অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગરીબોનું ખાણું ગણાતી બાજરી જે અમીરોને સ્વાસ્થ આપે છે

ગરીબોનું ખાણું ગણાતી બાજરી જે અમીરોને સ્વાસ્થ આપે છે

”bajari1”

ગરીબોનું ખાણું ગણાતી બાજરી હવે આજે અમીરોને સ્વાસ્થ આપી રહી છે

ઇંગ્લિશ મેડીયમના છાત્રને પૂછો કે કઈ સીઝન ચાલે છે! તરત બોલશે- winter. ગુજરાતી છાત્ર કહેશે શિયાળો પણ, આયુર્વેંદ સ્નાતકને પૂછો તો કહેશે હેમંત ઋતુ ચાલે છે.
હેમંતઋતુ: આયુર્વેંદ પ્રમાણે કુલ છ ઋતુઓ છે. એ જ શિયાળાની શરૂઆતની ઋતુ તે હેમંતઋતુ. આ ઋતુમાં ફુલ-ગુલાબી ઠંડીની શરૂઆત થાય. ગાલ રતાશ પડતા થાય. હોઠ ફાટવા માંડે. સ્વાદિષ્ટ ભોજન અવારનવાર ખાવાની રુચિ પેદા થાય. વહેલી સવારે તાપણાં જોવા મળે.
ઘરમાં બાજરી, મૂળા, મેથીની ભાજી, લસણ, આદુ, લીલા કાંદા, લીલી હળદર, આમલાં વગરેનું આગમન થાય. ઉપરોકત દરેક ચીજો શિયાળામાં ઉપયોગી છે અને ફળદાયી છે. તેમાં એક ધાન બાજરી પણ છે. આજે આપણે બાજરી વિષે જાણીશું.
બાજરી : ભારતમાં અને હવે તો વિશ્વમાં બાજરી તેના ગુણોને લીધે સુપ્રસિદ્ધ છે. ગરીબોનું ખાણું ગણાતી બાજરી હવે અમીરો ને સ્વાસ્થ આપી રહી છે. આપણે ભારતીયો અને ગુજરાતીઓ તો બાજરીના અઢળક ગુણોથી વાકેફ છીએ, પણ એના પર થયેલાં થોડાં સંશોધનો પર નજર નાખીએ અને બાજરી ઉપર ગર્વ અનુભવીએ.
ગ્લુટેન ફ્રિ ડાયેટ(Gluten Free diet) : ગ્લુટેન નામનું એક પ્રોટોન જે ઘઉં અને જવમાં છે, જે પચવામાં ભારે છે, જેને કારણે સાંધાના દુ:ખાવાઓ સોરાયસિસ જેવા ચામડીના રોગ વગેરે થાય છે. બાજરીમાં તે ગ્લુટેન નામનું પ્રોટીન ન હોવાને કારણે સાંધના દુ:ખાવા વગેરે રોગોમાં તેને ખોરાક તરીકે વાપરવામાં આવે છે.
વજનમાં ઘટાડો (Welghtloss): આનો સૌથી મોટો અને મહત્વનો લાભ વજન ઘટવા માંડે તે છે. આમ વજન ઊતારવા માટે ઘઉંના બદલે બાજરી વપરાતી. બાજરીના એમિનો એસિડ છે તે ઘઉં કરતાં પચવાના સહેલાં હોવાથી વજન ઉતરવા છતાં અશક્તિ લાગતી નથી. અને શક્તિ-સ્ફૂર્તિમાં વધારો કરે છે.
પાચક: બાજરીમાં પાણીમાં પીગળે નહીં. તેવા ફાઈબર્સ પ્રચુર માત્રામાં હોવાથી પાચનમાં તો મદદ કરે અને મળને બાંધે છે. જેમને IBS એટલે કે વારવાર હાજત જવાની પ્રકૃતિ હોય અથવા ઝાડા થઈ જતા હોય એમને માટે બાજરી આશીર્વાદ રૂપ છે.
ઉપરાંત પિત્તાશયની પથરી બનાવનાર જે સ્રાવો છે, તેને ઘટાડે છે.
Heart Health : હ્રદય: બાજરીમાં niacin એટલે કે વિટામિન B-3 છે. જે કોલેસ્ટરોલને ઘટાડે છે અને એ રીતે હ્રદયરોગને રોકે છે, માટે તે હ્રદય છે.
આ ઉપરાંત બાજરીના મેગ્નેશિયમ, પોટેસિયમ, મિનરલ્સને કારણે તે બ્લડપ્રેસરનું નિયમન કરે છે.
વેન્ટ ડાયાબિટિસ: બાજરીનાં ગુણો અનુસાર તે ઈન્સ્યુલીન સ્રાવને વધારનાર છે. આમ ડાયાબિટીસને થતો રોકે છે.
ડાયેટિશિયનને પ્રિય: બાજરીમાં ગ્લુટેન પ્રોટિન નથી, છતાં એમિનો એસિડ છે, ફાઈબર્સ છે, વિટામિન B3 છે. ઉપરાંત કેલ્શિયમ- 42mg, આયર્ન-8mg, ફોસ્ફરસ-242mg છે. ઉપરાંત Zinc પણ છે, માટે તમારા સ્વાસ્થ્યના હિતરક્ષક ડાયેટિશિયનને પણ બાજરી પ્રિય છે.
વિવિધ વાનગી: બાજરીના રોટલા, બાજરી અને ઘઉંની રોટલી, બાજરી, ઘઉં-મેથીના ઢેબરાં, બાજરી મેથીનાં થેપલાં, બાજરી, ચોખા મગની દાળનું ભૈડકું, બાજરીના વડા, બાજરી, મેથી, લસણના સક્કરપારા વગેરે પ્રચલિત વાનગીઓ બાજરીમાંથી બને છે, જે બધાના રસોડામાં જોવા મળે છે.
સંશોધન: આજકાલ કેન્સર પર સંશોધનો ઘણાં ચાલે છે. મેનોપોઝમાં નિયમિત બાજરીનું સેવન કરનારને બ્રેસ્ટ કેન્સર કે ઓવરી કે ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે. અથવા નહીંવત રહે છે એવાં તારણો બહાર આવી રહ્યાં છે.
અતિ સર્વત્ર વર્જયેત: આટલી ગુણસભર બાજરીનું સેવન તમારી પ્રકૃતિને માફક હોવું જોઇએ. એનાથી વધારે પ્રમાણમાં થાય તો શરીરમાં યુરિક એસિડ વધી શકે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate