતિ કે ભસ્ત્રિકા પ્રાણાયામ જરૂર કરો.
  • જળનેતિ માં સાવચેતી રાખવી ખુબ જરૂરી છે, પહેલા પહેલા આ ક્રિયા કોઈ જાણકારની હાજરીમાં કરવી જોઈએ.
  • જળનેતિ પછી નાકને સૂકવવામાટે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા જોઈએ. નાકના એક કાણું બંધ કરીને ભસ્ત્રિકા કરો અને બીજા કાણામાં દોહરાવો અને ત્યાર પછી બન્ને ખુલ્લા રાખીને કરો.
  • નાકને સૂકવવા માટે અગ્નીસાર ક્રિયા પણ કરી શકાય છે.
  • નાકને ખુબ જોરથી ન લૂછવું જોઈએ કેમ કે ખુબ વધુ અને ખુબ થોડું મીઠું હોવાથી બળતરા અને દુઃખાવો થઇ શકે છે.
  • આ યોગ ક્રિયા કરતી વખતે મોઢાથી જ શ્વાસ લેવો જોઈએ.

જળનેતિ થી રોગમાં લાભ :

  • મસ્તિક તરફથી એક પ્રકારનું ઝેરી રસ નીચેની તરફ વહે છે. આ રસ કાનમાં આવે તો કાનના રોગ થઇ શકે છે. માણસ બહેરો થઇ શકે છે. આ રસ આંખો બાજુ જાય તો આંખોનું તેજ ઓછું થઇ જાય છે, ચશ્માં પહેરવા પડે છે તથા બીજા રોગ થાય છે. આ રસ ગળા બાજુ જાય તો ગળાના રોગ થાય છે.
  • નિયમિત રીતે જળનેતિ કરવાથી આ ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. આંખોની રોશની વધે છે. ચશ્માની જરૂર પડતી નથી. ચશ્માં હોય તો ધીમે ધીમે નંબર ઓછા થતા થતા છુટી પણ જાય છે.
  • શ્વાસોશ્વાસ નો રસ્તો ચોખ્ખો થઇ જાય છે. મસ્તિકમાં તાજગી રહે છે. જુકામ-શરદી થવાની શક્યતા ઓછી રહે છે. જળનેતિ ની ક્રિયા કરવાથી દમ, ટીબી, ખાંસી, નસકોરી, બહેરાશ વગેરે નાની મોટી 1500 બીમારીઓ દુર થાય છે. જળનેતિ કરવાવાળાને ખુબ લાભ થાય છે. મન પ્રફુલ્લિત રહે છે.
  • આ ક્રિયાથી નાક અને ગળાનો કચરો સાફ થઇ જાય છે તથા તે ગળા અને નાક ને લગતા રોગો ને દુર કરે છે. તેનાથી શરદી, ખાંસી, જુકામ, નજલા, માથાનો દુઃખાવો વગેરે રોગ દુર થાય છે. તે આંખોની બીમારી, કાનનું વહેવું, ઓછું સંભળાવું વગેરે કાનને લગતા રોગો તથા ગાંડપણ માટે લાભદાયી છે. તેનાથી અનીનિંદ્રા, અતીનીન્દ્રા, વાળ સફેદ થવા તથા વાળ ઉતરવા વગેરે રોગ દુર રહે છે. તેનાથી મસ્તક સાફ થાય છે અને તનાવ મુક્ત રહીએ છીએ. જેનાથી મસ્તિક જાગૃત થઈને બુદ્ધી અને વિવેક ને વિકસિત કરે છે. તે શુંષુમ્ના નાડી ને જાગૃત કરે છે.

જળનેતિ ના ખુબ જ શારીરિક અને સારવારના લાભ છે.

  1. જળનેતિ માથાનો દુઃખાવા માં : જો તમે ખુબ જ માથાના દુખાવાથી પરેશાન છો તો આ ક્રિયા ખુબ લાભદાયક છે.
  2. જળનેતિ અનિદ્રામાં : અનિદ્રા થી પીડાતા વ્યક્તિને તેનો નિયમિત કાર્ય કરવું જોઈએ.
  3. જળ નેતિ સુસ્તી માટે : સુસ્તી માં આ ક્રિયા ખુબ લાભદાયી થાય છે.
  4. જળનેતિ વાળ ખરતા અટકાવે છે : જો તમારે વાળને ખરતા બંધ કરવા છે તો આ ક્રિયા કરવી જરૂરી છે.
  5. જળનેતિ વાળને સફેદ માં : તે વાળને સફેદ થવાથી અટકાવે છે.
  6. જળનેતિ યાદશક્તિમાં : તમારે યાદશક્તિ વધારવી છે તો આ ખુબ જ લાભદાયક છે.
  7. જળનેતિ નાક રોગમાં : નાકના રોગ તથા ખાંસીમાં અસરકારક રહે છે.
  8. જળનેતિ આંખના વિકારમાં : આંખ વધુ તેજસ્વી થઇ જાય છે. આંખ વિકાર જેવા અને દુખવું, રતાંધળા તથા ઓછું દેખાવું, આ બધી તકલીફો નો ઈલાજ આમાં છે.
  9. જળનેતિ કાનના રોગમાં : કાનના રોગો, સાંભળવાની શક્તિ ઓછી થવા તથા કાનનું વહેવાના ઉપચારમાં આ લાભદાયક છે.

10. જળનેતિ આધ્યાત્મિક લાભ : હવાના ખુલ્લા પ્રવાહમાં આવી રહેલી તકલીફો દુર કરીને શરીરની બધી જ કોશિકાઓ ઉપર સારી અસર કરે છે જેનાથી મન ના આદ્યાત્મિક સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર પડે છે.

11. જળનેતિ નું વેજ્ઞાનિક વિભાગ : જળનેતિમાં થોડું વધુ મીઠાવાળું પાણીનો ઉપયોગ કરવાથી નાકની અંદર ખંજવાળ થાય છે જેના લીધે હ્રદયમાં લોહીનો પ્રવાહ વધે છે તથા ગ્રંથીય કોશિકાઓનો સ્ત્રાવ પણ વધે છે, જેનાથી ગ્રંથીઓના દ્વારા સાફ થાય છે. નેતિને કારણે માત્ર નાસા-ગુહા ને જ લાભ થાય એવું નથી સાથે સાથે આંખ અને જુદી જુદી સાઈનસ ને પણ લાભ મળે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate